તારી ધૂનમાં.... - 22 - અહેસાસ.... Writer Shuchi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી ધૂનમાં.... - 22 - અહેસાસ....

ઉન્નતિ : થેન્કયુ સો મચ સર મેમ.
તે ગાડીમાંથી ઉતરતા કહે છે.
વિધિ : ગુડ નાઈટ.
ઉન્નતિ : ગુડ નાઈટ મેમ.
બાય.

સારંગ : શું વિચારી રહી છે??
તે વિધિ તરફ જોતા પૂછે છે.
વિધિ : ખાસ કઈ નહી.
સારંગ : કઈ તો છે....
વિધિ : અત્યારે તારું....
સારંગ : મે ત્યાં જે કર્યું તે....??
વિધિ : મને તો....
સારંગ : તને તો આદત છે.
પણ બધાને....
વિધિ : હા.
સારંગ : તારી બર્થ ડે ના દિવસે હું રાતે ચા બનાવતો હતો ત્યારે ક્રિષ્ના મારી પાસે રસોડામાં આવેલી અને મને કહેતી હતી કે....

" ક્રિષ્ના : લગ્ન થયા એ પહેલાંથી કુશલ મને કહે છે કે સારંગ સર નું ઘર જ તારું સાસરું છે.
એક પિતા ની જેમ કહું કે દોસ્ત ની જેમ કહું....
સારંગ સર એ મને સાચવ્યો છે અને દરેક વખતે સાચી દિશા બતાવી છે.
સારંગ ક્રિષ્ના ની વાત સાંભળતો રહી જાય છે.
ક્રિષ્ના : સારંગ સર જેટલું સરસ ગાઈ છે ને એટલા જ સરસ માણસ પણ છે.
એમને મળ્યા પછી....
મને મમ્મી પપ્પા ના ગયા પછી જે એકલતા લાગતી હતી ને એ દૂર થઈ ગઈ.
કુશલ તમને આ બધુ કહેવા તો માંગે છે પણ તમારી સામે એ આ કશું બોલી પણ નથી શકતો.
મને કાયમ ખુશ થઈ તમારા અને મેમ વિશે વાતો કરે.
અને હું શું કહું....??
મને ક્યારેય એવું લાગ્યું જ નહી કે હું અહીંયા કે આ પરિવારમાં નવી આવી છું. "

સારંગ : એ દિવસથી હું કુશલ પ્રત્યેની મારી દરેક લાગણીઓને વધુ વ્યક્ત કરવા લાગ્યો.
હું જાણતો તો હતો કે કુશલ માટે હું મહત્વની વ્યક્તિ છું પણ....
આટલી મહત્વની કે એ ક્રિષ્ના ને કહે કે આજ ઘર તારું સાસરું છે....!!
એની મને જેટલી નવાઈ લાગી એનાથી વધારે....
અને આજે અત્યારે હું મારી જાતને રોકી નહી શક્યો.
મને એટલી બધી ખુશી થઈ રહી છે કે....
વિધિ : એ તારા ચહેરા પર દેખાય રહ્યુ છે.
તે સારંગ સામે જોતા કહે છે.
સારંગ : કોઈક વખત મને લાગે,
મારી લાગણીઓનો અહેસાસ મને થાય એ પહેલાં તને મારો ચહેરો જોઈને થઈ જાય છે.
વિધિ : તને પણ તો મારી લાગણીઓનો અહેસાસ આ રીતે થઈ જાય છે.
સારંગ : ઘર આવી ગયુ.
તે ગાડી રોકતા કહે છે.
વિધિ સારંગ સામે જોઈ મુસ્કાય છે.
સારંગ : જવાનું મન નથી થઈ રહ્યુ....??
વિધિ : અહંમ.
સારંગ : આંટો મારવો છે??
વિધિ : હંમ.
સારંગ : હું પૂછું એની જ રાહ જોતી હતી??
સારંગ હસતાં હસતાં પૂછે છે તો વિધિ ફરી મુસ્કાય છે.
સારંગ : ઉંઘ ઉડી ગઈ તારી??
વિધિ : હંમ.

* * * *

મીત અને નીતિ મમ્મી ને તેમના ઘરે મૂક્યા પછી રાતના લગભગ 1:45 વાગ્યા જેવા એ કુશલ અને ક્રિષ્ના પોતાના આવે છે.
ક્રિષ્ના : કપડાં બદલવાનું પણ મન નથી થઈ રહ્યુ.
તે સોફા પર આરામથી બેસતા કહે છે.
કુશલ : અહીંયા ક્યાં બેસી ગઈ??
રૂમમાં ચાલ....
ક્રિષ્ના : 2 મિનિટ.
કુશલ : પછી તું સોફા પર જ સૂઈ જઈશ.
ક્રિષ્ના : નહી સૂઈ જાઉં.
કુશલ : ચાલ ચાલ અંદર....
તે ક્રિષ્ના નો હાથ પકડી તેને ઉભી કરતા કહે છે.
ક્રિષ્ના : યાર....!!
બંને રૂમમાં આવી, કપડાં બદલી બેડ પર બેસે છે.
કુશલ બહુ જ ખુશ હોય છે આજે.

ક્રિષ્ના : આઈ એમ પ્રાઉડ ઓફ યુ.
તે કુશલ ના ખભા પર માથું મૂકતા કહે છે.
કુશલ : ભૂલી ગયો....!!
1 મિનિટ....
ક્રિષ્ના : શું??
કુશલ : દહીં મેળવવાનું.
તે મુસ્કાતા કહે છે.
ક્રિષ્ના હસીને કુશલ ના ગાલ પર એક મીઠી પપ્પી કરે છે.
કુશલ : પાછું બોલું??
ક્રિષ્ના : બોલ....
કુશલ : દહીં મેળવવાનું છે.
ક્રિષ્ના ફરી હસીને કુશલ ના કાન પર હલકું બટકું ભરે છે.
કુશલ : આઉચ....!!
ક્રિષ્ના : પાણીનું પાઉચ.
કુશલ : હેં??
ક્રિષ્ના : અમે નાના હતા ત્યારે એવું બોલતા હતા.
કુશલ : તું અને દેવમ....
ક્રિષ્ના : હા.
કુશલ : આજ નો દિવસ....
ક્રિષ્ના : આપણો ફેવરિટ દિવસ છે.
કુશલ : અને હમેશાં રહેશે.
ક્રિષ્ના : આપણે આપણી બધી રેસ્ટોરન્ટસ પણ આજના દિવસે જ શરૂ કરીશું આગળ.
કુશલ : રેસ્ટોરન્ટસ??
કેટલી રેસ્ટોરન્ટ કરવી છે આપણે??
ક્રિષ્ના : 4.
કુશલ : પછી??
ક્રિષ્ના : પછી....
કુશલ : બહુ ઉંઘ આવે છે ને??
ક્રિષ્ના : હા.
કુશલ : ચાલ, સુઈ જઈએ.
ક્રિષ્ના : ગુડ નાઈટ.
કુશલ : લવ યુ.
તે ક્રિષ્ના નું માથું ચૂમતા કહે છે.

* * * *

નીતિ : કાલે ખબર છે શું થયું??
તે વિધિ સાથે ગાડીમાં બેસતા કહે છે.
નીતિ : રાતે મોડું થઈ ગયુ ને તો મનીષ એ મારા માટે ફોન કરેલો.
આવું છોકરાઓના આવ્યા પછી કદાચ પહેલી વખત બન્યું.
લગ્ન ના શરૂઆતના સમયમાં એ આવું બધુ ઘણું કરતા.
પછી અમે બંને વ્યસ્ત થઈ ગયા.
વિધિ : હંમ.
નીતિ : ઘણું સારું લાગ્યું મને.
મનમાં ને મનમાં જાણતી તો હતી જ કે એમને મારી ફિકર છે.
પણ....
વિધિ : મનુષ્ય નો સ્વાભાવ જ એવો હોય છે.
મને એમ લાગે કે " માત્ર પ્રેમ જ એક એવી કળા છે જેને શીખવી નથી પડતી.
પણ તેને જતાવતા જરૂર શીખવું પડે છે. "
નીતિ : બરાબર.
વિધિ : પાણી પૂરી અને ચાટ ખાઈએ??
રસ્તામાં લારી દેખાતા વિધિ પૂછે છે.
નીતિ : હા હા.

બંને ખાવા માટે નીચે ઉતરે છે.
નીતિ : સારંગ સરસ બનાવી લેતા લાગે છે બધુ.
વિધિ : હા.
નીતિ : તે લાગણીશીલ પણ છે.
વિધિ : એ તો મારા કરતા વધારે.
નીતિ : સારંગ અને કુશલ જેવા આપણ ને સમજે, સાથ આપે એવા જીવનસાથી મળે તો જીવનમાં કોઈ ફરિયાદ જ ના રહે.
તે પાણી પૂરી મોંમાં મૂકતા બોલી જાય છે અને વિધિ ને વિચારમાં મૂકી દે છે.

* * * *


~ By Writer Shuchi



.