Tari Dhunma - 10 books and stories free download online pdf in Gujarati

તારી ધૂનમાં.... - 10 - ગર્વ

સારંગ : કુશલ તેના કાકા કાકી સાથે રહે છે.
વિધિ : અચ્છા.
સારંગ : પણ તેના કાકી ની સામે ઘરમાં કોઈનું નથી ચાલતું.
એટલે તે તેનું ઘણું બધું શેરીંગ મારી સાથે કરે.
મને સવાલો પૂછે, અમે અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરીએ.
ક્લાસ પત્યા પછી રોકાયો હોય તો અમારા બંનેનું જમવાનું ઘરે એજ બનાવી લે અને શાંતિ થી જમી પછી એના ઘરે જાય.
સારંગ વિધિ ને એનો સ્ટુડિયો બતાવવા લઈ જઈ રહ્યો હોય છે.
જેના માટે વિધિ ખૂબ ઉત્સાહિત હોય છે.
વિધિ : તો હું આવી પછી કેમ એ....
સારંગ : એને કદાચ....
વિધિ : હું વાત કરીશ તેની સાથે.
સારંગ : અત્યારે આવી રહ્યો છે ને તે??
વિધિ : હા.
અઢી વાગ્યે.
સારંગ : હજી તો કેટલા....
વિધિ : 12:30 થયા છે.
આપણી પાસે ખાસ્સો સમય છે.
સારંગ : હા.

સ્ટુડિયો

વિધિ તો સારંગ ના મોટા સ્ટુડિયો ને સહેજ વાર માટે જોતી રહી જાય છે.
અને સારંગ સ્ટુડિયો જોતી અને બધી વસ્તુ ને ધ્યાનથી જોઈ અડતા અડતા અલગ અલગ લાગણીઓ અનુભવતી વિધિ ને.

આખો સ્ટુડિયો ધ્યાનથી જોઈ લીધા બાદ

સારંગ : અહીંયા બેસ.
સારંગ વિધિ ને પોતાની ખુરશી પર બેસાડે છે.
વિધિ : તારી ટીમ??
તારા મ્યુઝિશ્યન્સ??
સારંગ : આજે મે આપણા માટે આખો સ્ટુડિયો....
વિધિ : મારે તેમને પણ મળવું છે.
સારંગ : મળાવીશ ને.
તે મુસ્કાય છે.
વિધિ : તને કહું,
મને શું યાદ આવ્યું??
સારંગ : હું કહું....??
વિધિ : કહે....
સારંગ : એક દિવસ એવો પણ આવશે જ્યારે આખી દુનિયા મારું નામ સારી રીતે જાણતી હશે.
અને મારા હાથમાં તારો હાથ હશે.
જોઈ લેજે.
હસતાં હસતાં સારંગ વિધિ નો હાથ પોતાના હાથમાં લે છે.
વિધિ મુસ્કાય છે.
વિધિ : આ તે મને આપેલું એક માત્ર પ્રોમિસ....
સારંગ : તને જ્યારે મારા વિશે પહેલી વખત જાણ થઈ કે હું હવે એક સંગીતકાર અને ગીતકાર બની ગયો છું ત્યારે તને કેવી લાગણી અનુભવાયલી??
તે બાજુની ખુરશી પર બેસતા વિધિ ને પૂછે છે.
વિધિ : શબ્દોમાં વર્ણવી ના શકાય એવી.
તારી દરેક કામયાબી મને મારા જીતવાનો અહેસાસ કરાવતી.
જ્યાં પણ કશે તારું નામ વાંચતી કે ફોટો જોતી....
મને નાચવાનું મન થઈ આવતું અને ત્યાં હાજર બધાને કહેવાનું કે આ મન થતુ કે આ મારો બાળપણનો દોસ્ત છે.
મારો સારંગ છે.
જે આજે એની અલગ અને અનોખી ધૂનમાં બધાને મગ્ન કરી રહ્યો છે.
તેમને ખુશી આપી રહ્યો છે.
દિલ ને રાહત આપી રહ્યો છે.

* * * *

ક્રિષ્ના : અમારી આમ કરવાની ઈચ્છા જરાય નહોતી.
પણ હવે....
અમે બંને એક બીજાને ખૂબ ખૂબ પ્રેમ કરીએ છીએ.
અને એ વાત તમે બધા સારી જાણો છો.
તો શું થયું કે એની પાસે હમણાં સ્ટેબલ જોબ નથી.
હું તો કમાઈ લઉં છું ને.
અને એ કોશિશ પૂરી કરી રહ્યો છે.
કોશિશ કરવા વાળા ની હાર નથી થતી મમ્મી.
અને કોશિશ નો કોઈ માપદંડ થોડો હોય છે કે આટલી કોશિશ કરી લીધી એટલે સફળતા મળી જ જશે.
એ તો બધાનું અલગ અલગ હોય ને.
કારણ કે બધાના સફર પણ જુદા જુદા છે.
તમે લોકો એવું જરાય નહી વિચારતા કે હવે કાયમ અમારું ઘર મારી કમાણી પર ચાલશે.
એવું એ નહી બનવા દે મમ્મી.
પપ્પાને પણ આ વાત સમજાવવાની કોશિશ કરી મે....
પણ ફરી એક વાર નિરાશા સાથે ભેટો થઈ ગયો.
એના જીવનમાં મારા સિવાય કોઈ નથી.
અને અમે બંને ઈક્વલ છીએ એકબીજા માટે.
એણે કોઈ દિવસ મારું કે તમારા કોઈનું અપમાન નથી કર્યું.
અને એણે તો મને ઘરેથી ફક્ત મારા કપડા જ લાવવા કહ્યુ છે.
બીજું કઈ નહી.
જ્યારે એને અને મને ભરોસો છે તો તમને લોકો ને કેમ નહી??
અમારી કુંડળી નથી મળતી પણ અમારી લાગણીઓ, અમારા વિચારો અને અમારા દિલ તો મળે છે ને.
આનાથી વધારે શું મહત્ત્વનું છે??
જીવન ગમે ત્યારે બદલાય શકે છે.
અને હવે અમારું જીવન સાથે જે વળાંક લે.
અમે બંને એકબીજાની પડખે રહીશું.
અહીં જ તેણે એક બિલ્ડિંગમાં નવો ફલેટ લીધો છે અમારા માટે.
અમે આજે લગ્ન કરીને ત્યાં જ શિફ્ટ થઈ રહ્યા છીએ.
તમારા આશીર્વાદ આપજો.

ક્રિષ્ના નો આ ઓડિયો મેસેજ સાંભળી નીતિ ની આંખોમાં પાણી આવી જાય છે.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED