ચોર અને ચકોરી - 11 Amir Ali Daredia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોર અને ચકોરી - 11

(પંડિતે જોયેલા જોષ અનુસાર પશાકાકા ના પૌત્ર નુ એના જન્મ ના એકવીસ મા દીવસે મૃત્યુ થયુ.આથી ક્રોધે ભરાયેલા પશા સરપંચ અને એમનો દિકરો રમેશ કેટલાક ગુંડાઓ ને લઈને પંડિત ના ઘેર પોહચ્યા.) હવે આગળ વાંચો.....
"એય. જોષિડા. બારો નીકળ." રમેશે ત્રાડ પાડી.
"બાપુ બાજુના ગામ ધુમાલ નગર મા કોઈ કામસર ગયેલા. રમેશ ભાઈ ની ત્રાડ સાંભળીને હુ ધુર્જતા ધૂર્જતા બાર આવી.
" શુ.. શુ. છે?" મે બીતા બીતા પુછ્યુ.
"શુ છે ની હવાદણી. તારો ડોહો કયા ગુડાણો છે. બાર કાઢ એને.' પશાકાકા ક્રોધથી નાખોરા ફૂલાવતા તાડુક્યા.
"એ. એ. એ ઘરમાં નથી. ધુમાલનગર ગ્યા છે." બીકના માર્યા મારા શબ્દો મારા મુખમાંથી અટકી અટકીને નીકળી રયા તા. ડરથી મારી આંખો માંથી આંસુ ટપકવા લાગ્યા હતા. રમેશે મારું બાવડું ઝાલી ને મારો એક ખુણામાં રીતસર નો ઘા કર્યો. ભીંત સાથે મારું માથુ અફળાવાથી
"વોય માડી" ની મારા મોઢેથી ચિખ નીકળી ગઈ. મારા માથામાં ઢીમચુ થઈ ગયું. રમેશ મારો ઘા કરીને ઘરમાં ઘુસ્યો. ઘરના ચારે ખૂણે ફેરફુદરડી ફરીને એ પાછો બાર આવ્યો.
"બાપા એ ભાગી ગયો લાગે છે. ઘરમાં નથી."
"એ સોડી સાચુ કે. કયા ગ્યો છે તારો બાપ." પશાકાકાએ દમદાટી ભર્યા સ્વરે મને પૂછ્યું.
"સાવ સાચું કવ છુ કાકા. એ ધુમાલનગર ગ્યા છે. સાંજ પહેલા પાછા આવી જઈશ એમ કીધું છે."
" હાલ એય. ગભા. મોહના. ખેમાં. જસુ. તમે ચારેય ગામના પાદરે રખેવાળી કરો. ને જેવો ભામણ દેખાય. એને ટિંગા ટોળી કરીને વાડે લઈ આવજો."પશાકાકા એના ચાર માણસોને ફરમાન આપતા બોલ્યાં.
"અને રમેશ.તુ.નાથો અને અરજણ અયા જ રોકાજો. કદાચ બીજાં માર્ગે અહી જોષિડો આવે તો તમે તેને વાડે તાણતા આવજો. આજ જોષિડાને જોષ જોતા નો ભૂલવી દવ તો મારું નામ પશો નય." હુ ઘરના એક ખૂણામાં ધ્રૂજતી ભગવાનનું સ્મરણ કરતી પડી હતી. અને પ્રભુને પ્રાર્થના કરતી હતી કે.
"હે પ્રભુ. આ ઉપાધિ માંથી અમને ઉગારી લે. અમારું રક્ષણ કર." મે જેવી પ્રાથના પુરી કરી. ત્યા કિશોરકાકાનો અવાજ સંભળાયો.
"ચકોરી. એ ચકોરી. ક્યાં છો મારી દિકરી. આમ બાર આવતો." હુ દોડીને કિશોરકાકાને વળગી ગઈ.
"કાકા કાકા અમને બચાવી લ્યો."મે ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યુ.
"ચાલ તુ મારી સાથે. મારા ઘરે ચાલ."મારો હાથ પકડી ને મને દોરતા કાકાએ કીધું. પણ ત્યા અરજણ આડો ઉતર્યો.
"એય પુજારી. રેવાદે એને અયાજ. ક્યાંય નથી લઈ જવાની."
"પણ ભઈસાબ. તમારી દુશ્મની તો એના બાપ હારે છે ના. આ નનકી છોડીએ શુ બગાડ્યું છે.?" અરજણે આગળ વધીને એક ધોલ વળગાડી કિશોર કાકાને.
"લ્યા પુજારી. બોવ ફાટ્યો સે ને કાય." કિશોરકાકાને એક ધોલ વળગાડી. આ સાંભળીને જીગ્નેશ ની આંખ્યું લાલ થઈ ગઈ. એના હાથની મુઠ્ઠીઓ આપો આપ ભીડાઈ ગઈ. એ બીજી ધોલ કાકાને મારે એ પહેલાં રમેશે એને વારતા કહ્યુ.
"રેવાદે અરજણિયા. આપણને તો જોષિડાનું કામ છે. એ છોડીને જવાદે પુજારી હારે." કિશોરકાકા મને પોતાનાં ઘેર લઈ ગયા. મને રોતા જોઈને. ગીતાકાકીએ મારા માથા પર હાથ ફેરવતા કહ્યુ.
"છાની રયજા બેટા. ભગવાન ઉપર ભરોસો રાખ. સવ સારા વાના થશે." હુ રોતા રોતા ક્યારે કાકીના ખોળામાં માથું મૂકીને સુઈ ગઈ. ક્યારે હુ નિંદ્રાને વશ થઈ ગઈ. મને ભાન જ ન રહ્યું. ઠેઠ સમી સાંજે કાકાના પાડોસી. તિવારીકાકા દોડતા દોડતા આવ્યા.
"કિશોર. એય કિશોર બાર આવ જલદી." કાકા રઘવાયા થઈને ઘર ની બાર નિકળ્યા.
"શુ થયુ તિવારી.?"
"જોશીભાઈ ની લાશ સીમાડે પડી છે......
પંડિત ની હત્યા કઈ રીતે થઈ. હવે ચકોરીનું શુ થશે...
..... વાંચો આવતા અંકમાં...