Ek Pooonamni Raat - 75 books and stories free download online pdf in Gujarati

એક પૂનમની રાત - પ્રકરણ : 75

એક પૂનમની રાત

પ્રકરણ : 75

સિદ્ધાર્થ અને ઝંખનાનાં તૃપ્તિનાં આસ્વાદ પછી સિદ્ધાર્થને શોક અને ગ્લાનીની ભાવના થાય છે અને ઝંખનાએ કહ્યું તું કોઈપણ પ્રકારનો શોક કે પસ્તાવો નાં અનુભવીશ તેં આજે જેની સાથે ભોગવટો કર્યો છે એ પણ એક પવિત્ર અઘોરી આત્મા છે તને હું જણાવું આજે મારી બધી કહાની..

સિદ્ધાર્થ પ્રેમ નજરે ઝંખનાને જોઈ રહેલો એણે ઝંખનાનાં ખોળામાં પોતાનું માથું મૂકી દીધું અને ઝંખનાએ એનું કપાળ ચૂમીને કહ્યું સિદ્ધાર્થ ભલે હું એક આત્મા છું અને તું જીવિત માનવી...પણ આપણું આવી રીતે મિલન નિશ્ચિતજ હશે જેથી તેં આજે મારાં મંત્રની સાધના કરી. હું તને મારી જીવનથી અવગતિની આખી વાત કહેવાં માંગુ છું મને વિશ્વાસ છે કે મારી સદ્દગતિ તારાં જ હાથે થશે સિદ્ધાર્થ ખુબ રસ પૂર્વક ઝંખનાની વાત સાંભળી રહેલો. સિદ્ધાર્થે જોયું કે આટલી સ્વરૂપવાન ઝંખનાનો ચહેરો નિસ્તેજ થઇ રહેલો અને એટલી પીડા સાથે કહ્યું " સિદ્ધાર્થ...

*****

દેવાંશ બીજા દિવસે સવારે વહેલો ઉઠી ગયો આજથી અંબામાની નવરાત્રી ચાલુ થઇ રહી છે એ થોડો ઉત્સાહમાં હતો એને વ્યોમાને ઉઠીને તરતજ ફોન કર્યો. થોડી રીંગ પછી વ્યોમાએ ફોન ઉઠાવ્યો અને બોલી ગુડમોર્નિંગ દેવું જાણ એય લવ યુ માય હેન્ડસમ. દેવાંશે પણ લાડ કરતાં કહ્યું લવ યુ માય સ્વીટુ નીંદર આવીને ? આપણે વાત થયાં પછી હું પણ સૂઈજ ગયેલો એટલી સંતોષની નીંદર આવી છે ને કે હું અત્યારે એકદમ તાજો માજો ઉઠ્યો છું.

વ્યોમાએ કહ્યું એય મારાં તાજા માજા મીઠું મીસ યુ તને વળગીને સુઈ ગયેલી તારી રીંગથીજ ઉઠી છું. દેવાંશે કહ્યું સ્વીટુ આજથી નવરાત્રી ચાલુ થઇ છે આ સપરમાં દિવસોમાં બધું સારું થાય આપણને હેરાન કરતી શક્તિઓનો નાશ થાય આમ પણ માં ની નવરાત્રી નકારાત્મક શક્તિઓ ઉપર હકારાત્મક ઉર્જાની જીતજ ઉજવાય છે. રાક્ષસો અને કાળી શક્તિઓ ઉપરનો વિજય એજ નવરાત્રી છે. ભગવાન રામનું રાક્ષસરાજ રાવણ સાથે યુદ્ધ થાય છે ત્યારે ભગવાન સૂર્યનારાયણ એમને માં નું સ્તવન સ્મરણ કરવાનું કહે છે અને ભગવાન રામ માં નું સ્તવન કરે છે માં શ્રીદેવીની આરાધના અને આશીર્વાદથી રાવણ પર વિજય મેળવે છે એટલે વિજયાદશમી ની ઉજવણી થાય છે. આતો આ નવરાત્રી પર્વ નું માહાત્મ્ય છે. અને માતા સીતા પોતે સ્વયં જગદંબા છે શ્રી અને સ્ત્રી સ્વરૂપ શક્તિનું મિલન એટલે કાળી શક્તિઓનો સર્વનાશ.

એમ આપણને હેરાન કરતી કાળી શક્તિઓનો ધ્વંશ આ નવરાત્રી દરમ્યાન થઇ જાય એજ માં ને પ્રાર્થના.

