Ek aevu Jungle - 5 books and stories free download online pdf in Gujarati

એક એવું જંગલ - 5

ત્યારે બંસી અને શોભા ને પણ યાદ આવ્યું કે હા એમના વિશે સાંભળ્યા નું યાદ છે.

"પણ કાકા તમે અહીં કેવી રીતે,આ મહેલ કોનો છે,અને એ પણ અહીં જમીન નીચે આ બધું શુ છે?"બંસી એ ઉતાવળે ઘણા પ્રશ્નો પૂછી લીધા.

" અરે શાંત શાંત બંસી એક સાથે કેટલું પૂછીશ? આ બંસી જ છે ને રામ?

"હા કાકા આ બંસી એની બહેન શોભા અને આ અમારા મિત્રો પાયલ અને રુચિ"

"ઓહો પાયલ તો ગોદાવરી બેન ની પૌત્રી બરાબર ને?"

" હા હા કાકા એ જ"

પાયલ ને કાકા પોતાને ઓળખે છે એ જાણી આશ્ચર્ય થયું.

"આવો બધા મારી સાથે"

એમ કહી નારેશકાકા ચાલવા લાગ્યા બાકી ના બધા પણ તેમને અનુસર્યા..

નારેશકાકા તેમને મહેલ ની અંદર લઈ ગયા,મહેલ બહાર થી જેટલો સુંદર હતો,તેટલો જ અંદર થી ભવ્ય,અહીં મહેલ ની અંદર પણ દરેક દીવાલ ફૂલ અને વેલો થી શણગારવામાં આવી હતી,મહેલ માં અંદર બેસવા માટે સુકાયેલા ઝાડ ના થડ રાખવામાં આવ્યા હતા,અહીં અંદર પણ મોર અને સસલા રહેતા હતા,વીશાળ બારીઓ માં થી તાજી હવા અંદર આવતી હતી,અંદર થોડા ઘણા માણસો હતા જેમાંથી ઘણા તો સુંદરપુર ના જ હતા.

મહેલ માં તેમને તાજા ફળ અને ફળો નો રસ ખાવા માટે આપ્યા,જેનાથી તેમને તાજગી અનુભવાઈ,ત્યારબાદ તેમને થોડીવાર આરામ કરવાનું કહી નરેશકાકા બહાર ગયા,બધા એ જોયું કે ત્યાં રહેલા માણસો તંદુરસ્ત તો છે,જ સાથે જ એમના ચેહરા પર એક અલગ જ નૂર છે,અને છતાં ચેહરા પર ક્યાંક વિષાદ ની રેખા જોવા મળે છે.

* * * * *
આ તરફ બીજા દિવસ ની સાંજ થવા આવી દાદી અને બંસી ના ઘર ના બધા પરેશાન હતા,કે બાળકો હજી કેમ નથી આવ્યા,બંસી ના પપ્પા અને દાદી ના ઘર ના અમુક નોકરો સાથે મળી ને પહાડ સુધી જોવા ગયા,અહીં દાદી સમજી ગયા હતા કે નક્કી પાયલ આ બધા ને જંગલ માં લઇ ને ગઈ હોવી જોઈ..

બંસી ના પપ્પા અને નોકરો ઘણો સમય વીતી ગયો છતાં આવ્યા નહોતા,એટલે બધા ને ચિંતા થતી હતી,હવે દાદી પોતાના પૂજા ના રૂમ માં બાળકો ની રક્ષા માટે પૂજા કરવા બેઠા,જ્યાં કોઈ ને જવાની છૂટ નહતી,બસ એક રમાં કે જે દાદી ના ઘર નું ધ્યાન રાખતી તે જ આવ જા કરી શકતી, ત્યાં હાજર દરેક બાળકો ની રક્ષા માટે પ્રાર્થના કરતા હતા..

* * * * *

નરેશકાકા ના આવ્યા બાદ બાળકો એ એમની સાથે વાતો એ વળગ્યા.

" કાકા તમેં અહીં કેવી રીતે આવ્યા અને આ બધું શુ છે,એ તો કહો?" પાયલે પૂછ્યું

"અને કાકા તમને તમારા ઘર ની યાદ નથી આવતી?"બંસી બોલ્યો

"હા યાદ તો આવે જ ને!અહીં દરેક જાત ની સુખ સુવિધા છે,કોઈ જાત ની તકલીફ પણ નથી તો પણ ઘર તો ઘર છે! ઘર ના સભ્યો નો પ્રેમ,લાગણી એ નાની મોટી વાતો માં રિસાવું,મનાવવું એ બધું જ યાદ આવે છે,અને અહીં રહેલા દરેક ને ઘરે જવું છે,પણ ક્યાંક માનવ સમુદાયે કરેલી ભૂલ નો ભોગ અમે બન્યા છીએ,અને થોડો અમારા સાહસી અને જિદ્દી સ્વભાવ નો પણ"(એમ કહી એ થોડા હસે છે)

"હા પણ હવે તમે ઘરે પાછા કેમ નથી ફરતા?"

" કેમ કે અહીં દરેક પોતાની ઇચ્છા થી આવે છે,પણ જઈ નથી શકતા"
એક ગેબી અવાજ સંભળાયો,બધા આજુ બાજુ નજર કરવા લાગ્યા કે આ કોનો અવાજ છે,ત્યાં જ રૂમ ની બારી બહાર એક મોટો તેજ નો લીસોટો થયો,અને એક દેવી જેવી લાગતી મહિલા ત્યાં દેખાઈ તેનું આખું શરીર ફૂલ,વેલ અને પાન ના વસ્ત્રો થી ઢંકાયેલું હતું,અને માથા પર ફૂલો નો તાજ હતો,અને હાથ માં એક તેની જ ઉંચાઈ નો દંડ હતો,જેમાં ઉપર પૃથ્વી ના ગોળા જેવું કંઈ હતું,અને તેમનો ચેહરો દયાવન હતી,પણ ગુસ્સા માં હતો.

✍️ આરતી ગેરીયા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED