આગળના ભાગમાં આપણે જોયું કે' રીના નાસ્તો એની કંપનીમાં લઈ જાય છે અને બંને ભારતીય નાસ્તો કરે છે અને ભારતના સંસ્કારો વિશે ચર્ચા થાય છે .જુલી એટલામાં ફોન કરે છે અને કહે છે કે તું જે વિસ્તારમાં રહે છે તેનું સરનામું જાણી લેજે મંગળાબા કહે છે કે; આ અમેરિકાનું ન્યૂયોર્ક સીટી છે અને તેના વિશે બધી માહિતી આપે છે. વધુ આગળ જોઇએ...
"રીના અને મંગળા બંને જણા ચર્ચા પૂરી કરીને ઘરમાં જાય છે અને રીના વિચાર કરે છે કે ખરેખર હું ન્યુઓર્કમાં છું એટલે તો મને માહિતી મળી ગઈ છે."
"સમય વિતતો ગયો અને ધીમે ,ધીમે એ બધા જોડે સેટ થવા લાગી હતી. મંગળાબા સાથે પણ એને વધુ મજા આવતી હતી એને હવે ત્યાં ન્યુયોર્કમાં ફાવી ગયું હતું એના સાસુ સસરાને પણ હવે સારું લાગતું હતું"
"એક દિવસ રીના ઘર સફાઈ કરતી હતી ત્યારે એન્જેલીના નામનો એક પત્ર મળ્યો. એને એ પત્ર ખોલીને વાંચ્યું. અને એમાં બધી જ માહિતી અને મળી ગઈ હતી લખ્યું હતું કે એન્જલિના ઉર્ફે વસંતી અને બન્ને જણા લિવ ઈન રિલેશનશિપમાં કરેલો કરાર પણ એણે વાંચ્યો પરંતુ એને વધુ માહિતી મળી નહીં કે લિવ રિલેશનશિપ એ શું છે ! વસંતી ઉર્ફે એન્જલિના કેમ લખેલું છે એ એને સમજાતું નહોતું"
"એણે વિચાર્યું કે હું પહેલા કુણાલને વાત કરું. પછી એને વિચાર્યું કે' હું જુલીને જ પૂછી લઉં કારણકે નાની -નાની વાતોમાં હું કુણાલને ડિસ્ટર્બ કરીશ તો વસંતી અને કુણાલ બંનેને ગમશે નહીં એટલે એણે સાંજ સુધી રાહ જોવાનુ વિચાર્યું અને કામમાં પરોવાઈ ગઈ"
"અહીં વસંતી અને કુણાલ બંને જણા ઓફિસેથી ઘરે આવી ગયા અને જોયું તો આજે રીનાએ રસોઈ બનાવી નહોતી કારણ કે મગજમાં જે પત્ર મળ્યો હતો એના વિચારોમાં ખોવાઈ ગઈ હતી અને એમાં ને એમાં એ કામ કરીને સુઈ ગઈ એને ખબર જ ન રહી કે રસોઈ નો ટાઈમ થઇ ગયો છે."
" કુણાલના મમ્મી- પપ્પા આજે બહાર સિટીમાં બાજુના અંકલ સાથે ફરવા ગયા હતા." નહિતર રીના ને યાદ દેવડાવી બનાવડાવી દેત."
"ઘરે આવીને સીધો જ કુણાલ પોતાના રસોડામાં ગયો અને વસંતી એ કહ્યું; જલદી ફટાફટ જમી લઈએ પરંતુ કુણાલએ; કહ્યું વસંતી આજે તો કોઈ રસોઈ બનાવેલી નથી"
" વસંતી નું મગજ ખૂબ જ ગરમ થઇ ગયું અને તરત જ એ સીધી જ રીનાના રૂમ માં ગઈ અને કહ્યું: કેમ ! આજે રસોઈ તમે બનાવી નથી ."
" મને તો ખબર જ ના રહી .
"વસંતી કહે; ક્યાંથી ખબર રહે !!તમારે ત્રણ ટાઈમ અહીં બિન્દાસ જમવાનું અને મફત રહેવાનું કંઈ કામકાજ કરવાનું નહીં અને એક ટાઇમની રસોઈ પણ તમે ટાઈમે બનાવી શકતા નથી તમારા દેશમાં તો કેટલું કામ કરો છો અહીંયા તમે થોડું કામનું પણ ધ્યાન નથી રાખી શકતા!! હવે ક્યારે રસોઈ બનશે?"
" કુણાલ તુજ બનાવી દેને મને ખૂબ જ ભૂખ લાગી છે, કારણકે તને તો ખબર જ છે કે મને રસોઈ ફાવતી નથી"
"તરત જ રીનાએ કહ્યું : કંઈ કરવાની જરૂર નથી ફટાફટ જ હું બનાવી દઉં છું એને તરત જ ફટાફટ રસોઈ બનાવવા માટે કામે લાગી ગઈ.પરંતુ વસંતી નું વર્તન એનાથી સહન થયું નહીં કુણાલ પણ કંઈ બોલ્યો નહીં .કારણ કે કુણાલ તો વસંતીની આંખે જોતો હતો"
" કુણાલેએ કહ્યું કે; રીના તારે રસોઈ બનાવી નહોતી, તો તારે મને કહી દેવું હતું ને ફોન કરી ને!! તો હું થોડો વહેલો આવી જાત"
" ના એવું નથી, પરંતુ હું કામ કરીને વિચારોમાં ને વિચારોમાં સુઈ ગઈ મને ખબર જ ન રહી"
" વસંતી કહે; આ અમેરિકા છે આ તમારું ભારત નથી તમને જેમ ફાવે ત્યારે સુઈ જાઓ ને જેમ ફાવે ત્યારે કામ કરો .અહીંયા તો ઘડિયાળના કાંટા પ્રમાણે કામ ચાલે તો જ માણસ સારી રીતે જીવન જીવી શકે તમારા જેવા આળસુ લોકો હોય તો ક્યાંથી આગળ આવે !"
" એટલું બધું ભાષણ આપવાની જરૂર નથી અમારા ભારત દેશમાં કોઈ આળસુ નથી તમે લોકો તો ફ્રીજમાં મૂકેલી ત્રણ દિવસે વસ્તુ ખાઈ શકો છો . બનાવાનો ટાઈમ તમારે નથી .અમારે ત્યાં તો બધા જ જેટલા ટાઈમે જમવું હોય કે જ્યારે જમવાની ઈચ્છા થાય એટલે બનાવીને જમતા હોય છે અમારે ત્યાં કોઈ વાસી તો જમતું નથી ,એટલે તમારા લોકોની હું કોઈ ચર્ચા નથી કરતી પણ અમારા દેશ વિશે તો તમારે કંઇ પણ બોલવાનું નહીં.."
" કુણાલ કહે ;બંનેના દેશ માટે ચર્ચા કર્યા વિના અત્યારે જમવાની વાત કરો. ટાઈમ પૂરો થશે .અને મમ્મી- પપ્પા પણ આવતા હશે. એમને પણ જમવાની ભૂખ લાગી હશે "
'કઈ ચિંતા ના કરો! હું હમણાં જ બનાવી દઉં છું એમ કહીને રીના એ કહ્યું "
"વસંતી કહે; પણ ક્યારે??
" તમે લોકો ફ્રેશ થઈ જાવ એટલા માં તો રસોઈ બની જશે."
' વસંતી કહે; રસોઈ બની જાય એટલે મને બૂમ પાડી દેજે કુણાલ, હું આવી જઈશ"
" કુણાલ કહે; રીના ચાલ હું તને મદદ કરું છું એમ કહીને મદદ કરવા જતો હતો,"
"વસંતી કહે; કુણાલ તું ટેવ ખોટી પાડી રહ્યો છે. રીના ઘરે રહે છે તો રસોઈ બનાવવામાં ક્યાં બહુ વાર લાગવાની હોય"
" એ સાચી વાત છે ,પરંતુ અત્યારે મદદ કરીએ તો ફટાફટ જમવાનું બની જાય એમ કહીને કુણાલ ત્યાં શાક સમારવા બેસી ગયો. અને રીના રોટલી બનાવવાની તૈયારી કરી દીધી અને ફટાફટ રસોઈ થઈ ગઈ"
" એટલામાં તો કુણાલના મમ્મી- પપ્પા પણ આવી ગયા અને આજે એમને પણ થયું કેમ અમે લેટ પડ્યા છીએ ...'
