"રામ કાલે આપડે જંગલ માં ફરવા જઈશુ?"
તેની વાત સાંભળી બધા એકબીજા સામે જોવા લાગ્યા, અંતે બંસી એ મૌન તોડ્યું
"રુચિ તને કદાચ ખબર નથી પણ તે જંગલ તરફ જવાની છૂટ નથી,સાંભળ્યું છે,ત્યાં કોઈ ખરાબ શક્તિ નો વાસ છે, આ તો દેવીમાં ના આશીર્વાદ ને લીધે ગામ સલામત છે, બાકી એ તરફ ગયેલા પાછા વળ્યા નથી!"
બંસી ની વાત ને રામ અને શોભા એ પણ સહમતી આપી,પણ રુચિ નું મન ન માન્યું તેને તો જંગલ માં જવું જ હતું,બીજા દિવસે રુચિ અને પાયલ સવાર સવાર માં કોઈ ને પણ જાણ કર્યા વગર ઘર થી નીકળી ગયા,આ તરફ જ્યારે દાદી જગ્યા તો તે બંને ને ના જોતા ઘબરાઈ ગયા તરત જ એમને બંસી અને રામ ને બોલાવ્યા,તે બંને પણ સમજી ગયા કે નક્કી રુચિ અને પાયલ જંગલ તરફ ગયા હોવા જોઈએ,તે બંને પણ તે તરફ જવા નીકળી ગયા,પણ જેવા ઘર થી થોડા આગળ ગયા કે તે બંને પછી આવતી હતી,
" ક્યાં હતા તમે બંને" દાદી એ પૂછ્યું
"દાદી અમે તો બસ ગામ માં ચક્કર લાગવા ગયા હતા "
પાયલે કહ્યું,પણ કોઈ ને એમની વાત પર વિશ્વાસ નહતો..
ત્યારબાદ જ્યારે એ બધા એકલા પડ્યા,શોભા એ પાયલ ને પૂછ્યું
" પાયલ સાચું કે! તમે જંગલ તરફ ગયા હતા ને?"
"હા અને કાલે આપડે બધા ત્યાં જઈશું કેમ કે મને વિશ્વાસ છે ત્યાં કશું ડરવા જેવું નથી"
રુચિ એ પણ તેની વાત ને સમર્થન આપતા કહ્યું
"તમે લોકો ખોટા બીવો છો,અમે તે તરફ ગયા તો લાગ્યું જાણે એક સુંદર દુનિયા તે જંગલ માં આપડી રાહ જોવે છે
તો કાલે આપડે ત્યાં જવાનું છે,અને તમે નહિ આવો તો અમે બંને તો જવાના જ"
થોડી આનાકાની પછી બંસી સમજી ગયો કે આ બંને નહિ માને,એટલે તેને કહ્યું
"ઠીક છે પણ જરા પણ ગડબડ લાગે તો તરત પાછું ફરી જવાનું પછી તારી જીદ નહિ ચાલે પાયલ"
"ઠીક છે પાક્કું"
અને પાંચેય મિત્રો કાલે જંગલ તરફ જવાનો વાયદો કરી જુદા પડ્યા,બંસી અને રામ ઘણા સમજુ હતા તેમણે પોતાની સાથે થોડા ધારદાર હથિયાર લીધા,શોભા એ થોડો નાસ્તો અને રુચિ પાયલે પોતાના વિજ્ઞાન ને લાગતા સાધનો સાથે લીધા..
બીજા દિવસે વહેલી સવારે ટ્રેકિંગ પર જવું છે,એમ કહી ને બધા નીકળી પડ્યા, ધીમા પણ મક્કમ પગલે આગળ વધતા એ જંગલ પાસે આવ્યા,હવે બધા ના મન માં ડર સાથે એક રોમાંચ હતો,અને એકબીજા નો હાથ પકડી બધા એ જંગલ માં પગ મૂક્યો...
બહાર થી આકર્ષિત કરતું જંગલ અંદર જતા જ બિહામણું લાગવા માંડ્યું,અંદર જતા જ અંધારું થઈ ગયું,કેમ કે દેવદાર અને નીલગીરી ના ઉંચા ઘટાટોપ વૃક્ષો એ સૂર્ય ના કિરણો ને આવવા માટે પણ અહીં રજા નહતી દીધી ,કયારેક કોઈ હવા ની લહેરખી આવી ને સૂર્ય ની કિરણો માટે જગ્યા કરી આપતી.એટલા ઉંચા ઉંચા અને ગાઢ ઝાડ હતા,અહીં ના વાતાવરણ માં ભેજસહિત ઠંડક હતી,પક્ષીઓ નો કલરવ શાંત વાતાવરણ ને ડામાડોળ કરતો હતો,જંગલી ગરોળી તો લગભગ દરેક ઝાડ પર જોવા મળતી,ક્યાંક ક્યાંક નાના મોટા સાપ જોવા મળી જતા.
જેમ જેમ અંદર જતા ગયા તેમ તેમ જંગલ નું આશ્ચર્ય
વધતું જતું હતું,ક્યાંક કોઈ પક્ષી દ્વારા લાવેલા બીજ થી ઉગેલા ગુલમોહર અને લીમડા નજરે પડતા હતા,અને ક્યાંક લાંબા ટૂંકા આસોપાલવ,તો અમુક જંગલી ઝાડ પર લાલ પીળા ફૂલો નજરે ચડતા હતા,ચાલતા ચાલતા અચાનક તેમની નજર એક મોટા વડ પર પડી,ખૂબ જ મોટા વિસ્તાર માં ફેલાયેલો એ વડલો,જેના મૂળિયા ક્યાંય સુધી ફેલાયેલા દેખાતા હતા,અને તેની મજબૂત વડવાઈ પર ક્યાંક મોટા અજગર લટકાઈ રહ્યા હતા,જાણે કોઈ જૂનો જોગી તપ કરવા બેઠો હોય એવી એની આભા,અને ઘણા પક્ષીઓ નો રહેઠાણ બનેલો એ વડલો થોડો ડરામણો ભાસતો હતો.
બધા ત્યાં થોડી વાર આરામ કરવા રોકાયા,સાથે લાવેલો નાસ્તો કર્યો અને ત્યાં થી આગળ જવાની દિશા નક્કી કરવા લાગ્યા,એકબીજા નો સાથ હોવાથી તેઓમાં ડર ઓછો અને ઉત્સાહ વધારે હતો,કે અચાનક એક અવાજ સંભળાયો.....
આરતી ગેરીયા....