બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 6 Dhruti Mehta અસમંજસ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બહાદુર આર્યનાં મજેદાર કિસ્સા - 6

બધાને હવે રાત ક્યારે પડે એની ઇન્તેજારી હતી, સમય જાણે આજે કેમ આટલો ધીરે વહી રહ્યો છે એમ આર્ય અને એની ટોળકી ને લાગી રહ્યું.
બધાએ બે - ત્રણ વખત એક બીજાને ટેલિફોન કરી બધી તૈયારી કરી લીધી છેને એમ ખાતરી કરી લીધી, બસ હવે ક્યારે રાતના ૧૧:૩૦ થાય એની જ રાહ જોવાઇ રહી હતી.

રાત્રીના ૧૨ વાગી ગયા હતા અને ઉનાળાની ગરમીને કારણે બધા લોકો સૂઈ ગયા હતા, ચારો તરફ અંધકારનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું, રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા, દૂર દૂરથી આવતા કૂતરાઓ નાં રડવાના અવાજથી વાતાવરણમાં એક ભય છવાઈ ગયો હતો. આજે રોજ કરતા એક અલગ જ માહોલ બની રહ્યો હતો.

આવા ભયજનક વાતાવરણ માં ચંદુ ચોપાટ આરામથી ઘર બહાર ખાટલો ઢાળી સૂઈ રહ્યા હતા અને નજાને કયા સપનાઓમાં ખોવાઈ ગયા હશે, ત્યાંજ અચાનક દૂર થી ધીમો ધીમો ઝાંઝર ના ઝણકાર નો અવાજ ચંદુ ચોપાટ ના કાને અથડાયો, પહેલાતો સપનું જોઈ રહ્યો છું એમ ચંદુ ચોપાટ ને લાગ્યું પણ ધીરે ધીરે એ અવાજ નજદીક આવી રહ્યો અને કૂતરાઓ ના રડવાનો અવાજ પણ વધી રહ્યો, અને અચાનક ચંદુ ચોપાટ ના મો પર કંઇક સળવળ્યું હોય એમ લાગતાં એની ઊંઘ ઊડી ગઈ. એમણે ઉભાથઈ જોયું પણ ત્યાં કોઈ જ નહોતું.

ચંદુ ચોપાટ ભ્રમ છે એમ સમજીને પાછો સૂઈ જાય છે, પાછું થોડી વારમાંજ અજીબ અજીબ અવાજો આવવાના ચાલુ થઈ ગયા એ સાથેજ ચંદુ ચોપાટ ના મોં પર પસીના ની બુંદો છવાઈ જાય છે, શું થઈ રહ્યું છે એ કઈ સમજે એ પહેલા કોઈના ખડખડાટ હસવાનો અવાજ આવવા લાગ્યો, અવાજ ક્યાંથી આવી રહ્યો છે એ જોવા જતાજ ચંદુ ચોપાટની પાછળથી કોઈ પડછાયો ઝૂમમમ કરતો પસાર થઈ ગયો, કાળો પડછાયો એકદમ નજીક થી પસાર થતા જોઇને ચંદુ ચોપાટ નો અવાજ મોમાં જ રહી ગયો.

ડર ના માર્યા ચંદુ ચોપાટ ગોદડી માં લપાઈ છૂપી જાય છે અને હનુમાન ચાલીસા બોલવા લાગે છે પણ ભય ના માર્યા એ પણ જાણે યાદ ના રહ્યું હોય એમ લાગે છે. અચાનક બધા અવાજો બંદ થઈ જાય છે, એકદમ નીરવ શાંતિ છવાઈ જાય છે, પણ એ શાંતિમાં જાણે કોઈ ભય છવાઈ રહ્યો હોય એમ લાગે છે, ચંદુ ચોપાટ હિંમત ભેગી કરી ગોદડી ઉઠાવે છે ત્યાં જ.....

અને ત્યાંજ ચંદુ ચોપાટ ને સામે એક ભયાનક આંખો વાળી, સફેદ સાડી પહેરેલી, લાંબા છૂટા વાળ ધરાવતી એક ઔરત જેવી લાગતી આકૃતિ પોતાના ચહેરાની એકદમ નજીક ખાટલામાં બેસેલી જુએ છે, અને ચંદુ ચોપાટ નું હૃદય જાણે બંદ પડી જતું લાગે છે. અને હોય એટલી હિંમત ભેગી કરી ચંદુ ચોપાટ જાય ભાગ્યો ઘર ની અંદર, પાછળ વળી જોવાની પણ હિંમત નથી થતી. એતો દોડતો એકદમ ઘર માં પેસી જાય છે ને ઘરનું બારણું અંદરથી ધડામ કરતું બંદ કરી દે છે. ત્યાર પછી ઘણા સમય સુધી બહારથી અજીબ અજીબ હસવાના અવાજો આઇ રહ્યા પણ ચંદુ ચોપાટ રૂમ માં જઈ ગોદડીમાં લપાઈ રહ્યા.

બીજી બાજું ચિન્ટુ અને બાકીની ટોળકી ચંદુ ચોપાટના ઘરથી થોડે દૂર ઊભા હોય છે, ત્યાંજ એલોકો ને અવાજ સંભળાય છે છમ્મમ છમમમ, ધીરે ધીરે એ અવાજ નજદીક આવવા લાગ્યો, બધા લોકો જેવું પાછળ ફરે છે ત્યાં સફેદ સાડી પહેરેલી એજ ભયાનક સ્ત્રી આવતી દેખાય છે, બધાને જોઈ પેલી સ્ત્રી ખડખડાટ હસી પડે છે અને પોતાના વાળ ને પકડી.......... વિગ નીકાળી દે છે, એ બીજું કોઈ નઈ આપડો આર્ય હોય છે, અને બધા એકસાથે જોર જોર થી હસી પડે છે, ચંદુ ચોપાટ ની હાલત યાદ કરી બધા હસીના માર્યા લોટપોટ થઈ જાય છે. આખરે પોતાનો પ્લાન સફળ થતો જોઈ બધા આનંદ પામે છે, રાત વધુ થઈ ગઈ હોવાથી અને ઘરના લોકો ને એમની ગેરહાજરીની જાણ થાય એ પહેલાં જ બધા છૂટા પડે છે, બસ હવે એ લોકો ક્રિકેટ ની મંજૂરી મેળવવાના એક કદમ જ દૂર હતા.

બીજા દિવસે સવારે આર્ય ના નેતૃત્વ તળે બાળ ટોળકીની સવારી પાછી નીકળી પડે છે, સોસાયટી ની ઓફિસમાં.
ચંદુ ચોપાટ ને જોઈ આગલી રાત્રિ નો બનાવ યાદ આવતા બધા લોકો મહામહેનતે હસવું ખાળી શકે છે.
બાળકોને આવતા જોઈ ચંદુ ભાઈ તરત ઉભા થઇ જાય છે ને કહે છે અરે આવો બાળકો મને પાછો કેમ યાદ કર્યો?
આર્ય આગળ આવતા ચંદુ ચોપાટ ને કહે છે કાકા તમને તો ખબર છે ને અમારે બાળકોને રાતના ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવું છે, પણ આ લોકો કહે છે તમે નાં કહી એટલે હું તમને ફરી એક વાર વિનંતી કરવા આવ્યો છું. અરે વહાલા બાળકો હુતો મજાક કરતો હતો, હું ક્યાં ના પાડવાનો હતો તમને, તમેલોકો બિન્દાસ્ત તૈયારીઓ ચાલુ કરી દો. અને આજથી જ ચાલુ કરી દો રમવાનું.

એ બહાને મારા ઘર આગળ થોડી ચહલ પહલ રહેશે તો (અને મને ભય પણ નહિ રહે કોઈ, ચંદુ ચોપાટ મન માં જ વિચારી રહ્યા)...
શું બોલ્યા કાકા.... એકસાથે બધા બાળકો બોલી ઉઠ્યા.

અરે કઈ નઈ બાળકો તમે લોકો આરામથી ક્રિકેટ નું આયોજન કરો અને હા લાઈટિંગ અને બાકી બધી વ્યવસ્થા મારા ઘરની નજદીક જ રાખવાની છે હો...
અને આખી ટોળકી એકબીજાની સામે જોઈ મનમાં જ હસી ઊઠી.

ત્યાર પછી આખી સોસાયટીના લોકો હજુ સુધી અંદર અંદર વાતો કરી રહ્યા છે કે વર્ષોથી બહાર સુવાવાળા ચંદન ભાઈ આમ અચાનક ઘરમાં કેમ સુવા લાગ્યા, પણ હજુ કોઈને એનું કારણ જાણવા નથી મળ્યું.

એ રાઝ તો ફક્ત આપડા આર્ય અને એની ટોળકી અને મિત્રો તમારા સિવાય કોઈ નથી જાણતું, જોજો કહેતા પાછા કોઈને, હોને???

********************

તો વાચકો કેવો લાગ્યો આર્ય નો આ કિસ્સો જરૂર કહેજો મને.

******************
Dhruti Mehta (અસમંજસ)