" મમ્મી આજે તો બધા લેટ છીએ કુણાલે કહ્યું અમે આવ્યા પરંતુ રસોઈ થઈ નથી એટલે હાલ જ અમે રસોઈ કરી રહ્યા છીએ"
" કુણાલની મમ્મી કહે ;બેટા કોઈ કામ ક્યારેક ટાઈમ સર ના પણ થાય. ઘણી વખત જીવનમાં ક્યારેક સમયે ની સમજાવટ કરવી પડે છે અનેક પ્રશ્નો છે"
"વસંતી કહે; પણ રીના ને તો પણ ટાઈમ ખબર ના પડી અને અમે આવ્યા તો પણ એને કંઈ પણ રસોઈની તૈયારી પણ નથી કરી એવું થોડું ચાલે"
"કુણાલની મમ્મી કહે ;આજે રીનાથી ભૂલ થઈ ગઈ હશે , તબિયત સારી નહીં હોય અથવા તો કંઈક મુશ્કેલી હશે, નહીંતર રીના આવી ભૂલ કરે નહીં !અમારી સાથે દસ વર્ષ રહી પરંતુ અમને ટાઈમ થાય તરત જ જમવાનું આપી દે . ઘરનું કામ ફટાફટ કરીને અમારી સેવા પણ સરસ જ કરતી હતી એટલે તમે આજે એને કંઈ પણ કહેશો નહીં. જેવી છે તેવી અમારી વહુ છે "
"કુણાલ કહે; સાચી વાત છે, પરંતુ દરેક વસ્તુ ટાઈમ થાય તો સારું લાગે છે."
" વસંતી કહે ;એ તો સમજાવવા માગું છું પરંતુ તમારા ઇન્ડિયાવાળાને ટાઈમ ની કોઈ કિંમત હોતી નથી તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે જ બધું કરતા હોવ છો... જ્યારે ઈચ્છા થાય ત્યારે કામ કરવાનું અને ઇચ્છા થાય ત્યારે જમવાનું ..બધું ટાઈમે થાય તો જ જિંદગી સરળતાથી ચાલે છે. "
"કુણાલની મમ્મી કહે ;અમારા દેશમાં એમના ટાઈમે ભલે કામ કરતા હોય પરંતુ શાંતિથી તો અમારા દેશમાં લોકો જીવે છે તે પણ પંદર દિવસમાં જોયું છે કોઈને કોઈ મગજમારી નહી ..ભગવાનનું નામ લેવાનું. શાંતિથી શાંતિથી જીવવાનું ..આટલી ફાસ્ટ જીંદગી જીવીને શું કરવાની જેમાં શાંતિ ના હોય એવી જિંદગી કરવાની શું!! આ તો ઠીક છે કે કુણાલને અહીં આવવાનું થયું છે અમારા દેશમાં સરળતાથી નોકરી મળી ગઈ હોય તો મેં આવા વિદેશમાં એને મોકલ્યો ના હોત. અમારે અમારો દેશ ભલો અને અમે ભલા"
" અહી હું જોવું છું કે તમે લોકો સવારે ઉઠતાની સાથે ફટાફટ તૈયાર થઇ જાઓ છો!તમારે નથી બેસવાનો ટાઈમ કે નથી સુવાનો ટાઈમ આટલી હાડમારી ભરી જિંદગી તો તમે ન્યૂયોર્કમાં જીવો છો એના કરતાં અમારા ભારત દેશમાં જોઇ આવો અત્યારે લોકો બિન્દાસ રહેતા હશે બપોરથી સાંજ સુધી માં જ નોકરી કરવાની અને રાત્રે આવ્યા પછી પણ કોઈ ચિંતા નહીં તમે તો ઘરે આવ્યા પછી પણ મોડી રાત સુધી કામ કરો છો તો પણ ઓફિસનું કામ પતતું નથી ."
*વસંતી કહે ; એમ ડોલર થોડી આવે છે અને તમારા લોકો ડોલર કમાવા માટે તો અહીં આવે છે અહીં મજૂરી કરી ડોલર કમાય અને તમારે ઇન્ડિયામાં મોકલાવે છે અમારા દેશની આટલી મોટી તો કિંમત છે અને અહી આવવા લોકો પડાપડી કરે છે અને તમે ન્યુયોર્કમાં આવ્યા છો તો તમને કોઈ કિંમત નથી ખરેખર તમને કઈ ભાષામાં સમજાવવા એ જ સમજાતું નથી"
" અમારે કોઈ સમજતું નથી અમે જેવા છે એવા જ રહેવા માગીએ છીએ અમે તો અમારા દેશના છે અમારા દેશના સંસ્કારથી ચાલીશું . અમે અહી પૈસા કમાવા આવ્યા છે ખરા પરંતુ સંસ્કારો તો અમે ભારત દેશ ના જ રાખીશું અમારે અહીંના સંસ્કાર જોઈતા નથી એ તમને મુબારક..."
વધુ ભાગ આગળ /11...