સકારાત્મક વિચારધારા - 29 Mahek Parwani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સકારાત્મક વિચારધારા - 29

સકારાત્મક વિચારધારા 29


ત્રિવેદી પરિવાર ના જોડીયા લાડકવાયા અંકુશ પરેશભાઈ ત્રિવેદી અને અશ્વિન પરેશભાઈ ત્રિવેદી હવે ત્રેવિસી વટાવી ચૂક્યા હતા.હવે સમય આવી ગયો હતો ગૃહસ્થ જીવનનો આરંભ કરવાનો, કન્યા શોધવાની શરૂઆત કરી.કન્યાની શોધખોળ દરમિયાન પરેશભાઈની મુલાકાત તેમના એક જૂના મિત્ર બિપીનભાઈ સાથે થઈ. ઘણા સમય પછી બિપીનભાઈ સાથે એટલેકે વર્ષો જૂના મિત્રને મળતા પરેશભાઈ અને બિપીનભાઈ ખૂબ જ હર્ષ અનુભવી રહ્યા હતા.


એક બાજુ જ્યાં પરેશભાઈએ કન્યાની શોધ ખોળ આચરી હતી ત્યાં બિપીનભાઈ પણ પોતાની દીકરી માટે વરરાજા શોધી રહ્યા હતા.બંનેનું તો કામ થઈ ગયું.બિપીનભાઈએ વર્ષોની મુલાકાત બાદ પોતાના પરિવારનો પરિચય આપ્યો ત્યાં તો પરેશભાઈ એ મનમાં વિચાર્યું કે,લાગે છે કે, પચાસ ટકા કામ થઈ ગયું પણ બિપીનભાઈ ને કઈ કહ્યું નહી, કારણકે પુત્ર સાથે વાત કરવાની બાકી હતી.તેમના પુત્ર એ તેમના નિર્ણયને માન્ય રાખી "હા"માં સુર પુરાવ્યો ત્યારે પરેશભાઈનું મન જાણે કોઈ પણ વાજિંત્રો વિના જ સુરોની સરગમ ગાવા લાગ્યા.

પરેશભાઈ એ પુત્રની સ્વીકૃતિ બાદ બિપીન ભાઈ સમક્ષ તેમની પુત્રીને પુત્રવધુ બનાવનો પ્રસ્તાવ મૂક્યો અને પ્રસ્તાવ મુકતા જ ખ્યાલ આવ્યો કે,માત્ર તેમની પુત્રી જ નહી પણ તેમની બહેનની પુત્રી પણ લગ્ન લાયક છે .આ વાત સાંભળતા જ પરેશભાઈ ને એવું લાગ્યું કે ,આ તો જોઈતું હતું ને પહેલે થી ઇશ્વરે પીરસી દીધું.માત્ર બંનેની ઉમ્ર માત્ર એક જેટલી નહી પણ બન્નેનો જન્મ પણ એક જ સમયે થયેલો છે બસ, માત્ર બંને
જોડકી નથી.આ રીતે બિપીનભાઈ ની એકની એક લાડકવાયી અક્ષરા અને તેમની બહેનની દીકરી સ્વાતિના લગ્ન નક્કી થઈ ગયા.બિપીનભાઈ અને પરેશભાઈ બને વેવાઈ બની ગયા. બંને ના કુટુંબમાં હર્ષ ઉલ્લાસ છવાઈ ગયો. બંને દીકરીના લગ્ન
સારી રીતે પતી ગયા આથી, બિપીનભાઈ ખૂબ ખુશ હતા.
સામે પક્ષે પરેશભાઈ પણ ખૂબ ખુશ હતા. કારણકે, તેમની ઘરે એક નહી પણ બ્બે ગૃહલક્ષ્મી નું આગમન થયું હતું. લગ્ન પછી કુટુંબમાં ખુશાલી ની લહેર ચાલી રહી હતી.ઘરના દરેક સભ્ય ખુશ હતા પણ પરેશભાઈના મન એક પશ્ન વમળની જેમ ઘુમરાયા કરતો હતો. વમળ ની અસર એમણે તેમના કુટુંબીજનો પર પડવા દીધી નહી.તેમના મનની શંકાને જેમ છાપરા વરસાદથી રક્ષણ આપે તેમ જ વડીલ પોતાના પરિવારને આવનારી મુશ્કેલીઓ ને ભાખીને તેનાથી દૂર રાખે છે.
કહેવાય છે કે,વધુ સમય મન માં કોઈ શંકાને સ્થાન આપીએ તો મોટી સમસ્યાનું સ્વરૂપ ધારણ કરે છે.આથી,યોગ્ય રસ્તો શોધી તેનું સમાધાન શોધી લેવું જોઈએ.લગ્નના એક મહિના પછી બિપીનભાઈ પરેશભાઈને મળવા અને બંને દીકરીઓને જોવા આવેલા બંને દીકરીઓ ને ખુશ_ ખુશાલ જોઈને બિપીનભાઈ ઈશ્વરનો આભાર માનવા લાગ્યા.જમવાનું પતાવી પરેશભાઈ અને બિપીનભાઈ બાહર લટાર મારવા ગયા ત્યારે પરેશભાઈ તેમના મનમાં ઘુમરાતી શંકાને બિપીનભાઈ સમક્ષ એક વૈવાઈ તરીકે નહી પણ એક મિત્ર તરીકે પ્રકટ કરી. પરેશભાઈ એ બિપીનભાઈ ને પૂછે છે કે, બિપીનભાઈ તમને શું લાગે છે કે,. આપણી કાર્ય કરવાની રીત- ભાત અને આપણા ઉચ્ચારાયેલા શબ્દો અથવા તો એમ કહી શકાય કે, આપણો આચાર અને વ્યવહાર ની સકારાત્મકતા કે નકારાત્મક્તા માત્ર આપણા જીવન પર જ પર જ નહીં પણ આપણી સાથે રહેતા કુટુંબીજનો અને આપણી આવનારી પેઢી પર ખૂબ જ ઊંડી અસર કરે છે?


