એક એવું જંગલ - 6 Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક એવું જંગલ - 6

(પાયલ, રુચિ, બંસી, શોભા અને રામ જમીન ની અંદર એક અચરજભરી જગ્યા એ આવી પહોંચે છે,જ્યાં તેમના ગામ ના માણસો મળે છે,અને તેમનું પાછા ના આવવાનું કારણ પણ પૂછે છે,અને ત્યાં જ તેમને એક ગેબી અવાજ સંભળાય છે)

જ્યારે બધા એ અવાજ ની દિશા માં જોવે છે,તો ત્યાં એક સુંદર દેવી દેખાઈ છે,જેમને પર્ણો,ફૂલ અને લતાઓ ના વસ્ત્રો પહેર્યા હોઈ છે,માથા પર ફૂલો નો તાજ,અને હાથ માં એક કાંટાળો દંડ જેના પર પૃથ્વી ના ગોળા જેવું કંઈ છે,અને એની આજુબાજુ માં જાણે આગ ની જ્વાળા હોઈ એવું લાગે છે,એમને ઉજ્જવળ ચેહરા પર ગુસ્સો દેખાઈ આવે છે..

તેમને જોઈ ને નરેશકાકા તરત જ તેમને પ્રણામ કરે છે,
બધા એટલું તો સમજે જ છે જે આ અહીં કોઈ વિષેશ મહત્વ ધરાવે છે,

"બાળકો આ વનદેવી છે,આ જંગલ ની રાણી તેઓ અમારું ખૂબ ધ્યાન પણ રાખે છે અને અમને જરાપણ તકલીફ પડવા દેતા નથી,બસ અમારે અહીં પર્યાવરણ ને કોઈ નુકસાન પોહચાડે નહિ તેનું ધ્યાન રાખવાનું છે,અને અહીં વસતા પ્રાણી ઓ ની દેખભાળ પણ રાખવાની છે.."

બધા વનદેવી ને પ્રણામ કરે છે,

"વનદેવી તમે આ લોકો ને અહીં શું કામ કેદ કરી ને રાખ્યા છે,તેમનો પરિવાર તેમની રાહ જોવે છે,અને આ લોકો ને પણ તેમનો પરિવાર યાદ આવે છે,માટે હવે તેમને આઝાદ કરો!અને અહીં થી જાવા દ્યો"રામ નમ્રતાપૂર્વક બોલ્યો.

"બાળકો તમે પણ અહીં આવી ને ભૂલ કરી છે,કેમ કે અહીં આવેલા લોકો મારી મરજી વિરુદ્ધ જઇ શકતા નથી,
અને હવે તમે.."

" અમે અહીં થી બહાર જઈસુ પણ અને આ લોકો ને છોડાવીસુ પણ"તેમની વાત વચ્ચે થી કાપતા જ પાયલ બોલી

આ સાથે જ વનદેવી ને વધુ ગુસ્સો આવ્યો અને તેમને એ ગુસ્સા માં બાળકો પર પ્રહાર કરવાની કોશિશ કરી, નસીજોગે બાળકો ની સમજશક્તિ થી તેઓ બચી ગયા, તો વનદેવી એ તેમને વેલો થી બાંધવાની કોશિશ કરી,બધા ભાગ્યા પણ શોભા અને રુચિ એ વેલ માં જકડાઈ ગયા,
હવે બંસી ને ખૂબ ગુસ્સો આવ્યો તે અને પાયલ પોતાની પાસે રહેલા ચાકુ થી એ વેલો કાપવા લાગ્યા,પણ એ તૂટવાને બદલે પોતાની પકડ વધુ મજબૂત બનાવતી હતી, રુચિ અને શોભા ને એ પકડ થી તકલીફ થવા લાગી.

"વનદેવી આ તો નાના બાળકો છે,અને તમે માં થઈ ને આમને સજા આપો એ કેટલું યોગ્ય કહેવાય?"નરેશ કાકા એ બાળકો ના બચાવ માં કહ્યું

"હું આ જંગલ ની અહીં વસતા તમામ પશું પક્ષી ની,અહીં ના દરેક વૃક્ષ,વેલ ફૂલ ફળ અને પાન ની માં છું અને મારા બાળકો ને પરેશાન કરનાર ને હું સજા કરીશ પછી એ ચાહે નાના હોઈ કે મોટા મારા માટે એ દરેક ગુન્હેગાર જ છે."

