Tari Dhunma - 5 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 5 - પાર્ટી

3:45

સારંગ ચાવીથી ઘરનો દરવાજો ખોલે છે અને ત્યાં જ....
નિશા, સંજુ, વ્યોમ અને કેશી હાર્મોનિયમ વગાડવા લાગે છે સાથે ભક્તિ, કુશલ, અનુજ, રાશી, સમર્થ, ઉન્નતિ ઢોલક, તાનપૂરો, તબલાં અને ગિટાર વગાડવા લાગે છે.
મીત, અંજલી, વિધિ અને બાકી બધા સ્ટુડન્ટ્સ સાથે શાસ્ત્રીય સંગીત ના રાગ માં હેપ્પી બર્થ ડે સારંગ સર ગાવા લાગે છે.
આ બધુ જોઈ સારંગ ચહેરા પર ખુશી છવાય જાય છે અને તે પણ બધાની સાથે ગાવા અને નાચવા લાગે છે.

અનુજ : હવે કેક કટિંગ.
ભક્તિ ફ્રીઝમાંથી કેક લઈને આવે છે.
સારંગ : ઉભો રહે જરા.
પહેલા મને ઘરની મારા માટે ખાસ કરેલી સજાવટ તો સરખી જોઈ લેવા દે.
વ્યોમ : જોઈ લો....જોઈ લો સર.
મોટા લિવિંગ રૂમને સરસ ફુગ્ગા, રિબન અને નવા - જુના સારંગ ના, તેના અને વિધિ ના, બંને ના પરિવારના, મિત્રો ના, સારંગ ના લાઈવ કોન્સર્ટ ના અને મ્યુઝિક ક્લાસ ફોટોઝ થી સજાવ્યો હોય છે.
દરેક ફોટા ને સારંગ ધ્યાનથી જુએ છે અને મનમાં નવી - જુની યાદો વાગોળી વધુ ખુશ થાય છે.
પછી કેક કપાય છે અને સેલ્ફીઓ પાડવાનું સેશન શરૂ થાય છે.

રાશી : પાછો ડાન્સ કરવો છે.
સંજુ : હા....હા....
વિધિ : તો DJ સમર્થ વગાડો તમારું મ્યુઝિક.
સમર્થ : ઓકે.
સમર્થ ઘરની મ્યુઝિક સિસ્ટમ સાથે પોતાનો મોબાઈલ કનેક્ટ કરી પોતાના બનાવેલા ડાન્સ સોન્ગ શરૂ કરે છે અને બધા પૂર જોશમાં ફરી નાચવા લાગે છે.
સારંગ વિધિ નો હાથ પોતાના હાથમાં લઈ તેની સાથે નાચવા લાગે છે.
વિધિ : હેપ્પી 55th બર્થ ડે.
તે હસતાં હસતાં કહે છે.
સારંગ : થેન્કયુ ફોર એવરીથીંગ.
બંને મુસ્કાય છે.

કલાક એક સુધી બધુ ભૂલીને નાચ્યા પછી

વિધિ : હવે બધાને ભૂખ લાગી છે કે નહી??
છોકરાઓ : હા.
વિધિ : અહીંયા સરખી બેસવાની જગ્યા કરી દો અને એક મોટું ગોળ બનાવી બેસી જાઓ.
હું અને કુશલ ભાઈ જમવાનું લઈને આવીએ છીએ.
કહી વિધિ અને કુશલ રસોડામાં જતા રહે છે.
ભક્તિ અને ઉન્નતિ તેમને મદદ કરવા રસોડામાં આવે છે.
જમવામાં વિધિ અને શેફ કુશલ એ મળીને વ્હાઇટ સોસ પાસ્તા, સારંગ ની પ્રિય દમ આલૂ બિરયાની - રાઈતા અને કોફી શેક બનાવ્યો હોય છે અને સાથે તેમણે બનાવેલી ચોકલેટ કેક તો છે જ.

બધાને જમવાની ખૂબ મજા આવે છે અને તેઓ કુશલ અને વિધિ ના વખાણ કરી સાથે તેમનો આભાર પણ માને છે.
વ્યોમ : થેન્કયુ વિધિ મેમ.
આજે તમારે લીધે અમને બધાને કુશલ ના ખાવા મળ્યું.
અમે બધા 4th યર વાળા આને ક્યારથી કહેતા હતા.
અમને બનાવીને ખવડાવ.
ઉન્નતિ : હા.
તમારી વાત સાંભળી લીધી એણે.
નિશા (ફર્સ્ટ યર) : અમને પણ ખૂબ મજા આવી.
અંજલી (સેકન્ડ યર) : આપણે બધા ભેગા હોઈએ તો અલગ જ મજા આવે છે.
મીત (થર્ડ યર) : હા.
સારંગ : તો પછી હવે આપણે આ રીતે ભેગા થતા રહીશું.
પણ ક્યારેક ક્યારેક.
અનુજ (ફોર્થ યર) : પાક્કું સર.
ભક્તિ ( થર્ડ યર) : સાથે નવા ગીતો ગાઈશું.
વિધિ : હા....હા....
સારંગ : બિલકુલ.

પછી એકબીજાને બાય બાય - આવજો કહી બધા છૂટા પડે છે.
સારંગ ખુશ થઈ વિધિ સામે જુએ છે.
વિધિ : મારો પ્લાન હતો આખો.
અહીંયાથી, મારા ઘરેથી બધેથી ફોટા શોધ્યા.
બધા છોકરાઓ સાથે વાત કરી વોટસએપ ગ્રુપ બનાવ્યું.
સમર્થ, ભક્તિ અને અમે બધા એ મળીને તારા માટે નું ગીત બનાવ્યું.
સારંગ : ક્યારે બનાવ્યું??
વિધિ : ક્લાસમાં તારા આવવાની રાહ જોતા જોતા અને ઓનલાઈન વિડિયો કોલ પર પ્રેક્ટિસ કરી.
સારંગ : ઓહ.
વિધિ : પછી મે કુશલ સાથે વાત કરી કે તું જમવાનું બનાવવામાં મને મદદ કરીશ??
એણે હા કહી તો એની અને રસોઈ વાળા બેનની મદદથી બધુ 3 વાગ્યા પહેલાં બનાવી દીધું.
સારંગ : અને કેક??
વિધિ : એ હું મારા ઘરેથી બનાવી લાવી.
બધા છોકરાઓ એ 2 વાગ્યાથી આવીને બધુ ડેકોરેશન કર્યું.
સારંગ : બધા કેટલા ખુશ થઈ ગયા ને??
વિધિ : અરે....બીજી બધી વાતોમાં આ તો ભૂલી જ ગયા.
તે ટીવી ટેબલ પર મૂકેલી ગીફ્ટ ઊંચકી સારંગ ને આપતા કહે છે.
સારંગ : શું છે આ??
તે ગીફ્ટ ખોલે છે.
સારંગ : To Our Dear Sarang Sir.
ગીફ્ટ ખોલતા તેને આટલું વંચાય છે.
વિધિ : આમાં તારા દરેક સ્ટુડન્ટ એ તને લેટર લખ્યો છે.
આ લેટર બૂક બનાવવાનો આઈડિયા નિશા નો હતો.
તેણે જાતે હેન્ડમેડ પેપર લાવી બધા પાસે લેટર લખાવ્યા અને પછી જાતે આખી બૂક બનાવી.
સારંગ : અરે....વાહ....!!
વિધિ : બધા સ્ટુડન્ટ્સ ભેગા મળી સાથે તને આ બૂક આપવાના હતા.
પણ મસ્તી મસ્તી માં ભૂલી ગયા.
વિધિ હલકું હસે છે.
સારંગ : આને તો શાંતિ થી વાંચવી પડશે.
તે બૂક ના પાના ફેરવતા કહે છે.
વિધિ મુસ્કાય છે.
સારંગ : જુના ફોટા જોઈને તો જાણે આખી જીંદગી ફાસ્ટ ફોરવર્ડમાં રિવાઈન્ડ કરીને જીવી લીધી.
વિધિ : આ રહી મારા તરફ ની ગીફ્ટ.
તે એક બોક્સ સારંગ ને આપતા કહે છે.
સારંગ બોક્સ ખોલવા જાય છે તો વિધિ તેને રોકી દે છે.
વિધિ : હું જાઉં પછી ખોલજે.
સારંગ : એવું આમાં....
વિધિ : બસ, પછી ખોલજે ને.
સારંગ : ઓકે.
તે બોક્સ બાજુ પર મૂકી વિધિ ને ભેટી પડે છે.

* * * *

ગાડીમાં

સારંગ વિધિને ઘરે મુકવા જતો હોય છે.
વિધિ : તારી એક વાત મને ખૂબ જ ગમી.
સારંગ : કઈ??
વિધિ : તું તારા સ્ટુડન્ટ્સ સાથે પણ ફ્રેન્ડલી રહે છે.
તેમની સાથે પોતાની વાતો શેર કરે છે.
તેમની વાતો સાંભળે છે.
તેમની સાથે રમે છે.
ડાન્સ કરે છે.
સારંગ : તેઓ પણ મારો એક પરિવાર બની ગયા છે હવે.
વિધિ : મારો પણ.
સારંગ : આવી ગયુ તારું ઘર.
વિધિ : જવાનું મન નથી થતુ પણ....
કાલે સવારે મારા ઝુમ્બા ક્લાસ છે એટલે....
સારંગ : જવું પડશે.
વિધિ ગાડીમાંથી ઉતરે છે.
સારંગ : આવજે.
વિધિ : બાય.

આખા રસ્તે સારંગ ના મનમાં એજ વિચાર ફર્યા કરે છે કે વિધિ એ આપેલી ગીફ્ટ માં એવું તે શું હશે જે એણે મને એની સામે નહી ખોલવા દીધું....??


* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED