કિડનેપર કોણ? - 4 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપર કોણ? - 4

(અભી અને શિવ ની મિત્રતા પહેલા જેવી કરાવવામાં સોના ને જાજી સફળતા મળતી નથી.અને બધા છુટા પડે છે.અને થોડા જ સમય માં મોક્ષા ના અપહરણ ના સમાચાર સાંભળવા મળે છે.હવે આગળ...)

હજી તો બંને ભાઈ બહેન મોક્ષા ના અપહરણ વિશે વાત કરે છે.અને તરત જ તેમના બંને ના મોબાઈલ માં મેસેજ નો મારો ચાલુ થયો.બંને એ ઝડપથી ચેક કર્યું તો તેમના બધા ફ્રેન્ડ્સ ને આ વાત ની જાણ થઈ હોય, તેમના જ મેસેજ હતા.બધા એકબીજા ને આ કેમ થયું હોય તે વિશે જ પૂછતાં હતા.અને મોક્ષા માટે મનથી દુઃખી હતા.આ બધા માં એક જ વ્યક્તિ એ ચેટ માં હાજર નહતો,અને તે હતો અભી.બધા એ બીજા દિવસે રૂબરૂ મળવાનું વિચાર્યું.

બીજા દિવસે બધા એક કેફે માં ભેગા થયા. કાવ્યા, જુહી,સોના અને શિવ આ ચાર હાજર હતા.બીજા બધા ક્યાં,એ સવાલ દરેક ના ચહેરા પર હતો.ત્યાં જ અલી અને રાજ ચિંતાતુર આવ્યા.અને રાજે કહ્યું કે આ કેસ તેની પાસે જ છે.બધા ને થોડો હાશકારો થયો કે ચાલો ફર્ઝ અને મિત્ર ના સંબંધે રાજ થોડી મહેનત વધુ કરશે.

ત્યાં જ અલી ના મોબાઈલ માં કોઈ ફોન આવ્યો.અલી સાઈડ માં થઈ ગયો.અલી ના ચેહરા ના ભાવ તેની ચિંતા વધારતા હતા.અને અંત માં એક પ્રસનતા ભર્યા ભાવ સાથે તેને ફોન મુક્યો.બધા નું ધ્યાન તેની તરફ જ હતું.તે બધા બેઠા હતા તે ટેબલ પર આવ્યો.

ફ્રેન્ડ્સ ગેસ વ્હોટ?અલી એ પૂછ્યું

બધા એ એકબીજા તરફ અને પછી અલી તરફ પ્રશ્નાર્થવદને જોયું.

હમણાં જ મંત્ર નો ફોન હતો,અને આ કેસ માટે તે પૂછપરછ કરતો હતો.કેમ કે એને પોતાના અમુક રાઈવલ પર શંકા છે, તો મારી પાસે લીગલ એડવાઇસ માગે છે.હવે આપડે બંને સાથે મળીને આપડી ફ્રેન્ડ ને શોધી લઈશું.અલી એ રાજ સાથે હાથ મિલાવતા કહ્યું.બધા ને થોડી શાંતિ થઈ.

પણ એક મિનિટ. શિવ બોલ્યો અભી ક્યાં છે?મેં તો બધા ને બોલાવ્યા હતા.તો એ કેમ ના આવ્યો.પછી શિવે પોતાનો મોબાઈલ ચેક કર્યો.સૌથી પહેલો મેસેજ તો એને જ જોયો છે.તો પણ કોઈ રીપ્લાય નથી કર્યો .આમ કેમ?શિવે બધા સામે જોઈ ને સવાલ કર્યો.

અરે હશે એને કોઈ કામ .અલી એ કહ્યું.પણ શિવ નું મગજ શંકા થી ઘેરાઇ ગયું.અને તેને સોના સામે જોયું. સોના પણ શિવ નો ઈશારો અને એની શંકા સમજી ગઈ. પણ એને ખબર હતી કે અભી સાવ એવો તો નથી જ.નહિ તો આ પંદર વર્ષ માં કાઈ ના કર્યું હોય??

જો મેં કીધું હતું ને ?એ અભી નહિ સુધરવાનો.શિવ ઘરે આવી ને ગુસ્સા થી તાડુક્યો.તરત જ તેની પત્ની ઉમા રસોડા માંથી બહાર આવી.અને શિવ નું આ રૂપ જોઈ ને ચિંતાતુર થઈ ગઈ.

સોના એ તરત શિવ ને સાંભળતા કહ્યું.ભાઈ પ્લીઝ શાંત રે,બધું બરાબર થઈ જાશે.રાજ ના હાથ મા જ કેસ છે ને. અને રાજ એક સારો પોલીસ તો છે જ ઉપરથી આપડો ફ્રેન્ડ પણ!તો શુ કામ ઉપાધિ કરે છે.

એમ કહી સોના ઉમા ને આંખથી શાંત રહેવાનો ઈશારો કરે છે.અને શિવ પણ સમય ને સમજી ને પોતાના કામે વળગ્યો.શિવ ઓફીસ માં બેઠો બેઠો એ જ વિચાર કરતો હોય છે,કે મોક્ષા નું કિડનેપ કોણ કરી શકે?

શિવ ભૂતકાળ ની યાદો માં સરી જાય છે.મોક્ષા સાવ સાદી પણ ખૂબ જ હોશિયાર,પછી એ કોઈપણ ફિલ્ડ કેમ ના હોઈ.ભણવાનું,કે ડાન્સ,નાટક કે સામાન્ય જ્ઞાન તે હંમેશા અવ્વલ આવતી.અને એટલે જ તેને મોક્ષા પસંદ હતી.આટલી ખૂબી છતાં તે ક્યારેય કોઈ સાથે ખરાબ વર્તન ના કરતી.અને બધા તેના મિત્ર બનવા પડાપડી કરતા.

એક વાર શિવ અને મોક્ષા ને આખી સ્કૂલ માંથી એક કોમ્પીટેટિવ પરીક્ષા માટે સિલેક્ટ કરાયા હતા.ત્યારે પોતે તો ફેલ થયો હતો,અને મોક્ષા એમા પણ મેદાન મારી ગઈ હતી
તે દિવસે તે અને મોક્ષા સાથે જ પરીક્ષા કેન્દ્ર થી પરત ફર્યા હતા,કેવી હરણી ની જેમ એ ફફડતી હતી.કે કોઈ જોઈ જાશે તો ખરાબ લાગશે.એટલે પોતે એના કરતાં થોડા સલામત અંતરે આગળ ચાલવા લાગ્યો,જેથી તે એકલી પણ ના રહે,અને કોઈ જુએ તો ખરાબ પણ ના લાગે.અને પછી મોક્ષા એ તેનો હાથ પકડી આભાર માન્યો હતો.ચૌદ વર્ષ ની એ ઉંમરે પણ પોતે કેવો રોમાંચિત થઈ ગયો હતો.

(શુ શિવ ની શંકા સાચી નીવડશે?કે પછી બીજું જ કોઈ હશે મોક્ષા નો કિડનેપર?અભી નું કેફે માં ના આવવાનું કારણ શુ હશે?જાણવા માટે વાંચતા રહો...)

✍️ આરતી ગેરીયા....