કિડનેપર કોણ? - 14 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપર કોણ? - 14

(આગળ ના ભાગ માં આપડે જોયું કે રાજ અભી ને મળવા તેની ઓફિસે પહોંચે છે,જ્યાં તેને ખબર પડે છે કે અભી બીમાર છે,અને અલી પણ પોતાની પહેલા ત્યાં આવ્યો હતો.મંત્ર કિડનેપર ના ફોન પછી એક પ્રાઇવેટ ડિટેકટિવ રોકે છે.હવે આગળ...)



અલી તું કેમ ત્યાં ગયો હતી?અને મને કહ્યું પણ નહીં?

અને અલી એ અભી ના ફોન ની બધી જ વાત રાજ ને કરી,ત્યાં સુધી કે સોના ની સાથે થયેલી વાત પણ બંને વચ્ચે થઈ.રાજ ને એ સાંભળી ને આશ્ચર્ય થયું કે કોઈ અલી ને કોઈ વાત મારાથી છુપાવાનું કેમ કેહતું હશે!.

હવે રાજે તે બંને ફોન નંબર માંગ્યા.અલી એ આપ્યા અને કહ્યું કે બધી તપાસ કરી પણ કાઈ હાથ લાગ્યું નહિ.

અરે તો પણ મને એ નંબર આપ.રાજે ભારપૂર્વક કહ્યું. અલી એ તે આપ્યા.રાજે તરત જ એ બંને નંબર નું લોકેશન ટ્રેસ કરાવ્યું.લોકેશન એમની નજીક ના એક એરિયા નું નીકળ્યું.ખબર નહિ શું કામ પણ રાજ તરત જ અલી ને લઈ ને બહાર નીકળ્યો.તેના એક કલીગ ને તૈયાર રહેવાની સૂચના આપી તે અલી ને લગભગ ખેંચતો ત્યાંથી બહાર નીકળ્યો.અને બંને અલી ની જ બાઇક માં તે જગ્યા એ પહોંચ્યા.

તે જગ્યા એક બંધ મકાન હતું,તે મકાન બે માળ વાળું,અને ઘણું જૂનું હતું.મુખ્ય દરવાજા ની આસપાસ ઘણા નાના મોટા ઝાડી ઝાંખરા થઈ ગયા હતા.ઘણા સમયથી એ બંધ હોઈ એટલે મુખ્ય દરવાજા નું તાળું પણ કાટ ખાઈ ગયેલું હતું.પણ તેની આસપાસ ની દીવાલ ખાસ ઉંચી નહતી.અને ત્યાં એક જગ્યા રાજ ને ઘણી સાફ દેખાય. આસપાસ ખૂબ જ ઓછી અવરજવર હતી.રાજ ને આવી જ કોઈ જગ્યા હોવાનું અનુમાન હતું.અને રાજે અલી ને ઈશારો કરી ત્યાં ઉભા રહેવાનું કહ્યું.

રાજ તે દીવાલ કૂદી અને અંદર ગયો.અંદર તેને જોયું કે તે જયાંથી કુદ્યો તે જગ્યા પર ગોઠણ સુધી ઘાસ હતું,પણ તે ઉતર્યો તેની નજીક મા જ જાણે એક પગદંડી થઈ ગઈ હતી.એવું લાગતું હતું કે ત્યાં કોઈ ની અવર જવર હતી. રાજે ધીમા પગલે આગળ વધવાનું ચાલુ કર્યું,સામે જ એક અર્ધખૂલી ઓરડી દેખાતી હતી રાજ તે તરફ આગળ વધતો હતો પણ તેને ખાસ કોઈ હલન ચલન મહેસુસ થતી નહતી.ત્યાં એકદમ શાંતિ હતી,જેમ જેમ તે આગળ વધતો ગયો તેમ તેમ તેને પોતાના ધબકારા સ્પષ્ટ સંભળાતા હતા.

સોના જે માણસથી ડરતી હતી,તે ફરી એકવાર શિવ ની ઓફીસ મા દેખાયો.આ વખતે સોના એ તેની પર બરાબર નજર રાખી,તેને જોયું તો તે માણસ શિવ ને કોઈ કવર આપતો હતો.અને શિવે તેને પરત બીજું કવર આપ્યું.સોના ની ઉત્કંઠા વધતી જતી હતી,કે એ કવર મા શું હશે?પણ શિવ એની કેબીન માં હોઈ તે ત્યાં જઈ શકે એમ નહતી.તે શિવ કોઈ કામસર બહાર જાય તેની રાહ જોવા લાગી.

થોડીવાર પછી શિવ કોઈ કામ માટે બહાર ગયો,અને સોના તરત જ એની ઓફીસ માં જાય છે,તેને શિવ ને કવર ને ટેબલ ના ખાનાં માં રાખતો જોયો હતો,તે બધા ખાના ચેક કરે છે,પણ તેમાંના બે ખાનાં લોક હોઈ છે.સોના આસપાસ તેની ચાવી ગોતે છે,પણ તેના હાથ માં કશું લાગતું નથી.અને ત્યાં જ તેના મોબાઈલ પર કોઈ નો ફોન આવે છે.સોના સ્ક્રીન પર શિવ નું નામ જોઈ અંદરથી થથરી જાય છે,પણ પછી સ્વસ્થ થઇ ને હલ્લો એમ કહે છે.

સોના એ બંને ખાનાં ની ચાવી મારી પાસે છે,માટે તું તારું કામ કર.આટલું કહી શિવે ફોન મૂકી દીધો.

ઓહ શી..ટ સોના માથે હાથ દઈ ને બોલી.કેમ કે એ ભૂલી ગઈ હતી,કે શિવ ની કેબીન નો કેમેરો તેના મોબાઈલ સાથે પણ કન્ટેક્ટેડ છે.અને તે ત્યાંથી નીકળી ગઈ.પણ તેના મન માંથી તે કવર ખસતું નહતું.

( શું રાજ અને અલી સાચી જગ્યા એ પહોંચ્યા છે?શું ત્યાં તેમને મોક્ષા સુધી પહોંચવાના કોઈ નિશાન મળશે?કે પછી તેમને કોઈ ગુમરાહ કરે છે!સોના ના પગલાં ને લઈ ને શિવ ના શું રિએક્શન હશે?જોઈએ આગલા અંક માં....)


✍️ આરતી ગેરીયા...