એક પૂનમની રાત - પ્રકરણ-94 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત - પ્રકરણ-94

એક પૂનમની રાત

પ્રકરણ-94

       રૂબી વંદનાને બધી ગીફ્ટ બતાવી રહી હતી. સાથે મીલીંદ જોઇ ખૂબ ખુશ થયો. ત્યાં યશોદાબહેનનાં પગરવ થયાં એમણે આ લોકો બેઠાં હતાં એ રૂમ તરફ નજર કરી વંદનાની નજર માં પર પડી અને એ ઉભી થઇ યશોદાબહેન પાસે ગઇ. યશોદાબહેને કહ્યું મારી સાથે આવ મારે કામ છે. એમ કહી વંદનાને પોતાનાં રૂમમાં લઇ ગયાં. ભંવરસિહ કોઇ સાથે ફોનમાં વ્યસ્ત હતાં. રૂબીએ જોયું યશોધાબહેન વંદનાને બોલાવી ગયાં. મીલીંદ એની ગીફ્ટ બધી લઇને પોતાનાં રૂમાં જતો રહ્યો.

       રૂબી મનમાં સમસમી ગઇ એને ખૂબ ગુસ્સો આવ્યો એણે ભંવરને ફોન કર્યો પણ બીઝી આવતો હતો. એની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઇ એનાંથી સહેવાતું નહોતું. એણે વિચાર્યુ ગુસ્સાથી કંઇ નહીં વળે મારે ચાલાકીથી કામ લેવું પડશે એ પ્લાન વિચારવા લાગી ત્યાં એને નીચે યશોદાબહેન અને ભંવરસિહનો ઝગડવાનો અવાજ આવ્યો એ ધીમે પગલે દાદર સુધી ગઇ.

       યશોદાબહેને કહ્યું તમારી ઓફીસમાં તમારું ધાર્યું કરવાનું અહી નહીં આ મારું ઘર છે. ભંવરસિહે કહ્યું એટલે ? આ મારું ઘર નથી ? તારી સાથે મારું નામ પણ છે કાયદાની ભાષામાં મારી સાથે વાત નહીં કરવાની હું તમારી સાથે દિવાળી કરવા આવ્યો છું જ્યારથી આવ્યો છું ત્યારથી બસ મારી સાથે વચકડા લીધાં કરે છે ? હું અહીંથી જઊં છું તારું ઘર છે ને ? તુંજ રહે અહીં. હું ચાલ્યો પાછો.

       ત્યાં દાદીનો અવાજ આવ્યો ભંવર શું કરે છે ? સપરમે દહાડે પણ ઘરમાં શાંતિ નહીં રાખે ? આવ્યો છું ત્યારનો લડ્યા કરે છે ? અને યશોદા તું તારું મોં બંધ રાખ.. ભંવર હતો એવો રહ્યોજ નથી સાવ બદલાઇ ગયો છે આ ઘર હજી મારુ છે મારાં પતિએ તારાં બાપે બનાવેલું છે અને એ યશોદાનાં નામે કરી ગયાં છે તને પહેલેથી ઓળખતાંજ હતાં... તારાં પૈસાનું જોર ના બતાવ. કેવું સુખી આનંદી ઘર કુટુંબ હતું બસ હવે બરબાદ કરવા બેઠો છે.

       ભંવરસિંહે કહ્યું માં તમે સમજ્યા વિના યશોદાનો પક્ષ ના લો. હું કંઇ બોલ્યો નથી એણેજ ચાલુ કર્યું છે ઉપરથી વંદનાને ચઢાવે છે મારાં વિરૂધ્ધ.

       યશોદાબેન રડી પડ્યાં બોલ્યાં હાય હાય હું વંદનાને તમારી વિરૂધ્ધ શા માટે ચઢાઉ ? તમે એનાં બાપ છો. બાપ દીકરી વચ્ચે હું અંતર કરાવું ? બસ જેમ ફાવે એવા આક્ષેપો મૂકો છે ? ત્યાં મિલીંદ નીચે દોડી આવ્યો એનાંથી મંમીને રડતી ના જોવાઇ એ હવે મોટો થઇ ગયો હતો જોબ કરવાનો હતો એણે પોતાનું પુરુષત્વ બતાવ્યું બોલ્યો પાપા તમારો વાંક છે. તમે અગાઉથી મંમીને જાણ કર્યા વિના રૂબી આન્ટીને ઘરમા કેમ લાવ્યાં ? અત્યાર સુધી અમે સંયમમાં કંઇ બોલ્યા નહીં છેક ઘર સુધી સાથે રહેવા લઇ આવ્યાં એવો શું સંબંધ છે તમારે એમની સાથે ? વંદના પણ મને પૂછતી હતી પછી વંદના તરફ જોઇ બોલ્યો પૂછીલો દીદી હવે સીધુજ પાપાને. દિવાળીની ફજેતી કરી નાંખી.

