કિડનેપર કોણ? - 9 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપર કોણ? - 9

(અલી સાથે ની મુલાકાત મંત્ર ના મન માં કોઈ શાંતિ ઉત્પન્ન નથી કરી શકતી.રાજ હવે મોક્ષા ના કિડનેપ ને કોઈ આંતરિક દુશ્મની સમજી એના માતા પિતા ને જાય છે.હવે આગળ...)

મોક્ષા ના પિતા એક સામાન્ય પરિવાર ધરાવે છે,અને તો પણ મોક્ષા ના આવડા મોટા પરિવાર માં લગ્ન રાજ ના મન માં શંકા ઉપજાવે છે,એ બાબતે એ તેના પિતા ને પૂછે છે.

તું તો મોક્ષા સાથે પહેલેથી જ છે.તને ખબર જ છે કે મોક્ષા કેટલી તેજસ્વી હતી.બસ એના એ જ તેજ થી અંજાઈ ને મંત્ર અને તેના પરિવારે મોક્ષા માટે કહેણ મોકલ્યું
હતું.મારુ મન તો થોડું કોચવાતું હતું,પણ સમાજ માં એમનું નામ ખૂબ જ સારું,વળી મંત્ર પણ સારો,અને એનું ચરિત્ર પણ.બસ એટલે મેં આ સંબંધ ને મહોર મારી દીધી.
જો કે આટલા વર્ષો માં મંત્ર એ મોક્ષા ને કોઈ પણ બાબતે તકલીફ નથી પાડવા દીધી.એના સાસુ સસરા તરફથી પણ મોક્ષા ને કોઈ તકલીફ નહતી.ઉલટાનું એ તો સાવ ફ્રી બેસી ને કંટાળી જતી.બાળકો ના જન્મ પહેલાં તો તે એક એન.જી.ઓ માં પણ જતી.હવે થોડુ ઓછું થયું છે.અને ઘર હોઈ તો ક્યારેક કોઈ પ્રોબ્લેમ થાય પણ.પણ એ કોઈ એવું ખાસ નહિ.મોક્ષા ના પિતા એ પુરી વાત વિસ્તાર થી કહી.

પ્રોબ્લેમ એટલે કેવા પ્રોબ્લેમ અંકલ?રાજે શંકા થી પૂછ્યું.

અરે ભાઈ તું રહ્યો પોલીસ જાજુ ના વિચાર. ક્યારેક કોઈ સામાન્ય ચડભડ બાકી કશું નહીં.

હવે રાજ મોક્ષા ની મમ્મી તરફ ફર્યો.આંટી આમ તો દરેક સંતાન પોતાની માતા ની વધુ નજીક હોઈ છે.અને દીકરીઓ તો ખાસ તો શું મોક્ષા એ તમને ક્યારેય કોઈ એવી વાત કહી,જેથી તમને મંત્ર કે એના ઘર ના લોકો પર શંકા જગાવે?

ના ના એવું તો કાંઈ યાદ નથી.ઉલટાનું મોક્ષા કરતા મંત્ર અમારું વધુ ધ્યાન રાખતો.અને દરેક તહેવાર હોઈ કે પીકનીક અમને અચૂક આમંત્રણ આપતો.હા મંત્ર દેખાવડો વધુ,એટલે ઘણીવાર કોઈ છોકરી તેની સાથે સામેથી સંબંધ વધારવાની કોશિશ કરે.પણ બંને એ હસી ને કાઢી નાખતા.

અચ્છા તમને બંને ને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ?ક્યારેય કોઈ ઝગડો,જૂની દુશમની કે કોઈ આંતરિક વેરઝેર?કશું યાદ છે.
રાજે ઝીણી નજરે પૂછ્યું.

હું એક સામાન્ય માણસ છું,ના તો મારી પાસે કોઈ પ્રોપર્ટી છે,ના તો એવા કોઈ મહેલ.અને મારો સ્વભાવ પણ સાવ સીધો તો મારે કોઈ સાથે દુશ્મની શું કામ હોય?

હા અને અમારે તો અમારા પરિવાર માં દરેક સાથે સારો સંબંધ પણ છે.અમારું દુશ્મન કોણ હોઈ?મોક્ષા ની મમ્મી એ વિચાર કરી ને કહ્યું.રાજે ફરીવાર જરૂર પડ્યે આવીશ એમ કહી ને રજા લીધી.

પંડિત હવે તો આપડે બંને તરફ તપાસ કરી લીધી.આમ તો હું મોક્ષા ના પરિવાર ને નાનપણથી જ ઓળખું છું.અને મને ખબર છે ત્યાં સુધી તેઓ બહુ સીધા લોકો છે.તો હવે ફરી શંકા ની સોય પારેખ પરિવાર તરફ ઈશારો કરે છે.

રાજ અને તેની ટીમ ફરી પોતાની ઓફિસે પહોંચી ગઈ.
આ તરફ અલી પણ એ મૂંઝવણ માં હતો,કે મોક્ષા નું અપહરણ કરનાર કોણ હોઈ શકે,અને શિવ કેમ અભી નું નામ કહે છે.અલી એ અભી ને ફોન જોડ્યો.અભી નો ફોન ઉપડ્યો નહિ.ફરી વાર કર્યો પણ કોઈ જવાબ નહિ.અલી ને પણ થયું કે જ્યારે બધા ફ્રેન્ડ્સ હાજર છે,તો અભી એવા ક્યાં કામ માં હોઈ શકે?

અલી ને પોતાનો સ્કૂલ નો સમય યાદ આવી ગયો.જ્યારે શિવ અને અભી બેસ્ટ ફ્રેન્ડસ હતા.બંને ની મિત્રતા જ એવી કે જો એક ને કાઈ થાય તો બીજો તેંના માટે જીવ આપી દે.એકવાર અભીને તાવ આવ્યો ત્યારે શિવે તેના ઘરે રહી,તેનું કેટલું ધ્યાન રાખ્યું હતું.અને જ્યારે સ્કૂલ માં એક નાની છોકરી ફસાઈ ગઇ ત્યારે પણ બંને એ સાથે મળી ને એની મદદ કરી હતી.તો સ્કૂલ ના છેલ્લા વર્ષ માં એવું શું થયું હતું?અને તો હવે એવું શું છે?જો શિવ ને અભી પર શંકા છે.

શિવ અને સોના ઓફિસે તો ગયા છે,પણ બંને નું મન મોક્ષા ના વિચારો થી ઘેરાયેલું છે.શિવ કોઈ ને ફોન કરી ને બોલાવે છે.જ્યારે તે વ્યક્તિ આવે છે,તો એને જોઈ ને સોના ને આંચકો લાગે છે.પણ ભાઈ બહેન હોવા છતા બન્ને
ભાઈ બહેન એકબીજા ની સાથે અમુક મર્યાદા જાળવીને રહેતા.એ માણસ ના ગયા પછી સોના તરત જ ઓફીસ માં ગઈ.

(શુ રાજ ને મોક્ષા ના માતા પિતા પાસેથી કોઈ માહિતી મળશે?અને શિવ ની ઓફીસ માં આવેલો માણસ કોણ છે?શું એનો આ કેસ સાથે કોઈ સંબંધ છે?જાણવા માટે વાંચતા રહો...)

✍️ આરતી ગેરીયા