બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 10 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 10

આર્ય ની અનોખી બર્થ ડે પાર્ટી પછી આર્ય બધાનો ખુબ માનીતો થઈ પડ્યો. અને આર્યના એ ઉમદા કામ થકી ઘણા લોકોને પ્રેરણા પણ મળી, પાર્ટી માં આવેલા તમામ લોકોએ પણ હવે ઘરમાં કોઈ પણ ઉજવાતા પ્રસંગમાં કોઈ જરૂરિયાત વાળા બાળક ને મદદ કરવાનું નક્કી કર્યું. ત્યારપછી તો આર્ય અને એની ટોળકી એ આવા ઘણા ઉમદા કામો કર્યા (પણ એ કામો ની વાત પછી ક્યારેક કરીશું). હવે આર્ય અને એની નાનકડી ટોળી આર્ય ની સુપર ગેંગ ના નામથી આજુ બાજુના મહોલ્લામાં પણ મશહૂર થઈ ગઈ.

આર્ય ની શાળાનું નવું સત્ર ખૂબ જોશભેર સ્ટાર્ટ થઈ ગયું હતું. નવા વર્ગમાં પ્રમોટ થઈ નવા અભ્યાસ અને શિક્ષકો સાથે આર્ય ને ખૂબ મજા આવી રહીં હતી. આર્ય અને રાહુલ એકજ ક્લાસમાં ભણતા હતા, જ્યારે રોહિત, ચિન્ટુ અને બાકીના મહોલ્લાના મિત્રો અલગ અલગ વર્ગ પણ એકજ શાળા માં અભ્યાસ કરતા હતા, માટે સૌ મિત્રો હસી ખુશી સાથે હરતા ફરતા.

આર્યના નવા વર્ગ શિક્ષક ખૂબ શિસ્ત પાલનવાળા પણ ખૂબ સારું ભણાવતા હતા,એમનું નામ રમેશ ભાઈ. એકદમ દેસી સ્ટાઇલના કપડા પહેરતા, આંખે મોટા જાડા ચશ્માં, બંગાળી બાબુ જેવી હેર સ્ટાઇલ ધરાવતા, ખભે હંમેશા મોટો ઠેલો લગાવી રાખતા જાણે પોતાને નાઈનટીસ નાં હીરો સમજતા રમેશ સર ખૂબ રમૂજી લાગતાં પણ એમની શિસ્ત પ્રિય છબીને કારણે બધા વિદ્યાર્થીઓ એમની સામે આવતા બઉ ડરતા.

રોજની જેમ આર્ય આજે સવારે વહેલા તૈયાર થઈ ગયો, સરસ મજાનો નાસ્તો અને દૂધ પી આર્ય સ્કૂલ જવા નીકળ્યો પણ આજનો દિવસ આર્ય માટે એક અલગ દિવસ બનવાનો હતો, એની આર્ય ને જરા પણ ખબર નહોતી. કેમ કે આજે શાળામાં આર્ય નો ભેટો એક નવા પ્રવેશ થયેલા વિદ્યાર્થી સોહમ સાથે થવાનો હતો...

નવા સત્ર સાથે ક્યારેક કેટલા નવા વિદ્યાર્થીઓનો પણ શાળામાં પ્રવેશ થતો હોય છે. એવો જ એક બાળક નામે સોહમનો પણ આર્ય ના ક્લાસમાં નવો પ્રવેશ થયો.

આર્ય વહેલા તૈયાર થઈ આજે સ્કૂલ જવા નીકળી ગયો, એના બાકીના મિત્રો સાથે મસ્તી કરતા કરતા આર્ય સ્કૂલ પહોંચ્યો ત્યારે હજુ સ્કૂલ સ્ટાર્ટ થવાને થોડો ટાઈમ બાકી હતો.

ચાલો યાર બહુ સમય થી ફૂટબોલ નથી રમ્યા, હજુ સ્કૂલ ચાલુ થવાને સમય છે, માટે થોડું રમી લઇએ બધા, રોહિત એ પ્રસ્તાવ મૂક્યો.

અરે હા ખૂબ મસ્ત વાત કરી હો ભાઈ, ચિન્ટુ એ સાથ પુરાવતા કહ્યું. અને બધા મિત્રો ભેગા થઈ ફૂટબોલ રમતની મજા માણી રહ્યા. અને આ રમત ની મજા માણવા બીજા વિદ્યાર્થીઓ પણ ઊભા રહ્યા.

રમત ખૂબ રસપ્રદ ચાલી રહી હતી, કેટલા છોકરા અને છોકરીઓ આર્ય એન્ડ ટીમ ને ચીયર અપ કરી રહ્યા હતા.

એટલામાં આર્ય એ જોરથી કિક મારી અને ફૂટ બોલ ખૂબ ઊંચો ઊછળે છે, અને ત્યાંથી પસાર થતા એક છોકરાને જોરથી વાગતા તે છોકરો નીચે પડી જાય છે, તે છોકરો જ્યાં પડે છે તે બાજુ થોડી ભીની જમીન હોવાથી થોડો કીચડ થઈ ગયો હતો, જેમાં પડતાં જ પેલા છોકરાના બધા કપડા કાદવ કિચડ થી ખરડાઈ ગયા. અને એનો ચહેરો પણ થોડો કિચડ વાળો થયો.
તે છોકરા ને જોઈ ત્યાં ઉભેલા સૌ બાળકો જોર જોર થી હસવા લાગ્યા.

પેલા છોકરાને બધા વચ્ચે આમ પોતાનો મજાક બનતા અપમાન જેવું લાગ્યું.

યૂ સ્ટુંપીડ પીપલ, બોલતો પેલો છોકરો ઊભો થયો અને એકદમ ગુસ્સાથી આર્ય તરફ ધસી ગયો. આર્ય અને એના દોસ્તો કઈ સમજે તે પહેલા પેલો છોકરો આર્ય ના શર્ટ નો કોલર પકડી આર્ય ને ધમકાવવા લાગ્યો.

"હાઉ ડેર યુ" તમને સ્ટુંપીડ લોકો ને રમતા નથી આવડતું શું?
મારા બધા કપડા બગાડી દીધા, અક્કલ વગરના ગમાર લોકો ભણતા લાગે છે અહી, પેલો છોકરો જુસ્સામાં બોલ્યો.

અરે તું કોણ છે વળી?? અમને ગમાર બોલવા વાળો, રાહુલ વચ્ચે પડ્યો.

અરે તમે જાણતા નથી તમારો પાલો કોની જોડે પડ્યો છે, હું આ શહેરના નવા કમિશનર નો છોકરો છું.
હું મારા આજના અપમાન નો બદલો લઈ ને રહીશ, તે ગુસ્સા થી અને થોડા અભિમાન થી બોલ્યો.

અરે જાજા હવે તું જેનો પણ છોકરો હોય, અમારે શું? રોહિત પણ ઉકાળી ઉઠ્યો.

અરે અરે દોસ્તો બધા જરા શાંતિ રાખો, આખરે આર્ય ને વચ્ચે દખલગીરી કરવી પડી.
આર્ય પેલા છોકરાંને શાંત પાડવા કોશિશ કરવા પ્રયાસ કરવા લાગ્યો.
દોસ્ત સોરી, યાર આતો જરા ગલતી થી થઈ ગયું, રમત રમત માં ફૂટ બોલ તારા પર આવી પડ્યો મને ખબર જ ના પડી, સોરી યાર. આર્ય પેલા છોકરા ને હાથ પકડી મનાવવા પ્રયાસ કરી રહ્યો.

છોડ મારો હાથ, એક તો મારા બધા કપડા ગંદા કરી દીધા તમે લોકોએ, તમને લોકો ને નઈ છોડું, એટલું બોલતાં જ સ્કૂલ સ્ટાર્ટ થવાની ઘંટી વાગી, અને સૌ ત્યાંથી છૂટા પડ્યા.

આર્ય પોતાના ક્લાસ માં જઈ બેસી ગયો અને આજના બનેલા બનાવ વિશે વિચારી રહ્યો, થોડી વાર માં જ સામેથી એક છોકરો પ્રવેશ્યો ક્લાસ માં.

આર્ય એને જોઈ સડક થઈ ગયો, લે માર્યા હવે, આતો પેલો મેદાન વાળો જ છોકરો..

*************
અરે મિત્રો ઓળખ્યો નઈ આ નવો છોકરો જ તો છે સોહમ.
આવી કંઇક રહી આર્ય અને સોહમ ની પ્રથમ મુલાકાત. આતો એક ઝલક હતી આગે આગે દેખીયે હોતા હૈં ક્યાં??