અગાશીની પાળીએથી Bhanuben Prajapati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગાશીની પાળીએથી

અગાશીની પાળીએથી

મુંબઈ ની ગલીમાં પસાર થતો મનોજ આજે અમદાવાદને યાદ કરી રહ્યો હતો કેમ યાદ ના આવે? કારણકે અમદાવાદમાં જ એનું બાળપણ પસાર થયુ હતું અને એનો પ્રથમ પ્રેમ પણ અમદાવાદમાં થયો હતો.

મનોજને ઉતરાયણ નો ખૂબજ શોખ હતો એક વખત એમના ઘરની આકાશમાં બધા જ ભેગા થયા હતા ત્યારે અચાનક એના ફોઈની દીકરી રેશ્માની મિત્ર રીંકલ એની સાથે આવી ગઈ આને જાણે કે ઉત્તરાયણ ની મોજ મનોજને વધારે આનંદ અને ઉમંગમાં ભરી દીધો.

મનોજની ફોઈની દીકરી રેશમાએ કહ્યુ; આ મારી મિત્ર રીંકલ છે ,એને થોડીક વાર માટે પતંગ ચગાવવા તારા પતંગની દોર મનોજ તું આપજે.મનોજે ત્યારે કોઈ પણ વાત રીંકલ સાથે કરી નહોતી
મનોજે કહ્યું ;પહેલા તું ફીરકી પકડ પછી જ હું તને મારી પતંગ આપું છું મનોજ પતંગ ચગાવતો હતો અને રીંકલ ફિરકી પકડતી હતી ત્યારે જાણે બંનેના રદય એકબીજા સાથે વાત કરતા થઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું.
મનોજએ કહ્યું તારે પતંગ ચગાવો હોય તો મારો પતંગ હવે આકાશમાં ઉડી રહ્યો છે .
રીંકલએ કહ્યું; હા મારે ચગાવો છે એમ કહીને બંનેના હાથનો સ્પર્શ થતાં જાણે કે મનોજ ને કંઈક અલગ અનુભૂતિ થઈ. બંને વચ્ચે હ્દયના તાર જાણે વાત કરતા હોય એમ લાગી રહ્યું. આજે તેમના ઘરની આગાશીમાં તેમના પ્રથમ પ્રેમની મુલાકાત થઇ હતી .
મનોજએ કહ્યું; રેશમા ,આ રીંકલ ક્યાં રહે છે ?
રેશ્માએ કહ્યું ;એ મારી બાજુ માં રહે છે પરંતુ અમારે આગાશી નહોતી એટલે હું એને આપણા ત્યાં લઈ આવી છું. મનોજ કહે; તો પછી તમે રોકાઇ જાઓ રાત્રે પણ આપણે આપણી અગાશીની પાળીએ પતંગ ચગાવીશું .બંને જણા રોકાઈ ગયા આકાશમાં જાણે કે પૂનમનો પ્રકાશ પ્રકાશિત થયો હોય એવું લાગી રહ્યું હતું. પ્રેમની પ્રથમ ઉતરાયણની આગશીની પાળીમાં જાણે કે પ્રેમની અલગ અનુભવ મૂકતી ગઈ હોય એમ લાગ્યું. રીંકલને વાસી ઉતરાયણના દિવસે મનોજે પોતાના પ્રેમનો એકરાર કર્યો .
રીંકલને પણ મનોજના પ્રેમના આમંત્રણનો પ્રસ્તાવ વધાવી લીધો બંને જણા એકબીજા સાથે પ્રેમની પરાકાષ્ઠાની વાતો કરતા થઈ ગયા. બીજા વર્ષે ઉત્તરાયણ આવી મનોજે રીંકલ ને આમંત્રણ આપ્યું હતું કે તું આ વખતે મારા ઘરની આગાસીમાં પતંગ ચગાવવા ચોક્કસ આવજે. રીંકલ પણ મનોજ ને પ્રેમ કરતી હતી પરંતુ સાંજ પડવા લાગે છતાં રીંકલ ના આવી. મનોજને ખૂબ જ અફસોસ થયો કે રીંકલ કેમ આવી નહીં હોય. એણે રીંકલ ને ફોન કર્યો પરંતુ કોઈપણ ફોનનો જવાબ આપ્યો નહીં.
મનોજએ રેશમાને ફોન કરીને પૂછ્યું કે બપોર થવા આવી છતાં રીંકલ અને તું કેમ આવ્યા નથી? મેં તમારા માટે ખૂબ જ સરસ રીતે તૈયારી કરી છે ત્યારે રેશ્માએ કહ્યું ;મનોજ ભાઈ હવે તો રીંકલની રાહ જોઇશ નહીં કારણકે રીંકલ આજે કોઈ બીજાની ફીરકીની દોર હાથમાં પકડી રહી હોય એવું લાગી રહ્યું છે.
મનોજને ખરેખર ખૂબ જ આઘાત લાગ્યો તેણે કહ્યું; એવું બની શકે નહીં કારણ કે રીંકલ તો મને ખૂબ જ પ્રેમ કરે છે અને ગઈ ઉતરાયણએ એને પ્રેમની અહેસાસ મને કરાવ્યો હતો અને ખૂબ જ સરસ રીતે ઉજવી હતી આ વખતે પણ એને વાયદો જ કર્યો હતો કે આપણે આ વર્ષની ઉત્તરાયણ પણ ખુબ સરસ રીતે ઉજવીશું. તો પછી કેમ! આજે રિકલ નથી આવી એનું સાચું કારણ મારે જાણવું છે, તું એક કામ કર, તું ફરીથી ત્યાં જઈને રીંકલને મારા સાથે ફોન ઉપર વાત કરાવ.

રેશ્મા, રીંકલના ઘરે ગઈ તો એ એના ઘરમાં નહોતી, પરંતુ સામેની આગાશીની પાળીએ રીકલ પતંગ ચગાવતી હતી ત્યાં જઈને રેશ્માએ, રીંકલને કહ્યું; તારો ફોન છે ,મનોજ તારી સાથે વાત કરવા માંગે છે. ફોન ચાલુ જ હતો તરત જ રિંકલએ કહ્યું; કે અત્યારે મારી પાસે ટાઈમ નથી, કારણકે હું કુણાલ સાથે પતંગ ચગાવી રહી છું.

રેશ્માએ કહ્યું કે આ કુણાલ કોણ છે?
રિંકલે કહ્યું કે ;આ મારો મિત્ર છે અને ટૂંક સમયમાં એની સાથે મારે સગાઈ કરવાની છે. મારા મમ્મી, પપ્પાએ મારા માટે કુણાલને પસંદ કર્યો છે અને મને પણ પસંદ છે .આ બધી વાત મનોજ સાંભળી, તરત જ એના હાથમાંથી ફિરકી પડી ગઈ અને પતંગની દોર તૂટી ગઈ હવે તો કંઈ વાત કરવા જેવું બચ્યું નહોતું, છતાં પણ મનોજે બીજી વખત ફોન કરીને કહ્યું કે રીંકલ તને મારામાં એવી તો ક્યાં ખોટ લાગી . હું પણ તારી સાથે લગ્ન કરવા તૈયાર હતો તો પછી તો એકદમ અચાનક નિર્ણય કેમ બદલી દીધો?
રીંકલએ કહ્યું; મનોજ પ્રેમથી ક્યારે પેટ ભરાતું નથી. આપણે આગાશીની પાળી એ જે પતંગ ચગાવ્યા, મસ્તી કરી, ટૂંક સમય માટે સારું હતું ,પરંતુ કુણાલ એક મોટી કંપનીમાં જોબ કરે છે અને એની સેલેરી પણ ખૂબ સારી છે તારું તો હજુ કોઈ નક્કી નથી અને પતંગની દોર સાથે કરેલો પ્રેમ તું ભૂલી જાય તો વધારે સારું છે ,કારણ કે હવે હું કુણાલ સાથે લગ્ન કરી રહી છું.
મનોજ કહે ;તારે મન પૈસાનું મહત્વ વધી રહ્યું
રીંકલ કહે; હા,મને પૈસાનું મહત્વ છે , મારા ઘરમાં ગરીબી જોઈ છે અને હું હવે શાંતિથી સુખમય જીવન પસાર કરવા માગું છું.
મનોજ કહે ;હું તને બધી જ રીતે સુખી કરીશ, પરંતુ તું મને એક વખત લગ્ન માટે હા પાડી દે.
રીંકલ કહે ;એ હવે શક્ય નથી. તું મને ભૂલી જાય એ જ મારા માટે સારી બાબત છે.

મનોજ ને ત્યારે ખૂબ જ આઘાત લાગ્યો અને દુઃખ થયું તરત જ એને થયું કે ખરેખર સ્ત્રીઓની જાતને વાંચવી ખૂબ જ મુશ્કેલ છે,
મનોજને ઉતરાયણ નો શોખ પૂરો થઈ ગયો ,અને નક્કી કર્યું કે, આજ પછી હું ક્યારેય પણ આગાસી પર ઉતરાયણના દિવસે આવીશ નહિ અને પતંગ ચગાવી નહીં. અને થોડાક સમય પછી તેને અમદાવાદ છોડીને મુંબઈ આવીને મહેનત કરવા લાગ્યો. તેને પોતાનો ઉદ્યોગ શરૂ કર્યો અને ખૂબ જ કમાણી કરી લીધી આજે ઘણા વર્ષો પછી આજે અચાનક જ અગાશીનીપાળી પર એને એક છોકરો , છોકરીને પતંગ ચગાવતા જોયા હતા એટલે અમદાવાદની આગાસીની યાદ એને આવી ગઈ હતી
મનોજને થયું કે, હું ચોક્કસ ઉતરાયણના દિવસે અમદાવાદમાં જઈશ. એ ઉતરાયણના દિવસે અમદાવાદ આવ્યો , રેશ્મા એને મળવા આવી ગઈ, હવે તો રેશ્માના પણ લગ્ન થઈ ગયા હતા
રેશ્માએ કહ્યું: મનોજભાઈ આ વખતે કેમ આગાસી પર નથી જવું? કેમ તમે બહુ મોટા માણસ બની ગયા એટલે પતંગ ચગાવવાનો છોડી દીધું?

મનોજ કહે; મે પતંગ ચગાવવાનું અને ઉતરાયણ વખતે અગાશી પર જવાનું છોડી દીધું છે .

રેશ્મા કહે; તમે મેરેજ ક્યારે કરો છો? તમારી ઉંમર પણ થવા આવી છે હવે તમારે લગ્ન કરી લેવા જોઈએ? પૈસા તો ઘણા કમાઈ લીધા હવે તમારે કોઈ ખોટ નથી .
મનોજે કહ્યું; મને રીંકલ સિવાય કોઈના માં રસ રહ્યો નહીં અને મેં પૈસા કમાવામાં ઘણી બધી મહેનત કરી અને પૈસા કમાવવામાં સફળ રહ્યો પણ દિલની લાગણીઓ હું ફેલ થયો છું અને હવે હું કોઈની સાથે લગ્ન કરીને કોઈના દિલને દુઃખી કરવા માગતો નથી .એટલામાં તરત જ રેશમા એકહ્યું ;ભાઈ રીંકલની વાત કરો છો રીંકલ અત્યારે તેના ઘરે જ છે હમણાં જ ત્રણ ,ચાર દિવસ પહેલા જ મેં વાત કરી હતી
મનોજે કહ્યું ;એમ કેમ? રીંકલ ના તો લગ્ન થઈ ગયાં હતા ને!
રેશ્માએ કહ્યું; હા ,ભાઈ એના લગ્ન થઇ ગયા હતા કુણાલ સાથે, પરંતુ રીંકલ ને એને ખૂબ જ ત્રાસ આપ્યો હતો. રીંકલને કોઈ પણ બાબતમાં એને સુખ આપ્યું નહિ , વારંવાર તેના ઉપર શંકા કરતો હતો અને એને માનસિક ત્રાસ પણ આપતો હતો એટલે રિંકલ છૂટાછેડા આપીને પોતાના ઘરે આવી ગઈ છે.
મનોજ એ કહ્યું; આજે ઉત્તરાયણના દિવસે તું મારી સાથે આવે તો હું રીંકલ ને મળવા માગું છું, તરત જ રેશમા ને મનોજ રીંકલના ઘરે આવી ગયા.
રીંકલએ મનોજને જોઈને નવાઈ પામી ગઈ ,એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા એને કહ્યું; ખરેખર મનોજ મેં તને સમજવામાં ભૂલ કરી છે .આજે તું કેટલો સુખી છે મેં તને એ વખતે પૈસા કરતા તારા પ્રેમની મહત્વ આપી હોત તો મારી આવી દશા ના હોત જે વ્યક્તિ દિલથી પ્રેમ કરે છે તે ક્યારેય પોતાના પ્રિય પાત્રને દુઃખી નથી કરતો
મનોજ કહે; હવે જે બની ગયું છે એને તો ભૂલી જા. તું ફરીથી મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય તો હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું,
રીંકલે કહ્યું ;પરંતુ તમારા લગ્ન હજુ થયા નથી .
મનોજે કહ્યું; મને તારા સિવાય કોઈ પણ છોકરી માં પ્રેમ થયો નહિ. હું તારી પ્રેમની યાદમાં જીવન પસાર કરી રહ્યો હતો . આજે તારા સમાચાર મળ્યા એટલે હું ફરીથી તને મળવા આવ્યો અને હવે હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું .
રિંક્લે કંઈ પણ વિચાર કર્યા વિના કહ્યું કે; મારી એક શરત છે મનોજ કહે;એવી તો હવે કઈ શરત છે હું પૂરી કરી દઈશ.
રેશ્મા કહે ; રીકલ ,આટલા વર્ષે મનોજ ભાઈ પાછા આવ્યા તારી સાથે લગ્ન કરવા તૈયાર થયા અને તને પવિત્ર દિલથી સ્વીકારવા તૈયાર છે,તો પણ શરત ..
રીંકલ એ હસતા કહ્યું કે; લગ્ન પછી આપણે આપણી અગાશીની પાળીએ ઉતરાયણ કરીશું હું તારી ફીરકી પકડીશ અને તારા પતંગની દોર મારા હાથમાં જ રાખીશ,એટલું કહેતાં બધા જ હસી પડ્યા.
મનોજ કહે ;તરી શરત મંજુર છે પરંતુ એ અમદાવાદ ની આગાશી નહિ હોય, હવે પછીની ઉતરાય આપણે મુંબઈ ની આગાસીની પાળીમાં જઈને ઉજવીશું એમ કહેતા મનોજ, રેશ્મા, રિંકલ હસી પડયા.
મનોજ સાથે રિંકલે લગ્ન કરી લીધા અને નક્કી કર્યા મુજબ ઉતરાયણ આવતા જ આગાશી ની પાળી પર જાણે કે સોનેરી સપના ખીલ્યા હોય એમ મનોજનું સુખી સ્વપ્નાઓ સાથે જીવન શરૂ થયું.

પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"