Blood Game - 6 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Blood Game - 6

બ્લડ ગેમ
પ્રકરણ 6

વર્ષ 2001:

યુનિવર્સીટી ઓફ ટેક્સાસ ના વિશાળ પટાંગણમાં એક યુવાન 20-22 વર્ષ નો યુવાન હ્યુમન એંનાટોમી ની બુક માં ઉતરી ગયો હતો અને બધું ઝીણવટ પૂર્વક વાંચી રહ્યો હતો. કયો અંગ કેટલું મહત્વ નું , મૃત્યુ બાદ કયો ઓર્ગન કેટલો સમય સ્ટેબલ રહે , કયો ઓર્ગન યુઝ કરી શકાય , કયો નહીં વગેરે બધું વાંચન કરી રહયો હતો. ત્યાં એક બીજો યુવાન આવી ને પાછળ થી પીઠ પર ધબ્બો મારે છે અને પેલો વાચક યુવાન તરત જ પાછળ જોવે છે અને જોઈ ને હસી ને " આઈ ન્યુ ઇટ , ફિલિપ , યુ મસ્ટ બી હિયર યુ @$@&" કહી ને પ્રતીક ફિલિપ ને ભેટી પડ્યો.

પ્રતીક પોતાનું સ્ફુલિંગ અને bsc in Biology ભારત માં પૂર્ણ કરી માસ્ટર કરવા અમેરિકા ની યુનિવર્સીટી ઓફ ટેક્સાસ આવ્યો હતો જ્યાં આવ્યા ના 3 મહિના માં ફિલિપ હ્યુસ્ટન નામક અમેરિકન છોકરાં સાથે એની મિત્રતા થઈ ગઈ. જોકે બને ની ફેકલ્ટી અલગ અલગ હતી પણ "ઇન્ટરનેશનલ કન્વેશન ઓફ આર્ટિફિઝિઅલ ઇન્ટેલિજન્સ એન્ડ બાયોલોજી પ્રોગ્રામ" અંતર્ગત બને પહેલી વાર મળ્યા અને બને ના ભવિષ્ય ના પ્લાન લઘભગ સરખા જેવા હોવા થી તેમજ વિચારસરણી સરખી હોવાથી બને જણ મિત્ર બની ગયા. બાયોલોજી સ્ટુડન્ટ અને AI (આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ) એન્જીનીયર મિત્ર બની ગયા.

સપ્ટેમ્બર 2001:

પ્રતીક અને ફિલિપ બને પોતાના પ્રોજેકટ સ્ટડી માટે ન્યુ યોર્ક આવ્યા હતા યુનિવર્સીટી તરફ થી . પ્રોજેકટ સ્ટડી ટાઈમ પત્ય બાદ બને એક ખુલ્લા મેદાન માં ઘાસ માં બેઠા બેઠા પોતપોતાના ભવિષ્ય ના પ્લાનિંગ ની વાતો કરી રહ્યા હતા ત્યાં જ એક વીજળી ના ઘરઘરાટી જેવો અવાજ આવ્યો અને અચાનક કાન ના પડદા ફાડી નાખે એવો ધડાકા નો અવાજ થયો અને આગલી અમુક ક્ષણો માં આજુ બાજુ ના ભાગ માં ધૂળ ની ડમરી ઓ ફરી વળી. થોડીક વાર કંઈજ ના ખબર પડી પછી આજુબાજુ ના નજરા જોયા બાદ ખ્યાલ આવ્યો કે શું થયું.

આતંકવાદીઓ દ્વારા હાઈજેક કરેલું પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટર માં ઘુસાડી દીધું હતું અને આંખ ના પલકારા માં 100-110 માળ નું બિલ્ડીંગ પત્તાં ના મહેલ માફક ધરાશાયી થઈ ગયું અને આજુ બાજુ મગજ ની નસો ફાડી નાખે એવુ આક્રંદ થવા માંડ્યું.

આ જોઈ ફિલિપ અને પ્રતીક પોતાની સુદબુધ ખોઈ બેઠા અને પછી તરત જ પોતે શક્ય હોય એવી અને એટલી આજુ બાજુ ના લોકો સાથે મદદ માં જોડાયા.

એના પછી દેશ દુનિયા ના રાજકારણો બદલાય અમુક વર્ષ બાદ આ ઘટના નો માસ્ટર માઈન્ડ પોતાના ઘર માં જ અમેરિકી ડિફેન્સ ટિમ દ્વારા મારી નાખવા માં આવ્યો.

આની વચ્ચે આવી ઘણી બધી નાની મોટી ઘટના ઓ થતી રહી અને હવે 2020 આવતા આવતા કોવિડ આઉટરેજ થયો.

આ આખા સમય દરમિયાન પ્રતીક અને ફિલિપ એ નક્કી કરી લીધું કે હવે નું ભવિષ્ય શુ હશે... હવે આપણો એઝ સાયન્ટિસ્ટ શુ રોલ હશે એ સમજી ને આ પ્રોજેકટ બનાવ્યો હતો... અને હવે 22 વર્ષો ની મહેનત , રિસર્ચ અને ઓબસર્વેશન પછી ખરો સમય હતો પ્રોજેકટ ચાલુ કરવાનો.


*******************************************

1500 વર્ષ પહેલાં:

અખંડ ભારત આજ કરતા એ વખતે ઘણું સમૃદ્ધ હતું. દેશ વિદેશ ના વિદ્યાર્થી ઓ જ્ઞાન સાગર ભારત માં જ્ઞાન ની સરવાણી મેળવવા આવતા એ જ સમય એ એક યુવક અંગદ નામે વિશ્વ પ્રસિદ્ધ "નાલંદા વિશ્વવિદ્યાલય" માં જ્ઞાન મેળવવા આવી પહોંચ્યો .. અને ત્યાં એને ભારતીય વૈદિક શાસ્ત્ર , ચરક શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, ભૂગોળ , ગણિત અને શૈલય શાસ્ત્ર ની 12 વર્ષો માં જ્ઞાન ની વૃદ્ધિ કરી અને માનવ જાત માટે એને તામ્ર પત્ર ઉપર એક " ટેક્નિક" લખી જેને " ચિરાયું અર્ધ માનવ વિજ્ઞાન" નામ આપ્યું.


શુ હતું ચિરાયું અર્ધમાનવ વિજ્ઞાન, આમાં પ્રતીક અને ફિલિપ નો પ્રોજેકટ શુ હતો, શુ રિલેશન હતું આ યુગો યુગો ની બે ઘટના વચ્ચે નું...

જાણવા માટે વાંચો પ્રકરણ 7...