       ભંવરસિહને ગુસ્સો વધુ ભભુક્યો હાથથીજ ગયો એમણે કહ્યું તમે બંધા ભેગા થઇને મને દબડાવો છે ? કેમ મારું મિત્ર ઘરમાં ના આવી શકે ? આ ઘરનો માલિક હું છું અને બધાનું પુરુ હું કરું છું હું ઇચ્છીશ એમજ થશે રૂબી મારી સેક્રેટરી છે. મુંબઇમાં એ મારું ધ્યાન રાખે છે ઘરનાં સભ્ય જેવીજ છે પછી શું વાંધો છે ?

       યશોદાબેને કહ્યું હાં બહુ કાળજી રાખે છે ઘરનાં સભ્ય જેવીજ છે આમાં બધાં જવાબ મળી ગયાં તો એનેજ ઘરમાં ઘાલી અમને બધાને બહાર કાઢો. એનેજ ખોળામાં રાખી જીવો અમે નીકળીએ છીએ બધાં બહાર.

       દાદીથી ના રહેવાયું એમણે કહ્યું મારો છોકરો છે તું મે જણ્યો છે આવો પાક્યો છે તારી જગ્યાએ મારાં પેટે પાણો જણ્યો હોત તો સારુ થાત. નપાવટ આટલો ક્કળાટ થાય છે તોય પેલી શરમ વિનાની ઉપર જઇને બેસી ગઇ કોઇનાં ભર્યા ભર્યા ઘરમાં જઇને આમ પલીતો ચાંપવા બેઠી છે નરાધમને શરમ એ નથી આવતી. કોણ જાણે કેવાં ઘરની સંસ્કારની છે અને અહીં પગલાં માંડ્યાં અમારું ઘનોતપનોત કાઢવાં.

       ભંવરસિંહ ખૂબ અકળાયો એ ધમ ધમ કરતો દાદર ચઢી ઉપર ગયો. રૂબી દાદરમાંજ ઉભી બધુ સાંભળતી હતી ભંવરસિહને આવતો જોઇ રડવાનું નાટક ચાલુ કરી દીધું.

       હાય હાય હું અહીં ક્યાં આવી ? મને કેટલું સંભળાવ્યું ભંવર મારે અહીં નથી રહેવું મને સ્ટેશન ડ્રોપ કરી દે પ્લીઝ મારાં લીધે તારાં ઘરમાં કંકાસ થયો મારાં લીધે તારાં કુટુબમાં ફૂટ પડે નથી ઇચ્છતી તારો સંસાર બગડે નથી ઇચ્છતી મારાં તો નસીબજ ફૂટેલાં છે તારામાં આશરો શોધ્યો ત્યાં જાકારો મળ્યો હું અહીંથી અત્યારેજ નીકળી જવા માંગુ છું એમનું ઘર એમને મુબારક હું રખડતી ભટકતી મુંબઇ પહોચી જઇશ દિવાળી તમારી છે મારે શું છે ? ભંવર મને સ્ટેશન છોડી દે એમ આંખો લૂછતી પોતાની બેગ ખોલી એમાં કપડાં મૂકી બેગ ઊંચકી લીધી.

       ભંવરસિહે કહ્યું અહીં નીચે આટલું ઓછું થયું છે ? તું શાંત થા આ ઘર મારું છે એમની દાદાગીરી નહીં ચાલે રૂબીએ કહ્યું ભંવર તું સમજતો નથી અત્યારે કંઇ નથી કરવાનું પછી હું.. એમ કહી બીજા શબ્દો ગળી ગઇ.. ભંવરસિંહે કહ્યું ચાલ આપણે બંન્ને નીકળી જઇએ નથી રહેવું. અહી મેં બધાને જોઇ લીધાં. માં પણ મારી નથી રહી જીવવા દે એમને આ બંગલામાં ચલ તું નીચે હું મારી બેગ લઇ લઊં છું એમ કહી બંન્ને જણાં દાદર ઉતરી નીચે આવી ગયાં.

       ભંવરસિંહ કહ્યું રામુ મારી બેગ લાવ જલ્દી... સાંભળે છે તું ? દાદી બોલ્યાં તું શું આ છણકાં કરે છે તારાં આ તાયફા બંધ કર એમ કહી અમને દબાવ નહીં. જા તારે આની સાથે જઊં હોય તો અમને જીવતાં આવડે છે. એકતો પારકી બાઇને લઇને આવે છે ઉપરથી અમારો વાંક કાઢે છે ભલી છે યશોદા કે તારું આવું બધુ ચલાવે છે હું ભૂલી જઇશ કે મે કોઇ છોકરો જણેલો. કેટલાય સમયથી હું હૈયે હામ રાખી બેઠી હતી તું આવે નહીં ફોન કરે નહીં. ગુસ્સો દબાવી રાખેલો પણ તને તો આ મળી ગઇ હોય.. તારું... છોડ જા જવું હોય તો પણ અહીં તારાં કોઇ ત્રાગા ચાલવાનાં નથી...

       રામુ ડરતો ડરતો બેગ લઇ આવ્યો અને સીધી બહારજ લઇ ગયો. ભંવરે કહ્યું તને બહાર લઇ જવા કીધું હતું નાલાયક ? નોકર થઇને તું પણ બહાર કાઢવા માંગે છે ? રામુ ધ્રુજી ગયો એ બોલ્યો ના ના સર તમે.. ભંવરસિંહે કહ્યું હું બધુ સમજુ છું અત્યારે તમે બધાં એક થઇ ગયાં છો વાંધો નહીં અમે જઇએ છીએ...

       રૂબીએ જતાં જતાં ગુસ્સાથી બધાની સામે નજર કરી અને બબડી આજે અમે નીકળ્યાં છીએ આવતીકાલ જોઇએ છીએ કેવી આવે છે ? એમ કહી ધમધમતી બહાર પગ પછાડતી નીકળી ગઇ.

       ભંવરસિહે રામુને કહ્યું બંન્ને બેગ ડેકીમાં મૂકી દે અને પછી ઘરનું બારણું બંધ કરી અંદર જતો રહે. યશોદાબેન-વંદના-મિલીંદ બધાં બારણે આવી ગયાં યશોદા બહેનનાં આંખમાં આંસુ માતા નહોતાં એમને પસ્તાવો થઇ રહેલો કેટલાયે સમયે આવ્યાં અને આમ પાછા જાય છે. વંદના-મીલીંદે બૂમ પાડી... પાપા પાપા.. પ્લીઝ સોરી પાપા અંદર આવો.

       ભંવરસિહે કંઇ પણ સાંભળ્યાં વિના આંચકા સાથે કાર રીવર્સ લઇ કમ્પાઉન્ડમાંથી બહાર કાઢી અને ઝડપથી મારી મૂકી.

       યશોદાબેન-વંદના-મીલીંદ રડતી આંખે જતાં જોઇ રહ્યાં. પછી અંદર આવી દાદીને વળગી ખૂબ રડ્યાં રડતાં રડતાં બોલ્યાં બધો મારોજ વાંક છે હું મૂઈ શા માટે બોલી ? એમ પણ પેલી સાથેજ રહેતાં હતાં મારેજ સ્વીકારી લેવાનું હતું આ છોકરાઓ આજે જાણે ફરીથી ઓશીયાળા થઇ ગયાં.

       વંદના અને મીલીંદ માં ને વળગીને રડી રહ્યાં હતાં. ત્યાં દાદીનો કડક અવાજ આવ્યો. રડો છો શું ? આમ કોઇને પકડીને ઘરમાં રહેવા લઇ આવે ચલાવી લેવાતું હશે ? ક્યાં જવાનો છે ? સાચો પ્રેમ ક્યાંય નથી મળવાનો પેલીને અત્યારે ચાટવા મળે છે એટલે આને પકડી રાખ્યો છે પ્રેમ બ્રેમ કંઇ નથી આતો રૂપીયાનો ચળકાટ છે. ઘણોય પાછો આવશે હું સારી રીતે ઓળખું છું ચાલો મીઠાઇ લાવો બધાં મો મીઠું કરો. આજે ખૂલાસોજ થઇ ગયો. યશોદાબેન ચૂપ થઇ ગયાં અને બોલ્યાં બા તમે શું બોલો છો ?

વધુ આવતા અંકે - પ્રકરણ - 95