ઇન્તજાર - 24 Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્તજાર - 24

આગળના ભાગમાં જોયું કે રીના ,શેઠજી અને મંગળાબાની મદદથી જુલીને ન્યૂયોર્ક આવવા માટેની બધી તૈયારી કરાવી લે છે અને કુણાલ બધી તૈયારી કરી લે છે જૂલીને ફોન કરીને રીના કહે છે કે ;મોબાઈલમાં જે સરનામું આપું છું તું ત્યાં પહોંચી જજે અને એ લોકો જે કહે તે પ્રમાણેના બધા જ ફોર્મ ભરીને ત્યાંની પ્રોસેસ પૂરી કરજે અને તું પછી અહીં આવી જજે .મંગળાબા અને શેઠજીએ તને રાખવા માટે તૈયાર છે અને એક મિત્રતા તરીકે ઘણી બધી ચર્ચા કરે છે હવે વધુ આગળ....

રીના જુલીને ફોન કરીને વૉટશોપમાં જે સરનામું આપે છે ત્યાં સુધી પહોંચી જાય છે અને ત્યાં સરનામા ઉપર જઈને બધી જ વાત કરે છે અને ત્યાંના શેઠજીના જે મિત્ર છે કુણાલે સરનામું આપ્યું હતું તે બધી જ પ્રોસેસ કરીને વિઝા તૈયાર કરીને જુલીને આપી દે છે . જૂલી જવા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દે છે જૂલીને જવા માટેનો દિવસ પણ આવી જાય છે અને જુલી ન્યૂયોર્ક જવા માટે રવાના થઇ જાય છે .

કુણાલ રીનાને કહે છે કે; આજે જુલી અહીંયા આવી રહી છે આપણે બધાએ એરપોર્ટ લેવા જવાનું છે કુણાલ અને એન્જલિના એરપોર્ટ પર જાય છે થોડી ક્ષણોમાં એરપોર્ટ પર ઊતરી જાય છે એને જોઈને રીના ની આંખમાં આંસુડા ટપકે છે. અને જુલી ને જોઈને ચોધાર આંસુએ રડી લે છે કારણ કે બંને ખાસ મિત્ર હતા અને જુલી અત્યારે જે પોઝિશનમાં જીવી રહી હતી એને રીનાને જોતાં જ એના દિલની તમામ વેદના બહાર નીકળી ગયી

અહીં મિતેશ બધા જ પુરાવા સાથે આવી રહ્યો હોય છે ત્યારે તેને મનમાં થાય છે કે આજે તો રીનાને બધી જ માહિતી આપી દઈશ એટલે તરત જ રીના કુણાલને બતાવશે ત્યારે કુણાલની આંખો ખૂલી જશે અને એન્જલિના અને જ્યોર્જના તમામ સાબિતી અને પુરાવા જોઈને કુણાલ પણ એન્જલિનાને છોડી દેશે એમ વિચારતો વિચારતો મિતેશ આવી રહ્યો હોય છે ત્યારે એ જ વખતે જ્યોર્જને મિતેશ ઉપર શંકા જાય છે રસ્તામાં જ મિતેશનું એક્સિડન્ટ કરી દીધી છે ત્યારે મિતેશ ના હાથમાંથી તમામ પુરાવા પડી જાય છે. જે પુરાવા બધા જ એને ફોનમાં રેકોર્ડિંગ દ્વારા સેવ કર્યા હતા તે પડી જય છે.
મિતેશ બેભાન અવસ્થામાં પડ્યો હોય છે અચાનક જ ત્યાંથી એને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે રીનાના ઘરે ફોન કરવામાં આવે છે પરંતુ ત્યાં કોઈ હોતા નથી એટલે એના બીજો ફોન શેઠજીના ઘરે જાય છે.ફોન જતા શેઠજી અને મંગળાબા મિતેશ ને મળવા માટે હોસ્પિટલ જાય છે અને અને તરત જ મંગળાબાની આંખોમાં મિતેશ ને જોતા આંસુ ટપકી પડે છે કારણકે મંગળા બાને જીવનદાન દેનાર મિતેશ હતો.

મંગળા બાએ કહ્યું કે ;ગમે તે કરીને મારા મિતેશને તમે સાજો કરો, કારણકે આ દુનિયામાં મિતેશના લીધે હું તમારી સામે ઊભી છું .

શેઠજીએ ડોક્ટર સાથે મળીને બધી વાતથી શરૂ કરી
. ડૉક્ટર સાહેબે કહ્યું ચિંતા ન કરો !બહુ વધારે વાગ્યું નથી થોડી જ વારમાં ભાનમાં આવી જશે.

અહીં જુલી ,રીના અને એન્જલિના ઘરે આવે છે ત્યારે એની મમ્મી જણાવે છે કે' મિતેશને એક્સિડન્ટ થયું છે ત્યારે રીના અને કુણાલ તરત જ હોસ્પિટલ જવા રવાના થાય છે અને બીજા લોકોને ઘરે રોકાવાનું જણાવે છે.

હોસ્પિટલમાં જતા રીના મિતેશને જોઈને ગભરાઈ જાય છે .મિતેશ તેનો સારો એવો મિત્ર અને ભાઈ પણ કહી શકાય એવો નજીક દિલનો સંબંધ એને એની સાથે હતો. વધારેતો રીનાને ભાઈ- બહેનના સ્નેહમાં મિતેશ એ ખુબજ સાથ અને સહકાર આપ્યો હતો.
રીના,શેઠજી મંગળાબા અને કુણાલ ચારે જણા બેઠા હતા અને ત્યારે મિતેશ ભાનમાં આવી ગયો .ડોક્ટરે કહ્યુ ગમે તે એક વ્યક્તિ મળી શકો છો.

મિતેશ રીનાને મળ્યો અને ખૂબ જ રડવા લાગ્યો અને કહ્યું; રીના તારા માટે જે મહેનત કરી બધી પાણીમાં ગઈ છે મારો મોબાઇલ ખોવાઈ ગયો છે. જેમાં તમામ પ્રકારના દસ્તાવેજ અને બધું જ હતું

રીનાએ કહ્યું ,;ભાઈ તું જીવતો છે એ જ મારા માટે મહાન મૂડી છે તું ચિંતા ના કર! જે સત્ય હોય છે વહેલા મોડા બહાર આવવાનું છે ભગવાન ઉપર ભરોસો રાખવાનો મને ભગવાન પર પૂરો ભરોસો છે કે એક દિવસ એન્જલિના અને જ્યોર્જનું જે નાટક છે તે બહાર આવ્યા વગર રહેશે નહીં હાલતો આરામ કર પછી આપણે વાત કરીશું.

મિતેશ ની પરિસ્થિતિ સારી હોવાથી રીના તરત જ ઘરે આવે છે કારણ કે એની દોસ્ત જુલી આવી હોય છે અને એ પૂરેપૂરું સ્વાગત પણ કરી શકી નહોતી અને જોડે, જોડે મંગળાબા અને શેઠજી પણ ઘરે આવે છે. ત્યાં કુણાલ ત્યાં રોકાઈ જાય છે અહીં ત્રણે જણા ઘરે આવે છે .

જુલી અને તેના બંને બાળકોને જોતા જ શેઠજી અને મંગળાબા ના અંદરથી હેત ઉભરાઈ જાય છે અને કહે છે કે ;જૂલી બેટા રીના પણ મારી દીકરી છે અને આજથી તું પણ મારી દીકરી છે ચલ તું મારા ઘરે રહી શકે છે .
જૂલીને તો જાણે કે સગા મા-બાપ મળ્યા હોય એમ એની આંખો ભીની થઈ ગઈ અને કહેવા લાગી ખરેખર આ દુનિયામાં હજુ માણસાઈ મરી પરવારી નથી , તમારા ભારતના જે વિચારો છે એ જાણીને મને ખૂબ જ આનંદ થયો હું તમારી સાથે રહેવા તૈયાર છું પરંતુ મને જોબ મળી જશે પછી હું મારી રીતે અલગ થઈને રહેવા જઈશ.
રીના કહે ;અત્યારે તું રહે . પછી શું કરવું તે વિચારીશું. હાલ તો આવી છે હાલ તો તું મારા ઘરે રોકાઈ શકે છે થોડા દિવસ પછી તને હું મંગળાબા અને શેઠજીના ઘરે રહેવા મોકલી દઈશ .
મંગળાબા એ કહ્યું ;ના રે ના મારી દીકરી મારા ઘરે જ રહેશે વધારે પડતું મંગળાબા એ કીધું એટલે તરત જ રીનાએ જુલિને ત્યાંમોકલી રીના પણ ત્યાં સાથે ગઇ.

રીના અને જૂલીએ બંને જણાએ ખૂબ જ વાતો કરી મંગળાબા અને શેઠજી પણ ખુશ થયા કારણ કે જૂલીના બંને બાળકો પર ખૂબ જ વ્હાલ આવતું હતું.

શેઠજીએ કહ્યું કે ;હવે તો મારે આખો દિવસ ક્યાં જશે તે ખબર નહીં પડે અને બંને બાળકો અને દાદા-દાદી કહીને બોલાવતા હતા એટલે એમના અંદરથી જે માતૃત્વ હતું એ છલકાતું હતું.
કુણાલ પણ મિતેશ ને લઈને શેઠજીના ઘરે આવી ગયો . કુણાલએ કહ્યું કે ;મિતેશને હવે એકલો રાખવાની જરૂર નથી.

મંગળાબા કહે : હવે તે અહી રહેશે. એને મારી ઘણી બધી સેવા કરી છે હવે એની સેવાનો મોકો મને મળ્યો છે તો હું એની સેવા કરવા માગું છું

મિતેશની ઈચ્છા નહોતી છતાં પણ શેઠજીને વશ થઇને ત્યાં રહેવા માટે મજબૂર થયો.

આગળનો ભાગ 17ઓક્ટોબરે.....

તમે બધાએ મને ખૂબ પ્રોત્સાહિત કારી છે.અને હવે અંત સુધી પહોંચી જવા આવી.છું.તમારા અભિપ્રાય થી હું સારું લખવા કોશિશ કરી રહી છું ખૂબ આભાર .

...વધુ ભાગ
.25