વ્યોમાએ આનંદીત થતાં કહ્યું હાં મારાં દેવાંશ એવુંજ થશે તને તો ઘણું બધું જ્ઞાન છે મને આટલી પણ ખબર નહોતી નાનપણથી નવરાત્રી આવે એટલે બસ ચણિયાચોળી પહેરવાં સરસ તૈયાર થવું અને ગરબા ગાવા જવાનું બહેનપણીઓ સાથે અને માં ની આરતી ગઈ પ્રસાદ લઇ ઘરે આવવું એની પાછળની આ કથા આજેજ મેં સાંભળી.

દેવાંશે કહ્યું એ તો એવુંજ હોયને ઘણાંને નથી ખબર હોતી મને ક્યાં ખબર હતી ? પણ મેં બધાં ગ્રંથ વગેરે વાંચવાનું શરૂ કર્યું પછી ખબર પડી જોકે હવે તો નવરાત્રી ઉપાસના વિશે ઘણું જાણું છું આ આસોની નવરાત્રી વિજયપર્વ તરીકે ગરબા-રાસ કરીને બધાં ઉજવે છે પાછળ દિવાળી દિવા પર્વ રોશની કરવાની અને નવું વર્ષ ઉજવવાનું.

ભગવાન રામનાં રાવણ પર વિજય મેળવી લંકાનું રાજ એમનાં ભાઈ વિભીષણને સોંપીને અયોધ્યા માં સીતા સાથે પાછાં આવે છે અને ભરત અને ભાઈઓને મળીને પછી એમને રાજ્યાભિષેક થાય છે રામરાજ્ય બને છે અને આખી અયોધ્યામાં રોશની દિપક પ્રગટાવીને આનંદ કરે છે એ દિવાળી. અને રામરાજ્યની શરૂઆત આસો માસ અને અસુરોનો અંત પછી નવું વર્ષ શરૂ થાય જોકે રામાયણ ગ્રંથમાં વચ્ચે ઘણાં બનાવો બને છે અરે માં સીતાની અગ્નિ પરીક્ષા લેવાય છે પણ સવાર સવારમાં તને આખું આધ્યાન નથી કહેતો એમ કહીને હસી પડ્યો.

વ્યોમાએ કહ્યું તારું આ કહેવું અને મારુ સાંભળવું મને ખુબ આનંદ આપે છે અને યોગનું યોગ આજથી નવરાત્રી ચાલુ થાય છે એટલે સારું થયું એ બહાને ભગવાન રામ અને માં જગદંબા સીતાજીનું સ્મરણ થઇ ગયું.

દેવાંશે કહ્યું વ્યોમા બીજી ખાસ વાત તને કહેવી છે કાલે રાત્રે પાછો આવ્યો ઘરે ત્યારે પાપા પણ ઘરે આવી ગયાં હતાં. મેં એમને કહ્યું અઘોરિજીનો સંપર્ક કરવો છે અને આછી પાતળી આપણાં અનુભવોની વાત કરી છે. એપણ થોડાં મારાં અંગે ચિંતામાં હતાં એમણે કહ્યું બે દિવસમાં આપણે સમય કાઢીને અઘોરિજીનો સંપર્ક કરશું અને એવું બોલ્યાં કે દેવાંશ તારી પણ મને ચિંતા રહે છે તું આ જોબ છોડીને તારો કોઈ આગવો વ્યવસાય કર આ બધી લોથમાં તું આવી શક્તિઓનાં સંપર્કમાં આવે અને તારી જીંદગી પર જોખમ તોળાયેલું રહે મને પસંદ નથી. મેં માંડ એમને સમજાવ્યા પાપા એ તો દરેક કામમાં કોઈને કોઈ જોખમ રહેજ તમારી પોલીસની જોબમાં તો કેટલું બધું જોખમ છે. એમ કઈ આપણને ગમતું કામ છોડી દેવાય ? એતો બધાં સમાધાન મળી રહેશે.

વ્યોમાએ કહ્યું સાચી વાત છે ગઈકાલે રાત્રે મમ્મી પાપા પણ ચિંતામાં હતાં એમણે આજ શબ્દો કીધાં કે આવી જોબ નથી કરવાની છોડી દે. આપણે એવી ક્યાં જરૂર છે ? મેં કીધું દેવાંશ સાથેજ છે ચિંતા ના કરો પણ આજકાલમાં નાનાજી કે મામા આવી જશે એલોકો તો મારી જન્મ કુંડળી જોઈને આપણાં લગ્ન નક્કી કરવાનાં બંન્ને અગત્યનાં કામ છે. આપણે એમ જોબ નથી છોડી દેવી આપણે સાથે છે અને કોઈને કોઈ રસ્તો એનો નીકળી આવશે...અને દેવું આજથી નવરાત્રી ચાલુ થાય છે આપણે અંબેમાતાનાં મંદિર જઈશું. અને શ્રીફળ ચઢાવીને સંકલ્પ મુકીશું હવે તો આપણાં લગ્ન પણ નક્કી થઇ જવાનાં મને તો સૌથી વધારે ખુશી આનંદ એનોજ છે.

