બ્લડ ગેમ
પ્રકરણ 8
1490 વર્ષો પહેલા:
મહર્ષિ વિહંગે એ શ્લોક પત્ર ને જીવ ની જેમ સાચવી રાખી હતી, અને એને લઈ ને એ ભારત ના ઉતરી છેડે જઇ ને હિમાલય ની ખીણ માં પોતાનો આસરો બનાવ્યો. અને એની સાથે અંગદ પછી નો એમનો પ્રિય અને વિશ્વ વિદ્યાલય નો શ્રેષ્ઠ વિદ્યાર્થી માં નો એક મેસોપોટેમિયમ વિદ્યાર્થી મુફસા ઇદી પણ ત્યાંજ રહ્યો. અને એ 8 લીટી માં જીવ વિજ્ઞાન ની પરાકાષ્ઠા ને સમાવતા શ્લોક ને ગહનતા થી એના ઉપર વિચાર વિમર્શ અને પ્રયોગ કરવા ના ચાલુ કર્યા. પણ હજી યંત્ર વિજ્ઞાન નો ઉદય થયો નહોતો એટલે હજી આ અર્ધ ચિરાયુ માનવ બનવા ને વાર હતી પણ એજ દરમિયાન મહર્ષિ વિહંગ અને મુફસા ઇદિ એ એક નવો પ્રયોગ આદર્યો હતો જેનો આધાર હતો મહાભારત ની એક કથા જેમાં ઋષિ વ્યાસ એ ગાંધારી ની સેવા થી ખુશ થઈ ને 100 પુત્ર ના જન્મ ના આશિષ આપ્યા અને જેના કારણોસર બે વર્ષ ના ગર્ભ બાદ એક માસ નો ટુકડો જન્મ્યો જેના 101 ભાગ કરી ને અલગ અલગ કુમ્ભ માં ઋષિ વ્યાસ એ મુકયા જેમાં એ 101 ભાગ ફલિત થઈ ને 101 સંતાન જન્મ્યા.. જેમને કૌરવ ના નામેં ઓળખવા માં આવે છે.
આ કથા નો હિસ્સો લઈ ને મુફસા એ એક યુક્તિ વિચારી અને એક પ્રયોગ આદરવા નું નક્કી કર્યું અને એન વિશે મહર્ષિ વિહંગ ને પણ જણાવ્યું જેમાં થોડાક વિચાર વિમર્શ બાદ મહર્ષિ વિહંગ એ હા ભરી અને આગળ વધવા પ્રોત્સાહન આપ્યું.
અને કુદરત એ પણ એમાં હા ભરી.
થોડાક જ મહીના ઓ બાદ એક હીમ સ્ખલન થયું જેમાં પહાડી વિસ્તાર માં રહેતા ઘણા રહેવાસી ઓ દટાઈ ને મૃત્યુ પામ્યા અને આજ ઘડી હતી જ્યા કુદરત એ મહર્ષિ વિહંગ ને મુફસા ના પ્રયોગ માં સહકાર આપ્યો...
ઇસ 2001: સપ્ટેમ્બર
પ્રતીક અને ફિલિપ પ્રોજેકટ પ્રોગ્રામ પત્યા બાદ એક મોટા ગાર્ડન માં બેઠા હતા અને પોત પોતાના ભવિષ્ય માટે ના પ્લાન વિશે વિચાર વિમર્શ કરી રહ્યા હતા ત્યાં એક કાન ફાડી નાખે એવો ધડાકા નો અવાજ આવ્યો અને આંખ ના પલકારા માં આસપાસ ધૂળ ની ડમરી ઓ ઉડવા માંડી અને નજર સમક્ષ એક ભયાવહ દ્રશ્ય જોયું, દુનિયા ની ઊંચી બે ઇમારત આગ માં સપડાઈ જઇ ને જમીન દોસ્ત થવા માંડી.
ચારે બાજુ ધૂળ ની ડમરીઓ , માણસો ના આક્રંદ, લોહી ભીના શરીર અને ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ના સાયરન નો ઘોંઘાટ ફરી વળ્યો.
પ્રતીક મેડિકલ સ્ટુડન્ટ હોય એ ઘાયલ વ્યક્તિઓ ને એમ્બ્યુલન્સ માં બેસાડી ફર્સ્ટ એઇડ આપવા માં આવેલ ડોકટર્સ અને નર્સ ની મદદ એ આવયો અને એજ તમામ વ્યક્તિઓ ને આજુ બાજુ માંથી પાણી લઈ ને પીવડાવવું , નાના બાળકો અને વૃધો ને સેફ જગ્યા એ શિફ્ટ કરવા જેવી વસ્તુ ઓ માં ફિલિપ એ મદદ કરી.
એ દરમિયાન જોયેલ લોકો ના દુઃખ, સ્વજન ગુમાવ્યા ના આક્રંન્દ એ પ્રતિક અને ફિલિપ ને અંદર થી હલાવી દીધા હતા .
કુદરત એ 14 સતાપદી બાદ ફરી અંગદ ના રિસર્ચ અને મુફસા અને મહર્ષિ વિહંગ ના પ્રયોગ ને જીવિત કરવા માટે નો એલાર્મ આપી દીધો હતો.
પ્રતીક અને ફિલિપ ને હજી આવા ઘણા એલાર્મ મળવા ના હતા.. શુ પ્રતીક અને ફિલિપ આ તમામ એલાર્મ સમજી શકવા ના હતા.. ? શુ એ અર્ધ ચિરાયું માનવ નું વિજ્ઞાન આ બને સુધી પહોંચશે?
વધુ આવતા અંકે...