ઇન્ફિનિટી - ધી સિમ્બોલ ઓફ લવ - 5 Minal Vegad દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઇન્ફિનિટી - ધી સિમ્બોલ ઓફ લવ - 5


Part :-5

" આરોહી, મે જ્યારે તને પેહલી વાર જોઈ ત્યારથી લાગ્યું તું બસ મારી જ આરુ છો. મને થતું બસ તારી સાથે વાતો કર્યા જ કરું અને તારા દરેક જોક્સ પર પેહલા ની જેમ હસ્યા કરું." સાહિલ નો અવાજ ભારે થઈ ગયો હતો.
" પેહલા ની જેમ એટલે....??" આરોહી ને સમજાયું નહિ સાહિલ શું કહેવા માંગે છે. કારણ કે આરોહી તો સાહિલ ને ઓફિસ જોઈન કર્યા પછીથી ઓળખતી થઈ હતી.
" પેહલા ની જેમ જ હું ઇચ્છુ છું કે મારી નાનકડી આરુ ને હું હાલતા ચાલતા માથામાં ટપલી મારતો જાવ. તેને નાની નાની વાત પર ખીજવું અને પછી એ ગુસ્સા વાળું મોં કરી મને મારવા આવે એટલે એને ખુશ કરવા એનો માર ખાઈ પણ લઉં." સાહિલ ની આંખમાંથી આંસુ વેહવા લાગ્યા.
" સાહિલ, મને કાઈ સમજાતું નથી તું શું કહેવા માંગે છે ? અને તું શા માટે રડી રહ્યો છે?" આરોહી બેન્ચ પરથી ઊભી થઈ સાહિલ ની બાજુમાં બેસી ગઈ.
" મારી એક નાનકડી બહેન હતી. મારાથી ત્રણ વર્ષ નાની હતી. એનું નામ પણ આરોહી હતું અને હું હંમેશા તેને આરુ કહી જ બોલાવતો હતો. એ એકદમ તારા જેવી જ લાગતી. ઘરમાં બધાની લાડકી હતી. અને મારા તો જીગરનો ટુકડો હતી. આખો દિવસ ઘરમાં એની જ બકબક ચાલુ હોય. હું કાઈક વર્ક કરતો હોય એટલે મને હેરાન કરવાનો એક મોકો ન છોડે." સાહિલ એ મોબાઈલ ઓન કરી તેમાંથી તેની બહેન આરોહી નો ફોટો દેખાડ્યો.
" આ તો આરોહી જેવી જ દેખાય છે." સોનુ ફોટો જોતા બોલી.
" શું થયું હતું તેને?" આરોહી એ સાહિલ ના હાથ પર પોતાનો હાથ મુકતા ધીરેથી પૂછ્યુ.
" બે વર્ષ પેહલા તેનું એક એકસીડન્ટ માં મોત થઈ ગયું." જાણે અત્યારે જ એની સામે એ ઘટના બની હોય એમ સાહિલ રડવા લાગ્યો હતો.
"ઓહ....... બસ.. થોડું પાણી પી લે પેહલા." આરોહી એ પાણીની બોટલ ખોલી સાહિલને આપી.
" આઈ એમ સોરી આરુ , આઈ મીન આરોહી. મારો કોઈ ઈરાદો નહોતો તારો બર્થડે આવી રીતે સ્પોઇલ કરવાનો. સોરી અગેઈન. તારું મૂડ ખરાબ કરી નાખ્યું." સાહિલ પાણી પી ને થોડો સ્વસ્થ થઈ બોલ્યો.
" સોરી શા માટે કહે છે? તે મારો બર્થડે બગાડ્યો નથી પરંતુ મને આટલી સરસ જગ્યા એ લાવી આજનો દિવસ મારા માટે સ્પેશિયલ બનાવી દીધો છે." આરોહી પણ વાતાવરણ ને સારું બનાવવા માટે એકદમ ખુશીથી બોલી રહી હતી.
" આરોહી, તું આ એક્સેપટ નહિ કરે??" સાહિલ એ ફરી પેલું બોક્સ આરોહી તરફ લાંબુ કરી પૂછ્યુ.
" શું છે આમા....?" આરોહી એ પૂછ્યું.
" તું જાતે જ ખોલીને જોઈ લે ને...." સાહિલ એ બોક્સ આરોહી ના હાથમાં મૂકી દીધું.
" વાઉ..... બ્રેસલેટ!! બહુ જ મસ્ત છે " આરોહી બ્રેસ્લેટ જોઈ ખુશ થઈ ગઈ.
" હું અને આરુ મોલ માં ગયા હતા ત્યારે આરુ ને આ બ્રેસ્લેટ ગમી ગયું હતું. મને કહે,
' ભાઈ, આ બ્રેસ્લેટ કેટલું મસ્ત છે નહિ?'
' તને ગમતું હોય તો લઈ લે ને. ચાલ અંદર તું જોઈ લે.'
' ના અત્યારે નહિ. મે વિચારી લીધું છે કે નીટ ની એક્ઝામ માં હું ટોપ ફાઈવ માં તો આવીશ જ. અને જો હું ટોપ ફાઇવ માં આવી જાઉં તો તું મને આ બ્રેસ્લેટ લઈ આપજે. ઓકે!!"
' પાગલ, તું ટોપ ફાઇવ માં નહિ પણ ટોપ થ્રી માં જ હોવાની.'
અને આરુ તો નીટ ની એક્ઝામ આપ્યા વગર જ જતી રહી હતી." સાહિલ જાણે એ સમયમાં જતો રહ્યો હોય એમ બોલી રહ્યો હતો.
" મે આ બ્રેસ્લેટ તો પાછળથી તરત ખરીદી લીધું હતું આરુ ટોપ કરે કે ન કરે પરંતુ હું તેને તેની પસંદની દરેક ચીજ આપવા માંગતો હતો. અને પછીથી આ બ્રેસ્લેટ મારી પાસે બસ આરુ ની યાદ બની ને રહી ગયું હતું. પરંતુ મે જ્યારથી તને જોઈ છે ત્યારથી બસ તારામાં મને મારી નાનકડી આરુ જ દેખાય છે. એટલે આ બ્રેસ્લેટ તને આપવાનુ મન થયું. આરોહી, ખબર નહિ તને આ પસંદ આવશે કે નહીં??" સાહિલ ધીમે ધીમે બોલી રહ્યો હતો.
" આ બ્રેસ્લેટ મસ્ત નહિ પરંતુ બહુ જ મસ્ત છે!! અને આ શું આરોહી આરોહી કર્યા કરે છે. તું મને આરુ કહી બોલાવે છે એ જ મને ગમે છે." આરોહી બ્રેસ્લેટ ને જોઈ રહી હતી.
" આ જોતો કેવું લાગે છે??" આરોહી એ બ્રેસ્લેટ હાથમાં પેહરી ને પૂછ્યું.
" મસ્ત છે...." સોનુ બોલી.
" બહુ જ મસ્ત છે.... આરુ!!" બ્રિંદા એ પેહલી વાર આરુ કહ્યું હતું.
" શું કહ્યું તે?? મે કાઈ સાંભળ્યું નહિ?" બ્રિંદા ના મોઢે આરુ શબ્દ સાંભળી આરોહી ને વિશ્વાસ નહોતો આવતો.
" હું પણ હવે તને આરુ જ કહીશ." સાહિલ ની વાત સાંભળી બ્રિંદા પણ ઇમોશનલ થઈ ગઈ હતી.
" કાઈ જ જરૂર નથી. એ ફક્ત મારી જ આરુ છે તારા માટે તો આરોહી જ છે." સાહિલ હવે ફરી વર્તમાનમાં આવી ગયો હતો.
" બિલકુલ.... હું ફક્ત સાહિલ ની આરુ છું. નાનકડી આરુ!!" આરોહી સાહિલ ને ગળે વળગી પડી. સાહિલ ને લાગ્યું આજે સાચે તેને તેની બહેન પાછી મળી ગઈ હતી.
" ઓહ.... હેલ્લો અહી અમે પણ છીએ." સોનુ થોડું મો બગાડી બોલી.
" કેટલા વાગ્યા?? કોઈએ ટાઈમ જોયો ??" સાહિલ ને અચાનક યાદ આવ્યું હોય એમ બોલ્યો.
" બે ને ત્રીસ થવા આવી છે." સોનુ ઘડિયાળમાં ટાઈમ જોઈને બોલી.
" ત્રણ વાગ્યાનો તો શો છે. ચાલો ફટાફટ....." સાહિલ બધાને ઊભા થવાનો ઈશારો કરતા બોલ્યો.
" શેનો શો પણ??" આરોહી પૂછી રહી હતી.
" અહી આગળ જ એક મલ્ટિપ્લેક્સ છે ત્યાંની ત્રણ વાગ્યાના શો ની મૂવી ટિકિટ બુક કરી છે." સાહિલ પાછળ બધા ચાલવા લાગ્યા.
" બહુ મોટું પ્લાનિંગ કરી રાખ્યું છે તે તો હે....." સોનુ સાહિલ ના વખાણ કરતા બોલી.
*
" આરુ, આપણે પોપકોર્ન અને કોલ્ડ્ડ્રિંક્સ લેતા આવીએ." સાહિલ એ મૂવી ટિકિટ સોનુ ને આપતા કહ્યું.
"હા....." આરોહી સાહિલ સાથે ચાલવા લાગી.
" આરુ, એક વાત પૂછું??" સાહિલ આરોહી સામે જોઈને બોલ્યો.
" હા, એક નહિ બે પૂછ..." આરોહી બિન્દાસ થઈ બોલી રહી હતી.
" આજે તારો કોઈ બીજો તો પ્લાન નહોતો ને?? મને કેમ એવું લાગે છે અમે તારો પ્લાન ખરાબ કર્યો હોય....." સાહિલ ને સવારનું એવું લાગી રહ્યું હતું એટલે અત્યારે પૂછી લીધું.
" ના, એવી કોઈ વાત નથી. તું તો જાણે જ છે પેલા ગિફ્ટ વિશે. એનું નામ શ્લોક છે. મારી વાત થઈ તેની સાથે શ્લોક મળવા માંગતો હતો. આજે સવારે દસ વાગ્યે ઇલોર પાર્કમાં મળવાનું કહ્યું હતુ." આરોહી એ સાહિલ ને બધી હકીકત જણાવી દીધી.
" ઓહ, એટલે અમે આવ્યા ત્યારે તું નીકળવાની તૈયારીમાં જ હતી એમને........" સાહિલ સવારની વાત યાદ કરતા બોલ્યો.
" હા, સારું તમે થોડા વેહલા આવી ગયા." આરોહી બોલી.
" શ્લોક ને ખબર છે આજે તારો બર્થડે છે??" સાહિલ પોપકોર્ન ના બોક્સ આરોહી ને હાથમાં પકડાવતા પૂછી રહ્યો હતો.
" ખબર નહિ. કદાચ તો ખબર નહિ જ હોય." આરોહી વિચાર કરતા બોલી.
" તે શ્લોકને મેસેજ તો કર્યો હતો ને કે તું નથી આવતી એમ??" સાહિલ કોલ્ડ્રિંક્સ ની બોટલ હાથમાં લેતાં બોલ્યો.
" ના, હું વિચારતી હતી ત્યાં સોનુ એ મોબાઈલ લઈ લીધો પછી કાઈ મેસેજ કર્યો નહિ." આરોહી થોડું નારાજગી વાળું મોઢું કરતા બોલી.
" ઓહ... એ બિચારો તો તારી રાહ જોતો રહી ગયો હશે અને અમે તને અહી લઈને આવતા રહ્યા." સાહિલ શ્લોકનો વિચાર કરી રહ્યો હશે.
" કાઈ વાંધો નહિ. હું આજે બહુ જ ખુશ છું. સોનુ આટલી દૂર ફક્ત મને મળવા માટે આવી હતી અને તું અને બ્રિંદા એ પણ આવી સરસ સરપ્રાઈઝ આપી. આજ નો મારો દિવસ બેસ્ટ છે. અને રહી વાત શ્લોકની તો હું એવું માનું છું કે એ જો સાચે જ મારા વિશે સિરિયસ હશે તો એ મારો વેઈટ કરવા માટે તૈયાર હશે." આરોહી પણ શ્લોકનો વિચાર કરતા બોલી.
" એટલે તું એ બિચારા પાસે સવાર થી સાંજ સુધી એ પાર્કમાં રાહ જોવડવવા માંગે છે." સાહિલ અને આરોહી થિયેટર તરફ જઈ રહ્યા હતા.
" અરે પાગલ, એમ પાર્કમાં રાહ જોવાની વાત નથી કરતી. મારા જવાબની રાહ જોશે." આરોહી હસવા લાગી અને પછી થોડી ગંભીર થઈ બોલી.
" ઓહ.. એનો મતલબ હજુ એને જોયો પણ નથી અને તું તો એના જ ખ્યાલોમાં ખોવાયેલી છો." સાહિલ મજાકના સૂરમાં બોલી રહ્યો હતો.
" તમે બન્ને ક્યાં રહી ગયા હતા?? મૂવી સ્ટાર્ટ થઈ ગયું છે ફટાફટ બેસી જાવ." બ્રિંદા બોલી.
*
આરોહી પોતાના રૂમ તરફ જઈ રહી હતી. તેને ઘડિયાળમાં જોયું તો સાડા આઠ થવા આવ્યા હતા. સોનુ પણ નીકળી ગઈ હતી આરોહી તેને બસ સ્ટેન્ડ છોડીને જ આવી હતી અને બ્રિંદા ને કાઈક કામ હતું એટલે સાહિલ અને બ્રિંદા મૂવી પૂરું થયું એટલે તરત નીકળી ગયા હતા. આરોહી આજે બહુ જ ખુશ હતી. આરોહી ને આજે મોબાઈલ ઓન કરવાનો ટાઇમ મળ્યો જ નહોતો એટલે આરોહી એ અત્યારે પોતાના મોબાઈલ ડેટા ઓન કર્યા.
" અરે, યાર આજે તો રિચાર્જ પૂરું થઈ ગયું છે. મને તો યાદ પણ નહોતું." આરોહી પોતાના માથા પર હાથ રાખતા બોલી.
" શ્લોક એ કાઈ મેસેજ તો છોડ્યો નહિ હોય ને?? ખબર નહિ એની સાથે પણ વાત નથી થઈ એ શું વિચારતો હશે??" આરોહી રસ્તા પર જઈ રહી હતી અને શ્લોક વિશે વિચારી રહી હતી.
" એક્સક્યુઝમી મેડમ, કેન યુ હેલ્પ મી??" આરોહી રસ્ત પરથી પસાર થઈ રહી હતી ત્યાં એક કાર પાસે એક યુવક ઊભો હતો તેણે આરોહી ને પૂછ્યું.
" કોણ??? હું.......??" આરોહી એ પેહલા પોતાની આજુબાજુ જોયું પરંતુ તેના સિવાય કોઈ હતું નહિ એટલે લાગ્યું તેને જ કહી રહ્યો હતો.
" હા, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, મારે કાર ની ડિક્કી માંથી સામાન કાઢવાનો છે અને એ બહુ ભારે છે તો.... શું તમે મારી મદદ કરી શકો??" પેલો યુવક બહુ નમ્રતાથી મદદ માંગી રહ્યો હતો.
આરોહી એ જોયું તો રસ્તા પર બહુ કાઈ ભીડ નહોતી. થોડા ઘણા વાહનો નીકળતા હતા. આરોહી ને તો વિચાર આવ્યો કે હું ડીક્કી પાસે ગઈ હોય અને મૂવી માં કીડનેપ કરે એમ મને પાછળ પૂરી દીધી હોય તો..... લુક વાઈઝ તો સારો દેખાય છે જે રીતે પૂછ્યું એ પરથી સ્વભાવ પણ સારો લાગે છે પરંતુ અત્યારે કોઈ પર આમ ભરોસો કરવો પણ યોગ્ય ન કેહવાય ઉપરથી મારું રિચાર્જ પણ પૂરું થઈ ગયું છે અને રસ્તા પર પણ કોઈ દેખાતું નથી મારી મદદ કરવા કોઈ આવી શકે એમ નથી. હું કીડનેપ થઈ ગઈ હોય તો શ્લોક બચાવવા આવે ખરો?? એ બિચારો ક્યાંથી આવતો એ તો ક્યાંય એના ફ્રેન્ડ જોડે હશે. અને એવું તો મૂવી સિરિયલ માં જ પોસીબલ બને કે તેના લવર ને ઓટોમેટિકલી ખબર પડી જાય. એવું કાઈ રિયલ લાઈફ માં ન હોય. હું પણ કાઈ છું ને અત્યારે શ્લોક ના વિચાર કરવા બેઠી છું. આરોહી પેલા એ વિચાર આની હેલ્પ કરવી કે નહિ??
" હેલ્લો મેડમ, મારો તમને કિડનેપ કરવાનો કોઈ ઈરાદો નથી. તમને એવું કાઈ લાગતું હોય તો ઈટ્સ ઓક હું કોઈ બીજા પાસેથી હેલ્પ લઈ લઈશ." પેલો યુવક એ જોયું કે આરોહી કાઈક વિચારમાં ખોવાય ગઈ છે એટલે મજાક ના સૂરમાં કહ્યું.
" અરે નહિ નહિ... એવી કોઈ વાત નથી. હું બીજું કાઈક વિચારી રહી હતી." આરોહી ને ભોંઠી પડ્યાની લાગણી થઇ આવી. આરોહી પાછળ કારની ડીક્કી તરફ ગઈ.
" અરે...... આ ડિક્કિ ને ખોલો તો ખરા...." આરોહી જોયું તો ડીક્કી લોક હતી.
" ઓહ..હા........" પેલો યુવક જાણે ખોલવાનું ભૂલી ગયો હોય એમ બોલ્યો.
" ઓહ માય ગોડ...... આ શું?? " આરોહી એ જેવી ડીક્કી ખોલી કે એ સરપ્રાઈઝ થઈ ગઈ. આરોહી ની આંખો પહોળી થઈ ગઈ. આખી ડીક્કી રંગબેરંગી બલૂનસ અને રિબીન્સ થી ડેકોરેટ કરી હતી અને કેક પણ હતી તેના પર હેપ્પી બર્થડે આરોહી એવું લખ્યું હતું.
" હેપ્પી બર્થડે આરોહી........" આરોહી તો હજુ ડીક્કી તરફ જોય રહી હતી ત્યાં પેલા યુવક એ તેની પાસે આવી એકદમ પ્રેમથી કહ્યું.
" શ્લોક...............??" આરોહી થોડી વાર પેલા યુવક સામે જોઈ જ રહી.
" હા...... આરોહી નો શ્લોક......" શ્લોક અપલક નયને આરોહી ને જ જોઈ રહ્યો હતો.
" થેંક્યું સો મચ ફોર સરપ્રાઈઝ...... બાય ધ વે તને ખબર કઈ રીતે પડી આજે મારો બર્થડે છે??" આરોહી ને નવાઇ લાગી રહી હતી.
" એ બધી વાત પછી પેહલા કેક તો કટ કરી લઈએ...." શ્લોક એ આરોહી ના હાથમાં નાઈફ પકડાવી દીધું અને પોતે બર્થડે સોંગ ગાવા લાગ્યો.
આરોહી એ કેક કટ કરી અને બાઈટ લઈ શ્લોકને આપી. શ્લોક એ એમાંથી થોડી લીધી અને બાકીની આરોહી ના મોં માં મૂકી દીધી.
" તું આજે ખૂબ જ ખૂબસૂરત લાગે છે. એટલે આજે જ નહિ પરંતુ તો ઓલરેડી ખૂબસૂરત જ છે." શ્લોક એ જ મીઠાશ ભર્યા અવાજથી બોલી રહ્યો હતો.
"થેંક્યું...... બટ હવે આ બાકીની કેક નું શું કરશુ??" આરોહી ને સમજાયું નહિ આગળ શુ જવાબ આપવો એટલે એ વાત બદલવાના ઇરાદાથી બોલી.
" તું ખાય લે.....તારા માટે જ છે." શ્લોક રૂમાલથી પોતાના હાથ સાફ કરી રહ્યો હતો.
" મારું તો પેટ ફૂલ છે આપણે એક કામ કરીએ આગળ કામ ચાલુ છે એટલે ત્યાં મજૂર ના છોકરા છે એ લોકોને આપી દઈએ તો??" આરોહી વધેલી કેક સામે જોઇને બોલી.
" ધેટ્સ ગુડ આઇડિયા!! ચાલ બેસી જા." શ્લોક તો કાર તરફ આગળ જવા લાગ્યો.
" અરે એમાં કાર ની શું જરૂર છે.... અહી આગળ જ છે ચાલતા જઈએ....." આરોહી એકલા કાર માં જવા માંગતી નહોતી.
" વાઉ..... એ વધારે બેટર રહેશે." શ્લોક એ કેક હાથમાં લઈ લીધી અને કાર ની ડીક્કી બંધ કરી.
કેક જોઈ બધા છોકરાઓ બહુ જ ખુશ થઈ ગયા. શ્લોક તો આગળ દુકાનેથી કેટલી બધી ચોકલેટ લઈ આવ્યો અને બધા ને વહેંચી દીધી અને બધાને કહેવા લાગ્યો આજે આ દીદી નો બર્થડે છે એટલે એને એવી વિશિઝ આપજો કે એની બધી જ ઈચ્છાઓ પૂરી થાય. આરોહી તો શ્લોક ને જ જોઈ રહી હતી. બર્થડે પોતાનો હતો અને સૌથી વધારે ખુશ એ દેખાતો હતો. એ બધા નાના છોકરાઓ સાથે એકદમ એના જેવો નાનકડો બની વાતો કરી રહ્યો હતો. અને આ બધું એ પોતાની માટે કરી રહ્યો હતો. આરોહી ને હજુ વિશ્વાસ નહોતો આવતો કે સાચે આ વ્યક્તિ એના માટે જ આ બધું કરી રહ્યો હતો.
" શું વિચારી રહી છે મારા વિશે??" શ્લોક એ જોયું કે આરોહી ની નજર તેની પર જ છે અને તે કાઈક વિચારમાં ખોવાયેલી છે.
" કાઈક જ નહિ.... એ તો હું...... કેટલા ખુશ થઈ ગયા બાળકો એમ વિચારતી હતી." શ્લોક નો અવાજ સાંભળી આરોહી પોતાના ના વિચારમાંથી બહાર આવી ગઈ.
" તારી ખુશી મારા માટે સૌથી વધારે ઇમ્પોરટન્ટ છે." શ્લોક આરોહી ની એકદમ નજીક ઊભો હતો.
" હવે આપણે જવું જોઈએ......." આરોહી કાઈ પણ જવાબ આપ્યા વગર આગળ ચાલવા લાગી.
" આરોહી, થોડી વાર તો બેસ મારી સાથે...... વધુ ટાઈમ નહિ બગાડુ તારો...... દસ જ મિનિટ બસ......." શ્લોક આરોહી આગળ જઈ ઊભો રહી ગયો.

To be continue...........

Thank you!!!
⭐⭐⭐⭐⭐