ચક્રવ્યુહ... - 30 Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચક્રવ્યુહ... - 30

પ્રકરણ-30

“કહું છું ઇશાનને ગયે ઘણો સમય થયો તે હજુ આવ્યો નથી ઘરે, તમે જરા તેના મિત્રોને ફોન કરી તપાસ તો કરો કે એ ક્યાં છે?”   “વેઇટ, થોડી વારમાં આ એકાદ બે ફાઇલ ચેક કરી લઉ પછી ફોન કરુ છું.” સુરેશ ખન્નાએ જયવંતીબેનને જવાબ આપી દીધો પણ એક મા નું હ્રદય તે બધુ માનવા તૈયાર ન થયુ. તે દોડતા કાશ્મીરાના રૂમમાં ગયા.   “શું થયુ મમ્મી? કેમ આટલી બેચેની થાય છે? પ્લીઝ બેસી જા અહી, હું ડોક્ટરને બોલાવુ છું.” કાશ્મીરાએ જયવંતીબેનને બેડ પર બેસાડતા કહ્યુ અને જેવી તે ફોન લેવા ગઇ કે જયવંતીબેને તેનો હાથ પકડી લીધો.   “શું થયુ મમ્મી? પ્લીઝ મને ડોક્ટરને ફોન કરવા દે.”   “મને કાંઇ થયુ નથી, તુ ઇશાનને ફોન કર, એ ક્યાં છે તેની તપાસ કર. તારા પપ્પા તો કામકાજમાંથી ઊંચા નહી આવે. મને ઇશાનની બહુ ચિંતા થાય છે.”   “ઓ.કે. મમ્મી, હું હમણા જ ઇશાનને કોલ કરુ છું. તુ અહી આરામ કર.” કહેતી કાશ્મીરાએ ઇશાનને ફોન જોડ્યો.   “હેલ્લો.... કોણ?” અચાનક સામા છેડેથી કોઇ અજાણી વ્યક્તિનો અવાજ આવતા કાશ્મીરાના કાન ચમક્યા.   “યસ વ્હુ આર યુ એન્ડ વ્હેર ઇઝ ઇશાન?” કાશ્મીરાએ આમ પુછ્યુ એ જયવંતીબેન સાંભળી ગયા અને બેડ પરથી સફાળા બેઠા થઇ ગયા.

“શું થયુ ઇશાનને?” બોલતા જયવંતીબેન ઊભા થવા ગયા કે કાશ્મીરાએ ફોન કટ કરી દીધો.   “કાંઇ નથી થયુ મમ્મી, જલ્દી જલ્દી ફોન નંબર ડાયલ કર્યા તો રોંગ નંબર લાગી ગયો, યુ જસ્ટ ટેઇક રેસ્ટ.” કહેતી કાશ્મીરાએ તેના મમ્મીને શાંત કર્યા અને તે રૂમની બહાર નીકળી અને ફરીથી ઇશાનના નંબર પર કોલ કર્યો.   “હેલ્લો વ્હુ આર યુ? અને આ મારા ભાઇનો નંબર તમારી જોડે કેમ આવ્યો?” કાશ્મીરાએ પુછ્યુ.   “મેડમ હું આકાશ શ્રીવાસ્તવ છું અને આ જે ભાઇના નંબર છે તેનુ બહુ ગંભીર રીતે અકસ્માત થયો છે, તે સીટી હોસ્પીટલમાં દાખલ છે, અમે બહુ પ્રયત્ન કર્યા તેના ફોનના લોકને ખોલવાનો પણ પેટર્ન લોક હોવાથી ફોન ખુલ્યો નહી એટલે અમે કોઇના ફોનની રાહ જોતા હતા.   “વ્હોટ??? એક્સીડન્ટ??? કેવી રીતે અને ક્યાં થયુ આ?”

“મેડમ એ ભાઇ દોડતા દોડતા રોડ પર જતા હતા ત્યાં તેમને સાયદ ચક્કર આવી ગયા અને તે રોડ પર ફસડાઇ પડ્યા અને આવુ બની ગયુ. પ્લીઝ તમે અહી જલ્દી આવો પછી અહીના ડોક્ટર્સ અમને અહીથી જવા દે.”   “ઓ.કે. આઇ એમ કમીંગ.” કહેતા તેણે ફોન કટ કરી દીધો અને રૂમમાં ગઇ ત્યાં તેણે જોયુ કે તેના મમ્મીને ઊંઘ આવી ગઇ હતી. રોજની રાત્રે લેવાની ઊંઘની ટેબ્લેટ અસર કરી હોય તેવુ કાશ્મીરાને લાગ્યુ. તેણે પર્સમાં થોડી કેશ નાખી અને દોડતી સુરેશ ખન્નાના રૂમમાં ગઇ.   “પાપા, પ્લીઝ જલ્દી ચાલો, આપણે હોસ્પીટલ જવાનુ છે” રૂમમાં જતા જ કાશ્મીરા ઊંચા શ્વાસે બોલી ગઇ.   “હોસ્પિટલ અત્યારે રાત્રે? એનીથીંગ સીરીયસ?” સુરેશ ખન્નાએ ફાઇલને સ્ટડી કરતા કરતા જ આશાનીથી પુછ્યુ.

“પાપા, ઇશાનનું મેજર એકસીડન્ટ થયુ છે, હી ઇઝ ઇન હોસ્પિટલ.” કાશ્મીરા રડી પડી બોલતા બોલતા.   “વ્હોટ???” હાથમાં રહેલી ફાઇલ સુરેશ ખન્નાના હાથમાંથી પડી ગઇ.

“આર યુ મેડ? વ્હોટ નોનસેન્સ આર યુ ટૉલ્કીંગ?”   “હા પાપા, તમે જલ્દી સીટી હોપ્સિટલ ચાલો, હું રસ્તામાં તમને બધુ કહુ છું.”

“હા ચાલ જલ્દી.” પિતા પૂત્રી બન્ને ઘરના નોકરને સુચના આપી હોસ્પિટલ જવા નીકળી ગયા. પૂરપાટ દોડતી કારને હોસ્પિટલ પહોંચતા વીસેક મિનીટ નીકળી ગઇ. પૂછપરછ પર તપાસ કરી બન્ને ત્રીજા માળે પહોંચ્યા.

“વ્હેર ઇઝ માય સન ઇશાન?” બધાને પૂછતા પૂછતા સુરેશ ખન્ના પૂછી રહ્યા હતા.   “હેલ્લો સર, હું આકાશ શ્રીવાસ્તવ, કોઇ લેડી સાથે મે જ વાત કરી હતી. તમારો પૂત્ર અહી દાખલ છે, ડૉક્ટર્સ તેની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે.”   “હા મે જ તમારી જોડે વાત કરી હતી, હું ઇશાનની સિસ્ટર છું. આ બધુ બન્યુ ત્યારે તમે ત્યાં જ હતા કે?”   “જી મેડમ, અમે બધા ત્યાંથી થોડે દૂર જ ઊભા હતા. એઉ લાગતુ હતુ કે તમારો ભાઇ કોઇનો પીછો કરી રહ્યો હતો, જ્યારે અકસ્માત થયો ત્યારે બધા ટોળુ વળી એકઠા થઇ ગયા હતા, ખાસ્સુ એવુ લોહી શરીરમાંથી વહી ગયુ હતુ, છતા પણ તે કણસતા અવાજે કાંઇક નામ લઇ રહ્યો હતો પણ તે શું બોલતો હતો એ બહુ સમજાયુ નહી, અમે બે ત્રણ જણા સાથે મળી તેને અહી લાવ્યા પણ ફોનમાં પેટર્ન હોવાથી તમારો સંપર્ક કરી ન શક્યા અને ડોક્ટર્સે ટ્રીટમેન્ટ તો શરૂ કરી દીધી પણ અમને જવાની ના કહી હતી. સારૂ થયુ તમે આવી ગયા, મારા ઘરે બધા મારી નાહક ચિંતા કરતા હતા. હવે હું જાંઉ છું, પ્લીઝ તમે ડોક્ટર્સને મળી લો, તે કેબીનમાં જ હશે.”   “હા ઠીક છે, થેન્ક્સ મીસ્ટર શ્રીવાસ્તવ તમે મારા ભાઇ માટે આટલુ કર્યુ અને આપનો સમય ફાળવ્યો. યુ મે ગો હોમ, આઇ વીલ ટોલ્ક વીથે ડોક્ટર્સ.”

“હેલ્લો ડોક્ટર મહેરા, પ્લીઝ કમ ફાસ્ટ એટ સીટી હોસ્પીટલ.” દિલ્લીના ખ્યાતનામ ડોક્ટર્સને સુરેશ ખન્નાએ ફોન કરીને આવી જવા કહી દીધુ.   “ડોક્ટર મે આઇ કમ ઇન?”   “યસ પ્લીઝ.”   “ડોક્ટર ઇશાનની તબિયત હવે કેમ છે? હું તેની સિસ્ટર અને આ મારા પિતાજી છે સુરેશ ખન્ના. વી આર ફ્રોમ ખન્ના ગૃપ ઓફ કંપની.”   “સોરી ટુ સે મિસ્ટર ખન્ના બટ યુ આર સો કેરલેશ ફાધર. અકસ્માત સાંજે આઠેક વાગ્યે થયો હશે અને કોઇ બે ચાર લોકો તમાર પૂત્રને અહી નવ વાગ્યે એડમિટ કરી ગયા અને તમે અત્યારે રાત્રે એક વાગ્યે આવી રહ્યા છો.”   “લુક ડોક્ટર, ભાષણ આપવાનુ છોડી દો પ્લીઝ અને મને એ કહો કે મારા પૂત્રની શું હાલત છે?”   “પ્લીઝ પાપા, કાલ્મ ડાઉન, આઇ એમ ટોલ્કીંગ વીથ ડોક્ટર.”   “હા ડોક્ટર, મારા ફાધર વતિ હું માંફી માંગુ છું, પ્લીઝ ઇશાનને કેમ છે અને શું થયુ છે એ મને કહેશો?”   “ઓ,કે, મીસ, આઇ કેન અન્ડરસ્ટેન્ડ. લુક ઇશાનનું બહુ ગંભીર રીતે અકસ્માત થયો છે. શરીરમાંથી ૮૦% જેટલુ લોહી નીકળી ગયુ છે, હાલ તે આઇ.સી.યુ. માં અન્ડર ટ્રીટમેન્ટ છે, અત્યારે કાંઇ કહી શકાય તેમ નથી, વી આર ટ્રાઇંગ અવર બેસ્ટ.”

“એમ કેમ કહી ન શકાય? એ મારો પૂત્ર છે, સુરેશ ખન્નાનો પૂત્ર. તેને કાંઇ નહી થાય. તમારે જે ટ્રીટમેંટ કરવાની છે તે કરો પણ મને મારો પૂત્ર સંપૂર્ણ સલામત જોઇએ, કેન યુ અન્ડરસ્ટેન્ડ ધેટ?” સુરેશ ખન્ના ટેબલ પર હાથ પછાડતા ઊભા થઇ ગયા ત્યાં ડોક્ટર મહેરાનો ફોન આવ્યો અને તે વાત કરવા બહાર નીકળી ગયા.   “સોરી ડોક્ટર ફોર ધેટ બીહેવીયર. અહીના ખ્યાતનામ સર્જન ડૉ. મહેરા સાયદ આવી ગયા છે, પ્લીઝ તમે તેની સાથે રહી મારા ભાઇનો ઇલાજ કરજો. કાંઇ પણ થાય જે પણ ઇક્વીપમેન્ટ્સની જરૂર પડે તમે અરેન્જ કરજો પણ મારા ભાઇને કાંઇ થવુ ન જોઇએ.” બોલતા બોલતા કાશ્મીરા ધૃસકે ધૃસકે રડી પડી.   “પ્લીજ શાંત થાઓ મીસ. આઇ વીલ ડુ માય જોબ વેરી ઓનેસ્ટલી.”   “ઇશાનને એક વખત જોઇ શકુ પ્લીઝ?” કાશ્મીરાએ આજીજી કરતા પુછ્યુ.   “સોરી મેડમ, તમે ઇશાનની હાલત જોઇ નહી શકો, તમે પ્લીઝ નર્સ સાથે જાઓ અને થોડી પેપરવર્કમાં તમારી સહીની જરૂર છે તે પૂર્ણ કરો એટલે ઇશાનને ઓપરેટ કરી શકાય. મે પોલીસને પણ જાણ કરી દીધી છે, તમારા આવ્યા બાદ તે પોલીસ ઇન્સપેક્ટર આવવાના હતા તો એ પણ હમણા આવતા જ હશે.”   “ઓ.કે. સર.” કહેતી કાશ્મીરા બહાર નીકળી ત્યાં ડો. મહેરા ઓપરેશન થીએટરમાં જતા તેને નજરે ચડ્યા.   “થઇ ગઇ શાંતિ તમને? મે આજે જકહ્યુ હતુ કે તમે ઇશાનની હરકતો પર નજર રાખજો પણ તમે એ વાતને બહુ હળવાશથી લીધી અને આજે જ પરિણામ તમારી સામે છે.” કાશ્મીરાએ પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યુ.   “હવે મને બ્લેઇમ કરવાનુ સ્ટોપ કરીશ પ્લીઝ?” સુરેશ ખન્ના આકુળ વ્યાકુળ થતા બૂમ પાડી બેઠા ત્યાં સામેથી પોલીસને આવતા તેણે જોયા. 

TO BE CONTINUED……….

શું ઇશાન આ જીવન અને મૃત્યુની લડાઇમાં હારી જશે કે આબાદ બચી જશે? શું સુરેશ ખન્નાનો દુશ્મન વધુ વખત તેની ચાલમાં કામીયાબ થશે કે પછી અરાઇમાની મદદથી સુરેશ ખન્ના તેના સુધી પહોંચી જશે?? બધુ જાણવા માટે વાંચજો નેક્ષ્ટ પાર્ટ....