આગળના ભાગમાં આપણે જોયું કે ' રીનાનો આખો પરિવાર ફોરેન આવી ગયો હતો રીનાને ફોરેન આવીને ઘણી બધી નવાઈ લાગી હતી.કુણાલેએ કહ્યું કે; હું અમેરીકામાં તને બધું જ બતાવીશ અને ઘણી બધી ચર્ચાઓ કર્યા બાદ વસંતી આવીને બધાને કહી જાય છે કે સુઈ જાવ હવે સવારે નોકરી જવાનું છે હવે વધુ આગળ.....
"કુણાલ બીજા દિવસે સવારે વહેલા જાગી ગયો અને તરત જ એને બધાનો બ્રેકફાસ્ટ બનાવી દીધો."
" રીના, થોડીવાર રહીને જાગીને જોયું તો રસોડામાં બધા માટે કુણાલે બ્રેકફાસ્ટ બનાવી રહ્યો હતો એને પહેલા નવાઈ લાગી કે કુણાલ આ બધું શું કરી રહ્યો છે !!ત્યાં પોતાનાં દેશમાં આવી કંઈ પણ કામ કરતો નહતો. અહીં આવીને અચાનક આટલો બદલાવ કેવી રીતે આવી ગયો!!..
"રીના તરત જ એ રસોડામાં ગઈ અને કહ્યું અરે કુણાલ તું આ શું કરે છે! મને કહ્યું હોત તો વહેલા જાગીને નાસ્તો હું બનાવી દેત અને વસંતી કેમ રસોડામાં કઈ બનાવતી નથી ?"
"કુણાલની મમ્મી આવ્યા અને કહ્યું; બેટા તું કેમ બધા નાસ્તો બનાવે છે ,આપણા ત્યાં તો કોઈ દિવસ તે પાણી પણ જાતે પીધું નથી અને અહીં બધા માટે વહેલા ઉઠીને નાસ્તો બનાવી દીધો !કેમ ,વસંતી વહેલા જાગી ને કંઈ કામ નથી કરતી ?
" વસંતી કહે;ના , હું કોઈપણ કામ કરતી નથી અને મને આવડતું પણ નથી બધું કામ કુણાલ જ કરતો હતો, કારણકે મે કદી કંઈ બનાવ્યું નથી.
" કુણાલની મમ્મીએ કહ્યું ;એ સારું ના કહેવાય, રસોઈ તો બધાને આવડવી જોઈએ. અમારા ત્યાં તો દીકરીને પહેલેથી જ રસોઈ શીખવાડવામાં આવે છે"
" વસંતી કહે :એ બધું તમારા ભારત દેશમાં ચાલે અમારે અહીં તો બધું રેડીમેટ હોય છે, પરંતુ કુણાલને ફાવતું નથી એટલે જ એ જાતે બનાવે છે અને તમને લોકોને પણ ભાવે નહીં એટલા માટે એને જાતે બ્રેકફાસ્ટ બનાવ્યો હશે. અહીંયા તો કંઈ પણ ઓર્ડર કરો ને તરત જ હાજર થઈ જાય છે."
" રીના કહે; બહારનું ખાવાનું ભાવતું હશે કોક દિવસ ચાલે દરરોજ ના ભાવે."
" વસંતી કહે ;અહીંના રિતી રિવાજ મુજબ તમારે જીવવું પડશે અને ચાલવું પણ પડશે અને ન ફાવે તો જાતે રસોડામાં જઈને બનાવવું પડશે.વસંતી કહે: હવે મારે મોડું થાય છે ચાલો બ્રેકફાસ્ટ કરી નીકળી જઈએ બધા જ બ્રેકફાસ્ટ માટે બેસી જાય છે"
" બંને અલગ-અલગ ગાડીમાં નીકળે છે"
"કુણાલની મમ્મી કહે તમે એક જ કંપનીમાં જાઓ છો તો બંને અલગ કેમ જાઓ છો એના કરતાં સાથે જાઓને."
"રીના કહે; અમારે બંનેને ગમે ત્યારે ગમે ત્યાં જવાનું થાય તો પછી ગાડી તો જોઈએ ને!!
" કુણાલની મમ્મી કહે; અહી તો બધુ અલગ- અલગ જોવા મળે છે એટલે આપણે ચૂપ રહેવામાં જ મજા છે "
"તો હવે રીના અમારા માટે બપોરની તૈયારી કરજે ,રેડીમેટ આપણે કાંઈ મંગાવવાનું નથી"
" વસંતી કહે :તમને જે રીતે ફાવે એ રીતે તમે રહી શકો છો પરંતુ અમારી જોડે કોઈ અપેક્ષા રાખી શકો નહીં મારે દરરોજ 16 કલાક નોકરી જવાનું હોય છે મારી પાસે કોઈ એવો ટાઈમ નથી કહેવુ બધાને સેવા કરી શકું"
"કુણાલ કહે: વસંતી નવા નવા અહી આવ્યા છે એટલે થોડી તકલીફ તો રહેવાની જ, હવે મોડું થાય છે ચાલ હવે નીકળીએ."
"અહી રીના અને કુણાલની મમ્મી બન્ને ચર્ચા કરી રહ્યા હતા કે મમ્મી ખરેખર કુણાલ આટલું બધું કામ કરે છે એ જોઈને મને નવાઈ લાગે છે " સાચી વાત છે બેટા" મને પણ નવાઈ લાગે છે કે મારો કુણાલ આટલું બધું કામ કરે છે એક તો નોકરી કરવાની અને ઘરની પણ જવાબદારી નિભાવવાની વસંતી પણ ખરી છોકરી છે કંઈ કામ પણ આવડતું નથી"
" દેશ હોય કે વિદેશ હોય સ્ત્રીને રસોઈ બનાવવાનું લખેલું હોય છે અને સ્ત્રી પતિની સેવા કરે એમાં કંઈ નાનપ હોતી નથી તો પછી આ બધું કેમ! એ મને સમજાતું નથી!!
"સાંજ પડી અને કુણાલ આવ્યો કુણાલ આવીને તરત જ શાકભાજી લઈને આવ્યો કારણ કે રીના અને એની મમ્મી એમને તો કંઈ ખબર જ નહોતી કે માર્કેટ ક્યાં છે !
"વસંતી કહ્યું; મને કીધું હોત તો હું એ મંડી જોઈ લેત, દરરોજ શાકભાજી હું લઈ. આવત."
" થોડા દિવસમાં તો તમે લોકો અહીંના મહેમાન છો એટલે શાંતિથી બેસો. હું તમારા માટે જમવાનું બનાવી દઉં."
"રીના કહે; કેમ વસંતી ક્યાં છે ? હું રસોઈ બનાવી દઈશ"
"કુણાલ કહે; એ જોબ પરથી છુટીને પાર્ટીમાં એની સહેલીઓ જોડે ગઈ છે એને જમવાનું નથી"
"ઘરે મહેમાન હોય અને વસંતી કેમ ક્યાં જતી રહી છે તે કેમ કશું કહ્યું નહીં"
"બધા પોતાની રીતે આઝાદ છે જેને જે કરવું હોય એ કરી શકે છે એમના પર આપણે પાબંધી કરી શકીએ નહીં"
"બેટા "એવું ન હોય દરેક દેશમાં એટલી બધી તો આઝાદી નથી કે એને ફાવે તેમ કરી શકે. ! દરેકને પોતાનો પરિવાર હોય છે અને પરિવારને સાચવવું એ દરેક સ્ત્રીના સંસ્કાર હોય છે"
"અરે બા રહેવા દો ને! અત્યારે આપણે રસોઈ બનાવીને જમી લઇએ હજુ આપણે નવા છીએ એટલે પહેલા આપણે નિયમોને જાણીએ અને પછી શું કહેવું એ વિચારવાનું હાલ તો ચૂપ રહેવામાં મજા છે. રીનાએ કહ્યું.
"રીનાએ કહ્યું કે હું રસોઈ બનાવીને આવું છું ત્યાં સુધી તમે લોકો વાતો કરો ,બધા વાતો કરી રહ્યા હતા અને રીનાએ ફટાફટ બધાને માટે રસોઈ બનાવી દીધી અને કહ્યું બધા ડાઈનીંગ ટેબલ પર આવી જાવ "
"બધા જ ફટાફટ ડાઈનીંગ ટેબલ પર ગોઠવાઈ ગયા અને જમવા બેઠા અને ત્યાં જ અચાનક જ વસંતીની ગાડી આવી અને વસંતી ખૂબ જ ડ્રીંક કરીને આવી હતી કુણાલ એને પકડીને રૂમમાં લઈ ને ગયો"
"રીના એ જોયું કે ખરેખર વસંતી આપણા ત્યાં આવી હતી અને અહીંયા ખૂબ જ અલગ લાગે છે કેમ બા" સાચી વાત !
" કુણાલ ની મમ્મી કહે ;સાચી વાત મને આ છોકરી ના લક્ષણો બહુ સારા લાગતા નથી મારા દીકરાએ આને શું પસંદ કરી હશે! તારા માં શું ખોટ છે એ જ મને સમજાતું નથી.."
એટલામાં કુણાલ આવ્યો પણ એનું મોઢું પડી ગયું હતું ,એને ખબર હતી કે મારી મમ્મી ને ગમશે નહિ! વસંતીને કહ્યું હતું કે વસંતી થોડાક દિવસ સાચવી લેજે અને મનમાં થયું કે ખરેખર બસંતી થોડા દિવસ સાચવી લીધું હોત તો સારું હતું. ધીમે ,ધીમે હું એમને સમજાવી દેત એટલે કુણાલ ખૂબ દુઃખ અનુભવી રહ્યો હતો પરંતુ એ કંઈ પણ બોલ્યા વિના ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવા લાગ્યો .રીના પણ કઈ બોલી નહિ અને બધા ચૂપચાપ જમી લીધું."
"કુણાલની મમ્મી બોલવા જતા હતા ત્યાં રીનાએ રોકી લીધા ..."
બધા જમીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. ત્યાં રીનાએ એના સાસુ ને કહ્યું ;મમ્મી હાલ તમે કંઈપણ ના બોલો તો સારું .ચાલે છે એમ ચાલવા દો, આપણે થોડાક દિવસ વાતાવરણને અનુકૂળ થઈ એ પછી જ ધીમે ધીમે વસંતી ને બધું શીખવાડવાનું પ્રયત્ન કરીશું..
વધુ આગળ ભાગ/8....