( અગાઉ વાંચ્યું એ મુજબ પાયલ અને તેના મિત્રો જંગલ માં ઘણે અંદર સુધી પહોંચી ગયા,અને તેમને ત્યાં જ એક ઝાડ ની બખોલ માં એક પછી એક વ્યક્તિ એ પહેરો દઈ ને ત્યાં જ રાત રોકાવાનું નક્કી કર્યું,અને રાતે જંગલી બિલાડી ને ભગાવામાં શોભા ખૂબ જ ડરી ગઈ હતી,અને બંસી તેને મનાવવા ગયો,અને તે બખોલ જ આખી જમીન માં ધસવા લાગી,હવે આગળ...)
રામ ને ખબર હતી,કે બંસી જ શોભા ને શાંત રાખી શકે ,એટલે એને બંસી ને બોલાવ્યો,અને બંસી ના એ બખોલ માં આવતા જ આખી બખોલ એકાએક જમીન માં ધસવા લાગે છે,જાણે કોઈ લિફ્ટ! થોડીવાર માં બખોલ એક ઝટકા સાથે ઉભી રહી જાય છે..
સામે એક રસ્તા જેવું દેખાઈ છે,એટલે સૌથી પહેલા બંસી હાથ માં ચાકુ લઈ ને બહાર નીકળે છે,એ લોકો નો બધો સામાન તો પેલા ઝાડ ની પાસે રહી ગયો હોય છે,બસ અમુક વસ્તુ જે તેમના હાથ માં હતી,તે જ તેમની પાસે છે, બંસી પછી પાયલ શોભા અને રુચિ ધીમે ધીમે આસપાસ ચકાસી ને બહાર આવે છે,અને છેલ્લે રામ બહાર નીકળે છે
એકદમ સાંકડો અને આછા પ્રકાશ વાળો રસ્તો હોઈ છે,જેમ જેમ એ લોકો આગળ વધે છે તેમ તેમ પ્રકાશ વધતો જાય છે,બધ આશ્ચર્ય પામે છે,કે જંગલ માં અને એ પણ આટલે ઊંડે આવું અજવાળું કેમ?
થોડીવાર માં અત્યાર સુધી જંગલ માં ના સાંભળેલો કોયલ નો અવાજ સંભળાય છે,બધા ના ચેહરા પર આશ્ચર્ય સાથે ખુશી વર્તાઈ છે,ત્યાં જ એક સાથે લગભગ દસ બાર વેલો સામસામી કમાન બનાવી એક રસ્તો તૈયાર કરતી હોય તેવું દેખાઈ છે બધા ત્યાં થી બહાર નીકળે છે.
જેવા એ ત્યાં થી બહાર આવે છે,એ સાથે જ તેમની આંખો પર એકદમ પ્રકાશ પડે છે,આમ પણ કાલ થી જંગલ માં ખાસ અજવાળું નહતું,અને અત્યારે આટલો બધો પ્રકાશ!જે એમની આંખો સહન ન કરી શકી,ધીરે ધીરે બધા એ આંખો ખોલી,અને ત્યાં નું દ્રશ્ય જોઈ તે તો અવાક થઈ ગયા..
એક તરફ સ્વચ્છ પાણી નું ઝરણું વહેતુ હતું,તેની બંને બાજુ પાકી કેરી થી લદાયેલા આંબા ના ઝાડ,અને તે ઝાડ ની નજીક માં જ સસલા,હરણ મોર વગેરે રમતા હોઈ છે, ઝરણાં માં બતક,અને રંગબેરંગી માછલીઓ તરતી હોઈ છે
આખી રાત જાગ્યા હોવાથી બધા ને ખૂબ ભૂખ લાગી હોય છે,કેરી ને જોઈ ને તેમનું મન લલચાઈ જાય છે,એટલે કેરી તોડવાનો પ્રયાસ કરે છે,પણ કેરી ખૂબ ઉંચી હોઈ છે,તો તેઓ તોડી શકતા નથી, અને અજાણી જગ્યા એ પાણી કેમ પીવું?એટલે પછી ત્યાંથી થોડે આગળ જાય છે,ભૂખ અને તરસ થી બધા ને વધુ થાક લાગે છે,અને ત્યાં જ
સામે ની તરફ એક વીશાળ સુંદર મહેલ હોઈ છે,જેની દીવાલો પર ફૂલ અને વેલો હોઈ છે,અને તે મહેલ ની આસપાસ પણ ઘણા ઝાડ હોઈ છે,આખો મહેલ જાણે હરિયાળી વનરાજી થી ઢાંકેલો હોઈ છે.
"અહીં આ જંગલ માં આટલા નીચે આવો સુંદર મહેલ કોનો હશે?" રુચિ એ પૂછ્યું
બધા એકબીજા ની સામે પ્રશ્નાર્થભરી નજરે જોતા હતા ત્યાં જ તે મહેલ માં થી એક માણસ બહાર આવ્યો તેને આ બાળકો સામે જોયું,અને પછી રામ ની નજીક આવી ને બોલ્યો
"રામ તમે લોકો ક્યારે આવ્યા?"
તે બધા ને આશ્ચર્ય થયું,આ રામ ને કેમ ઓળખે છે? પણ રામ આ બધા ની મૂંઝવણ સમજી ગયો,રામ તે માણસ ને પગે લાગ્યો,અને કહ્યું
" આ આપડા જ ગામ ના નરેશકાકા છે,લગભગ બે કે ત્રણ વર્ષ પહેલા જ એ ગાયબ થઈ ગયા હતા,કોઈ એ તેમને આ જંગલ તરફ આવતા જોયા હતા,અને ત્યારબાદ એ ક્યારે પણ જોવા મળ્યા નહતા"