Blood Game - 7 Saumil Kikani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Blood Game - 7

બ્લડ ગેમ
પ્રકરણ 7

1490 વર્ષ પહેલાં:

અંગદ પોતાની નાનકડી કુટીર માં બેઠો બેઠો સંસ્કૃત માં સહી અને લાકડા ની કલમ નો ઉપયોગ કરી ને શ્લોક ના ફોર્મેટ માં લખી રહ્યો હતો અને એ લખાણ લગભગ 8 લીટી માં સમાવિષ્ટ હતું. એ લખાણ પતાવી ને એ જે પત્રિકા ઉપર લખાણ કર્યું હતું એને એણે દિવા સામે સૂકવવા મૂક્યું અને એજ લખાણ બીજા સાથ આઠ પત્રો ઉપર લખ્યા અને એજ રીતે સુકાવ્યા અને પછી 9 પત્રો માંથી એક પોતાની પાસે રાખી બીજા અન્ય પત્રો ને વ્યવસ્થિત અને સુરક્ષિત જગ્યા એ સંતાડી દીધા. .

બીજા દિવસે એ શ્લોક લેખિત પત્ર લઈ ને નાલંદા માં પોતાના શૈલય ગુરુ મહર્ષિ વિહંગ પાસે પહોંચ્યો અને એ શ્લોક ( રિસર્ચ) વિશે વિહંગ ઋષિ ને જણાવ્યુ અને ભવિષ્ય માં કઈ રીતે અર્ધ ચિરાયું માનવ આ ધરતી ઉપર વાસ કરી શકશે એ જણાવ્યું.

વિહંગ ઋષિ નું કુતુહલ ન સમાયું એ જાણી ને કે 10 વર્ષો માં આ છોકરા એ એવું સંશોધન કર્યું જે વિશ્વ ના કોઈ જ સ્કોલર છોકરા ઓ ન કરી શક્યા અને એ પણ માનવ ને ચિરાયું બનાવવા માટે. આ એક ક્રાંતિકારી શોધ હતી અને જો એ સાચી ઠરે તો પૃથ્વી પર ના સજીવન નું ચક્ર બદલાઈ શકે એમ હતું.

બીજા દિવસે સવારે અંગદ વિદ્યાલય આવવા નીકળી રહ્યો હતો ત્યારે જ અમુક લોકો એ આવી ને એને પકડી લીધો અને એની જ કુટીર માં એને બેભાન કરી ને બાંધી દીધો. અને એ પત્ર લઈ ને પોતાની પાસે રાખી એ આખી કુટીર ને સળગાવી નાખી અને એમાં અંગદ પોતે પણ બેભાન અવસ્થા માં રાખ થઈ ચૂક્યો હતો.

અમુક અંતરે એ માણસો પહોચ્યા ત્યાં એક ઝાડ પાછળ ચીની વિદ્યાર્થી ઉભો હતો એના હાથ માં એ પત્ર આપ્યો અને એની સામે એ પાંચ માણસો ને એક એક સોના મહોર હાથ માં આપી અને રજા આપી.

ચીની વિદ્યાર્થી મલકતો મલકાતો જઇજ રહ્યો હતો ત્યાં એક હાથ એના મોઢા ઉપર આવ્યો અને ગરદન ને વીંટળાઈ ગયો અને બીજો હાથ માથા ના પાછળ ના ભાગે પડ્યો અને એ ચીની વિદ્યાર્થી ની ગરદન અજગર ની જેમ ભીંસી નાખી ને પાંચ મિનિટ ના અંતરાલ બાદ ચીની વિદ્યાર્થી નિશ્ચેતન પડ્યો હતો.

એ હાથ ઋષિ વિહંગ નો હતો.

"ભારત માં જ્ઞાન પામવું અને કોઈ ના જ્ઞાન ને ચોરી કરવું બને માં ફરક છે જિન શુ... તમે લોકો નહીં સમજો. આ મારા અંગદ નું જ્ઞાન છે જે એની શોધ ની જેમ ચિરાયું રહેશે. અને એના યોગ્ય હાથ માં આવશે ત્યારે જીવ વિજ્ઞાન પોતાની પરાકાષ્ઠા ને ચુંમશે. "


2008: રાજકોટ

પ્રતીક પોતાની રજા માં પોતાના વતન રાજકોટ આવ્યો હતો. ત્યારે આખું પરિવાર સાથે ભેગું થયું હતું ત્યારે પોતાના પ્રોજેકટ ના પ્લાન વિશે એને પોતાના પરિવાર ને જાણ કરી ત્યારે લગભગ બધાજ લોકો એ એના ઉપર હસી કાઢ્યું અને " સાવ ઇલલોજીકલ અને નોન પ્રેક્ટિકલ પ્રોજેકટ છે" કહી ને એને બીજા કોઈ સારા સબ્જેક્ટ ઉપર પ્રોજેકટ કરવા કહ્યું.

એ રાત્રે એ વિમાસણ માં પોતાના ના રૂમ માં બેઠો હતો અને વિચારી રહ્યો હતો કે જો એના પ્રોજેકટ વિશે એના ઘર ના લોકો જ હાંસી ઉડાવે છે તો કોઈ પણ યુનિવર્સીટી કઈ રીતે હાથ પકડશે. જોકે અમેરિકન યુનિવર્સીટી ઘણા "નોન પ્રેક્ટિકલ " લાગતા પ્રોજેક્ટ્સ ને સપોર્ટ કરતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક પ્રતીક એમ વિચારતો હતો કે એ જે પણ કઈ કરે એમા એમના પરિવાર ની સહમતી અને સાથ હોવો જોઈએ ત્યાન્જ એના બારણે ટકોર વાગી.

" હા, આવો"

એક વૃદ્ધ કાકા અંદર આવ્યા એમને જોઈ ને પ્રતીક ઉભો થયો અને પોતાના બેડ પર બેસવા કહ્યું " આવો ને દાદા. બેસો. "

દાદા બેઠા અને એક ચમક ભરી નજરે પ્રતીક સામે જોતા રહ્યા.

"શુ થયું દાદા. ? આમ કેમ જોવો છો. ? તમેં પણ એમજ વિચારો છો કે હું ગાંડો છું?"

" ના રે, હું તો તને જ્ઞાની માનું છું. તે જે પ્રોજેકટ કહ્યો એ ખૂબ જ ક્રાંતિકારી છે. જો એવું થયું તો આ વિજ્ઞાન ની પરાકાષ્ઠા હશે, પણ આ ના વિશે તને ખ્યાલ ક્યાંથી આવ્યો ?"

"9/11 ના એટેક બાદ જે રીતે લોકો પોતાના સ્વજન માટે રડી રહ્યા હતા અને હજી પણ પીડા લઈ ને બેઠા છે એમને એમનું સ્વજન નહીં તો એમની "ફર્સ્ટ કોપી" જો એમની સાથે હોય તો પણ એમનો માણસ એમની સાથે છે એવી લાગણી રહે
."

" પ્રકૃતિ અને પ્રતિકૃતિ માં ફેર હોય છે દીકરા"

" હા દાદા, પણ પ્રકૃતિ ના અંશ માં થી પ્રતિકૃતિ બનાવવા માં આવે તો પોતીકું જ લાગે ને, જેમ માટી માંથી બનેલી આપણા કાળિયા ઠાકોર ની મૂર્તિ, એ આપણ ને કાનો સાક્ષાત આપણી સમક્ષ બેઠો હોય એવી લાગણી નથી કરાવતું જ્યારે એ તો નથી ચાલતો કે બોલતો."

પ્રતીક ના દાદા ગહન વિચાર માં પડી ગયા અને છેલ્લે એક નિર્ણય ઉપર ઉતર્યા..

વધુ આવતા અંકે....