સ્ત્રી સંઘર્ષ... - ભાગ 36 Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી સંઘર્ષ... - ભાગ 36

વાચક મિત્રો ,

તમે મારી રચના " સ્ત્રી સંઘર્ષ " ને ખૂબ જ આવકાર્ય આપ્યો છે તમે જે રીતે મને આ આગળ લખવા માટે પ્રોત્સાહન આપ્યું છે મારી રચના ના કિરદારો રૂચા અને હર્ષ ને તમે જે રીતે સ્વીકાર્યા છે પ્રેમ આપ્યો છે તે ખુબજ અમૂલ્ય છે આથી જો તમે ઈચ્છતા હોય કે હર્ષ અને ઋચાની કહાની લગ્ન પછી કેવી હશે તે રીતે આગળ વધે તો મને કમેન્ટ કરીને જણાવો જો તમને મારી આ રચના ના કીરદાર હર્ષ અને રૂચા પસંદ આવ્યા હોય તો હું તેમના જ પ્રેમ જીવનની નવી શરૂઆત ની રચના તમારી સમક્ષ ફરી લઈ હાજર થઈશ સ્ત્રી સંઘર્ષ ભાગ 36 આ વાર્તાનો છેલ્લો ભાગ છે અહીં આપણે આ વાર્તાને વિરામ આપીએ છીએ તો તમે તમારો અભિપ્રાય મને ચોક્કસ જણાવશો.


વર્ષ....... પછી

હર્ષ આજે પોતાના દવાખાના કેબિનમાં ઉભો હતો ટ્રોફી ઓ , મેડલો અને ડિગ્રી થી ભરેલા પોતાના પાછળના કેબિનેટના કાચમાં તે પોતાની છબી જોઇ રહ્યો સ્ટાફ અને પરિવાર સાથે માતા-પિતાની ખુશીઓ અને આશીર્વાદો તેની સાથે હતા. ટેબલ ઉપર દૂર દૂર થી અભિનંદન ના કાર્ડ અને ફૂલો આવ્યા હતા છતાં હર્ષને આ બધામાં રસ ન હતો તેને તો હાથથીથી બનાવેલો ફૂલોનો ગુછો અને તેની સાથે આવેલો લાડુનો ડબ્બો પ્રિય લાગતો હતો તે અત્યારે રૂચા ને કંઈક વધુ જ ને યાદ કરી રહ્યો હતો પરંતુ રુચા મનથી તો તેની સાથે જ હતી અને તેની સફળતામાં સહભાગી હતી. અને હર્ષ પણ તે જાણતો હતો કે વધુ સમય બન્ને ને અલગ રહેવાનું નથી જે સફળતા તે ઈચ્છતો હતો તે તેને મળી ગઈ હતી આ તરફ રુચા પણ કોઈપણ જાતના આગરા વગર પોતાના જીવનમા અને પોતાની સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હતી પરંતુ હર્ષ નો ઇંતજાર તેને આજે પણ હતો ...

પિતાના ગયા પછી માતા સંપૂર્ણપણે મીરા ના વિચારો સાથે સંમ્મતી આપતા હતા કારણ કે હવે તેમને પણ એમ લાગવા લાગ્યું હતું કે હર્ષ પાછો નહીં આવે .આટલા લાંબા સમયના ઇંતજાર ઇંતજાર જ હોય છે સંબંધો મા આટલી વફાદારી જોવા મળતી નથી અને આ વાતને તો હવે છ વર્ષ વીતી ગયા હતા આટલો બધો લાંબો સમય કોણ ગામડાની સામાન્ય છોકરી માટે કાઢે તેને તો આના કરતાં પણ વધુ સારી અને સુંદર છોકરી મળી ગઈ હશ અને તેને આ વાત રૂચા ને કેટલીયે વખત કહી દીધેલી હતી પરંતુ હજી સુધી રૂચા ને માતા અને મીરા ની વાતો પર વિશ્વાસ ન હતો તેને હર્ષમાં અને તેના પ્યાર માં ખૂબ જ વિશ્વાસ હતો .

આખરે તે સમય પણ આવી પહોંચ્યો .જ્યારે તેનો હર્ષ તેના ઉપર સંપૂર્ણ અધિકાર સાથે તેને લેવા આવવાનો હતો. પોતાના દરેક વચનો પાળી ને અને સંઘર્ષ કરીને પોતાની સફળતા મેળવીને પોતાની રૂચા માટે રૂચા પાસે આવવાનો હતો. જોકે રુચા આ બધાથી અજાણ હતી. યોગાનુયોગ આજે એન.જી. ઓ માં હર્ષ ને એક ભરૂચ ના એક નામાંકિત સલાહકાર તરીકે આમંત્રણ અપાયું હતું તે પોતાની મુખ્ય ટીમ સાથે આ અનાથ બાળકો ની અને દરેક સમાજ સેવિકા ની મુલાકાતે આવવાનો હતો.

પ્રેમ ભરી મુલાકાત ...

આજે મુખ્ય સેવિકાના વર્ષગાંઠ ના અવસર ઉપર આ કાર્યક્રમ રખાયો હતો જેથી અનાથાશ્રમના પ્રાંગણમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને ચીફ ગેસ્ટ તરીકે સારા એવા બાળકોના માર્ગદર્શક એવા કોઈ ડોક્ટર આવવાના હતા જોકે રુચા પણ કેટલીક સમાજ સેવિકા ની પ્રવૃત્તિને લીધે બહારગામ હતી અને આ કાર્યક્રમની તેને કોઈ પૂર્વ જાણકારી ન હતી કાર્યક્રમની શરૂઆત ધીરે ધીરે થઈ રહી હતી આસપાસના ગામના લોકો અને અનાથાશ્રમની બાળાઓ જુદી જુદી પ્રવૃત્તિઓ અને પોતાની કલા સાથે રજૂ થઈ હતી આથી આમાં તેમના જીવન ને માર્ગદર્શન મળી રહે તે માટે આવા સફળ ડોક્ટર અને બાળકોના સલાહકારને બોલાવવામાં આવ્યા હતા બાળકોની પ્રેરણા સ્ત્રોત તરીકે જ્યારે મહેમાનોની સામે રૂચા હાજર થઈ ત્યારે સામે હર્ષ ને જોતા જ તેની આંખોમાં આવતા આંસુઓને તે રોકી શકી નહિ અને રડી જ પડાયું, આખરે કેટલાય વર્ષો નો ઇન્તેઝાર તેની આંખોમાં બંધ હતો કોરી પડેલી આંખો જાણે સતત કામમાં એ હર્ષની રાહમા જ હ્તી હર્ષ ને જોતા જ જાણે તે પોતાનું ભાન ભુલી ગઈ પરંતુ તાળીઓના ગડગડાટ વચ્ચે તે સ્વસ્થ થઈ. રૂચા આજે એક પીળા રંગની સુંદર સાડી માં પેહલા જેવી સાદગીથી જ ભરેલી ને જોઈને પોતાની ખુશી તેના માટેનો ઇંતજાર તેના આંસુ સાથે વહી રહ્યા હતા.

બંનેના ચહેરા ઉપર મિશ્ર ભાવ હતો બંને એકબીજાને ગળે લાગવા ઇચ્છતા હતા કેટલાય દિવસોથી જે કાર્યક્રમમા આવનારા મુખ્ય અતિથિ ની વાત થઇ રહી હતી તે નામાંકિત ડોક્ટર અને ભરૂચ શહેર નો બાળક સલાહકાર બીજું કોઈ નહિ હર્ષ જ હતું. એનો સૌથી વધારે ઝટકો મીરા ને લાગ્યો

રુચા ને તેના જન્મદિવસે મળેલી આ ખૂબ જ મૂલ્યવાન ભેટ હતી કાર્યક્રમ પત્યા પછી પોતાની ટીમ , ગામવાસીઓ અને તમામ સમાજસેવકો ના સામે હર્ષે રુચા નો હાથ પકડ્યો અને ફરિવાર પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો ગામવાસીઓ પણ હજી હર્ષને ભૂલ્યા ક્યાં હતા અને રૂચા ની તપસ્યા તેઓ થી અજાણ નહોતી બધાની વચ્ચે ઉભેલા મીરા અને રેખા પણ આ બધું થતા રોકી શક્યા નહીં તેમને પણ પોતાની આંખો ઉપર વિશ્વાસ ન હતો આખરે શું કોઈ છ વર્ષ સુધી હજી પણ તે જ છોકરી માટે પ્રેમની ભાવના રાખી શકે એટલો લાંબો સમય કોઈ માટે ઇંતજાર કરી શકે પરંતુ આજે ખરેખર બંનેના પ્રેમ ની જીત થઈ હતી

થોડી જ વારમાં તેનો પરિવાર પણ ત્યાં આવી પહોંચ્યા મીરા પાસે હવે કશું બોલવા જેવું હતું જ નહીં અને રેખા પણ મહદંશે પોતાની પુત્રીની ખુશીમાં નિરુત્તર હતી તેતો માત્ર પોતાની પુત્રીને આ તકલીફમાંથી બહાર કાઢવા ઈચ્છતી હતી તેને પોતાની પુત્રી નો એકતરફી પ્રેમ સ્વીકાર્ય ન હતો પરંતુ હર્ષ અને ઋચાએ રાજીવના જે કાઈ વચનો પુરા કર્યા હતા તે પણ સંપૂર્ણ ઈમાનદારી સાથે ભૂળવાલયક ન હતા આથી રાજીવની અંતિમ ઇચ્છા ગણીને રેખાએ પણ બંનેના લગ્નની સ્વીકૃતિ આપી દીધી અને બંને જણાએ મંદિરમાં સાદગીથી લગ્ન કરી નગરજનો અને પરિવાર ના આશીર્વાદ સાથે વિદાય લીધી.