(શું અલી અને સોના ને ફોન કરનાર કોઈ એક જ વ્યક્તિ છે?જો હા તો શું એ અભી છે કે બીજું કોઈ? અને જો ના તો તે આ બંને ને કેમ ફોન કરે છે?મંત્ર હવે કિડનેપર ની માંગ પુરી કરવા શું કરશે?જોઈએ આગળ...)
દોસ્તો મારે જવું પડશે કેમ કે મંત્ર ને કિડનેપર નો ફોન આવ્યો હતો.તો બાય બાય..આમ કહી રાજ ત્યાંથી નીકળી ગયો.પાછળ થી અલી અને સોના પણ તેમને આવેલા ફોન ની તપાસ કરવા નીકળી ગયા.અલી તે બંને નંબર લઈ ને તેની ડિટેલ કાઢવવા એક માણસ પાસે ગયો. જ્યાંથી તે બંને નંબર ના લોકેશન તો એક જ નીકળ્યા પણ નામ અલગ અલગ.અલી એ તે નંબર પર ફરી કોલ કરવાની કોશિશ કરી પણ હવે તે બંને નંબર બંધ જ આવતા હતા.
રાજ જ્યારે મંત્ર પાસે પહોંચ્યો,ત્યારે મંત્ર ની આંખ માં આંસુ હતા,અને હાથ માં મોક્ષા નો ફોટો.પહેલા તો રાજે તેને સાંત્વના આપી અને પછી કિડનેપર ના ફોન વિશે પૂછ્યું
મંત્ર એ કિડનેપર દ્વારા મુકેલી માંગણી રાજ ને જણાવી. રાજ પણ આ વાત સાંભળી અવાક થઈ ગયો.રાજે તરત જ અભી ને ફોન લગાવ્યો.
હેલ્લો અભી...
રાજે અભી ના નંબર પર કોલ કર્યો,પણ અભી એ ફોન ઉપાડ્યો નહિ.રાજે ફરી કોશિશ કરી પણ કોઈ પરિણામ આવ્યું નહિ.એટલે રાજ તરત જ તેની બેંકે જવા નીકળ્યો. કેમ કે અભી તેનો ફ્રેન્ડ હતો,એટલે રાજ એકલો જ બેંકે જવા નીકળ્યો,કેમ કે જો કોઈ અભી પર કે તેની બેંક પર નજર રાખતું હોઈ તો આખી ટિમ ને જોઈ ને તે સાબદું થઈ જાય.
રાજે બેંકે પોતાના એક કલીગ ની સ્કૂટર લઈને પહોંચ્યો.
ત્યાં પહોંચી ને સૌથી પહેલા તેને પોતાની નજર આસપાસ દોડાવી.કોઈ શકમંદ દેખાય છે કે નહીં,એની પુષ્ટિ કરી.અને પછી બેન્ક માં એટીએમ ની લાઇન માં પહોંચ્યો,ત્યાંથી ધીમે
થી અંદર ગયો.અંદર જતા જ એ સીધો અભી ની કેબીન માં પહોંચ્યો.પણ ત્યાં કોઈ જ નહતું.તે બહાર આવ્યો તેની નજર આખી બેન્ક માં અભી ને શોધવા લાગી.અભી ના મળતા તેને પટ્ટાવાળા ને પૂછ્યું.
તમે કોણ છો?પેલા એ પૂછ્યું.
હું એનો ફ્રેન્ડ છું.રાજે પોતાની અસલિયત છુપાવી.
અભી સર ના બધા ફ્રેન્ડ આવા જ છે.કે જેમને અભી સર વિશે કાઈ જ ખબર નથી.
આવા એટલે?અને બીજું કોણ ફ્રેન્ડ આવ્યું હતું.?રાજે પોતાના સ્વભાવ અને કામ મુજબ સવાલ પૂછવાનું ચાલુ કર્યું.
કોણ હતું એ તો ખબર નહિ,પણ થોડા દિવસ પહેલા એક જાડીયો આવ્યો હતો,એ પણ પોતાને અભિ સર નો ફ્રેન્ડ કહેતો હતો.અરે કેવા ફ્રેન્ડ છો તમારો મિત્ર બીમાર છે અને તમને ખબર પણ નથી!પેલા એ કંટાળા માં જવાબ આપ્યો.
અભી બીમાર છે.રાજ વિચાર માં પડી ગયો,અને ફરી પેલા ની સામે પોતાનો મોબાઈલ ધર્યો અને કહ્યું.
જો તો આમાંથી કયો ફ્રેન્ડ આવ્યો હતો?રાજે બે ચાર ફોટા બતાવ્યા ત્યાં પેલા એ એક ફોટો જોઈ ને કહ્યું આ જાડીયો.રાજે અલી નો ફોટો જોયો તેને આશ્ચર્ય થયું.અલી કેમ અભી ને મળવા આવ્યો હશે?અને મને કેમ જાણ ન કરી!!
રાજ અને અલી નાનપણથી સાથે હતા,એટલે કોઈ પણ બાબતે ગેરસમજ થાય એ પહેલાં તે બંને એકબીજા સાથે નિખાલસતા થી વાત કરી લેતા.રાજ ત્યાંથી સીધો અલી ની ઓફિસે ગયો.
મંત્ર પોતે પણ હવે અભી ને કોન્ટેક કરવાની કોશિશ કરતો હતો.સાથે સાથે તેને અલી એ કહ્યું એ મુજબ એક પ્રાઇવેટ ડિટેકટિવ પણ રોક્યો.જે એના બધા હરીફો પર નજર રાખી અને કોઈ બાતમી મેળવી શકે..
રાજ અલી ની ઓફિસે પહોંચ્યો.અલી કોઈ સાથે વાત કરતો હોય તે થોડી વાર રાહ જોઈ રહ્યો હતો.થોડી જ વાર માં અલી એ તેને બોલાવ્યો.
અલી તું અભી ની ઓફિસે ગયો હતો?કોઈ પણ જાત ની પૂર્વધારણાં બાંધ્યા વગર રાજે સીધું અલી ને પૂછ્યું.
રાજ ને જોઈ ને અલી સમજી ગયો,એટલે તેને પણ કાઈ જ છુપાવ્યા વગર કહ્યું.હા ગયો હતો.
અલી તું કેમ ત્યાં ગયો હતી?અને મને કહ્યું પણ નહીં?
(શું બે નાનપણ ના મિત્રો ની મિત્રતા માં કોઈ ગેરસમજણ થશે?કે પછી બંને સાથે મળી ને મોક્ષા ને શોધવાનો નવો રસ્તો કાઢશે?શું મંત્ર નો ડિટેકટિવ અભી સુધી પહોંચી શકશે?જોઈશું આવતા અંકમાં...)
✍️ આરતી ગેરીયા...
.