Tari Dhunma - 23 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 23 - મુક્તિ

5:30pm

વિધિ : હેલ્લો....
સારંગ : તારો અવાજ કેમ....
ઉંઘી ગયેલી??
વિધિ : હંમ....
સારંગ : તબિયત સારી છે ને??
તું ક્લાસમાં પણ નહી આવી એટલે ફોન કર્યો.
વિધિ : પેટમાં ગરબડ છે.
તે ઢીલા અવાજમાં કહે છે.
વિધિ : એટલે સૂતી છું.
સારંગ : અચ્છા.
તો....
વિધિ : તું તારા આરામથી પતાવી લે.
પછી....
સારંગ : સારું,પતાવીને ફોન કરું.
વિધિ : હંમ.
સારંગ ફોન મૂકી દે છે.

* * * *

આજથી એવું નક્કી કરવામાં આવ્યું હોય છે કે પૂરી Team DT સાંજે નીકળવાના સમયે કુશલ ના ઘરે આવી તેમના વાહન બિલ્ડિંગ ના પાર્કિંગમાં પાર્ક કરી બધા ફૂડ ટ્રક માં સાથે જ બધે જવા નીકળશે.
થોડા દિવસ ટ્રક કઈ બધે ફરશે અને લોકો કેવો, શું, અને કઈ જગ્યાએ ઉભા રહે તો સૌથી વધુ પ્રતિભાવ આપે છે એ જોઈ પછી એક બધી રીતે અનુકૂળ જગ્યા નક્કી કરી રોજ ત્યાં ઉભા રહેશે અને સમય પણ વધારતા રહેશે.

મીત : હેય બોસ....
બોસ સાંભળી કુશલ મીત ને લુક આપે છે તો મીત હસી પડે છે.
મીત : મસ્તી કરું છું.
તે હસતાં હસતાં કહે છે.
ઉન્નતિ : હાય....
મીત : હાય....
રેડી ફોર ધ શો??
ઉન્નતિ : આઈ એમ ઓલ્વેઝ રેડી.
મીત : મી ટુ.
કુશલ : મીત, તારી ડ્રાઈવર સાથે વાત થઈ ગઈ??
મીત : હા, થઈ ગઈ.
એ નીચે આપણી રાહ જોશે.
નીલ નામ છે એનું.
કુશલ : કૂલ.
હવે નીતિ મમ્મી આવે એટલે આપણે નીકળીએ.
ઉન્નતિ, કાલે ઘરે પહોંચી....
ઉન્નતિ : સમયસર પહોંચી ગયેલી.
ગઈકાલ નો લોકોનો રિસ્પોન્સ સારો રહ્યો ને....
મીત : હા.
મજા પણ આવી.
ઉન્નતિ : આજે લોકો પણ વધારે આવશે અને મજા પણ.
કુશલ : હા.
નીતિ : સોરી,જરા મોડું થઈ ગયુ.
તે ખુલ્લા દરવાજામાંથી અંદર આવતા કહે છે.
કુશલ : વાંધો નહી.
હજી આપણી પાસે સમય છે.
મીત : 6 વાગવામાં 15 મિનિટ ની વાર છે.
નીતિ : ચાલો ચાલો....

* * * *

8:00pm

ડોર બેલ સંભળાતા પલંગ પર આડી પડેલી વિધિ દરવાજો ખોલવા માટે ઉભી થાય છે.

સારંગ : તું બેસી જા.
હું બંધ કરી દઈશ દરવાજો.
વિધિ : ક્લાસ જલ્દી પૂરા કરી લીધા આજે??
તે સમય જોતા પૂછે છે.
સારંગ : હા.
અડધો કલાક વહેલા બધા ને ફ્રી કરી દીધા.
હું ખીચડી - કઢી લાવ્યો છું.
તે રસોડામાં જતા કહે છે.
સારંગ : તું બહાર બેસ.
વિધિ : હવે સારું છે થોડું.
સારંગ : દવા લીધી??
વિધિ : ના.
સારંગ : હું એ પણ લાવ્યો છું.
તે જમવાનું ખાલી કરતા કહે છે.
વિધિ : એની જરૂર નહી પડે.
સારંગ : તો પણ બહુ એવું લાગે તો લઈ લેજે.
જેમાં ખાવાનું છે એ વાસણ કાઢી લીધા??
વિધિ : હા.
સારંગ : ચાલ, બહાર.
બંને જમવાનું લઈ લિવિંગ રૂમમાં આવે છે.
સારંગ : અચાનક....આમ તારી તબિયત....
વિધિ : સવારે ડાન્સ ક્લાસમાંથી પાછા આવતા નીતિ સાથે લારી પર પાણી પૂરી અને ચાટ ખાધી હતી.
એની અસર લાગે છે.
સારંગ : પણ સરખી વ્યવસ્થિત જગ્યા પર જઈને ખવાય ને તો પછી.
વિધિ : ક્લાસ કેવા રહ્યા??
સારંગ : તારું પૂછતાં હતા બધા.
તારી સાથે બધાને વાત કરવું બહુ ગમે છે.
વિધિ : તારી જેમ??
તે પોતાનું હાસ્ય છુપાવતા પૂછે છે.
સારંગ : કઢી ભાવીને??
વિધિ : વાત કેમ બદલે છે??
સારંગ કોઈ પ્રતિભાવ નથી આપતો.
વિધિ : છે પાછો....!!
તું....
સારંગ : જેવો છું એવો તારો જ છું.
તે હસતાં હસતાં કહે છે અને વિધિ મસ્તી મસ્તીમાં તેને લુક આપે છે.

સારંગ અને વિધિ દિવાલ નો ટેકો લઈ પલંગ પર બાજુ બાજુમાં બેઠા હોય છે.
વિધિ : આજે નીતિ એ કહેલી એક વાત એ મને વિચારમાં મૂકી દીધી.
એણે કહ્યુ : સારંગ જેવો અને કુશલ જેવો સમજદાર અને સાથ આપે એવો જીવનસાથી મળે તો જીવનમાં પછી કોઈ ફરિયાદ જ ના રહે.
પણ મને તો હજી પણ ફરિયાદ છે.
સારંગ : મારાથી??
વિધિ : તારાથી નહી.
પણ મને ફરિયાદ છે.
નીતિ ની વાત સાંભળી મને રીયલાઈઝ
થયું કે મનના એક ખૂણે તો બસ ફરિયાદો સાચવી રાખી છે મે.
કેટકેટલા લોકો માટે.
જીવન માટે, મારી સામે આવેલી પરિસ્થિતિઓ માટે, અજાણ્યાં માટે....
એવું કેટલું છે જે મને ક્યારેક ક્યારેક યાદ પણ આવ્યા કરે છે.
એમ જોવા જઈએ તો મારી પાસે ફરિયાદ કરવાના ઘણા કારણો હતા અને મે મારી જાતે મારી જે જીંદગી જીવી પહેલા અને અત્યારે જેવી જીવી રહી છું એ પસંદ કરી છે તો પણ.
મને પોતાના પર પણ ખૂબ ગુસ્સો આવતો.
ક્યારેક તો એટલો કે હું પોતાની જાતને ઈજા પહોંચાડી દેતી
જેનું હવે ગીલ્ટ પણ આવે છે.
સારંગ : હંમ.
વિધિ : કેવું છે નહી,
આપણ ને જ્યારે લાગે જીવન આપણ ને સમજાવવા લાગ્યું છે ત્યારે જ કઈ એવું થઈ જાય જે આપણ ને બિલકુલ ના સમજાય....!!
સારંગ : મારી સાથે પણ આવું થતું પહેલા.
કેટલી ફરિયાદો અને કેટલો ગુસ્સો.
પછી પોતાની જાતને સમજાવી કે આનાથી બીજા કોઈનું નહી.
માત્ર મારું નુકસાન છે.
અને પછી મારું ધ્યાન જવા લાગ્યું કે જીવનમાં હું જે જે વાત ની જેટલી ફરિયાદ કરું છું એ જ મારા જીવનમાં ફરી ફરી બનતું જાય છે.
પછી મે મારી જાત પર ઘણું કામ કર્યું અને આ આદત બદલી.
નથી આ સહેલું કે નથી આ અઘરું.
બસ, આપણે મક્કમતાથી નક્કી કરીએ એટલી વાર છે.
આગળ તો હજારો રસ્તા ખુલ્લા છે આપણા માટે.
વિધિ : હંમ.
અમુક વાતો યાદ કરી મને હજી પણ એટલો જ ગુસ્સો આવી જાય.
સારંગ : એ ના આવે તેના માટે એ લાગણીઓમાંથી, ભાવનામાંથી મુક્ત થવું અને પોતાની જાતની સાથે સાથે જે લોકોથી આપણ ને તકલીફ થઈ છે તેમને માફ કરવા ખૂબ જરૂરી છે સાચા હ્રદયથી.
વિધિ : જે અઘરું છે.
સારંગ : પણ અશકય નથી.
અને આ બીજા કોઈ માટે નહી.
આપણા પોતાના માટે છે.
અને તારે કોઈની કહેવા કે કોઈની માફી માંગવા નથી જવાનું.
તારે તારા મનથી તેમને માફ કરવાના છે.
આ પ્રક્રિયામાં સમય જરૂર લાગી શકે પણ આ થશે જરૂર.
મને જ મારા પરિવાર પ્રત્યે અને જીવન પ્રત્યે કેટલી ફરિયાદો હતી, ગુસ્સો હતો.
એ બધુ મે આમ કરીને જ મારા મનમાંથી દૂર કર્યું.
વિધિ : હંમ.

