One unique biodata - 27 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૭

તો આપણે આગળ જોયું એમ કોલેજથી ઘરે જતાં નિત્યાને આઇસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તેથી આઇસ્ક્રીમ પાર્લરની સામેની બાજું કાર પાર્ક કરી અને નિત્યાને કારમાં જ બેસી રહેવાનું કહી દેવ પોતે આઇસ્ક્રીમ લેવા ગયો.થોડી વાર પછી દેવ જ્યારે આઈસ્ક્રીમ લઈને આવ્યો ત્યારે તેણે જોયું તો ગાડીની આસપાસ ભીડ જમા થઈ ગઈ હતી.ભીડને હટાવતા દેવ જ્યારે ગાડીની એકદમ નજીક પહોંચ્યો ત્યાં તેણે જોયું કે નિત્યા બેહોશ થઈને નીચે પડી હતી અને સલોની નિત્યાનું માથું પોતાના ખોળામાં લઈને એને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી.પણ દેવનું ધ્યાન તો અત્યારે ફક્ત નિત્યા તરફ હતું.નિત્યાને આમ બેહોશ જોઈને તે બેબાકળો બનીને ઉભો હતો.દેવને આમ જોતાં સલોની બોલી,"દેવ,નિત્યાને જલ્દી હોસ્પિટલ લઈ જવી પડશે"

સલોનીના આટલું કહેવા છતાં પણ દેવ એમ જ બેબાકળો બનીને ઉભો હતો.સલોનીએ ફરીથી ઊંચા અવાજે કહ્યું,"દેવ કમ ઓન,સ્ટાર્ટ ધ કાર"

દેવ ઊંઘમાંથી ઉઠ્યો હોય એમ ફટાફટ કારનો દરવાજો ખોલ્યો અને નિત્યાને ઉઠાવીને કારની પાછલી શીટમાં સુવાળી અને સલોનીને નિત્યા પાસે પાછળ બેસવાનું કહી કાર લઈને હોસ્પિટલ જવા માટે નીકળ્યા.સલોની વારે વારે નિત્યાને હોશમાં લાવવાનો પ્રયત્ન કરી રહી હતી અને દેવ બેક મિરરથી સતત નિત્યાને જોઈ રહ્યો હતો.હોસ્પિટલમાં પહોંચતા જ નિત્યાને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવી.ડોકટરે નિત્યાનું ચેક અપ કર્યું.

"ડૉક્ટર,શું થયું છે?"ગભરાયેલા દેવે ડૉક્ટરને પૂછ્યું.

"ગભરાવાની જરૂર નથી.પેશન્ટનું બ્લડપ્રેશર લો થઈ ગયું હતું એના લીધે તે બેહોશ થઈ ગયા હશે"

"પણ ડૉક્ટર અત્યારે તો ના ગરમી છે કે ના એને એવી કોઈ તકલીફ જેનાથી એનું બ્લડપ્રેશર લો થઈ જાય"

"જરૂરી નથી કે ગરમીના લીધે કે શરીરમાં પાણીની ઉણપના લીધે જ એવું થઈ શકે,વધારે પડતો થાક લાગવાથી કે અચાનક ગભરાઈ જવાથી પણ એવું થઈ શકે છે"

"ડૉક્ટર નિત્યાને હોશ ક્યારે આવશે?"

"બસ હું આ મેડિસિન લખી આપું એ તમે બહાર મેડિકલમાંથી લઈ આવો અને એક ગ્લુકોઝની બોટલ ચડાવી દઈએ.થોડા ટાઈમમાં હોશ આવી જશે"

"ઓકે"

દેવને દવાની પરછી લઈને બહાર મેડિકલમાં જતો જોઈ સલોની બોલી,"દેવ તું નિત્યાના ઘરે ઇન્ફોર્મ કર,હું લઈ આવું છું મેડિસિન"

"ઓકે,થેંક્યું"

"ડોન્ટ વરી,શી વિલ બી ફાઈન"

"હા"

સલોની મેડિસિન લેવા ગઈ અને દેવે નિત્યાના પપ્પાને નિત્યાની હાલત વિશે જણાવ્યું અને પછી જઈને નિત્યાના બેડની બાજુમાં પડેલ ચેર પર બેસ્યો.

થોડી વાર પછી નિત્યાએ આંખો ખોલી અને જોયું તો સામે એના મમ્મી-પપ્પા અને સલોની ત્રણેય ઉભા હતા.

સલોનીને જોતા નિત્યા બોલી,"સલોની તું અહીંયા?"

"બેટા સલોની અને દેવ જ તને હોસ્પિટલ લઈને આવ્યા છે?"જીતુભાઇ(નિત્યના પપ્પા)બોલ્યા.

"પણ નિત્યા અચાનક તને થયું શું હતું?"કામિનીબેને(નિત્યાની મમ્મી)પૂછ્યું.

"આંટી ડૉકટરે કહ્યું કે બીપી લો થઈ ગયું હતું"સલોની જવાબ આપતા બોલી.

"બેટા હવે તને કેવું લાગે છે,કંઈ થતું તો નથી ને?"જીતુભાઈએ પૂછ્યું.

"ના પપ્પા,હું હવે ઠીક છું,તમે ચિંતા ના કરશો"

"જોયું મેં ના કહ્યું હતું ને કે અઠવાડિયા પછી કોલેજ સ્ટાર્ટ કરજે,જોઈ લીધું આરામ ના કરવાનું પરિણામ"

"મમ્મી,હું ઠીક છું"

"દેખાય છે કેટલી ઠીક છે"

"પપ્પા કેટલો સમય અહીંયા રહેવાનું કહ્યું છે ડૉક્ટરે?"

"મને ખબર નથી હમણાં દેવ આવે એટલે પૂછું"

"એ ક્યાં ગયો છે?"

"એને કોઈનો કોલ આવ્યો હતો એટલે બહાર ગયો"

એટલામાં દેવ અને સાથે ડૉક્ટર બંને રૂમમાં આવ્યા.

"ઓહ,વાંદરી જાગી ગઈ"દેવે મજાકમાં કહ્યું અને ત્યાં હાજર બધા જ હસવા લાગ્યા.

ડૉક્ટરે નિત્યાનું બીપી ચેક કર્યું અને પૂછ્યું,"હવે તમે કેવું મહેસુસ કરો છો,ચક્કર તો નથી આવતા ને?"

"ના,આઈ એમ ઓલ રાઈટ.થેંક્યું ડૉક્ટર"

"ડૉક્ટર,અમે નિત્યાને ઘરે ક્યારે લઈ જઈ શકીએ?"જીતુભાઈએ ડૉક્ટરને પૂછ્યું.

"અત્યારે જ.બસ આ મેડિસિન લખી આપું એ સમય પર આપજો અને રેસ્ટ કરાવજો,બાકી બધું જ બરાબર છે"

"હા,અમારું તો માનતી નથી.તમારું સાંભળીને કદાચ આરામ કરે"કામિનીબેન બોલ્યા.

"નિત્યા,મને દેવે જણાવ્યું તમારા એક મહિના પહેલાના એક્સિડન્ટ વિશે.તમારા ડૉક્ટરે સમજી વિચારીને થોડું ચાલવાની રજા આપી છે એનો મતલબ એ નથી કે તમે તમારું રેગ્યુલર કામ-કાજ કરી શકો.ધીમે ધીમે એક અઠવાડિયા સુધી ઘરમાં ને ઘરમાં જ પગની થોડી મૂવમેન્ટ થાય પછી તમે બહાર નીકળી શકો.સો,કીપ રેસ્ટ ઓકે"

"ઓકે ડૉક્ટર"નિત્યાને ખબર હતી કે હાલ કંઈ બોલશે તો બધા જ એની પર તૂટી પડશે એટલે એ આગળ કઈ બોલી નહીં અને ઘરે રહીને આરામ કરવા માટે માની ગઈ.

ડિસ્ચાર્જની બધી જ ફોર્મલિટી જીતુભાઇ અને દેવે પતાવી અને બંને પાછા રૂમમાં આવ્યા.

"ચલ નિત્યા હું નીકળું હવે,ધ્યાન રાખજે તું"સલોનીએ કહ્યું.

નિત્યાએ સલોનીનો હાથ પકડ્યો અને થેંક્યું કહ્યું.

"તું અમારી સાથે ઘરે ચાલ,જમીને જજે"નિત્યાએ કહ્યું.

"પછી કોઈ વાર ચોક્કસ આવીશ"

"થેક્યું બેટા"કામિનીબેને સલોનીના માથા પર વહાલથી હાથ ફેરવતા કહ્યું.

"આન્ટી,થેંક્યું પણ કહો છો અને બેટા પણ કહો છો"

"સલોની તું કેવી રીતે જઈશ?"નિત્યાએ પૂછ્યું.

"હું આઈસ્ક્રીમ પાર્લર પાસે ગાડી પાર્ક કરી છે ત્યાં સુધી કેબમાં જઈશ"

"બેટા ત્યાં સુધી અમે તને લેતા જઈએ"જીતુભાઈએ કહ્યું.

"ના અંકલ,એ બાજુ અત્યારે ખૂબ જ ટ્રાફિક હશે.તમે અહીંથી હાઇવે થઈને નીકળી જાવ હું જતી રહીશ"

"દેવ તું સલોનીને એની કાર સુધી મૂકી આવીશ ને?"નિત્યાએ દેવને રિકવેસ્ટ કરતા પૂછ્યું.

"નિત્યા સાચે જ કોઈ જરૂર નથી,મેં ઓલરેડી કેબ બુક કરી લીધી છે.તમે શાંતિથી ઘરે જાવ"સલોની બોલી.

"ઠીક છે"

સલોનીના ગયા પછી દેવ,નિત્યા,જીતુભાઇ અને કામિનીબેન પણ ઘરે જવા માટે નીકળ્યા.ઘરે પહોંચ્યા પછી કમિનીબેને બધા માટે ચા બનાવી.બધાએ ચા પીધી.

સાંજના સાડા સાત થઈ ગયા હોવાથી કામિનીબેને પૂછ્યું,"બોલો જમવા શું બનાવું?"

નિત્યા અને જીતુભાઇ એકબીજાની સામે જોઇને હસવા લાગ્યા.એમને હસતાં જોઈ દેવે પૂછ્યું,"શું થયું?"

"કંઈ નહીં બેટા,આતો અમારી રોજની પરંપરા છે કે તારી આન્ટી આ પ્રશ્ન પૂછે એટલે અમારે બંનેએ હસવાનું જ"

આ સાંભળી દેવ પણ ખડખડાટ હસવા લાગ્યો.

"દેવ જે કહે એ બનાવો"જીતુભાઈએ સજેશન આપ્યુ.

"બોલ દેવ,શું બનાવું?"

બહારથી આવતા જશોદાબેન બોલ્યા,"કંઈ જ બનાવાની જરૂર નથી.જમવાનું તૈયાર જ છે"

"મોટીબેન તમે?"

"હા,દેવે મને જણાવ્યું હતું કે નિત્યાની તબિયત સારી નથી તો બધા હોસ્પિટલમાં છીએ.તો મને થયું કે ઘરે આવતા મોડું થઈ જશે તો હું જ જમવાનું બનાવીને લઈ જાઉં"

"મોટીબેન,તમે શું કરવા તકલીફ કરી"

"એમાં તકલીફ શેની!,આમ પણ હું નિત્યાને મળવા આવની જ હતી તો........અને એ બહાને સાથે બેસીને જમીશું"

"હા,એતો સાચું કહ્યું તમે.સારું તમે નિત્યા સાથે બેસો ત્યાં સુધી હું જમવાની તૈયારી કરી લઉં"

જમીને દેવ આરવ સાથે બહાર હિંચકામાં બેસ્યો હતો.કામિનીબેન અને જશોદાબેન બંને બેસીને વાતો કરી રહ્યા હતા અને જીતુભાઇ નિત્યાને એના રૂમમાં આરામ કરવા માટે લઈ ગયા હતા.નિત્યાને પણ નીચે બધાની સાથે બેસવું હતું પણ બધાએ એને જબરદસ્તી આરામ કરવા માટે રૂમમાં મોકલી દીધી.

દેવે આરવને આજ જે બન્યું એ બધું કહ્યું અને પછી બંને નિત્યાના રૂમમાં ગયા.

"હાઈ બ્યુટીફૂલ,ક્યાં હુઆ તુમ્હે?"

"કુછ નહી યાર,વૈસે તુમ્હે પતા હૈ ના કિ યે હંમેશા ગિરતી-પડતી રહતી હૈ"દેવે નિત્યાને હેરાન કરતા કહ્યું.

"હા, વો તો હૈ"આરવે પણ દેવની હા માં હા મિલાવતા કહ્યું.

"તુમ દોનો મુજે યહા પરેશાન કરને કે લિએ આયે હો ના,પાપા કો બોલ દૂ કિ,એ દોનો મુજે રેસ્ટ નહિ કરને દે રહે"

"હા બોલ દો,તુમ્હારે પાપા કો ભી પતા હૈ,કૌન કિસે પરેશાન કરતા હૈ"

"હાહાહાહાહા........"

"અચ્છા ચલો તુમ રેસ્ટ કરો,મેં ચલતા હૂ...મુજે દેવને બતાયા કિ તુમ બેહોશ હો ગઇ થી તો હાલ પૂછને કે લિએ આયા થા"

"ઓકે,ગુડ નાઈટ"

"ગુડ નાઈટ"

"દેવ મને ત્યાંથી મેડીસીનનું બોક્સ આપને"

"પ્લીઝ બોલ,તો જ આપું"

"ચાલશે રહેવા દે,હું લઈ લઈશ"નિત્યા ઉભી થવા જ જતી હતી ત્યાં દેવે એણે રોકી અને પોતે ઉભો થઈને મેડિસિન બોક્સ અને પાણી બંને લાવીને નિત્યાને આપ્યું.

"દેવ મેં તને સલોનીને મુકવા જવા માટે કહ્યું તો તે કેમ જવાબ ના આપ્યો,સલોનીને કેવું લાગ્યું હશે"

"હું કઈ બોલું એ પહેલાં જ એને કહી દીધું કે મેં કેબ બુક કરાવી છે તો આગળ શું બોલું"

"હા,એ પણ છે"

"બાય ધ વે,એ હવે મારી સાથે ઘણું સારું વર્તન કરે છે નઈ?"

"હમમ"દેવ બસ એટલું જ બોલ્યો.

"થેંક્યું યાર,આજ ખબર નઈ કંઈક તો થયું હતું જે મને પણ યાદ નથી.સારું થયું તું હતો નઈ તો મારું શું થાત અને મમ્મી મને ઘરે આવીને બોલે એ તો જુદું"

"બોલે જ ને,તું કોલેજ જવાની ખોટી જીદ કરે છે.હજી એક વીક આરામ કરી લે ઘરે"

"હવે તો એ જ કરવું પડશે"નિત્યા ઉદાસ થઈને બોલી.

"આમ શું સેડ થઈને બોલે છે જો મને આવું કઈ થયું હોત તો હું તો છ મહિના રજાઓ લઈ લઉં કોલેજમાંથી"

"ભગવાન કરે તને ક્યારેય આવું કઈ ના થાય"

"સારું ચલ હું જાઉં હવે"

"અત્યારથી?,હજી તો મમ્મી અને આન્ટીની વાતો પણ નહીં પતી હોય"

"હું ખૂબ થાક્યો છું યાર,ઊંઘ આવે છે"

"હા,આજ મારા લીધે તને બહુ જ દોડાદોડ થઈ છે"

"પાગલ,ચૂપ રે"

"ઓકે"

"તો હું જઉં?"દેવે નિત્યાને પૂછ્યું.

નિત્યાને મનમાં તો હતું કે હજી થોડી વાર દેવ એની સાથે રહે પણ એને કહ્યું,"હા"

"કોઈ જરૂર નથી ને હાલ?"

નિત્યાએ મનમાં જ જવાબ આપ્યો કે જરૂર તો છે પણ તને કયાં હકથી અહીંયા રોકી લઉં.

"ના"નિત્યાએ કહ્યું.

"ઓકે કઈ પણ જરૂર પડે તો મને ફોન કરી દેજે"

"ઓકે"

"પ્રોમિસ કર કરીશ"

"અરે હા પ્રોમિસ"

"ઓકે,જય શ્રી કૃષ્ણ,ટેક કેર"

"જય શ્રી કૃષ્ણ"

દેવના ગયા પછી નિત્યા ક્યાંય સુધી વિચારતી રહી કે એ કેમ એવું ચાહતી હતી કે દેવ એની સાથે રહે.કેમ એણે આવા વિચારો આવતા હતા.એને એ વાતનો ડર હતો કે જો સ્મિતા દી એ કહ્યું તું એવી કોઈ ફીલિંગ્સ એના મનમાં આવી જશે તો આગળ જતાં પ્રોબ્લેમ થશે કારણ કે દેવના મનમાં પહેલેથી જ એ જગ્યા બીજું કોઈ લઈ ચૂક્યું હતું.આવા વિચારો કરતા કરતા એ સુઈ ગઈ.નિત્યાની તબિયતના કારણે રાતે એની મમ્મી એની સાથે જ હતી.
રાતનો આશરે એક વાગ્યો હશે. અચાનક નિત્યાએ ચીસ પાડી ઊંઘમાંથી ઉભી થઈ ગઈ.

અત્યાર સુધી આપણે સમજતા હતા કે નિત્યા લો બીપીને કારણે બેહોશ થઈ હતી.

શું ખરેખર એવું જ બન્યું હશે કે કારણ કંઈ બીજું જ હશે?


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED