આ લોકોએ કેટલું ખોવ્યું છે?, આવી વાતો એમના નસીબ માં જ નથી, આવી વાતો એટલે?
જેમકે...
_મારા પપ્પા તો ચાલતા પાંચ કિલોમીટર દૂર સ્કૂલે જતા હતા, બોલ
_મારા પપ્પા તો સ્કૂલે બહુ ભૂખ લાગે ત્યારે એક રૂપિયા નુ ભુસુ ખાતા હતા, બોલ
_ મારા પપ્પા ને મહિને પાંચ જ રૂપિયા પોકેટ મની મળતી હતી, બોલ
_ મારા પપ્પા ને તો બીજા ત્રણ ભાઈ અને ત્રણ બેનો હતી,
પણ એક રૂમ રસોડા માં મસ્તી થી રહેતા હતા, બોલ
_ મારા પપ્પા વખતે પંજા (પાંચ પૈસા)ની પતંગ મળતી હતી, બોલ
_અમારા ફેમિલી માં અમે ત્રણ ભાઈઓ અને બે બહેનો, અમારા પપ્પા અમારા કપડા સિવડાવે ત્યારે એક તાકો લઈ આવે એમાંથી અમારા બધાના કપડા બની જાય, અમે સાત જાણ બહાર નીકળીએ ત્યારે બધા મશ્કરી હો બહુ કરતા, પણ અમે બધા ટેવાઈ ગયેલા, બોલ
_ અમે બરાબર ભણીએ એટ્લે મમ્મી સાઇડ પણ વેલણ પણ મૂકે ,બોલ
_અબે, મારા પપ્પા મમ્મી ના જમાના માં તો 3000રૂપિયે સોનું હતું, બોલ
_ અલા, તને ખબર છે, પેલો મોલ નઈ, જે જમીન પર ઉભો છે, એ જમીન, અમારે લેવાની હતી, પણ સાલુ બાપા પાસે એ વખતે પૈસા જ નોતા, બોલ
_ અલા મને ભણાવવા માટે તો મારી મમ્મી થીંગડા વાળા લૂગડાં પહેરતી હતી, બોલ
_ અલા, મારા બાપા એ તો પચાસ વર્ષે બાઇક શીખેલી, બોલ
_ અબે, અમે દર શુક્રવારે થિયેટરમાં નવા પીચ્ચર જોવા જતા હતા, બોલ
_ તું નઈ માને, મારા બાપા દર બે મહિને ઢોંસા ખાવા લઇ જાય અને બિલ અમારા ફેમિલી વચ્ચે ખાલી 120 રૂપિયા નું જ બને, બોલ
_અબે, મારા પપ્પા મમ્મી સ્લીપર પહેરેને, પછી નીચેના દટટા તૂટી જાય ને પહેલા તો નીચે સેફ્ટી પિન મારીને ચલાવે, પછી પણ તૂટી જાય ને તો નવી પટ્ટીઓ નખાવે, પણ નવા સ્લીપર તો બે વર્ષે જ આવે, બોલ
_ અરે તને ખબર છે, મેળા માં જવું હોય ને પપ્પા અમને પાંચ જણાને એક જ બાઇક પર લઇ જાય, એમાં કાયમ મારે તો પેટ્રોલ ની ટાંકી પર જ બેસવાનું, બોલ
_અલી, મારી મમ્મી તો અમે સ્કૂલે જઈએ ત્યારે અમારા ચહેરા પર પોન્ડ્સ પાવડર છાંટીને પછી જ મોકલે, બોલ
_અલી, મારી મમ્મી તો ઘઉં દળાવવા એક કિલોમીટર દૂર ચાલતી જાય, બોલ
_ અલી, મારી મમ્મી મારા માંથા માં એટલું બધું તેલ નાખે, એટલું બધું નાખે કે મારું ફરાક પણ તેલથી ભીનાઈ(ભીનું થઈ જાય) જાય, પણ મમ્મીને કશું જ ના કહેવાય,બોલ
_ અલી, મારી મમ્મી ગરબા રમે ને ત્યારે જાતે ગરબા ગાઈને ગરબા રમવાના બોલ,
_અલી, મારી મમ્મી ડ્રેસ સિવડાવે ને ત્યારે દરજી બસો રૂપિયા સિલાઇ લે, બોલ
_અલા, મારા બાપા ખિસ્સાવાળું ગંજી પહેરતા હતા, બોલ
_ અલા, મારી મમ્મી ની આંખો તો કાયમ લાલ જ રહેતી હતી, રોજ ચૂલો ફૂકવાનો ને એટલે, બોલ
_ અલા, અમારા ઘરમાં તો ચારે બાજુ કેલેન્ડર જ કેલેન્ડર , ભીંત ના પોપડા દેખાય ના ને એટલે, બોલ
_ અલા, નહાવાનું પાણી તો ચૂલા પર જ ગરમ કરવાનું, એ વખતે તો ગેસ થોડો હતો,બોલ
જોયું ?, આવા પ્રકાર ની વાતો નો આનંદ મુકેશ અંબાણી, કુમાર મંગલમ બિરલા વગેરે જેવી રોયલ ફેમિલી ના છોકરા છોકરીઓએ ખોવ્યો ને?!!!.. આવી વાતોનો આનંદ તો મિડલક્લાસિયાઓ ને જ આવેને?,
હવે તમે બોલો...
😄😄😄😄😄😄😄😄😄😄😄😄
.
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995