આજે પાંચ વર્ષનો નાનો વિહાન તેની મમ્મી સાથે સાંજના સમયે બજારમાં નીકળ્યો હતો. ત્રણ દિવસનું મીની વેકેશન મળવાથી સૌ ખુશ હતાં. ઘણાં બધાં સમય પછી આવી રજાઓ મળેલ હોઈ વિહાન અને સૌ લાંબુ લચક લિસ્ટ લઈને ખરીદી કરવા નીકળ્યાં હતાં , લિસ્ટમાં સૌથી વધુ વસ્તુઓ તો વિહાન માટેની હતી !!!
વિહાને જોયું કે, આજે મોટાભાગના સ્ટોરમાં લાલ કલરના કપડાં પહેરીને એક અંકલ બધાંને ચોકલેટ આપે છે. ફુગ્ગા આપે છે અને ડાન્સ કરીને ખુશ કરે છે. વિહાન તેની સમજણમાં આવ્યાં પછી આ પ્રથમવાર આ બધુ જોઈને ખૂબ જ ઉત્સાહિત હતો. ઘણો સમય બધું જ જોવામાં વિતાવ્યો. તેણે એ પણ જોયું કે કેટલીક જગ્યાએ તો વિહાન જેવાં નાનાં નાનાં બાળકો પણ આવો લાલ કોટ પહેરેલાં જોવા મળ્યાં. વિહાને હવે તેની મમ્મી ઉપર પ્રશ્નબાણોનો એક સામટો મારો ચલાવ્યો.
મમ્મી ! મમ્મી !! મમ્મી !!!
શું છે આ બધું ?
આ લાલ કલરનો લાંબો કોટ અને સફેદ દાઢી વાળા અંકલ કોણ છે ?
આ અંકલ કેમ બધાંને ચોકલેટ આપે છે ?
વિહાનની મમ્મી તેને સમજાવતાં કહે છે : " બેટા , એ અંકલ સંતાકલોઝ છે. આ આખુ અઠવાડિયું ખ્રિસ્તી ધર્મના લોકોનો તહેવાર નાતાલની ઊજવણી કરવામાં આવે છે. દર વર્ષે ૨૫મી ડિસેમ્બરના દિવસે નાતાલની ઊજવણી કરવામાં આવે છે. ૨૫ ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ છે. એમના જન્મ દિવસની ઊજવણીના ભાગ રૂપે નાતાલ પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
જો બેટા , હવે આગળની વાત સાંભળ. "
આ તહેવાર નું વિશેષ મહત્વ ખ્રિસ્તી ધર્મ ના લોકો માટે હોય છે, પરંતુ આજકાલ આ તહેવાર નું પ્રચાર અને પ્રસાર એટલું વધારે થઈ ગયું છે કે લગભગ બધા ધર્મ ના લોકો આ તહેવાર ઉજવે છે. ખાસ કરીને બાળકો ના મન માં ક્રિસમસ નો તહેવાર માટે ઉત્સાહ હોય છે, કારણ કે એ લોકો માને છે કે ક્રિસમસ ની રાત્રે સાન્તાક્લોઝ આવશે અને એમની બધી ઇચ્છા પૂરી કરશે. ભગવાન ઈસુ ના જ્ન્મ ના અવસર પર ક્રિસમસ તહેવાર મનાવવા માં આવે છે. હવે કેટલાક દશક પહેલા સુધી ક્રિસમસ વિદેશી લોકો ઉજવતાં હતાં પરંતુ ભારતીયો પણ આ તહેવાર બીજા તહેવારો ની જેમ ઉજવે છે.
પ્રાચીન કથા પ્રમાણે ઈસાઈ ધર્મ ની સ્થાપના કરવા વાળા ઇસુ નો જન્મ ક્રિસમસ ના દિવસે થયો હતો. એટલા માટે આખી દુનિયા માં એને ક્રિસમસ ડે કહીને સેલિબ્રેટ કરવા માં આવે છે. ઈસુ એ મરીયમ ના ત્યાં જન્મ લીધો. બતાવવા માં આવે છે કે મરિયમ ને સ્વપ્ન આવ્યું હતું, જેમાં ભવિષ્યવાણી થઈ હતી કે એમને પ્રભુ ના પુત્ર ઈસુ ને જન્મ આપવા નો છે.
થોડા સમય પછી ભવિષ્યવાણી ના પ્રમાણે મરિયમ ગર્ભવતી થઈ. ગર્ભાવસ્થા ના સમયે મરિયમ ને પેથલહમ જવું પડ્યું. રાત હોવાથી ના કારણે એમણે ત્યાં રોકાવાનું વિચાર્યું. પરંતુ એમને ત્યાં રોકાવા ની કોઈ ખાસ જગ્યા દેખાય નહીં. થોડા સમય પછી એમને એક જગ્યા દેખાઈ, જ્યાં પશુ પાલન કરવાવાળા લોકો રહેતા હતા, મરીયમે ત્યાં રોકાવા નો નિર્ણય લીધો અને બીજા દિવસે ત્યાં ઈસુ ભગવાન ને જન્મ આપ્યો.
આ ક્રિસમસ નું પ્રાચીન ઇતિહાસ છે. જાણકારો ની માનીએ તો ક્રિસમસ શબ્દ ની ઉત્પત્તિ ક્રાઈસ્ટ શબ્દો ઉપર થી થઈ છે. દુનિયા માં ક્રિસમસ નો ખાસ તહેવાર રોમ માં ઈસવીસન 336 મનાવવા માં આવ્યો હતો. એના પછી આખી દુનિયા માં આ તહેવાર ની પ્રસિદ્ધિ વધી ગઈ અને આજે બીજા ધર્મ ના લોકો પણ આ તહેવાર ને ધામધૂમ થી ઉજવે છે.
વિહાનને તો મમ્મીની વાતોમાં ખૂબ જ રસ પડ્યો. પરંતું વાતો વાતોમાં કયા સમયે વિહાનની મમ્મીએ તેના માટે પણ લાલ કલરના કપડાં અને સફેદ દાઢી સાથેની વેશભૂષા ખરીદી લીધી તે વાતની વિહાનને ખબર નહોતી. મમ્મી સાથે ખૂબ જ મજાની જાણકારી મેળવ્યા બાદ, વિહાનને ઘરે આવીને મમ્મીએ સંતાના કપડાં પહેરાવ્યા. વિહાનની ખુશીનો પાર ન રહ્યો. વિહાનને પણ આવાં કપડાં જોઈતાં હતાં, પણ નાતાલની વાતોમાં એટલો બધો રસ પડ્યો હતો કે, તે વાત કરવી ભૂલી ગયો.
સંતા કલોઝ બની હવે વિહાન સુંદર મજાના ગીતો ગાય છે અને સૌને ચોકલેટ આપી ખુશ થાય છે.
તો, વહાલાં બાળકો ! તમને પણ વિહાન અને નાતાલની વાત ગમી ને ? તો ચાલો થઈ જાઓ તૈયાર અને આ વાત તમારાં ઘરે સૌને કરો.
સૌને નાતાલ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
# વિહાનનો વીડિયો જોવા નીચેની લીંક પર ક્લિક કરો :
૧) https://youtu.be/IfcIx2GQShM
૨) https://youtu.be/RAmALrsIXxA