ટિકટોક સ્ટાર Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટિકટોક સ્ટાર

કોરોના કાળ માં હસતા રહો, લાફટર ઇઝ એ બેસ્ટ મેડીસિન

( ખડખડાટ હસાવતી ' નિજ' લિખિત હાસ્ય રચના)

ટિકટોક સ્ટાર

બધાના ટિકટોક વિડિયો જોઈ ને ગોટ્યા ને પણ એવો કોઈ ઝક્કાસ ટિકટોક વિડિયો બનાવવાનું મન થયું...
એટલે હવે કયા વિષય પણ વિડિયો બનાવવો એ વિચારવા માંડ્યો,
ગોટ્યા ના મન માં થયું કે પતિપત્ની વાળા, ભાઈબંધો સાથે મશ્કરી વાળા, પ્રેમી યુગલ ના તો બહુ વિડીઓ ટિકટોક પર છે, પણ આપણે કંઈ અલગ કરીએ, ...
એણે બહુ વિચાર્યું, પછી એક નવો જ આઈડિયા આવ્યો,...
કે યુ ટ્યુબ પર દરેક હિરો ની એન્ટ્રી જોઈ લઈએ અને એવીજ સ્ટાઈલ માં આપણે પણ એન્ટ્રી પાડીએ અને એનો વિડિયો ઉતારી, એડિટિંગ કરી ને ટિકટોક પર અપલોડ કરીએ, તો કદાચ લાખો લાઈક્સ આવી શકે,
અને મેઈન હિરો ની એન્ટ્રી અને બાજુમાં પોતાની એન્ટ્રી એક જ સ્ક્રીન પર આવે એવી રીતે કરીએ એટલે વધારે સરસ લાગશે, અને બધાને મારી એક્ટિંગ નો પણ ખ્યાલ આવશે, શું ખબર કોઈ ડિરેક્ટર, પ્રોડ્યુસર કે કાસ્ટીંગ ડિરેક્ટર જોઈ લે તો કદાચ પિક્ચર બિકચર , ટીવી કે વેબસિરીઝમાં ચાન્સ મળી પણ જાય...
એટલે ગોટ્યાએ યુ ટ્યુબ પર રિસર્ચ ચાલુ કર્યું, અલગ અલગ હિરો ની એન્ટ્રી જોઈ એવી રીતેજ પોતાનો વિડિયો પણ ઉતારવાનો ચાલુ કર્યો...

સૌ પ્રથમ એણે અનીલ કપુર ની તેજાબ ની નકલ કરી...
અનીલ કપુર હપ્તા ઉઘરાવે છે અને ત્યાર પછી ટ્રેઈન ના પાટા પરથી પસાર થઈ ને બીજા ગુંડા ઓ સાથે ફાઈટિંગ કરે છે,...
આ આખો સીન કેવી રીતે રિક્રીએટ કરવો એ એના ફ્રેન્ડસ લોકો ને સમજાવી દીધું, અને શૂટિંગ સ્ટાર્ટ કર્યું
સૌ પ્રથમ હપ્તા ઉઘરાવે છે એ સીન સ્ટાર્ટ કર્યો, ચિલ્ડ્ન બેંક વાળી નોટો ભાઈબંધો ને આપી દીધી અને 'એક્શન, કેમેરા, ડાયલોગ,'
સેઇમ અનીલકપુર સ્ટાઈલ માં ડાયલોગ ચાલુ કર્યા,
હજુ તો મવાલી સ્ટાઈલથી બોલવાનું ચાલુ કર્યુ ને બીજી જ સેકન્ડે પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ ત્રાટકી, ને ઇન્સ્પેક્ટરે ગોટ્યાને પકડ્યો ને ઢોર માર માર્યો, અરે અરે પણ મારો વાંક, મારો વાંક પૂછતો રહયો ને ઇન્સ્પેક્ટર મારતો રહ્યો, સાલા હપ્તા ઉઘરાવે છે? બેરે બેરે સમજાવ્યો ત્યારે મારવાનું છોડ્યું,
પણ તોય ગોટ્યાને દસ દિવસ હોસ્પિટલ માં રહેવું જ પડ્યું....

પણ અગિયારમાં દિવસે પાછું ગોટ્યા ને ટિકટોક નું ભૂત વળગ્યું,
આ વખતે એણે અજય દેવગણ વાળો સીન ની નકલ કરવાનું વિચાર્યું,
અને એ પણ પાછી બે બાઇક વાળી એન્ટ્રી વાળો સીન , ...
એમાં અજય દેવગણ બે બાઇક ની વચ્ચે પગ પહોળા કરીને એન્ટ્રી લે છે, યાદ આવ્યું?
બસ એવીજ રીતે....
તો ગોટ્યા એ એના એજ ભાઈબંધો ને સીન સમજાવી દીધો, બે જણાએ બે બાઇક બાજુબાજુમાં રાખી, વચ્ચે ગોટ્યો બે બાઇક ની વચ્ચે એટલે કે એક બાઈક પર એક પગ અને બીજી બાઇક પર બીજો ,એવી રીતે ઊભો રહ્યો,...
અને એક્શન, કેમેરા, સ્ટાર્ટ જાતેજ બોલ્યો... અને બંને ભાઇબંધો એ બાઇક ચાલુ કરી, અને ગોટ્યા ના સૂચન પ્રમાણે બંને બાઈક વચ્ચે ધીમે ધીમે ડિસ્ટન્સ વધારવા માંડ્યા એટલેકે જમણી સાઇડ વાળી બાઇક વધારે જમણી બાજુ અને ડાબી સાઇડ વાળી બાઇક વધારે ડાબી બાજુ લીધી, વચ્ચે ગોટ્યો ધીમે ધીમે પહોળો થવા માંડ્યો, ધીમે ધીમે સીન જામવા માંડ્યો, વેરીગુડ વેરીગુડ બોલવા માંડ્યો, ને ભાઈબંધો પણ ફોર્મ માં આવી ગયા,
પણ, પણ, પણ એકદમ જ ભાઈબંધો જરા વધારે પડતા ફોર્મ માં આવી ગયા ને બંને બાજુ વધારે પડતું અંતર લેવાઈ ગયું ને ચર ર ર ર ર ર ર ર......... ચ ર.. ર. ર ર ર...... કરતું ગોટ્યા નું પેન્ટ નીચેથી ફાટ્યું, ને ગોટ્યા એ જોરથી ચીસ પાડી, કટ કટ કટ...તમારી તો (ગાળ, ગાળ, ગાળ) અક્કલ ના ઓથમિરો (ગાળ, ગાળ, ગાળ).... ને જે સુરતી ચાલુ કરી,
ને અધૂરા માં પુરો પાછો પેલો જ ઇન્સ્પેક્ટર એની એજ ટીમ સાથે ત્રાટક્યો, સાલા રસ્તા પર સ્ટંટ કરે છે? બોલી ને પછી ગોટ્યાને જે ઝૂડ્યો, જે ઝૂડ્યો, જે ઝૂડ્યો, પાછો દસ દિવસ માટે ગોટ્યો...................... માં,
પણ આતો ગોટ્યો ,ટિકટોક સ્ટાર તો બનીશ જ,આવું મનમાં કહી પાછો બીજા કોઈ હીરો નો સીન લેવાનું નક્કી કર્યું,
આ વખતે બાહુબલી 2 માં પ્રભાસ હાથીની સૂંઢ વડે એની ઉપર ચડીને બેસે છે ( હાથી પર લા ભાઇ) એ સીન નકકી કર્યો,
એના ભાઈબંધો કોઈ જગ્યાએ જઈ ને હાથી નક્કી કરી આવ્યા,
આ વખતે પહેલેથી જ ઇન્સ્પેક્ટર (ઇન્સ્પેક્ટરે ફોન નંબર આપી રાખેલો)ને કહી રાખેલું,
હવે સીન ચાલુ કર્યો,
એક તરફ હાથી ને ઊભો રાખ્યો, ને બીજી તરફ થી એટલે કે હાથી ની સામેની સાઇડ થી ગોટ્યો બાહુબલી ના વેશ માં સુંઢ તરફ દોડ્યો,
એકચ્યુલી સીન એવો હતો કે સૂંઢ પર પગ મૂકી ને એની સહારે ઉપર કૂદકો મારવો અને ઉપર હવામાં ગોળ ફરી હાથી પર ચતા બેસી જવાનું,
હવે સુંઢ પર પગ મૂકી ને તો ઉપર ચડાય જ નઈ, એટલે હાથીની બાજુમાં લાકડા નું પ્લેટફોર્મ બનાવ્યુ, કેમેરો હાથી ની એક સાઇડ અને બીજી સાઈડમા પ્લેટફોર્મ, એટલે કે ગોટ્યો દોડતો આવે, પ્લેટફોર્મ ના પગથિયાં કૂદતો કૂદતો ચડે અને છેલ્લો કૂદકો હવામાં ગોળ ફરી ચતો થઈને હાથી પર બેસી જાય,..
હા થોડો ખર્ચો કરવો તો પડશે જ કેમકે આ સીન માં એડિટિંગ અને VFX નું ખાસ કામ પડશે,
ઓકે, ખર્ચી કાઢીશું, અને જોરથી બોલ્યો,... એક્શન, કેમેરા, અને ગોટ્યો હાથી તરફ દોડ્યો, પ્લેટફોર્મ ના પગથીયા કૂદતો કૂદતો ઉપર ચડ્યો, ને સીધો હવા માં કૂદકો માર્યો,
હવે બે ઘટના એક સાથે ઘટી,
એક તો ગોટ્યા એ મારેલો હવા માં કૂદકો અને બીજી તરફ હાથીએ કોણ જાણે ખુશીમાં કે પછી રામજાણે ,પણ સુંઢ ઊંચી કરી એવી ભયંકર કિકિયારી પાડી, એવી કિકિયારી પાડી કે હવામાં રહેલો ગોટ્યો હાથી પર બેસવાને બદલે સીધો જમીન પર પછડાયો, અને એવો તો પછડાયો કે એના હાડકા તૂટવાના અવાજ પણ બધાને સંભળાયા, અને ગોટ્યાએ હાથી કરતા પણ ભયંકર કિકિયારી પાડી, બધા જ ગોટ્યા ભણી દોડ્યા,
પણ સાથે સાથે નવી નવાઈ ની વાત તો એ હતી કે પેલો ઇન્સ્પેક્ટર એની ટીમ સાથે અહીં પણ આવી ચડ્યો,
ગોટ્યાએ કણસતા, કણસતાએ ઇશારાથી સમજાવ્યું કે આ સીન માટેની મંજૂરી તો લીધેલી છે, જવાબ માં ઇન્સ્પેક્ટરે કહ્યું કે ચિંતા નઈ કર, બધુ હું સંભાળી લઉં છું,
તરત જ ઇન્સ્પેક્ટરે એમ્બ્યુલન્સ બોલાવી કાળજી થી ગોટ્યા ને અંદર ચડાવ્યો, હોસ્પિટલે જાતે લઈ ગયો, ઇન્સ્પેક્ટર ની ટીમ પણ ઘણી સારી હતી, ટીમે પણ ઘણું સારું કામ કર્યુ, છેક સુધી ઇન્સ્પેક્ટર ની સાથે રહી...
હવે આપણો ગોટ્યો દોઢ મહિના સુધી હોસ્પિટલ માં,
હવે નવરો નવરો કરે પણ શું, એટલે ગોટ્યા એ મોબાઇલ માં ટિકટોક જોવાનું ચાલુ કર્યું,
અને અચાનક એની આંખ ચમકી, એક વીડિયો માં પોતાને માર મારતો ઇન્સ્પેક્ટર, લાતો મારતો ઇન્સ્પેક્ટર અને પોતાને મદદ પણ કરતો ઇન્સ્પેક્ટર, ઓય સાલ્લા, આ તો પેલોજ ઇન્સ્પેક્ટર , એટલે એ ખરેખર ઇન્સ્પેક્ટર જ નહોતો, સાલો મને બેવકૂફ બનાવી ને પોતે ટિકટોક વીડિયો બનાવતો હતો, ઓહ લાખો લાઈક એને આવી?....
ગોટ્યા ને અચાનક શરીર માં સણકા ઉપડ્યા અને એની સાથે ગોટ્યો લગભગ બેભાન જ થઈ ગયો.....
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
yashhealthservices@yahoo.com
94268 61995

રચના ગમી હોય તો FB અને wtsapp પર શેર જરૂર થી કરજો