"હા પણ અમે તો પોતે પર્યાવરણ ની સલામતી ની તરફેણ માં છીએ,અને અમે અત્યાર થી જ અલગ અલગ પ્રયોગો થી પર્યાવરણ નો બચાવ કેમ કરવો એ કોશિશ કરીએ છીએ,માન્યું કે પૃથ્વી પર એવા સ્વાર્થી અને લાલચુ લોકો છે,જે સતત પર્યાવરણ ને નુકશાન પહોંચાડે છે,પણ એની સજા દરેક ને મળે એ કેવો ન્યાય?" પાયલે મક્કમપણે કહ્યું

આ સાંભળી વનદેવી જરા નરમ પડ્યા તેમને કહ્યું
" ઠીક છે,હું તમને અને આ લોકો ને અહીં થી જાવા દવ પણ મારી અમુક શરતો છે,જો એ માનશો તો તમે આઝાદ
થઈ શકશો"

બધા તેમની વાત થી સહમત થયા આ તરફ મહેલ માં પણ બધા ને આ બાળકો ની બહાદુરી વિશે ખબર પડી, તેઓ બધા પણ તેમની સાથે જોડાયા.

વનદેવી એ રુચિ અને શોભા ને મુક્ત કર્યા,જંગલ માં સવાર ની જેમ રાત પણ વહેલી પડે,એટલે સાંજ થતા જ બધા એ ભોજન કરી લીધું,અને ત્યારબાદ રાતે વનદેવી તેમની શરતો કહેવાની હતી,તો એ માટે બધા મહેલ ની બહાર ભેગા થયા.

અહીં ઘણી બધી જાત ના પક્ષી જેમ કે,કોયલ મોર પોપટ,મેના કાગડો, કબૂતર , બુલબુલ, ઘુવડ, ગીધ, સમડી, બતક ,સારસ,હંસ,દરજીડો,કાકાકૌઆ વગેરે ઘણા પક્ષી ભેગા થયા,તો સિંહ, વાઘ, દીપડો, ચિતો, હરણ, સાબર, સસલા,હાથી,નીલગાય,જંગલી બિલાડી, શિયાળ, વરુ,
વાંદરા,રીછ,ઘોડા ગધેડા,ગેંડો ,કંગારું,જેવા અસંખ્ય પશુ પણ હતા,અને ઝરણાં ને કિનારે તો મગર દેડકા અને પાણી માં ઘણી માછલીઓ અને જલપરી પણ જોવા મળી.અને એ ઉપરાંત,સાપ,અજગર ખિસકોલી,કાચીંડો અને ઘણા નાના જીવજંતુ પણ ત્યાં હાજર હતા. આટલા બધા પશુ પક્ષી ને એકસાથે જોઈ બધા ને આશ્ચર્ય થયું.આ ઉપરાંત અમુક વિલુપ્ત થયેલા પશુ પક્ષી પણ જોવા મળ્યા.

ત્યાં જ ઝરણાં પર થી એક તેજ લીસોટો જમીન પર આવ્યો ને વનદેવી હાજર થઈ.બધા જ પશું પક્ષી આનંદ થી ચિચિયારી પાડવા લાગ્યા,અત્યાર સુધી જે વાતાવરણ એકદમ શાંત હતું,તે આ શોરબકોર થી આનંદિત થઈ ગયું.

બધા ને શાંત રહેવાનું કહી,અને એક પથ્થર જેવા લાગતા આસન પર વનદેવી બેઠા,બધા માણસો પણ તેમને પ્રણામ કરી ને બેઠા.

"તો સાંભળો બાળકો મારી અમુક શરતો જો તમે પાળશો અને મારા સવાલ ના સાચા જવાબ આપશો તો હું તમને અહીં થી જાવા દઈશ!"

" તો પેલા મારી શરતો સાંભળો,તમે હમેશા ઘર બનાવવા માટે સુકાયેલા ઝાડ જ કાપસો,અને દરેક ઘર ની બાહર એક ઝાડ વાવસો,કારખાના,અને ઘર બનાવવા માટે જંગલો નહિ કાપો,બને ત્યાં સુધી એવા જ વાહનો વાપરો જેથી હવા માં પ્રદુષણ ના થાય,અને નદી, તળાવ, દરિયો અને કોઈપણ જળાશય દૂષિત નહિ કરો,જૈવિક કચરા નો યોગ્ય નિકાલ કરશો,મૂંગા પશું પક્ષી ને રંજાડશો નહિ.મોટા મોટા અવાજે રેડિયો વગાડી ધ્વનિ પ્રદુષણ નહિ કરો,જાણું છું એકલા હાથે આ સંભવ નથી પણ કોઈક શરૂઆત કરશે તો જ કાર્ય આગળ વધશે ને?"

આટલું કહી ને વનદેવી અટક્યા

"વનદેવી અમે એકલા નથી અમારી સાથે અમારા ઘણા મિત્રો પણ છે અને એવી સંસ્થાઓ પણ જેની મદદ દ્વારા અમે આ કાર્ય કરીશું" પાયલે કહ્યું

વનદેવી ના ચેહરા પર થોડો સંતોષ લાગ્યો,

"હા પણ એનો મતલબ એ નથી કે હું તમને હજી મુક્ત કરીશ ,તમે જે બાબત ને આટલા વિશ્વાસ થી કહો છો, એની કેટલી જાણકારી છે,એ તો મને ખબર પડે!"