એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૫ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૨૫



દેવ મેડીસીન આપવા માટે નિત્યાના ઘરે પહોંચ્યો ત્યારે નિત્યાના પપ્પા(જીતુભાઇ) બહાર હિંચકામાં જ બેસ્યા હતા.એમણે દેવને અંદર આવવા કહ્યું.બંને અંદર જઈને વાતચીત કરી રહ્યા હતા એટલામાં નિત્યાની મમ્મી દેવ માટે પાણી લઈને આવી.

"થેંક્યું આંટી"

"થેંક્યું તો અમારે તને કહેવું જોઈએ!"

"કેમ?" ખબર ના પડતા દેવે પૂછ્યું.

"કાલના સરપ્રાઈઝ માટે"કામિનીબેને કહ્યું.

"ફ્રેન્ડ માટે આટલું તો કરવું પડે ને"

"બસ ફ્રેન્ડ......?"ખબર નઈ કામિનીબેન શું સાંભળવા માંગતા હતાં તેથી એમણે દેવને ઉતાવળમાં પૂછી લીધું પણ જીતુભાઇ આંખો મોટી કરીને એમની સામે જોયું તેથી 'હું કામ પતાવીને આવું' એમ કહીને કામિનીબેન ત્યાંથી જતા રહ્યા.જીતુભાઇને પણ ખબર હતી કે કામિનીબેન દેવ અને નિત્યાને એકબીજાના જીવનસાથી તરીકે જોવા માંગતા હતા પણ જીતુભાઈનું માનવું હતું કે બંને જો સાચે જ એકબીજાને પસંદ કરતાં હશે તો બંને પોતે ના કહે ત્યાં સુધી આ વાત કરીને બંનેમાંથી કોઈને અનકોમ્ફર્ટેબલ કરવા નહોતા માંગતા.જીતુભાઇને પણ દેવ ખૂબ ગમતો હતો.ગમે પણ કેમ નઈ જીતુભાઈ પોતાના સ્વર્ગવાસી મિત્રને દેવના ચહેરામાં જોતા હતા.

"અંકલ આ નિત્યાના રિપોટ્સ અને મેડિસિન"દેવે એક પ્લાસ્ટિકની બેગ આપતા કહ્યું.

"શું કહ્યું ડૉક્ટરે?"

"એક સારી વાત છે.નિત્યાને ચાલવાની રજા આપી દીધી છે"

"સરસ સરસ.પણ આ સોજા આવી જાય છે તો........"

"ડૉક્ટરે કહ્યું જ હતું કે એક મહિનાથી પગનું મૂવમેન્ટ થયું નથી એટલે થોડો ટાઈમ એવું થશે પછી નોર્મલ થઈ જશે"

"અચ્છા"

જીતુભાઇ થોડા ટેન્શનમાં દેખાતા હતા તેથી દેવે એમના ખભે હાથ મુક્યો અને કહ્યું,"અંકલ ડોન્ટ વરી,શી વિલ બિ ટોટલી ફાઈન વેરી સૂન"

"હા બેટા,તને જેટલું પણ થેંક્યું કહું એટલું ઓછું છે.આ એક મહિનો તે અમારી ઘણી મદદ કરી છે"જીતુભાઇએ ભાવુક થઈને કહ્યું.

"અંકલ તમે બધા પણ મારી ફેમિલી છો,તમારા માટે નહીં કરું તો કોના માટે કરીશ.પપ્પાના ગયા પછી તમે અમને કોઈ પ્રકારની કમી મહેસુસ નથી કરાવી એ મદદ આગળ તો મેં કરેલું કશું જ ન કહેવાય"

"દીકરા તું,સ્મિતા દીકરી અને મોટી બહેન પણ મારી ફેમિલી છો.તારા પપ્પા અને હું કહેવામાં તો દોસ્ત હતા પણ સગા ભાઈ કરતા પણ વધારે સંબંધ હતો અમારો.તને કોઈ પણ કમી હોય જે હું પુરી ના કરી શક્યો હોય કે સમજ્યો ના હોય તો મને કહે"

"ના અંકલ તમે આટલું કહ્યું,મને બધું જ મળી ગયું.ઈનફેક્ટ હવે મારો વારો છે.તમે મને દીકરો માનતા હોય તો તમને જ્યારે પણ મદદની જરૂર હોય તમે મને કહી દેજો"

"દેવ,આજ તારા પપ્પા હોત તો આ વાત સાંભળી ગર્વથી કહી શકતા કે દેખ જીતુ મારો દીકરો મોટો થઈ ગયો"આટલું બોલતા બોલતા જીતુભાઈની આંખો ભીની થઇ ગઇ.

દેવને પણ એના પપ્પાની યાદ આવતા રડી પડ્યો અને જીતુભાઈની ભેટી પડ્યો.કામિનીબેનને આવતા જોઈ બંનેએ પોતાના આંસુ લૂછી નાખ્યા અને નોર્મલ થઈ ગયા છતાં પણ બંનેના મોઢા પર ગંભીરતા જોતા કામિનીબેનથી પૂછ્યા વગર ના રહેવાયું કે,"શું થયું?"


"શું દેખાય છે તને,બેસ્યા છીએ.દેખાતું નથી તને.મોટી મોટી આંખો તો છે તારી પાસે"જીતુભાઇએ વાત કાપતા જવાબ આપ્યો.

"દેવ તું બોલ.તારા અંકલનું તો રોજનું છે,મને આમ ઉલ્ટા જવાબ આપવાનું"

"આંટી નિત્યા ઉપર છે?"દેવે વાત બદલવા માટે પૂછ્યું.

"મને ખબર છે તું વાત બદલે છે દેવ"

"વાહ,સમજદાર થઈ ગઈ તું તો"જીતુભાઇ મજાકમાં બોલ્યા અને ત્રણેય ખડખડાટ હસવા લાગ્યા.

જોરથી હસવાનો અવાજ સાંભળી નિત્યાએ એના રૂમમાંથી જ બૂમ પાડીને પૂછ્યું,"મમ્મી કોણ આવ્યું છે?"પણ દેવે ઇશારામાં પોતે આવ્યો છે એમ કહેવાની ના પાડી.

"હું એને મેડિસિન આપીને આવું અને થોડું હેરાન પણ કરતો આવું"દેવે આંખ મારતા કહ્યું.

"હા,જા.આમ પણ તમે બંને દિવસમાં એકવાર ઝગડો ના કરો ત્યાં સુધી તમને ઊંઘ ક્યાં આવે"કામિનીબેને કહ્યું.

"એક દમ સાચી વાત"બોલીને દેવ ઉપર નિત્યના રૂમમાં ગયો.

નિત્યા એના સ્ટડી ટેબલ પર બેસીને એની પર્સનલ ડાયરીમાં કંઈક લખી રહી હતી.દેવ ચુપચાપ રૂમની અંદર આવ્યો અને નિત્યાની પાછળ જઈને ઉભો રહ્યો.નિત્યા લખવામાં એટલી મગ્ન થઈ ગઈ હતી કે દેવ એની ડાયરીમાં લખેલું વાંચવા લાગ્યો એનું પણ એને ભાન ન હતું.

"જો મનમેં હૈ વહી દિલમેં હૈ પર જો દિલમેં હૈ વો ઝુબા પર કૈસે લે આઉં.....વાહ શું લાઈન લખી છે બેસ્ટી.પણ મન અને દિલમાં શું ફેર"દેવે ડાયરીમાં જોઈને કહ્યું.

"દેવ.........."નિત્યા ગુસ્સામાં બોલી.

"મને ખબર છે કે તને મારુ નામ ગમે છે પણ આટલું જોરથી ના બોલ.તારા પોતાના કાનના પડદા ફાટી જશે"

"આમ કોઈની પર્સનલ ડાયરીમાં તાકા-ઝાકી કરતા તને શરમ નથી આવતી"નિત્યાએ ફટાફટ ડાયરી બંધ કરી અને રોલિંગ ચેરને પાછળની તરફ ફેરવતા કહ્યું.

"બિલકુલ નહીં,એમાં શેની શરમ.શરમ સરકારને ને લાજ દરબારને.ના હું સરકાર છું,ના હું દરબાર છું"દેવ નિત્યના બેડ પર બેસતા બોલ્યો.

"વોટ અ જોક,હાહાહાહાહ.પણ મને હસું ના આવ્યું"

"તો પણ તું હસી ને.હસવું જ પડે"

સ્મિતા અને પંકજકુમારે જે કહ્યું એના પછી નિત્યાના મનમાં જે પણ કઈ ચાલી રહ્યું હતું એ એણે એની ડાયરીમાં લખ્યું હતું એટલે અચાનક દેવના વાંચવાથી નિત્યા થોડી ડરી ગઈ હતી.એને જાણવું હતું કે દેવે કેટલું વાંચ્યું તેથી એને પ્રશ્ન કર્યો,"તું ક્યારનો આવ્યો છે?"

"હું તો ક્યારનો આવ્યો છું"દેવે કહ્યું.

આ સાંભળી નિત્યા થોડું વધારે ગભરાઈ ગઈ.એને થયું કે શું દેવે બધું જ વાંચ્યું હશે અને પછી પોતે જ જવાબ આપ્યો કે જો એને વાંચ્યું હોત તો આટલો નોર્મલ બીહેવ ના કરે મારી સાથે.

"બાય ધ વે,કોના દિલની વાત મોઢા પર આવવાની રાહ જોઈ રહી છે તું?"

"તું તારું કામ કરને"

"હું તો એ જ કરું છું,તારા પર નજર રાખવાનું"

"મતલબ?"

"મતલબ કે હવે તું મોટી થઈ ગઈ છે એટલે અંકલ-આંટી એ મને કહ્યું છે કે નજર રાખજે છોકરી પર,નઈ તો..........."દેવ મજાકમાં બોલ્યો.

"નઈ તો શું......લિસન મારા પર કોઈને નજર રાખવાની જરૂર નથી.અને બીજી વાત મારા મમ્મી-પપ્પા તને આવું કોઈ દિવસ કહે જ નહીં કારણકે એમને મારા પર પૂરો વિશ્વાસ છે"

"કુલ ડાઉન યાર,મજાક કરતો હતો.પણ એતો કહે કે આ કોના માટે લખ્યું છે?"

"નહીં કહું,તું બધું મને કહે છે તો હું તને કહું"

"મારે તો નથી કહેવું હોતું પણ તું ઇમોશનલી બ્લેકમેલ કરીને બધું જ જાણી લે છે"

"હું તને કહીશ કે મેં આ કેમ લખ્યું છે પણ એક શરત છે"

"શું?"

"તારે મને કહેવું પડશે કે તારા અને સલોની વચ્ચે શું પ્રોબ્લેમ થયો છે"

"ચાલશે મને નથી જાણવું કે તે કોના માટે લખ્યું છે"

મજાક-મસ્તી કરતા દેવના ચહેરા પર ઉદાસીના વાદળ છવાઈ ગયા.

નિત્યાએ ફરી પૂછ્યું,"બોલને શું થયું છે?"

"છોડને યાર"

"મારા રિલેટેડ વાત છે?"નિત્યાએ સિધું જ પૂછી લીધું.

"હું તને નથી કહેતો મતલબ કે તારે વાત જાણવાની જરૂર નથી"આવું કહીને દેવે ઇનડાયરેક્ટલી કહી જ દીધું કે વાત એના રિલેટેડ જ છે અને આ વાત પરથી નિત્યા સમજી પણ ગઈ એટલે એને આગળ કશું જ ના પૂછ્યું.

નિત્યાનો ઉદાસ ચહેરો જોઈ દેવે આશ્વાસન આપતા કહ્યું,"સમય આવે ત્યારે મને જરૂર લાગશે તો હું તને ચોક્કસ જણાવીશ"

"ઓકે,આવી નાની નાની વાતોને પકડીને ફ્રેન્ડશીપ ખરાબ ના કરાય.અને હવે તો સલોની મારી સાથે પણ સારું વર્તન કરે છે તો તમે બંને શું કરવા વાતને પકડીને બેસ્યા છો,લેટ ઇટ બી યાર એન્ડ ટોક વિથ હર"

"ઓકે મેડમ,પણ હવે જરા તમે કહેવાનો કષ્ટ કરશો કે પેલી લાઈન કોના માટે હતી?"

"સેમ ટુ યૂ"

"મતલબ?"

"સમય આવશે ત્યારે,જો જરૂર લાગે તો ચોક્કસ જણાવીશ"નિત્યાની દેવની લાઈન જ એને ચિપકાવી.

"ઓકે"દેવ બસ આટલું જ બોલ્યો કારણકે એને ખબર હતી કે જો એ જાણવા ફોર્સ કરશે તો સામે નિત્યા પણ એમ જ કરશે.

"અચ્છા ચલતા હૂ,દુઆઓ મેં યાદ રખના........
મેરે ઝીકર કા જુબા પે સુવાદ રખના........
દિલ કે સન્દુકો મેં મેરે અચ્છે કામ રખના.......
ચિઠ્ઠી તારો મેં ભી મેરા તું સલામ રખના.......
અંધેરા તેરા,મૈને લે લિયા મેરા ઉજલા સિતારા તેરે નામ કિયા"

દેવ અને નિત્યા જ્યારે પણ છુટા પડતા ત્યારે દેવને આ સોન્ગ ગાવાની ટેવ હતી.પણ આજે આ સોન્ગ ખરેખર નિત્યાને ફિલ થયું હતું.નિત્યા મનમાં બોલી,"સાચી વાત છે,અંધેરા મેરા તુને લે લિયા તેરા ઉજલા સિતારા મેરે નામ કિયા.થેંક્યું દેવ મારો ફ્રેન્ડ બનવા માટે"

"શું વિચારોમાં ખોવાઈ ગઈ?"દેવે નિત્યાને પૂછ્યું.

"કંઈ જ નહીં"

"ઓકે,લે તારી આ મેડિસિન,ટાઈમ પર લઈ લે જે"

"ઓકે ડૉક્ટર સાહેબ"

"ચલ બાય,ટેક કેર"દેવે નિત્યાના માથા પર હાથ મુકતા કહ્યું.

"બાય,જય શ્રી ક્રિષ્ના"

"જય શ્રી ક્રિષ્ના"

દેવના ગયા પછી નિત્યા ઘણો સમય ફક્ત દેવના જ વિચારોમાં ખોવાયેલી રહી અને પછી સુઈ ગઈ.


શું દેવ અને સલોની પહેલા હતાં એવા દોસ્ત ફરીથી બની શકશે?