રજની તેના મિત્ર અનંતને કહે છે કે, એલા ભાઈ હવે કેટલો સમય રાહ જોઈશ , કાલે તો રાધિકાના લગ્ન છે. આજે રાતેજ તમને બંનેને ભાગી જવું પડશે બાકી પછી આંગણે બીજો કોઈ ફેરા ફરતો હશે ને તું જોતો રહીશ. તારી વાત સાચી છે ભાઈ ! આજે રાતે અમે બંને મળીશું પછી કંઈક ગોઠવણ કરશું.
રાત્રિના બાર - સાડા બાર વાગ્યા હશે, ટેપ સ્પીકર નો અવાજ જોર જોરથી સંભળાય છે અનંત જૂની શાળાએ રાધિકાની રાહ જોતો હોય છે . અનંત એકદમ નિખાલસ અને એકદમ શાંત પ્રકૃતિનો માણસ હતો અને રાધિકા વધારે પડતી બોલકી અને સુધરેલી અંગ્રેજી બોલતી છોકરી હતી. અનંત અને રાધિકા એક જ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેના પ્રેમ જીવનને ચાર વર્ષ વીતી ગયા હતા, આ ચાર વર્ષમાં અનંતે રાધિકા માટે ઘણું કર્યું હતું. તે તેના માટે કંઈપણ કરી શકવા હંમેશા તત્પર રહેતો , કારણ કે અનંત એટલો દેખાવડો ન હતો પણ રાધિકા તેના નામની જેમ ધણી સ્વરૂપવાન અને નમણાય વાળી હતી. આમ તો રાધિકાએ જ અનંતને પસંદ કર્યો હતો કારણકે અનંતનો સ્વભાવ જ કોઈને તેના પર આકર્ષણ ઊભું કરાવતું હતું. રાધિકા મો પર દુપટ્ટો બાંધી અનંત પાસે આવે છે
" ઘણી વાર લગાડી દીધી હો તે " તેમ અનંત બોલે છે.
" ઘરમાં લગ્ન હોય તો કેટલા કામ હોય તને તો ખબર જ છે " તેમ રાધિકા બોલે છે.
" બસ હવે મને એ નથી સાંભળવું " તેમ ગુસ્સામાં અનંત બોલે છે.
" ખરેખર હું તને ખૂબ જ પ્રેમ કરું છું ,અનંત હું તને છોડીને જવા માંગતી નથી " .
" તો હું ક્યાં તને છોડીને જવા માંગુ છું " તેમ અનંત બોલે છે.
" હવે તું જ કે આપણે શું કરવું જોઈએ " તેમ કંઈક વિચારતી હોય તેવું મોં કરી રાધિકા બોલે છે.
" મેં વિચારી લીધું છે અહીંથી આપણે ત્રણ વાગ્યાની બસ પકડવી પડશે " .
" પણ હું એમ નહીં ભાગી શકી તારી સાથે , હું પપ્પા - મમ્મીનો વિશ્વાસ નહીં તોડી શકું .
" અરે યાર પપ્પા - મમ્મીનો વિશ્વાસ આપણે પછી પણ જીતી શકીશું , પણ એક વાર અલગ થઈ ગયા પછી ક્યારેય નહીં મળી શકીએ .
" હું બધી જ વાત તારી સમજુ છું પણ......."
" પણ શું ? તારે પ્રેમ કરતાં પહેલા વિચારવું હતું , કે પપ્પા મમ્મી નું શું ? હવે તો છેલ્લી ઘડીએ આવીને વિચારે છે, તો મારું શું ? પપ્પા મમ્મી મારા પણ છે. તને અને મને એક સરખોજ મુસીબતનો સામનો કરવાનો છે , તો તું એટલી ડરે છે શું કામ હું છું તારી સાથે " .
" તો પણ હું એવું નહીં કરી શકીશ અનંત તું મને ભૂલી જા અને મને માફ કરી દે " .
" પણ હું તને કેમ ભુલું મારા જીવ , હું તને બીજા પુરુષ સાથે જોવ એવું સપને પણ વિચારી શકતો નથી . હું તારા વગર મરી જાય ' રાધિકા '. તું કેમ આમ કરે છે તેમ કહેતા અનંતની આંખ માંથી આંસુ ટપકવા માંડે છે. અને રાધિકા તેના ઘર તરફ રવાના થાય છે " .
સવારે માંડવા પર જાન આવે છે, રાધિકા ની નજર " અનંત" ના ' ઘર ' તરફ હોય છે . પણ અનંત ના ઘરે કોઈ દેખાતું નથી અને તેના ઘર પર તાળું હોય છે. એટલામાં રાધિકાના મમ્મી રાધિકા પાસે આવે છે અને કહે છે, કે આપણા એપાર્ટમેન્ટમાં ' સવિતાબેન ' રહેશેને તેનો છોકરો ગળાફાંસો ખાઈ ગયો છે, અને તેને લઈને હોસ્પિટલ ગયા હતાં , ત્યાંથી હમણાં જ સમાચાર આવ્યા છે કે તે છોકરો હવે રહ્યો નથી.