(21)
ધર્મેન્દ્ર, શીતલ અને અંશુમન પોતાના ઘર માં બેઠા હતા. સન રેસીડનસી ના 8 માં મળે પોતાના ઘર ના હોલ માં બેઠા બેઠા આગળ શું કરવું એનો પ્લાન કરી રહ્યા હતા પણ શીતલ ને સાવ ધ્યાનહીન જોઈ ને ધર્મેન્દ્ર એ સવાલ કર્યો "શુ થયું, ધ્યાન ક્યાં છે બેટા તારું."
"અતુલ" ટૂંક માં જવાબ આપયો.
"પેલો કાર્ટૂન??" મશ્કરી કરતા અંશુમન એ પૂછ્યું.
" માઈન્ડ યોર લેન્ગવેજ અંશુ, પોતાના કરતા બીજા ને બેવકૂફ ક્યારે પણ ન સમજવા. અને હા મારી તકલીફ એ છે જે એ મને પ્રેમ કરે છે"
"અને?" પ્રશ્નાર્થ નજરે ધર્મેન્દ્ર એ એની તરફ જોયું..
"હું પણ".. કહી એને પોતાનું માથું ઝુકાવી દીધું.
"યાર આટલા ઇમ્પોર્ટન બિઝનેસ સ્ટ્રેટેજી માં લવ સ્ટોરી ઘુસેડવાની શુ જરૂર છે" અકળાઈ ને અંશુ બોલ્યો.
" ઇટ્સ નોટ બલડી ઇન અવર હેન્ડ. ફીલિંગ્સ અને ઇમોશન્સ છે જે કનટ્રોલ ન થાય અને ખાસ ત્યારે જયારે સામે વાળી વ્યક્તિ તમારા પસંદગી ના પેરામીટર માં આવતી હોય. "
" ઓકે. બટ એ આપણા પ્લાન વિશે જાણે છે"
"અફકોર્સ નોટ. એટલી બેવકૂફ નથી પાપા, બટ હી ઇઝ ટુ કેરિંગ એન્ડ પ્રોટેકટિંગ. એટલે બીક લેગે છે ક્યાંક હું કોઈ ભૂલ ન કરી બેસું અને આપના પ્લાન માં કોઈ ભંગાણ ન પડે"
"ધેટ્સ વેરી નાઇસ ઓફ યુ કે તે આટલી કેર કરી. મારી પાસે એનો રસ્તો છે. "
"શુ"? અંશુ અને શીતલ બને સાથે બોલ્યા.
" તારે ગાયબ થવું પડશે. "
" કઈ રીતે"
"મરી ને"
"વ્હોટ"? બને જણ સાથે બોલ્યા.
"કહું છું કઈ રીતે. " અને આગળ નો પ્લાન માં જણાવ્યું કે કઈ રીતે શુ કરવાનું છે.
એના મુજબ અંશુ એ ગવર્મેન્ટ હોસ્પિટલ ના મૃત્યુ વિભાગ માંથી કોઈ બે ત્રણ દિવસ બેનામી ડેબોડી છોકરી ની હોય જેની ઉંમર અને હાઈટ શીતલ જેવી હોય અને એના સ્કિન ટોન ની આસપાસ ની હોય અને સંજોગે બે જ દિવસ માં સરકારી હોસ્પિટલ માં થી એવી એક બોડી મળી આવી.
ત્યાં સુધી માં ડરમેટોલોજિસ્ટ નો સાથ લઈ ને સ્કિન ગ્રાફટિંગ કરી ને સ્કિન ના ઉપલાભગ ના લેયર લઈ લેવા માં આવ્યા શીતલ ના હાથ માંથી અને પ્રિસર્વ કરવા માં આવ્યા . જેવી બોડી કલેક્ટ થઈ કે તરત જ એ ગ્રાફટેડ સ્કિન ને એ બોડી ના હાથ માં એવી રીતે સેટ કરવા માં આવ્યા કે કોઈ કહી ના શકે કે આ સ્કિન ગ્રાફટિંગ કરવા માં આવ્યું છે. એક દમ ઓરીજનલ સ્કિન જેવી લાગી રહી હતી.
કહેવા ની જરૂર નહોતી કે drmetologist ની આખી કાળી ધોળી કુંડળી ધર્મેન્દ્ર કઢાવી ચુક્યો હતો સાથે સાથે એ ડોકટર પણ હવા ની દિશા જ્યાં જતી હોય એમ જવાય અને રાજ નૈતિક હોદ્દો ધરાવતી વ્યક્તિ ના ધાર્યા કામ માં માં તમે મદદરૂપ થાઓ તો તમારું એ ભવિષ્ય માં સચવાય જાય એવી ગણતરી થી એ ડોક્ટર પણ ચૂપ રહ્યો અને એક કરોડ કેશ ફી પેઠે લઇ ને લાંબા વેકેશન ઉપર જતો રહ્યો.
આ બાજુ ધર્મેન્દ્ર ના માણસો એ એ બેનામી લાશ ને સચિન હાઇવે પાસે ના એક ખેતર પાસે નાખી દીધી અને મોટા પથર થી એનું માથું છૂંદી નાખ્યું.
અને બીજી બાજુ શીતલ ને ફેક આઈડી બનાવી ને જર્મની મોકલી આપી જ્યાં થી એ હવે આ બિઝનેસ ને હેન્ડલ કરવા ની હતી.
અહીં અતુલ ને એક જ ગમ રહી ગયો કે આચાનક શીતલ આમ જતી રહી અને પ્રધાન ગડમથલ માં આવી ગયો કે એની એમ્પ્લોયી શીતલ અચાનક ગાયબ થઈ ક્યાં તો મૃત્યુ પામી છે ત્યાં બીજો જાટકો એ હતો કે પોરબંદર થી નીકળેલું એમ્બરગીસ પોતાના બતાવેલ સ્થાને નહોતો પહોંચ્યુ..
ત્યાં પ્રધાન પર કોલ આવે છે.. કોલ ધર્મેન્દ્ર નો હતો..
હવે વારો હતો સોદે બાજી નો..
વધુ આવતા અંકે..