એક પૂનમની રાત પ્રકરણ - 76 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક પૂનમની રાત પ્રકરણ - 76

એક પૂનમની રાત

પ્રકરણ - 76

દેવાંશ વહેલો ઉઠી પરવારીને ઓફિસ જવા નીકળ્યો પાપા તો નીકળી ચુક્યાં હતાં. એ જીપમાં બેસવાં ગયો અને મોબાઈલ પર રીંગ આવી એણે જોયું કે સિદ્ધાર્થ અંકલનો ફોન છે એ કંઇક કેહવા અને સિદ્ધાર્થ અંકલે કહ્યું દેવાંશ પહેલાં હું કહું એ સાંભળ ગઈકાલે ઓફીસથી ઘરે આવવા નીકળયો ત્યારથી આજ પરોઢ સુધી મારી સાથે કંઇક અગોચર જ બની ગયું છે મને ખબર છે તારે આજે ઓફિસે મીટીંગ છે તું એ પતાવીને પછી શાંતિથી ઓફિસ આવજે મારે ખુબ અગત્યનું કામ છે. મને એપણ ખબર છે આજથી નવરાત્રી ચાલુ થાય છે તમારે પ્રોગ્રામ હશે પણ થોડી રૂબરૂ વાત થાય એ જરૂરી છે હું સર સાથે બધી વાત કરી લઈશ પણ તું આવે ત્યારે એકલો આવજે રૂબરૂમાં બધી વાત એમ કહી દેવાંશને સાંભળ્યા વિનાજ ફોન મૂકી દીધો.

દેવાંશે વધારે આષ્ચર્ય થયું એણે થયું કાલથી સિદ્ધાર્થ અંકલ નો ફોન સ્વીચઑફ કરીને રાખેલો એમની સાથે શું થયું હશે ? આમ વધુ સસ્પેન્સ બની ગયું પણ એણે બધાં વિચારો હટાવીને જીપ સ્ટાર્ટ કરી અને વ્યોમાને લેવા એનાં ઘરે પહોંચી ગયો. અત્યારે એણે વ્યોમાને લઈને ઓફિસે પહોંચવાનું હતું...

*****

વ્યોમા ઓફિસે જવા તૈયાર થઈ થઈ રહી હતી એણે એની મોમ ને કહ્યું મોમ હું તૈયાર થઈ જઉં અને હમણાં દેવાંશ આવી જશે આજે ઓફીસમાં કમલ સરે ખાસ મીટીંગ બોલાવી છે નાના -મામા પણ આવી જશે એમની સાથે સાંજે વાત કરી શકાશે. આજથી નવરાત્રી પણ ચાલુ થાય છે માં આજે ટીફીન ના આપીશ બધી સાંજે વાત.

વ્યોમાની મમ્મીએ કહ્યું પણ થોડું દ્રાયફ્રૂટ સાથે રાખ તને સારું રહેશે થોડું વધારે મુકું છું દેવાંશને પણ ચાલશે.

ત્યાં દેવાંશ આવી ગયો એણે હોર્ન માર્યો જીપ બંધ કરીને ઘરમાં આવ્યો. એ વ્યોમાની મમ્મીને પગે લાગ્યો એણે પૂછ્યું અંકલ ક્યાં ? વ્યોમાએ કહ્યું પાપા બાથ લેવા ગયાં હમણાંજ આવશે હું તારીજ રાહ જોતી હતી. દેવાંશ વ્યોમાની સામેજ જોઈ રહેલો આંખથી જાણે પી રહેલો. વ્યોમાની મમ્મી ત્યાંથી કિચનમાં જતાં રહ્યાં જતાં જતાં બોલતા ગયાં ચા મુકું છું ચા પીને નીકળો ત્યાં સુધીમાં પાપા પણ તૈયાર થઈને આવી જશે.

મમ્મીનાં ગયાં પછી વ્યોમાએ દેવને કહ્યું શું આમ મને મમ્મીની સામે તાંક્યા કરે છે સૌ લૂચ્ચો છે. દેવાંશે આંખ મિચકારીને કહ્યું તું એકદમ સ્વસ્થ અને બ્યુટીફૂલ લાગે છે જાણે એકદમ નવોઢા...વ્યોમાએ કહ્યું હાં સારું લાગે છે મારાં વરજી પણ આજે મીટીંગ કંઇક ખાસ છે શું હશે? દેવાંશે કહ્યું હાં ખાસજ છે એવું લાગે પણ જઈએ એટલે ખબર. ત્યાંજ વ્યોમાનાં પાપા આવી ગયાં એમણે દેવાંશને જોઈને કહ્યું વાહ ઓફીસ જવા તૈયાર ? પછી કહ્યું આજે વ્યોમાનાં નાના અને મામા આવે છે એમને મળવાનું થશે.

દેવાંશે કહ્યું ઓફીસ મીટીંગ પછી મારે સિદ્ધાર્થ અંકલ સાથે ખાસ મીટીંગ છે હમણાંજ એમનો ફોન હતો વ્યોમા ઓફીસથી રિક્ષામાં આવી જશે હું મીટીંગ પરવારી ઘરે જઈને ફ્રેશ થઈ ચેન્જ કરીને આવી જઈશ આજથી નવરાત્રી પણ ચાલુ થાય છે. એ સમયે નવરાત્રી અંગે જઈશું.

ત્યાં વ્યોમાની મમ્મી ચાર કપ ચા નાં ટ્રેમાં લઈને આવી ગયાં એમણે કહ્યું પહેલાં ગરમાં ગરમ ચા પી લો વ્યોમાએ ના પાડી હતી એટલે નાસ્તો નથી લાવી પછી દ્રાયફ્રૂટનું બૉક્ષ આપીને કહ્યું આ રાખ વ્યોમા સમય મળે આ ખાઈ લેજો.

વ્યોમાનાં પાપાએ કહ્યું વાહ ગરમાં ગરમ આદુમસાલાની ચા મજા આવી ગઈ દેવાંશ તારાં લીધે બીજો રાઉન્ડ મળ્યો હસતાં હસતાં બધાએ ચા પીધી.

ચા પીને દેવાંશે કહ્યું ચલો અમે નીકળીએ સાંજે મળીશું અને દેવાંશ અને વ્યોમા ઓફીસ જવા માટે નીકળી ગયાં.

*****

દેવાંશની ઓફિસે કોન્ફરન્સ હોલમાં એક પછી એક બધાં આવી રહેલાં. કમલજીત સર હાજર હતાં એમની બાજુની સીટ ખાલી હતી ત્યાં એક પછી એક - અનિકેત -અંકિતા, કાર્તિક બહાદુરસિંહ ,ભરોસિંહ અને બીજા કર્મચારી હાજર હતાં ત્યાં દેવાંશ અને વ્યોમા પણ આવી ગયાં બધાએ પોતપોતાની સીટ લઇ લીધી કમલજીત સર બધાને શાંતિથી બેસવાં જણવ્યું અને કોન્ફરન્સ હોલમાં લાંબી દાઢી મોટી આંખો અને પ્રભાવશાળી વ્યક્તિત્વએ પ્રવેશ કર્યો. કમલજીત સરે એમને સન્માનપૂર્વક આવકાર આપ્યો અને એમની બાજુની ખાસ ખુરશી પર એમને બેસવાં આમંત્રણ આપ્યું.

એમનું વ્યક્તિત્વ જોઈનેજ બધાં આપો આપ ઉભા થઈને માન આપ્યું. કમલજીત સરે પણ સન્માન આપ્યું અને કહ્યું આપણી વચ્ચે આજે રાષ્ટ્રિય અધ્યક્ષ ડો. દેવકાંત ખુરાના સર હાજર છે જેઓ આર્કિઓલોજી ઓફ ઇન્ડિયાનાં અધ્યક્ષ છે એમની સૂચના અને દોરવણી હેઠળ આખું તંત્ર કામ કરે છે. ખુરાનાજીએ આપણાં ભારતનાં ખૂણે ખૂણે આવેલા પ્રસિદ્ધ અપ્રસિદ્ધ બધીજ ઇમારતો -વાવ- પૌરાણીક મહેલો-ગુફાઓ મંદિરો અને સ્થાપત્યોનો ઝીણવટથી અભ્યાસ કરેલો છે એમનું એમાં ઘણું યોગદાન છે. ખુરાનાજીને અહીં આમંત્રણ આપવા પાછળ ખાસ કારણ છે. અને એમનાં માર્ગદર્શન નીચે હવે આગળનાં કામ કરવાનાં છે. આ વર્ષે વડોદરા વિભાગમાં જે અગમ્ય અનુભવો થયાં છે જે કંઈ ઘટનાઓ બની છે એનો સંપૂર્ણ રિપોર્ટ એમને આપી દેવામાં આવ્યો છે. આપણું આમંત્રણ બલ્કે રિપોર્ટનાં અભ્યાસ પછી એમણેજ અહીં આવવા માટે ખાસ બ્રીફ કરેલું. અને હવે હું ખુરાનાં સરને વિનંતી કરું છું કે તેઓ આપણને આ અંગે માર્ગદર્શન આપે.

કમલજીતસરને શાંતિથી સાંભળી રહેલાં ખુરાનાં સરની ચકોર નજર બધાંની સામે ચોક્સાઈથી ફરી રહી હતી એમની એટલી સ્પષ્ટ હતી અને આંખોથી જાણે બધાંને સ્કેન કરી રહી હતી. એમણે પહેલાં કહ્યું બધાં પોતપોતાનો નામ એમને સોંપવામાં આવેલી કાર્યસૂચી અને ટેરેટરી પ્રમાણે રજુઆત કરે અને હું એ ટીમ સાથે સીધે સીધી વાત કરીશ પ્રશ્ન પૂછીશ અને એ પ્રમાણે માર્ગદર્શન આપીશ.

