કિડનેપર કોણ? - 16 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપર કોણ? - 16

(મંત્રએ રોકેલો ડિટેકટિવ ફક્ત તેના હરીફો ની વ્યાપારિક માહિતી સિવાય કશું ખાસ શોધી શકતો નથી.સોના ને શિવ મારફત એ ખબર પડે છે કે કોઈ છે જે તેમના મિત્રો નો પીછો કરે છે.પણ આ વાત તે હમણાં રાજ કે અલી ને કહેવાની ના કહે છે.આ તરફ રાજ અને અલી ફોન કોલ ની ડિટેલ થી શોધેલા એડ્રેસ પર પહોંચે છે.હવે આગળ..)

રાજ જ્યારે પેલા જુના ઘર માં ગયો,ત્યારે એક અર્ધખુલ્લી ઓરડી તેને દેખાઈ,રાજ તે તરફ ખૂબ સિફતપૂર્વક આગળ વધતો હતો,જેવો તે ઓરડી ની નજીક પહોંચ્યો,તેને જોયું કે અંદર કોઈ સુતેલુ છે.રાજ ધીમેથી તેની નજીક ગયો,તેની આસપાસ થોડી દારૂ ની ખાલી બોટલ પડી હતી અને તેની તીવ્ર વાસ આખા રૂમ માં ફેલાયેલી હતી.થોડા સિગરેટ ના ઠુઠા પણ પડેલા હતા,અને બે ત્રણ ગ્લાસ પડેલા હતા.તે માણસ સૂતેલો નહિ પણ દારૂ ના નશા માં બેભાન પડેલો હતો.

ત્યાંથી આગળ મુખ્ય મકાન ની એક સિડી ઉપર નાં ભાગ તરફ જતી હતી,રાજ ઉપર ચડવા જ જતો હતો ત્યાં જ તેનો ફોન રણક્યો.

હલ્લો રાજ તું બરાબર તો છે ને?કાઈ મળ્યું?અલી એ ધડકતા હૃદયે પૂછ્યું.

ના અલી હજી તો ખાસ કંઈ નહીં,પણ હું મકાન ના ઉપર ના ભાગે જાવ છું.કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય તો મને ફોન કરજે ત્યાં બધું બરાબર છે ને?રાજે અલી ને પૂછ્યું.

હા હજી સુધી તો કોઈ એવુ વ્યક્તિ દેખાયું નથી કે જેને જોઈ ને શંકા કરાય .અલી એ કહ્યું

તો સારું ઓકે.એમ કહી રાજે ફોન મૂકી દીધો.

રાજ એ સીડી પર સાવધાની પૂર્વક ચડતો હતો,ત્યાં જ એને કોઈ સળવળાટ સંભળાયો.તેને ચારેકોર નજર કરી કોઈ દેખાયું નહિ.ત્યાં જ અચાનક નીચે ધ્યાન પડ્યું કે પેલો માણસ તેની રૂમ માંથી બહાર આવતો હતો,તે હજી પૂરો ભાન માં નહતો એટલે રાજ ઝડપથી છુપાવામાં સફળ નીવડ્યો.

તે માણસ બહાર આવી અને આજુ બાજુ માં જોઈને ફરી તેની રૂમ માં ચાલ્યો ગયો,એટલે રાજે ઉપર નું નિરીક્ષણ કરવા માંડ્યું.અહીં એક રૂમ જેવું લાગતું હતું.
જેને એક નાનો એવો દરવાજો અને એક સાવ નાનકડી બારી હતી.રાજે દરવાજા ની તિરાડ માંથી જોવાની કોશિશ કરી પણ તેને કશું દેખાયું નહિ.બારી માંથી પણ કશું જોવા ના મળ્યું,રાજ નિરાશ થઈ ને પાછો જ ફરતો હતો કે તેને અંદર થી કોઈ વસ્તુ પડવાનો અવાઝ આવ્યો.રાજ તરત જ સાબદો થઈ ગયો.તેને ફરી એકવાર દરવાજા ની તિરાડ માંથી જોયું,પણ કોઈ ત્યાં દેખાયું નહિ.પણ આ વખતે તે પોતાની ધીરજ ગુમાવી બેઠો હતો,અને તેને બે ધક્કા માર્યા ત્યાં તે દરવાજો ખુલ્લી ગયો.

સોના ને જ્યારથી ખબર પડી કે કોઈ એના મિત્રો નો પીછો કરે છે,ત્યારથી તે થોડી ડરેલી રહેવા લાગી.હવે તે દરેક વ્યક્તિ ને શંકા ની દ્રષ્ટિ એ જોતી.ક્યારેક રાતે પણ ડર ના લીધે જાગી જતી.શિવ તેને વારેવારે હિંમત આપી સામાન્ય રહેવા કહેતો,પણ તેનો મન નો ડર કાઢવો અઘરો હતો.એમ પણ પેલા ફોન વળી વાત તેને હજી શિવ ને કિધી નહતી.

મંત્ર એ હવે પોતાની જાતે પણ થોડી ઘણી જગ્યાએ મોક્ષા ની શોધખોળ કરવા લાગી.અભી ને વારેવારે ફોન કરવા છતાં તેનો ફોન ઉપડ્યો નહિ,એટલે બીજા દિવસે જ્યારે કિડનેપર નો ફોન આવ્યો તો તેને અભી સાથે કોઈ કોન્ટેકટ ના થતો હોય,થોડી વધુ મુદત માગી.મંત્રએ આમ તો અભી ને ક્યારેય જોયો નહતો,પણ તે લોકો ની રિયુનિયન પાર્ટી ના ફોટા માં તેને અભી ને જોયેલો,એ પણ આછો એવો.એટલે તેને બહુ યાદ નહિ.તો પણ તે અભી ને મળવા બેંકે ગયો.ત્યાં પહોંચી ને એને અભી વિશે પૂછપરછ કરી ત્યારે એક પ્યુન તેને અભી ની ઓફીસ તરફ દોરી ગયો.

(રાજે સાંભળેલો અવાઝ કોઈ વહેમ હશે કે સાચે જ ત્યાં કોઈ છે?ક્યાંક મોક્ષા કે અભી તો નથી ને?કે પછી બંને ને ત્યાંથી ખાલી હાથે પાછું ફરવું પડશે!અભી ને મળવા ગયેલો મંત્ર ખાલી હાથે પાછો આવશે કે તેને મળશે અભી?પણ અભી ક્યાં છે!!જોઈશું આવતા અંક માં..)

✍️ આરતી ગેરીયા...