બિપીનભાઈ એ પરેશભાઈ ના પશ્ન ના જવાબ કહ્યું, "ચોક્કસ, એટલેજ
મેં અને મારી પત્નીએ અક્ષરાના માનસપટલ પર નાનપણ થી જ વાર્તાઓ દ્વારા સકારાત્મક વિચારધારાના સ્ત્રોતને વહેતો કર્યો."પરેશભાઈ એ કહ્યું, બસ એ જ મારી ચિંતાનું કારણ છે. ઘર ની જવાબદારી હોય કે ઘરનું કામ બંને નો સરખો ફાળો છે પણ જ્યારે કોઈ વાત કરીએ અથવા તો વાતની પ્લાનિંગ કરવાની હોય કે કંઇક નવું કરવાનું હોય ત્યારે સ્વાતિનું વલણ નકારત્મક અને અક્ષરા નું વલણ સકારાત્મક હોય છે અને મને ડર છે કે વિચારધારાનો ભેદ જ તેમને ભેદી ના લે.આ સરખામણી,શંકા માત્ર આપણા પર નહી આપણી આવનારી પેઢી પર પણ અસર કરે છે.બિપીનભાઈ કહ્યું,"હું તમારી વાત સાથે સો ટકા સંમત છું,પણ આવા નકારત્મક વલણ માટેના ઘણા કારણો હોઈ શકે આથી,જ તેમને જાણીને આપણે તેનો યોગ્ય નિવારણ શોધવો જોઈએ અને આ બાબતે આપણે સ્વાતિનીવાત કરીએ તો એક નારી જયારે ગર્ભવતી હોય ત્યારે જે વિચારે તે વિચાર માત્ર એક બીજ હોય છે, પણ આ બીજ વટવૃક્ષ બની ને તેના બાળકના માનસપટલ ની ધરા પર ભયાનક સ્વરૂપ ધારણ કરે છે. જેને ગર્ભ -સંસ્કાર ના નામ થી ઓળખવામાં આવે છે. આવું જ કંઇક સ્વાતિનું કારણ છે.મારી પત્ની અને મારી બેન બંને એકસાથે ગર્ભવતી હતી એટલું જ
નહી મારી બને દીકરીઓ એક જ સમયે એક જ પળે,એક જ નક્ષત્ર અને એક જ હોસ્પિટલમાં એક જ વોર્ડમાં જન્મેલી છે.બંને ની રાશિ કહો કે કુંડળી પણ એક સરખી છે છતાં સ્વભાવમાં ફેર છે જેનું કારણ મારી બહેનનું ગર્ભાવસ્થા દરમિયાન નકારત્મક વલણ અને મારી પત્ની નું સકારાત્મક વલણ છે."

પરેશભાઈ એ કહ્યું પણ હું આનું નિવારણ શોધીને રહીશ હું મારી આવનારી પેઢી પર આની અસર નહી પડવા દઉં.ત્યાર બાદ
પરેશભાઈ એ આખા કુટુંબ ને કામકાજ માંથી રજા લઈ આશ્રમ માં ચાલતી સકારાત્મક વલણ ની શિબિરમાં જોડાવાનું કહ્યું.જેથી,સ્વાતિ નાનપ પણ ના અનુભવે. આ રીતે માત્ર સ્વાતિ ના વિચારવાની રીત નહી પણ તેનો જીવન અંગે નું વલણ બદલાઈ ગયું.

મહેક પરવાની