બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 12 - એક અજનબી - 1 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 12 - એક અજનબી - 1

આગળ ના ભાગમાં આપડે જોયું, કેવી રીતે સોહમને કારણે આર્યને ક્લાસની બહાર નીકાળી દેવામાં આવે છે. હવે આગળ...

સોહમને લીધે આજે આર્યને પ્રથમ વખત મૂર્ગો બનવાનો વારો આવ્યો હતો, અને સાથે સાથે રમેશ માસ્ટરની નજરોમાં પણ સોહમ આવી ગયો હતો એક તોફાની છોકરા તરીકે.

સ્કૂલ ખતમ થતાંજ રાહુલ આર્ય પાસે પહોંચી જાય છે, અને આર્યને કહે છે, યાર આ સોહમને તો હું છોડવાનો નથી, મને ચોક્કસ લાગે છે પેલો બલૂન પણ એણે તને જાણી જોઈને ફસાવવા માટે મૂક્યો હતો, આપડે પણ એને સબક સિખવવો જોઈએ.

અરે છોડને આપડે ક્યાં એના જેવું થવાનું, એતો નવો નવો છે માટે, આર્ય બોલ્યો, ત્યાંજ સોહમની કાર આર્ય અને રાહુલ ની બાજુમાંથી એકદમ સ્પીડ થી પસાર થઈ જાય છે અને સોહમ આર્ય સામે તીખી નજરો થી જોવા લાગે છે.

ત્યાં જ બાકીના છોકરાઓ આવી જતા બધા ઘરે જવા નીકળે છે. અને અલક મલકની વાતો કરતા આર્યનું ધ્યાન સોહમના બનાવ પરથી નીકળી જાય છે.

ઘરે જઈ જમી કરી બધા છોકરાઓ પાછા રમવા માટે ભેગા થાય છે. અને રમત રમતમાં આર્યાનો દિવસ પસાર થઈ જાય છે. બીજી બાજુ સોહમ આખો દિવસ આર્યને કેવી રીતે વધારે સબક શિખવાડવો એજ વિચારતો રહે છે.

બીજા દિવસે રવિવાર હોવાથી આર્ય અને આર્યની સુપર ગેંગ સવારથી જ ક્રિકેટના મૂડમાં હોય છે, ત્રણ ચાર કલાક સળંગ બધા છોકરાઓ ક્રિકેટ રમી થાકે છે અને બધા હવે પોત પોતાના ઘરે જવા નીકળે છે.

આર્ય અને રાહુલનું ઘર એકજ બાજુ હોવાથી બંને વાતો કરતા કરતા સાથે જતા હોય છે, ત્યાંજ સામેથી ઝડપી આવતા એક માણસ સાથે બંને ટકરાય છે, એના હાથમાં રહેલું કોઈ પેકેટ છુપાવતા તે થોડો ધબરાઈ જાય છે, પણ પછી પોતાની ઘભરામણ છુપાવતો ગુસ્સે થતા આર્યને ધમકાવી નાખે છે અલા છોકરા સામે જોઈને ચાલ ને, હમણાં મારો કીમતી સામાન તુટી જતો.

આર્ય એમને શંકા ભરી નજરે જોતા બોલ્યો અરે ભાઇ અમે તો શાંતિ થી જ આવતા હતા, પણ તમે પોતે ઉતાવળે આવતા અમને ભટકાઈ પડ્યાં, અને તમે છો કોણ, તમને આજ સુધી આ સોસાયટીમાં નથી દેખ્યા.
પણ પેલો ભાઈ કોઈ જવાબ આપ્યા વગર ત્યાથી ફટાફટ નીકળી જાય છે.

આર્ય અને રાહુલ બંને તેને જતા જોઈ રહે છે...



બીજા દિવસે વહેલા ઉઠી આર્ય એની ટોળકી સાથે સ્કૂલ માં રવાના થાય છે.
યાર આર્ય આજે જો સોહમ એ કોઈ શરારત કરી તો એને હું છોડીશ નહિ.
હા યાર રાહુલે અમને બધાને કહ્યું પેલા નવા આવેલા છોકરડા એ તને ક્લાસ વચ્ચે હાંસી પાત્ર બનાવ્યો, નાં જોયો એમ જાણે મોટો કલેકટર નો છોકરો, રોહિત બોલી ઉઠ્યો.

અરે એતો ચાલ્યા કરે આપડે ક્યાં એના જેવું થવાનું, આર્ય હસતા બોલ્યો.
આમ વાતો કરતા સ્કૂલ આવી જતા બધા પોત પોતાના ક્લાસ માં જતા રહે છે. આર્ય ક્લાસ માં જાય છે ત્યાં સોહમ પહેલેથી જ આવી ને બેસેલો હતો.
હેય ગુડ મોર્નિંગ દોસ્ત, આર્ય હળવી મુસ્કાન સાથે સોહમ તરફ હાથ લંબાવતા બોલે છે પણ સોહમ એની તીખી નજર થી આર્યને નિહાળી રહે છે, આર્ય ની સ્માઈલ કે ગુડ મોર્નિંગ વિશ ની એના પર કોઈ અસર થતી નથી, આર્ય પોતાની જગ્યાએ બેસી જાય છે.

થોડી વાર ના રમેશ માસ્ટર પણ આવી જાય છે, અને આર્ય ની સામે કરડાકી નજર કરી અભ્યાસ આગળ ચલાવે છે.
રમેશ માસ્ટર બોર્ડ પર આજનો ટોપિક લખી રહ્યા હતા ત્યારે સોહમ આર્ય ની નજર ચૂકવી એની પેન બેન્ચ નીચે પાડી દે છે, આર્ય નું ધ્યાન નીચે પડી ગયેલી પેન પર જતા તે નીચે નમે છે ત્યાંજ રમેશ માસ્ટર ની નજર પાછળ ફરતા એમનું ધ્યાન આર્ય પર જાય છે.

જેવો આર્ય ઉપર આવે છે એક સનનનન કરતો ચોક રમેશ માસ્ટર તરફથી આવે છે.
ઊભો થા તોફાની છોકરા, કાલે તને ક્લાસ બહાર નીકળ્યો તો પણ નથી સમજાતું તને? રમેશ માસ્ટર બરાડી ઉઠયા.

કેવા તોફાની છોકરાઓ ક્લાસ માં આવ્યા છે. ચાલ ઊભો થા અને છેલ્લી બેન્ચ પર જઈ અંગુઠા પકડ.

પણ સર, હું તો...આર્ય આગળ કઈ બોલે તે પહેલાં જ રમેશ માસ્ટર પાછા બરાડી ઉઠયા, સામું બોલે છે પાછો. જાય છે કે ક્લાસ ની બહાર નીકળવું છે તારે??

આર્ય ચૂપચાપ છેલ્લી બેન્ચ પર જઈને અંગુઠા પકડે છે.
આજે ફરીથી આર્યને આખા ક્લાસ માં હાસ્ય ને પાત્ર બનાવી સોહમ બઉ ખુશ થઈ ગયો.

સ્કૂલ છૂટ્યા સમયે રાહુલ અને આર્ય એ સોહમ એ કરેલી આજની બદમાશી એમની સુપર ગેંગ ને કહી સંભળાવી.
યાર આ સોહમ હવે હદ કરી રહ્યો છે, રોહિત બોલ્યો.

હા યાર એનું જરૂર કઈક વિચારવું પડશે, ચિન્ટુ ઉવાચ.

બધા સોહમ ને કઈ રીતે સબક શીખવાડી લાઈન પર લાવવો એના માટે ચર્ચા કરતા સોસાયટી માં પહોંચ્યા.

ત્યાંજ આર્ય અને રાહુલ એ સોસાયટી ના નાકા પર ગઇકાલ વાળા ભાઈ ને કોઈની સાથે વાત કરતા જોયા, આર્ય અને રાહુલ ને સામેથી આવતા જોઇને પેલો ભાઈ ઝડપથી મો છૂપાવી જતો રહે છે.
આર્ય અને રાહુલ એકબીજા ને જોઈ રહે છે.

કોણ હશે પેલો આદમી?
શું સોહમ ને સબક શીખવાડવા આર્ય અને એની સુપર ગેંગ સફળ રહેશે?

જાણવા જોડાઈ રહો મારી આ ધારાવાહિક સાથે.

********************
Dhruti Mehta (અસમંજસ)