કિડનેપર કોણ? - 1 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કિડનેપર કોણ? - 1

પ્રિય વાંચકો આપ સહુ નો ખુબ ખુબ આભાર મારી કૃપા ને આટલો પ્રેમ આપવા બદલ.કૃપા એ તમારા મન માં મારા માટે એક સ્થાન ઉભું કર્યું છે,અને મારી નજર માં મારા પોતાના માટે સન્માન.આશા રાખું છું,આગળ પણ આપ સહુનો સાથ સહકાર આમજ મળતો રહેશે.અને એ સાથે જ આજ આપ સહુની સમક્ષ એક નવી રહસ્ય અને રોમાંચ થી ભરપૂર એક વાર્તા રજૂ કરું છું.આશા છે આપને પસંદ આવશે.આપનો પ્રતિભાવ જરૂરથી આપશો...

એક થ્રિ સ્ટાર હોટેલ ના બેંકવેટ હોલ માં લગભગ પંદર વિસ લોકો ભેગા થયા હતા.પહેલી નજરે કોઈ ઓફિશિયલ મિટિંગ હોઈ તેવું લાગતું હતું.કોઈ સામાન્ય લાગતું હતું તો કોઈ ખૂબ જ રિચ.આ દરેક એકબીજા ને ઓળખતા પણ હતા,અને નહિ પણ.કેમ કે છેલ્લા પંદર વર્ષ થી આ કોઈ એકબીજા ને મળ્યા જ નહતા.આ તો આભાર માનો ફેસબુક નો કે આ બધા આજે અહીં એકત્રિત થયા છે.

તેમાં અત્યારે મુખ્ય વ્યક્તિ સોના હતી,કે જેને આ બધા ને ગોતી અને અહીં તેમની રિયુનિયન પાર્ટી રાખી હતી. સોના કે જે ખૂબ જ સુંદર અને ગોરી હતી,ચાંદ ની ચાંદની જોઈ લો,એવું તેનું રૂપ.હા ચેહરો ખાસ નમણો ના હતો. પણ દૂર થી કોઈપણ ને આકર્ષિત કરી શકે એવી.સોના નો ભાઈ પણ તેની સાથે તેના જ કલાસ માં હતો, નામ એનું શિવ.શિવ ખૂબ જ હોશિયાર અને શાંત, દેખાવે બહુ ખાસ નહિ.પણ જ્યારે તેની બહેન સામે કોઇ જોવે તો ખતરનાક ગુસ્સેલ.એક હતી કાવ્યા.કાવ્યા દેખાવે પહેલા અત્યાર કરતા વધુ સારી લાગતી હતી.પાંચ ફૂટ બે ઇંચ હાઈટ અને શરીર સાવ સુકાઈ ગયેલું.એમ માનો કે જાણે કોઈ હાડપિંજર ને સજાવી ને રાખ્યું છે. અને તેની સાથે હતી જુહી,જે પહેલા કરતા અત્યારે વધુ સારી લાગતી હતી.જુહી પણ કાવ્યા ની સમકક્ષ હાઈટ ધરાવતી,પણ તેનું ભરાવદાર શરીર અને ચેહરા પર ની લાલી તેને સુંદર બનાવતી હતી.રાજ અને અલી બંને ખાસ મિત્રો દુનિયા થી પહેલા પણ અલિપ્ત હતા.અને અત્યારે પણ .પોતાની મસ્તી માં રહેનાર અને હમેશા મજાક મસ્તી માં મશગુલ. રાજ દેખાવ માં ઉંચો અને મજબૂત બાંધો ધરાવતો,અને અલી પણ શરીરે થોડો ભરાવદાર ,આમ તો થોડો નહિ વધુ જ કહી શકાય એવો હતો. સાથે એક સમય ની સૌથી શાંત અને હોશિયાર મોક્ષા.એક સમય માં તે સોથી શાંત અને સામાન્ય હતી તે જ આજે પાર્ટી ક્વિન બની ગઈ છે. આટલા વર્ષો માં મોક્ષા માં એક અલગ સ્ટાઇલ છલકાય આવે છે. અને બાકી હતો અભી.અભી પહેલે થી જ દેખાવે સામાન્ય અને અંતર્મુખી સ્વભાવ નો.હમેશા કોઈ ને મદદ કરવામાં આગળ હોઈ પણ જાજો દેખાડો એને ગમે નહિ.

બધા એકબીજા ને વર્ષો પછી મળતા હોય છે.કેમ કે તેઓ હાઈસ્કૂલ સુધી જ સાથે હોય છે,ત્યારબાદ બધા અલગ અલગ ફેકલ્ટી માં જવાથી જુદા પડી જાય છે.પણ ઝીંદગી ના સાથે વિતાવેલા એ દસ વર્ષ તેમના સૌથી સોનેરી વર્ષો હોય છે.આમપણ નાનપણ ની મિત્રતા કાયમ યાદ રહે છે,અને નાનપણ માં શીખેલું પણ સૌથી વધુ. નાનપણ ના મિત્રો તમને સૌથી વધુ ઓળખતા હોઈ છે. તમારો મૂડ,તમારા લાઈક ડિસ લાઈક એ બધી તેમને વધુ જાણ હોઈ છે.ઘણીવાર તો આપડા અને એના વિચાર પણ એક સાથે જ ચાલતા હોઈ છે.એ જ રીતે આ બધા મિત્રો પણ એકમેક ને સારી રીતે જાણતા.પણ આટલા વર્ષો પછી મળવાનું થયું,એટલે કદાચ બધા વચ્ચે થોડો સંકોચ હતો. કેમ કે હવે બધા ને પોતાનો પરિવાર હતો.સિવાય કે સોના અને અભી.

અભી અને શિવ એક સમય ન પાક્કા મિત્રો,પણ સ્કૂલ ના છેલ્લા વર્ષ માં બંને વચ્ચે કોઈ વાત ને લઈ ને ઝગડો થયો જેથી બંને વચ્ચે ફક્ત નામ પૂરતી મિત્રતા રહી ગઈ છે.તેમના આ ઝગડા ની સચ્ચાઈ તે બંને સિવાય ફક્ત બે જ લોકો ને ખબર છે,અને તે છે સોના અને કાવ્યા.અને આમપણ શિવ તો બીજા શહેર માં શિફ્ટ થઈ ગયો હતો. રાજ અને અલી એક જ સાથે ભણ્યા હતા. એટલે તેમની મિત્રતા હજી કાયમ હતી.કાવ્યા અને મોક્ષા એક સમય ની બેસ્ટ ફ્રેન્ડ પણ જુહી ના આવવાથી તેમની વચ્ચે હવે પેલા જેવી આત્મીયતા નહતી.આમપણ સોના ને મોક્ષા સાથે વધુ ફાવતું,પણ કાવ્યા ને લીધે તે મોક્ષા થી દુર થઇ ગઇ હતી.તો આવી હતી આ બધા ની મિત્રતા..

(આગળ જોઈએ કે આ બધા મિત્રો ની મિત્રતા આટલા વર્ષે શુ રંગ લાવે છે.અને અભી અને સોના ના કુંવારા રહેવાનું કારણ પણ...)

✍️ આરતી ગેરીયા.....