રાજવી : પ્રીતની નવી રીત - 3 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

  • ભાગવત રહસ્ય - 76

    ભાગવત રહસ્ય-૭૬   જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને...

  • જીવનનો દાવ હારવો

    રવિ, 22 વર્ષનો યુવાન, એક મધ્યમવર્ગીય Gujarati પરિવારમાં જન્મ...

શ્રેણી
શેયર કરો

રાજવી : પ્રીતની નવી રીત - 3

(૩)

(બાળપણની રમતો રમતી, સખીઓ સાથે હસતી રાજુલ મોટી થઈ ગઈ અને જોડે જોડે તેના વિચારો પણ. હવે આગળ...)

સમયનું ચક્ર હંમેશા એકધારી ગતિમાં જ આગળ વધતું રહે છે, તે કયારેય પાછું નથી જતું કે નથી ધીમું ચાલતું.

ઉગ્રસેન રાજા પ્રભાતે જાગ્યા તેવા જ જાણે તે ચક્રવર્તી થયા હોય એવા આનંદમય થઈ ઉઠયા. ધારિણી દેવી પણ પતિને આટલા આનંદિત જોઈ હરખાઈ ગયા.

સ્વભાવિક રીતે ઉગ્રસેન રાજા નામ પ્રમાણે થોડા ઉગ્ર સ્વભાવવાળા હતા. એટલે જ જયારે પતિ આનંદિત હોય ત્યારે રાણી પોતાના મનની વાત કહી દેતા.

"આજે આટલા વહેલા કેમ જાગી ગયા, મહારાજ?"

"કોણ જાણે પણ આજે મારું મન આનંદ અનુભવે છે. વળી, આજે સ્વપ્ન પણ સારા આવ્યા."

"મને કહો તો ખરા કે શું સ્વપ્ન આવ્યા? હમણાં ઘણા દિવસથી મારું મન તો અકળામણ જ અનુભવ્યા કરે છે."

"શા માટે?"

"વાહ! ઉત્સાહમાં આવ્યા એટલે સાવ અજાણ્યા બની જવાનું? આ નવું વળી?"

"પણ હું અજાણ્યો કયાં બન્યો?"

"કેમ આપણી રાજુલ દિવસે નથી વધતી એટલી રાતે વધે છે અને રાતે નથી વધતી એટલી દિવસે વધે છે."

"તે વધવા દો, દેવી! એમાં અકળામણ શેની થાય?"

"પણ ઘણીવાર તો એ સાવ સૂનમૂન બની જાય છે, કોઈવાર એની આંખો ભીની પણ થઈ જાય છે. અને ઘણીયે વાર એના મોંમાંથી ગીતો પણ એવા નીકળે છે કે મને પણ ગભરામણ છૂટે છે."

"હોય, તમે ના ભૂલો કે તે બાળક નહીં પણ કન્યા છે... અને આપણે એને આટલા કળામય વાતાવરણમાં ઉછેરી છે એટલે એના મનમાં સંવેદના પણ વધારે પ્રગટે."

"એ વાત તો તમારી સાચી, પણ આપણે એને જિંદગીભર અહીં જ રાખીશું?"

"ભલેને રહે... એનું ભાગ્ય જાગશે અને એ રત્નને કોટે બાંધનાર મળશે ત્યારે જશે જ ને."

ધારિણી રાણી મહારાજ સામે જોઈ રહ્યા પછી બોલ્યા કે,

"શું કહેવું તમને? પણ એ રત્નને કોઈના કોટે તો બાંધવું પડે કે નહીં? એમ તો કોઈ ઝવેરી ઘરે આવીને નહીં લઈ જાય?"

"શા માટે?.... જેને જરૂર હોય રત્નની તો તે આવે, ઝવેરી સાચો કે ખોટો તેની પરીક્ષા આપે અને રત્ન લઈ જાય. બાકી આપણે એ રત્નને ગમે તેને કોટે બાંધવા તૈયાર નથી."

"હે ભગવાન! જાણે કોઈના ઘરમાં દિકરી જ નહીં દેતા હોય!"

"દિકરી દિકરીમાં પણ ફેર હોય છે, રાણી. તમે પણ શું, મા થઈને આવું બોલો છો?"

"તો પછી કોઈના ઘરે એવો દિકરો પણ હશે, પણ શોધવો તો આપણે જ પડે."

"એ માટે આપણે રાજુલને પૂછીએ તો..."

"પૂછયા પૂછયા, બહુ મોટી પાછી તેને ખબર હોય ને."

"એને કેમ ખબર ના હોય, તે સમજુ, ડાહી અને જ્ઞાની છે."

"સારું... બસ તમારી સાથે જીભાજોડી નથી કરવી મારે! ઉઠો... આમને આમ તમને મોડું. થશે અને રાજસભામાં હોહા થશે."

"રાજા થયા એટલે ઘડી વાર પણ વાત કરવાની છૂટ ના મળે... સૂરજદેવની બરાબર જોડે જ ચાલવું પડે. આના કરતાં જંગલમાં સારા."

રાજા બબડાટ કર્યો.

"પિતા અને દિકરી બંનેને મોકળા મને જીવવું ગમે છે, એક જ ઘાટે ઘડાયા છો?"

રાણીએ રાજાને હસતા હસતા કહ્યું. અને એ હાસ્યમાં પતિ અને દિકરી માટે ગૌરવની છાંટ હતી.

રાજા રાજસભામાં જવા માટે તૈયાર થવા ગયા, અને ત્યાં જ રાજુલ આવી.

રાજુલનું યૌવન સોળે કલાએ ખીલી ઉઠયું હતું. એના ચહેરા પરની લાલશમાં થી પણ જાણે યૌવનની ખુશ્બુ ચોમેર પ્રસરતી હતી. એના શરીરમાં થી નીકળતી સુંગધનો તનમનાટ વારંવાર વાતાવરણને સ્પર્શી જતો હતો. એના કેશકલાપ એટલા લાંબા હતા કે જાણે કાળો ભમ્મરીયો નાગ, કપાળ એટલું સુંદર  જાણે રત્નોથી દિપી ઉઠ્યું હોય, આંખો તો મૃગ જેવી ચંચળ અને ભોળી, હોઠ તો જાણે તિરછાં બાણ જ ના હોય તેવા જ પાતળા અને સુંદર. ડોક તો એકદમ પાતળી અને સુરમ્ય. એના હાથમાં તો જાદુ હોય તેમ તેની હથેળીની રેખા. તેની ચાલ પણ હાથિણી જેટલી સુંદર અને કાયા એકદમ જ સુડોળ. એની બોલીમાં તો એવો જાદુ કે લોકો તેમાં ખોવાઈ જતા. આવા એના રૂપની ચર્ચા તો ચારેકોર, ના હોય તો તે જ નવાઈ. જે તેને એકવાર જોવે તે બસ જોતો જ રહી જાય, પણ મન ભરાય જ નહીં. તેના રૂપમાં એક પવિત્રતાના દર્શન થતા.

રૂપનો આવો વૈભવ મેળવનારી રાજુલ ગંભીર, ઓછું બોલતી અને વધારે પડતું વિચાર કર્યા કરતી. એની વિચાર યાત્રામાં કયારેક તો એવી ખોવાઈ જતી કે તેને ઘણીવાર પોતાના કામ કરવાની પણ ભૂલી જતી. આવી દિકરીને ધારિણી રાણી તો અપલક તેને જોઈ જ રહ્યા. રાજુલ બોલી કે,

"મા..."

"શું થયું દિકરી? આજે આટલી વહેલી?"

રાણીએ આશ્ચર્યથી પૂછ્યું.

"કોણ જાણે કેમ પણ આજે મને આખી રાત ઊંઘ જ ના આવી. જાતજાતના વિચારો આવતા હતા."

"એવા શા વિચારો આવ્યા કે દિકરી તને ઊંઘ પણ ના આવી?"

રાજુલના ચહેરા પર શરમ છવાઈ ગઈ, ચકોર મા સમજી અને તે પણ થોડી વિચારમગ્ન બની ગઈ.

રાજુલની નજર ભીંત પર આલેખાએલા ચિત્ર પર પડી, જેમાં બે પક્ષીઓ એકમેકની ચાંચમાં ચાંચ પરોવી સ્નેહમુગ્ધ બની બેઠા હતા અને એક બાજુ તીર ચલાવી ચૂકેલો શિકારી. પણ પક્ષીઓ માટે એ મુગ્ધતામાં શિકારીનું બાણ પણ તેમને લાગ્યું હતું પણ તેની કોઈ વિસાત નહોતી. તેની દ્રષ્ટિએ એ મુગ્ધતા પર ઠરી જ ગઈ.

ધારિણી રાણીની દ્રષ્ટિ રાજુલની દ્રષ્ટિ પર પડી. પુત્રીના મનનો તાગ થોડી ઘણી એ દ્રષ્ટિથી મેળવવા તેમને તેના ખભે હાથ મૂકી એનું મોં પોતાના તરફ ફેરવ્યું.

"જો તું અહીં પણ વિચારમાં પડી ગઈ."

"મા, મને શું થાય છે એ જ નથી સમજાતું. પણ મારું મન ઘણીવાર વ્યગ્ર બની જાય છે. કોણ જાણે પૂર્વ ભવના સંસ્કારો પણ કામ કરતા હોય."

"ગાંડી, પૂર્વ ભવના નહીં પણ આ જન્મના સંસ્કારો જ કામ કરવા મંડી પડયા છે. યુવાન પુત્રીને અમુક વિચારો તો આવે જ." રાજુલ  શરમાઈને નીચું જોઈ ગઈ અને માની છાતીમાં લપાઈ ગઈ.