કમલજીત સરે પહેલાંજ કાર્તિક અને ભેરોસિંહ તરફ આંગળી કરીને કહ્યું કાર્તિક સૌપ્રથમ તમે તમારો રીપોર્ટ અનુભવ જણાવો.

કાર્તિક અને ભૈરોસિંહે એકબીજાની સામે જોયું અને પછી કાર્તિકે શરૂઆત કરી. એણે કહ્યું "નમસ્કાર સર" હું કાર્તિક બોડાં અને ભેરોસિંહ રાણા અમે બે જણાં વડોદરા નદીકાંઠાની ઇમારતો જેમાં મહીસાગર, વિશ્વામિત્રી નદીકિનારેનાં મંદિર અને ભરૂચ...સુધી.. ત્યાં ભેરોસિંહે હાથ દબાવ્યો.

કમલજીતની નજર પડી ગઈ એમણે કહ્યું ભેરોસિંહ તમારે કંઈ કહેવું છે? ભેરોસિંહ ઉભો થયો અને બોલ્યો મેરો નામ ભેરોસિંહ સરજી હું એવું કહેવા મંગુ છું કે અમે શોધતાં શોધતાં છેક ભરૂચની કેડિયા ડુંગરની ગુફાઓ સુધી પહોંચી ગયાં હતાં...ડો ખુરાનાં શાંતિથી સાંભળી રહેલાં કેડિયા ડુંગરનાં નામનો ઉલ્લેખ થતાં એમની આંખો મોટી થઈ. પણ એ સાંભળી રહ્યાં. ત્યાં કમલજીત સરે પ્રશ્ન કર્યો ઠીક છે પણ અમે સાંભળ્યું તમે પૌરાણીક જગ્યાઓ સાથે સ્મશાનભૂમિ અને કબ્રસ્તાનની પણ મુલાકાત લો છો સાચી વાત ?

કાર્તિક અને ભેરોસિંહ બંન્ને એકબીજાની સામે જોવા લાગ્યાં. ડો ખુરાનાએ વચ્ચેથી કહ્યું ઠીક હૈ બૈઠ જાઓ મેં બાદમેં સવાલ કરૂંગા કાર્તિક અને ભેરોસિંહ ભોંઠા પડી બેસી ગયાં.

કમલજીત સરે કહ્યું દેવાંશ હવે તું જણાવ. દેવાંશ ઉભો થઈ બે હાથે નમષ્કાર કરીને કહ્યું ડો ખુરાનાજી અહીં પધાર્યા એ અમારે માટે ખુબ આશીર્વાદ રૂપી નીવડશે. અમને કમલજીત સરે સોંપેલી ટેરેટરી અને કામથી ખુબ સંતુષ્ટ અને આભારી છીએ.

સર મારી ટીમમાં મિસ વ્યોમા અગ્નિહોત્રી છે અમે પાવાગઢ અને રત્નમાળનાં જંગલમાં આવેલી પૌરાણીક વાવ અને મહેલનો અભ્યાસ - એમની જાળવણીનાં રીપોર્ટ માટે કામ શરૂ કરેલું. અહીં અવાવરું જગ્યાઓએ જે જર્જરીત અને પૌરાણીક સ્થાપત્યો છે તે ખુબ સુંદર અને નક્શી કોતરણીવાળા ભવ્ય છે એણે સમારકામ અને ચોક્કસ નિરીક્ષણથી સંભાળ અને સુરક્ષાની જરૂર છે. આ બધાં કામ કરતાં અમને અગમ્ય અગોચર અનુભવો પણ થયાં છે અને સરને રીપોર્ટ પણ આપ્યાં છે સર અહીં રતનમાળનાં જંગલો પાવાગઢ આસપાસ ઘણાં કિંમતી વૃક્ષો છે એનું લાકડું ખુબ પૈસા કમાવી આપે છે અને ગેરકાનૂની કામ પણ ઘણાં થાય છે. અહીંના જંગલોમાં ઘણી આયુર્વેદિક જડીબુટ્ટીઓ થાય છે અહીં આદીવાસી કોમ એની જાળવણી અને ઉછેર પણ કરે છે પણ...સર ખુબ અગત્યની વાત છે કે કોઈ અગોચર શક્તિઓ પણ અહીં વાસ કરે છે આ વૈજ્ઞાનિક આધુનિક સમયમાં પણ એનો ઉલ્લેખ પણ ટીકાપાત્ર અને હાસ્યાસ્પદ બનાવે છે....

વધુ આવતા અંકે - પ્રકરણ 77