દેવાંશે કહ્યું હાં પણ આજે કમલજીત સરે ખાસ મીટીંગ બોલાવી છે પહેલાં એ એટેન્ડ કરવાની છે એમનો ખાસ આગ્રહ છે કે હાજર રેહવું કોઈ મોટાં સર આવવાનાં છે એવી માહિતી મળી છે હું તને લેવા આવી જઈશ તું એકલી ના નીકળીશ એ બહાને એટલો સમય વધુ સાથે રહેવાશે.

વ્યોમાએ કહ્યું ભલે હું રાહ જોઇશ. ત્યાં વ્યોમાને મામીની બૂમ સંભળાય છે વ્યોમા...વ્યોમા ઉઠી છું દીકરા ?

વ્યોમાએ ચાલુ ફોને કહ્યું હાં મમ્મી ઉઠી ગઈ છું આવું પાંચ મિનીટમાં અને દેવાંશને કહ્યું દેવું હું પરવારું ? દેવાંશે કહ્યું અરે બે મિનીટ બીજી એક અગત્યની વાત સાંભળતી જા હું ગઈ કાલે રાતથી સિદ્ધાર્થ અંકલને ફોન કરું છું પણ એમનો ફોન સ્વીચ ઓફ જ આવે છે પાપાએ પણ રાત્રે એમનાં પ્રાઇવેટ નંબર પર ફોન કરેલો તોય સ્વીચઓફ આવેલો આ મારાં માટે ખુબ મોટી સરપ્રાઈઝ છે સિદ્ધાર્થ અંકલનો કદી ફોન સ્વીચઓફ ના આવે પણ હશે કંઈ ખાસ કારણ હું નાહીધોઈ તૈયાર થઇ તને લેવાં આવું પહેલાં પાછો પ્રયત્ન કરીશ રૂબરૂ વાત કરીશું ચાલ પરવારીએ બાય જાન..વ્યોમાએ કહ્યું નવાઈ ની વાત છે ટેક કેર બાય કહી ફોન મુકાયાં.

****

વ્યોમાનાં મમ્મીએ ઉઠીને એનાં પાપાને કહ્યું પાપાનો ફોન આવી ગયો એ અને મામા બંન્ને બાય રોડ અહીં આવવા નીકળી ગયાં છે એમણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવું આશ્વાસન આપ્યું છે અને તેઓ અહીં રોકાવાનાં છે એ મહારાજાને પણ મળવાનાં છે મને તેઓ આવવાનાં છે એ જાણીનેજ આજે થોડી ધરપત થઇ ગઈ છે એલોકો જમવાનાં સમય સુધીમાં આવી જશે આમ પણ આજે નવરાત્રી છે અને પાપાને ખુબ ભાવતી પુરણપોળી બનાવીશ બને તો તમે પણ આજે ઓફિસે રજા મૂકી દો તો એમની સાથે શાંતિથી બેસી શકાય અને વાતો થાય.

વિનોદભાઇએ કહ્યું ભલે એમજ કરું છું આમ પણ મારી હકની રજાઓ બધી એમજ પડી છે હું ત્રણ દિવસની રજા જ મૂકી દઉં છું નવરાત્રી ચાલુ થાય છે અને આ ત્રણ દિવસમાં દિકરીનાં લગ્નનું નક્કી કરી લેવાય અને એણે છોકરો ભલે જાતે પસંદ કરી લીધો પણ એટલો સારો શોધ્યો છે કમીશ્નરનો છોકરો અને સંસ્કારી કુટુંબ છોકરો કેટલો સમજદાર અને વ્યોમાની કાળજી લેવાવાળો બસ સારું બધું ગોઠવાઈ જાય એટલે ગંગા ન્હાયા.

*****

દેવાંશ નાહીધોઈ તૈયાર થઈને ટીફીન લઈને નીકળવાની તૈયારી કરે છે અમે મોબાઈલ રણકે છે જોયું સિદ્ધાર્થ અંકલનો ફોન છે એ કંઈ કહે...

વધુ આવતા અંકે - પ્રકરણ 76

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED