ચોર અને ચકોરી. - 14 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી. - 14

(તમે અહી સોમનાથ ભાઈને ત્યાજ રોકાવ હુ ભાઈને ભલામણ કરી દઈશ કે એ તમને તમારા કાકાને ગામ સીતાપુર મુકી જશે..... ગયા અંકમાં તમે વાચેલું હવે આગળ.....)
ચકોરી ને કીશોરકાકાને ત્યા પહોચડવાની જવાબદારી સોમનાથના માથે નાખીને જીગ્નેશ રામપુર જવા રવાના થયો. જીગ્નેશને જોતાવેંત કેશવ ઉત્સાહથી બોલી ઉઠયો.
"આવ્યો. આવ્યો મારો હાવજ આવ્યો." જીગ્નેશને જોશભેર છાતી સરસો ચાંપતા પુછ્યુ.
"બોલ દિકરા. સિંહ કે શિયાળ?"જીગ્નેશ નિરાશા ભર્યા સ્વરે બોલ્યો.
"કાકા. શિયાળ. આ વખતે ખાલી હાથે પાછા ફરવું પડ્યું." જેટલા જોશથી કેશવે જીગ્નેશને છાતીએ ચાંપ્યો તો. એટલી જ ત્વરાથી એને અળગો કરતા નવાઈ ભર્યા સુરે પુછ્યુ.
"શુ વાત કરે છે તુ? તુ અને ખાલી હાથે? અંબાલાલ ના ખજાના માથી કંઈ હાથ ના લાગ્યુ?."
"હા કાકા. કંઈ હાથ ના લાગ્યુ. અને મને તો લાગે છે કે અંબાલાલ પાસે ખજાનો છે જ નહીં. કોઈએ ખોટી અફવા જ ફેલાવી લાગે છે."જીગ્નેશ નિરાશાથી બોલ્યો.
"ઠીક. ઠીક તુ માંડીને વાત તો કર. કે તુ કરી શુ આવ્યો?"કેશવે બોલ્યો. તો જવાબમા જીગ્નેશે દૌલતનગરમા એ ઉતર્યો ત્યાંથી લઈને કેવી રીતે અંબાલાલ ના પંજામાંથી. અંબાલાલ અને એના માણસોને મારીને એમની કેદમાંથી ચકોરી ને છોડાવી એ બધી વાત કહી. ચકોરીની વાત સાંભળીને કેશવ ઉત્સાહથી બોલ્યો.
"અરે વાહ! કેવી છે એ છોડી. ને કેટલા વરહની છે."
કેશવ નો સવાલ સાંભળીને જીગ્નેશની નજર સમક્ષ ચકોરી નો સુંદર ચેહરો જાણે તરવરી ઉઠયો.
"સોળ. સત્તર ની લાગે છે. અને દેખાવમાં ઠીક ઠીક છે."
"તો ક્યા છે એ. ક્યા મુકતો આવ્યો?"
"કાકા. એ અનાથ છે.એને એના કાકાને ઘેર જવુતુ તો મે સોમનાથભાઈને ભલામણ કરી છે એ ચકોરી ને એને પુગાડી દેહે."
"એલા મૂરખા. એને આય કેમ નો લય આવ્યો? ભલે ખજાનો નો મળ્યો. આ છોડીની તો કિંમત ઉપજેને."કેશવ ગુસ્સાથી લાલચોળ થવા લાગ્યો. કેશવની વાત સાંભળીને જીગ્નેશને આઘાત લાગ્યો.
"કાકા. હુ ચકોરી ને આય લાવત તો તમે એ છોડીને વેચી નાખત.?"
"નહીતો શુ એને પાટલે બેહાડી ને પુજા કરત.?" આંખોમાંથી અગ્નિ વરસાવતા કેશવ બોલ્યો.
"એ કન્યા ખરેખર પુજવા જેવી જ છે કાકા. માસુમ ભોળી સાક્ષાત દેવી સ્વરૂપ."કેશવના ક્રોધને શાંત પાડવાનો પ્રયાસ જીગ્નેશે કર્યો. જવાબમા કેશવે એને ચોરીના ધંધાનો સિદ્ધાંત સમજાવતા કહ્યું.
"જો ભઈ. આપણો ધંધો ચોરીનો છે. તુ ખજાનો ચોરવા ગ્યોતો. ને ખજાના ના બદલે એ છોડીને ચોરિયાવ્યો. હવે એનુ જે ઉપજે એ આપણું."
"કાકા હુ એને ચોરીયાવ્યો નથી. એ અનાથ છોકરીને મે મદદ કરી છે. એને વેચવા કરતા. આપણે એને જ્યા જવુ હોય ત્યા પુગાડી દીયે. તો આપણને કંઈક પુણ્ય મળશે."જીગ્નેશની વાત સાંભળીને કેશવે અટ્ટહાસ્ય કરતા કહ્યુ.
"પુણ્યને ને આપણને શુ લેવાદેવા? આપણુ તો કામ જ છે ચોરીનુ સમજ્યો?. હવે જોજે. તુ તારી રમત રમી આવ્યો દૌલત નગરમા. હવે તુ મારા ખેલ જોજે. અંબલાલ પાસે થી જ એ છોડી ની મો માંગી કિંમત વસુલીસ. હુ આ હાલ્યો અત્યારે જ પાલી."જીગ્નેશ ડઘાઈ ને કેશવને તાકી રહ્યો. એ ક્યારેય કેશવની વાતને કાપતો યા ઉથાપતો નહી. પણ આજે એક માસૂમનુ જીવન દાવ પર લાગ્યુ હતુ. એણે એને બચાવવા ફરી એક લુલો બચાવ કરી જોયો.
"કાકા. કાકા દયા કરો. એ બ્રામણ કન્યા છે."
"તે?" ડોળા તગતગાવતા કેશવ ઘુરક્યો.
"ભામણની સોડીને પુજવાથી પેટ ભરાવાનું સે.? તુય ભામણ નો સોકરો સો ને? પણ મે તને ચોર નો બનાવ્યો? એમ એ ભામણ ની સોડીના જો અંબાલાલ હારા પૈસા નય આપે તો એને ચકલે જઈને વેચિશ."
"કા..કા.."જીગ્નેશ થી પેહેલી વાર કેશવ ની સામે રાડ પડાઈ ગઈ.
"હુ તમને એવુ નય કરવા દવ." એણે મક્કમતા પુર્વક કહ્યુ. પણ જવાબમા કેશવે એક જોરદાર થપ્પડ જીગ્નેશ ના ગાલ પર ફટકારતા પુછ્યુ.
"શુ. શુ કરી લેવાનો તુ.".....
શુ કેશવ ફરી એકવાર ચકોરી ને અંબાલાલ ના હવાલે કરશે.? કે જીગ્નેશ ચકોરી ને હેમખેમ સીતાપુર પોહચાડશે. વાંચતા રહો. ચોર અને ચકોરી...