* * * *

8:30pm

ક્રિષ્ના જલ્દી જલ્દી લોકો વચ્ચેથી જગ્યા બનાવી ટ્રકમાં ચઢે છે.
ક્રિષ્ના : સોરી, લેટ થઈ ગયુ આજે.
કહેતા તે તેનું પર્સ કાઢી Team DT નું એપ્રન પહેરે છે અને મમ્મી અને કુશલ ને મદદ કરવા લાગે છે.
ઉન્નતિ અને મીત ના સુમધુર ગીતો ઉતાવળમાં પણ તેના ચહેરા પર મુસ્કાન લાવી રહ્યા હતા.
અને લોકોને તેમનો ઓર્ડર સવ કરતા તે જોઈ રહી હતી કે લોકો પણ ધીમું ધીમું મીત અને ઉન્નતિ સાથે ગીત ગાઈ રહ્યા હતા અને માણી રહ્યા હતા.
કુશલ : 2 ચોકલેટ મિલ્કશેક જલ્દી.
નીતિ : હા.
તે નટેલા ફ્રેન્ચ ફ્રાઈઝ નો ઓર્ડર જેનો હતો એને આપી મિલ્કશેક બનાવવા લાગે છે.
ક્રિષ્ના : મિલ્કશેક હું બનાવું છું મમ્મી.
તું પાસ્તા અને સેન્ડવિચ બનાવી લે.
કહેતા તે નીતિ ની જગ્યા પર આવે છે અને નીતિ તેની જગ્યાએ જતી રહે છે.
જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ લોકોની ભીડ પણ વધતી જાય છે.
અને લોકોની વધતી ભીડ સાથે કુશલ નો ઉત્સાહ અને ખુશી પણ બમણા જાય છે.

* * * *

વિધિ : ભગવાન, મને એટલી ક્ષમતા, એટલી હિંમત આપો કે હું મારાથી જોડાયેલા લોકોને અને એમને જેમનાથી ક્યારેક મને તો ક્યારેક એમને મારાથી કોઈ પણ પ્રકારની તકલીફ થઈ છે તો તેમને હું પૂરા હૃદય પૂર્વક માફ કરી શકું.
આમ પ્રાર્થના કરતા તે ક્યારે સૂકુંન ભરી નીંદરમાં લીન થઈ જાય છે તેને ખબર નથી પડતી.
____________________________________________


~ By Writer_shuchi_



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED