એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૬ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૬

સોમવારે નિત્યા ઉઠીને તૈયાર થઈ ધીમે ધીમે સીડી ઉતરી નીચે ગઈ.નિત્યાના ઘરની સીડીની ડાબી બાજુ હોલ અને એક બેડરૂમ હતો અને જમણી બાજુ રસોડું હતું.નિત્યા નીચે ગઈ ત્યારે એના પપ્પા હોલમાં બેસીને ન્યૂઝ પેપર વાંચતા-વાંચતા ચા પી રહ્યા હતા અને એની મમ્મી રસોડામાં જ નાનું મંદિર હતું ત્યાં પૂજા કરી રહી હતી.પૂજા પતાવી નિત્યાની મમ્મી પ્રસાદ આપવા બહાર આવતી હતી ત્યાં એમણે નિત્યાને તૈયાર થયેલી જોઈને પૂછ્યું,"નિત્યા તું આટલું તૈયાર થઈને ક્યાં જવાની તૈયારીમાં છે?"

કામિનીબેનનો સવાલ સાંભળતા જ જીતુભાઈએ ન્યૂઝ પેપરમાંથી ધ્યાન હટાવી નિત્યા તરફ જોયું અને પૂછ્યું,"હા બેટા,કેમ આજ........"

(નિત્યાએ ઓફ વાઇટ કુર્તી અને રેડ પેન્ટ ટાઈપ લહેગો પહેર્યો હતો અને શોર્ટ સ્કાફ ગળાની આસપાસ વીંટાળેલો હતો.હાથમાં વોચ પહેરેલી હતી.)

"મમ્મી-પપ્પા હું આમ તૈયાર થઈને પહેલા રોજ ક્યાં જતી હતી?"નિત્યાએ બંનેને પ્રશ્ન કર્યો.

"તું કોલેજ જવા માટે તૈયાર થઈ છે?"કામિનીબેને સામે પ્રશ્ન પૂછ્યો.

"વાહ મમ્મી,તે આજ સાબિત કરી લીધું કે તું બહુ જ હોશિયાર છે"

"પણ બેટા હજી થોડું ચાલવાથી પણ તારા પગમાં સોજા આવે છે તો એક અઠવાડિયું રહેવા દે"કામિનીબેને ચિંતા વ્યક્ત કરતા કહ્યું.

"હા નિત્યા,તારી મમ્મી બરાબર કહે છે"

"હું ઘરે બેસીને કંટાળી ગઈ છું.મને કોલેજ જવા દો,હું મારું પૂરતું ધ્યાન રાખીશ"

"પણ......."જીતુભાઇ આગળ કઈ પણ બોલે એ પહેલાં નિત્યા બોલી,
"પણ-બણ કશું જ નઈ સાંભળું.પપ્પા પ્લીઝ માની જાવને, હું તમને પ્રોમિસ કરું છું કે હું બહુ ભાગમ-ભાગ નહીં કરું,લેક્ચર પણ ચેરમાં બેસીને જ આપીશ અને પછી મારા કેબિનમાં બેસી રહીશ"

(નિત્યાને ખબર હતી કે એના પપ્પા એની વાત જલ્દી માની જશે અને એની મમ્મી વધારે આરગ્યુમેન્ટ કરશે તેથી એને એનાં પપ્પાને જ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને એનો પ્રયત્ન સફળ રહ્યો.છેવટે એના પપ્પા રાજી થઈ ગયા કોલેજ મોકલવા માટે અને પછી નિત્યાએ એની મમ્મીને પણ મનાવી લીધી.)

"તું જઈશ કેવી રીતે?"નિત્યાના પપ્પાએ પૂછ્યું.

"દેવ છે ને એની સાથે"કામિનીબેને સુજાવ આપતા કહ્યું.

"ના એની સાથે નઈ"

"કેમ?"

"બસ એમ જ"

(નિત્યાને થયું કે જો એ દેવને કહેશે તો દેવ એણે કોલેજ જવાની જ ના કહેશે.)

"દેવ સાથે જ જવાનું છે તારે,હું એને ફોન કરું છું"નિત્યાના હાથમાંથી એનો ફોન લઈને દેવને ફોન લગાવી લીધો.

દેવ તૈયાર થઈ મંદિરમાં પૂજા કરવા બેસ્યો હતો એટલે એનો ફોન જશોદાબેને ઉપાડ્યો અને બોલ્યા,"હેલો"

"જય શ્રી ક્રિષ્ના મોટીબેન"

"જય શ્રી ક્રિષ્ના"

"મોટીબેન દેવ......."

"દેવ પૂજા કરીને બસ આવે જ છે,પણ આમ અચાનક સવારે તમારો ફોન.......બધું બરાબર છે ને,નિત્યા ઠીક છે ને?"જશોદાબેન ચિંતીત અવસ્થામાં બોલ્યા.

"હા મોટીબેન,બધું બરાબર જ છે"

"અચ્છા,લો આ દેવ આવી ગયો"

"હેલ્લો,હા બોલો આંટી"દેવે ફોન લેતા કહ્યું.

"દેવ આ નિત્યા કોલેજ સ્ટાર્ટ કરવાની જીદ કરે છે"

"નથી જવાનું એને ક્યાંય"

"એતો સવારની તૈયાર થઈને બેસી ગઈ છે"

"હું હમણાં આવું છું,પછી વાત કરીએ"

"સારું,તું જ સમજાવ.અમારું તો સાંભળતી જ નથી"

"ઓકે,હું આવું છું"

"સારું બેટા, જય શ્રી ક્રિષ્ના"

"જય શ્રી ક્રિષ્ના"કહીને દેવે ફોન મુક્યો.

"શું વાત છે?"જશોદાબેને દેવને પૂછ્યું.

"તમારી લાડકીને હવે આરામ કરવામાં કંટાળો આવે છે"

"આવે જ ને,બિચારી એક મહિનાથી પોતાના રૂમથી હોસ્પિટલમાં અને પાછી રૂમમાં"

"મમ્મી હજી નિત્યા એક વીક જેવું આરામ કરે તો સારું રહેશે"

"તું મળીને સમજાવજે,સમજી જશે.ડાહી છોકરી છે"

"દોઢ ડાહી છે"દેવે મોઢું મચકોડતા કહ્યું.

આ સાંભળી જશોદાબેને દેવ સામે આંખો ઝીણી કરીને જોયું તેથી દેવ બોલ્યો,"મારી સામે આમ ના જો,ચલ ટિફિન તૈયાર કરી દે ત્યાં સુધી હું તમારી ડાહીને સમજાવીને આવું"

"પ્રેમથી સમજાવજે,ઝગડો ના કરતો"

"ઓકે મારી માં.......સોરી એની માં"કહીને દેવ નિત્યાના ઘરે જવા માટે નીકળ્યો અને જશોદાબેન ત્યાં ઉભા ઉભા મનમાં હસતા રહ્યા.

દેવ નિત્યાના ઘરે પહોંચ્યો.દરવાજો ખુલ્લો હોવાથી અંદર જઈને નિત્યા હોલમાં બેસી હતી એની બાજુના સિંગલ સોફામાં જઈને બેસ્યો અને નિત્યાના વાળ ખેંચતા બોલ્યો બોલ્યો,"ગૂડ મોર્નિંગ પ્રોફેસર"

"કાહે કા ગૂડ મોર્નિંગ ઓર કાહે કા પ્રોફેસર?"નિત્યાએ મોઢું મચકોડતા કહ્યું.

એટલામાં નિત્યાના પપ્પા એમના રૂમમાંથી નોકરી જવા માટે તૈયાર થઈને આવ્યા અને એની મમ્મી દેવ માટે ચા લઈને આવી.

"દેવ નિત્યા કોલેજ..........."નિત્યાના પપ્પા આગળ કંઈક બોલે એ પહેલાં દેવે એમને વચ્ચે જ રોક્યા અને છેલ્લો ફેંસલો સંભળાવતો હોય એમ જીતુભાઇનું વાક્ય પૂરું કરવા બોલ્યો,"ચોક્કસ જશે"આ સાંભળી નિત્યા ખુશીથી ઉછળી પડી અને એ જ સેકન્ડે વિચારવા લાગી કે આજ સૂરજ કઈ બાજુ ઉગ્યો છે.દેવ મારી વાત આટલું જલ્દી માની ગયો.

નિત્યાને ખુશ થતી જોઈ દેવ આગળ બોલ્યો,"પુરી વાત તો સાંભળ"

"હા બોલ ને"

"નિત્યા કોલેજ ચોક્કસ જશે,પણ એક વીક પછી"

"હા એ સાચી વાત છે"કામિનીબેન દેવની વાતમાં સહમતી આપતા બોલ્યા.

"શું સાચી વાત છે,તને તો એની બધી વાત સાચી જ લાગે છે"નિત્યા અકળાઈને ગુસ્સામાં બોલી.

"નિત્યા વાતને સમજ બેટા, એક મહિનાથી તારા પગની મૂવમેન્ટ થઈ જ નથી.હવે તું અચાનક આમ પગને વધારે લોડ આપીશ તો રિકવરી આવતા વધુ સમય જશે"

"પણ પપ્પા મેં કહ્યુંને કે હું પૂરતું ધ્યાન રાખીશ.જરૂરિયાત વગર હું વધારે ચાલીશ પણ નહીં.હું એક મહિનાથી ઘરમાં ને ઘરમાં કંટાળી છું, તમે જોબ પર જાવ અને મમ્મી એનું કામ કરતી હોય છે,બહુ એકલું એકલું ફીલ થાય છે.કોલેજમાં જઈશ તો હું બધાને મળીશ,મારી તકલીફ પણ મને યાદ નઈ આવે.પ્લીઝ પપ્પા જવા દો મને"નિત્યા આટલું બોલતા બોલતા ઇમોશનલ થઈને રડવા લાગી.

એને જોઈને દેવ પણ ઇમોશનલ થઈ ગયો અને એના મમ્મી-પપ્પાની આંખો ભીની થઇ ગઇ.

"અરે પાગલ છોકરી,એમાં શું રડે છે.ચલ તારી ઈચ્છા છે તો જઈ આવ"કામિનીબેન નિત્યાને હગ કરતાં બોલ્યા.

"આંટી આને આપણને ઇમોશનલી બ્લેકમેલ કરીને મનાવી લીધા"

"દેવ તું નિત્યાને લઈ જઈશ ને?"નિત્યાના પપ્પાએ પૂછ્યું.

"ના પપ્પા હું ઓટોમાં જતી રઈશ,મારે અને એને લેકચર્સનો ટાઈમ અલગ-અલગ હોય છે.એને મંગળવાર સિવાય લેકચર્સ ૧:૦૦ વાગ્યા પછી જ સ્ટાર્ટ થાય છે.મારા લીધે એને પણ વહેલા જવું પડશે"

"તું ચૂપ રે,આવી મોટી ઓટોમાં જવાવાળી.અંકલ તમે ચિંતા ના કરો,મારી સાથે લઈ જઈશ એને"દેવ નિત્યાને ચૂપ કરાવતા બોલ્યો.

"સારું,લે આ ચાવી"જીતુભાઈએ ગાડીની ચાવી આપતા કહ્યું.

"ના અંકલ મારી કાર લઈને જઈશું"

(દેવ હંમેશા કોલેજ બાઇક લઈને જ જતો હતો.કાર લઈને જવું એને ઓછું ગમતું હતું કારણ કે,ઘરેથી કોલેજ જવાના રસ્તામાં વચ્ચે મેઈન માર્કેટ હોવાથી ત્યાં ઘણો ટ્રાફિક રહેતો હતો.)

"ઓકે,ધ્યાન રાખજે તું.કામ વગર પગમાં બઉ જોર ના આપતી,અને........."નિત્યાના પપ્પા આગળ કઈ પણ બોલે એ પહેલાં નિત્યા ઉભી થઈને એમની પાસે ગઈ અને કહ્યું,"પપ્પા,ડોન્ટ વરી.આઈ ટેક કેર ઓફ માય સેલ્ફ"

"અને એ નઈ કરે તો હું તો છું જ,સો રિલેક્સ"

"તો ફાઇનલ તમારા બધાની હા છે ને?"નિત્યાએ ફાઇનલ વાર પૂછ્યું.

"વારે વારે ના પૂછ નઈ તો હમણાં ડીસીઝન ચેન્જ થઈ જશે"દેવે નિત્યાને હેરાન કરવા કહ્યું.

"હા,પણ જો આજે કંઈ તકલીફ થઈ તો એક અઠવાડિયા સુધી નામ નઈ લેવાનું ઘરની બહાર નીકળવાનું"નિત્યાની મમ્મીએ કહ્યું.

"બી પોઝિટિવ મમ્મી"

નિત્યા એટલી બધી ખુશ થઈ ગઈ કે એણે એના પપ્પા અને મમ્મીને ગાલ પર પપ્પી કરી અને પછી ઉત્સાહમાં ને ઉત્સાહમાં દેવને પણ કરી દીધી.આ જોઈ બધા ઓકવર્ડ થઈ ગયા અને નિત્યાના મમ્મી-પપ્પા પોતપોતાનું કામ કરવા જતાં રહ્યાં.નિત્યા પણ શરમાઈ ગઈ અને દેવ તરફ પીઠ કરીને મનમાં વિચારવા લાગી કે આ શું થઈ ગયું એનાથી.

"જમીને તૈયાર થઈ જજે,હું તને હમણાં પિક-અપ કરવા આવું છું"કહીને દેવ પણ ત્યાંથી નીકળી ગયો.

દેવ અને નિત્યા કોલેજ ગયા.એક મહિના પછી નિત્યાના કોલેજ જવાથી સ્ટુડન્ટસથી લઈને એચ.ઓ.ડી સર સુધી બધા જ ખુશ હતા.પણ આ બધામાં જે સૌથી વધારે ખુશ હોય તો એ મોહનકાકા હતા.નિત્યાના કોલેજ જવાથી કોલેજમાં પાર્ટી જેવો માહોલ થઈ ગયો હતો.બધાને મળ્યા પછી નિત્યાએ લેકચર્સ લીધા,પછી પોતાના કેબિનમાં જઈને બેસી કેમ કે દેવના લેકચર્સ ૧:૦૦ વાગ્યા પછી સ્ટાર્ટ થાય એટલે એને છેલ્લો લેક્ચર ૪:૪૫ એ પતે.વચ્ચે બ્રેકમાં દેવના ટીફીનમાંથી બંનેએ લંચ કર્યું અને પછી દેવ પોતાના લેકચર્સમાં જતો રહ્યો.દેવે મોહનકાકાને કઈ રાખ્યું હતું કે હું લેક્ચરમાં હોઉં ત્યાં સુધી તમે નિત્યનું ધ્યાન રાખજો.એને કંઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે લાવી આપજો એને જાતે ના કરવા દેતા.દેવ પોતે પણ નિત્યાને એક-બે વાર પૂછી આવ્યો હતો કે કંઈ તકલીફ તો નથી થતી ને?,દવા લીધી?,પેઈન તો નથી થતો ને?.

દેવ બધા જ લેકચર્સ પતાવી નિત્યાના કેબિનમાં ગયો ત્યાં કોઈ હતું નહીં.દેવે મોહનકાકાને પૂછવા માટે એમણે શોધવા લાગ્યો પણ મોહનકાકા પણ ત્યાં દેખાયા નહીં.દેવ થોડું ગભરાઈ ગયો એને વિચાર્યું કે નિત્યા ક્યાં હોઈ શકે અને પછી અચાનક જ દોડીને બે સીડીઓ ચઢતા લાઈબ્રેરીમાં પહોંચ્યો અને જોયું તો નિત્યા શાંતિથી બેસીને વાંચી રહી હતી.

"તું આટલું ચડીને ઉપર શું કરવા આવી?,તને ભાન પડે છે કે તને રેસ્ટની જરૂર છે"દેવ હાંફતો-હાંફતો નિત્યા પાસે જઈને ગુસ્સામાં મોટા અવાજે નિત્યાને ધમકાવતો હોય એમ બોલ્યો.

નિત્યાએ ઉભી થઈને દેવના ખભે એક હાથ મુક્યો અને એક હાથ પોતાના હોઠ પર મૂકતાં કહ્યું,"શુશુશુશુશુશુશુ🤐🤐............,ધીમે બોલ આપડે લાઇબ્રેરીમાં છીએ"

"હાહાહાહાહાહાહાહ,મને તો ખબર જ નહોતી"

"અને બીજી વાત કે આપણી કોલેજમાં લિફ્ટ છે,હું સીડી ચઢીને ઉપર નથી આવી"

દેવનો ગુસ્સો થોડો શાંત થયો અને બંને ઘરે જવા માટે નીકળ્યા.રસ્તામાં નિત્યાને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ તેથી દેવે ગાડી આઈસ્ક્રીમ પાર્લરની સામે છેડે ઉભી રાખી અને કહ્યું,"તું અંદર જ બેસ,હું લઈને આવું"

થોડીવાર પછી દેવ આઈસ્ક્રીમ લઈને આવ્યો અને એને જોયું કે ગાડીની બહાર નિત્યા બેહોશીની હાલતમાં પડી હતી.

આમ,ખુશ દેખાતી નિત્યાને અચાનક શું થયું હશે?


રેટ કરો અને રિવ્યુ આપો

Mayuri Patel

Mayuri Patel 7 માસ પહેલા

Sheetal

Sheetal 11 માસ પહેલા

Indu Talati

Indu Talati 12 માસ પહેલા

Mamta Ganatra

Mamta Ganatra 1 વર્ષ પહેલા

Saiju

Saiju 1 વર્ષ પહેલા

શેયર કરો