Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી પૂજા - દિકરી વ્હાલનો દરિયો - અંતિમ ભાગ - ૧૮

ભાગ - 18
વાચક મિત્રો, આગળના ભાગમાં આપણે જાણ્યું કે,
દિવ્યા સાથે બદલો લેવાના, આક્રમક અને ઉગ્ર નિર્ણય સાથે,
પૂજા દિવ્યાના ફામહાઉસ પર પહોંચે છે, જ્યારે ઈશ્વરભાઈ.....
ઈશ્વરભાઈ, પૂજાના આવવાની રાહ જોતા, ને
આજે દિવ્યા થકી, પૂજા સાથે કંઈ અજુગતું ના થાય, તે માટે સતત ભગવાનને પ્રાર્થના કરતા-કરતા, કંપનીની ગાડી કે એમને પોતાને કોઈ જોઈ કે ઓળખી ના જાય, તેથી ઈશ્વરભાઈ, ફામહાઉસની પાછળની સાઈડે, કે જ્યાં,
થોડું ઝાડી- ઝાંખરા જેવી હતું, ત્યાં છૂપાઈને, પૂજાના આવવાની રાહ જોતા ઊભા રહે છે.
( વાચક મિત્રો, અહી હું વાર્તામાં થોડું રહસ્ય જાળવતા, વાર્તાને થોડી ટરનિંગ પોઇન્ટ પર લઈ જઈ, આ વાર્તાને આગળ વધારી રહ્યો છું. )
પૂજાના મુંબઈ ગયાના, થોડા દિવસો પછી,
મુંબઈ પોતાની ટ્રેનીંગમાં જવાનું કહી, આ બાજુ,
ઈશ્વરભાઈના ગામડે એક-મહિના માટે રહેવા મૂકી આવેલ પૂજાની મમ્મી, એટલેકે વીણાબહેનને,
પૂજાને મુંબઈ ગયે, ચાર-પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં, તેમજ
તેમની દીકરી પૂજાનો ફોન નહી લાગતા, કે પૂજાના કોઈ સમાચાર પણ નહી આવતા, વીણાબહેન, દીકરી પૂજાના ખબર અંતર પૂછવા એમજ,
એક-દિવસ તેઓ, દીકરી પૂજાની વધારે ચિંતા થતા, પૂજાના સમાચાર જાણવા, ઈશ્વરભાઈને ફોન કરે છે, ત્યારે ઈશ્વરભાઈ થકી વીણાબહેનને જાણવા મળે છે કે,
મુંબઈમાં પૂજાની ટ્રેનીંગ દરમિયાન કંપનીના નિયમ પ્રમાણે, પૂજા એક-મહિના સુધી મોબાઈલનો બિલકુલ ઉપયોગ નહી કરી શકે, અને
પૂજા હેમખેમ મુંબઈ પહોંચી ગઈ છે, તેમજ પૂજાની ટ્રેનીંગ પણ ચાલુ થઈ ગઈ છે, માટે તમે પૂજાની જરાય ચિંતા ના કરતા.
પૂજા વિષે, ઈશ્વરભાઈ સાથે આટલી જાણકારી મળતાં, વીણાબહેન, એટલે કે એક મા,
દીકરી પૂજાનો, ટ્રેનિંગ માટેનો એક મહિનાનો સમય પૂરો ના થાય, ત્યાં સુધી ઈશ્વરભાઈના ઘરે મન મનાવી ના-છૂટકે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે.
એક મહિનાનો સમય પૂરો થતાં, દીકરી પૂજા અને ઈશ્વરભાઈ, બંને વીણાબહેનને લેવા ઈશ્વરભાઈના ગામ પહોંચે છે.
મમ્મી પાસે પહોંચી, દીકરી પૂજા મમ્મીને ગળે લગાવી, એ રીતે ભેટી રહે છે કે,
જાણે..... તે તેની મમ્મીને કેટલાય વર્ષે કે પછી, જીવનમાં પહેલીવાર મળી રહી હોય.
વીણાબહેનને પણ મનમાં એમ થાય છે કે,
આજસુધી પૂજા એકપણ દિવસ મારાથી દૂર ગઈ નથી, ને
આજે પૂરો એક મહિનો મારાથી દૂર રહીને આવી છે, ને એ પણ કોઈ પણ જાતના કોન્ટેક્ટ, મતલબ મોબાઈલ દ્વારા વાતચીત પણ નહી, એટલે આજે મને મળીને એનું દિલ હલકું કરી રહી છે.
વીણાબહેન પણ, દીકરીને વહાલથી ગળે લગાવી, પૂજાની પીઠ થપથપાવીને, એને હિંમત અને શાબાશી આપી રહ્યા છે.
થોડીવાર પછી તેઓ છુટા પડી, એક બીજા સામે જુએ છે.
બંનેની આંખના આંસુ છે, ને સાથે-સાથે ઈશ્વરભાઈ પોતે પણ, આ મા-દીકરીના મિલનને હર્ષ અને દુઃખના મિશ્ર પ્રતિસાદ સાથે, આંખમાં આંસું સાથે, મૂક બની અત્યારે તો, તેમની સામે જે થઈ રહ્યું છે, કે પછી હવે આગળ જે થવાનું છે, તે જાણતા હોવાથી ચૂપચાપ જોઈ રહ્યા છે.
અહી આ બાજુ, મા-દીકરી બંને એકબીજાના આંસુ લુછી રહ્યા છે, ને ત્યાજ.....અચાનક,
પૂજા થોડી સ્વસ્થ થઈ, એક મહીના પહેલા મમ્મી સાથે મુંબઈ ટ્રેનિંગનું જે બહાનું બનાવી, પૂજા પોતે જે મિશન પર ગઈ હતી, તે મિશનને આગળ વધારતા, તેની મમ્મીને કહે છે કે,
પૂજા :- જો મમ્મી, મારી મુંબઈની ટ્રેનીંગ, ખુબજ સારી રીતે પૂરી થઈ ગઈ છે, પણ એ ખાલી તારી જાણ સારું, પરંતુ
આજે મારે તને, એનાથી પણ બીજી મોટી, એનાથીયે સારી ને એક ખાસ વાત જે છે,
આજે મારે તને એ વાત કરવી છે, જે વાત સાંભળીને, તુ પણ ખુશમખુશ થઈ જઈશ.
વીણાબહેન :- એવી કઈ વાત છે, બેટા
પૂજા :- જો, અત્યારે હાલ તો, તુ એ બધી વાત બાજુ પર રાખી ફટાફટ તૈયાર થઈ જા, આપણે અત્યારેજ નીકળવાનું છે, બાકી બધી વાત, હું તને રસ્તામાં જણાવિશ.
વીણાબહેન પોતાના કપડાંની બેગ ભરી તૈયાર થઈ જાય છે, એટલે પૂજા અને ઈશ્વરભાઈ, વીણાબહેન ને લઈ શહેર આવવા માટે નીકળે છે.
ત્યારે રસ્તામાં...
વીણાબહેન :- બેટા, હવે તો બોલ, એવી કઈ ખુશીની વાત છે ?
પૂજા :- જો મમ્મી, પપ્પાએ તને છુટાછેડા આપ્યા, એમાં બધો વાંક પપ્પાનો ન હતો, હા, એ વાત સાચી કે, આજ સુધી એ તારી કે મારી સાથે સરખો વ્યવહાર કે વર્તન કરતા ન હતા, પરંતુ.....
પપ્પાએ તારી સાથે આ છૂટાછેડાનું જે પગલું ભર્યું,
તે છૂટાછેડાનું પગલું, પપ્પાએ કોઈના દબાણમાં આવીને, અને ના-છૂટકે ભર્યું છે.
વીણાબહેન :- શું વાત કરે છે તુ, પૂજા બેટા ?
તુ શું કહેવા માંગે છે ? અને, અને
તુ તો આટલા દિવસથી મુંબઈ હતી, તો આજે આમ અચાનક, તારા પપ્પાએ મજબૂરીમાં છૂટાછેડાનું આ પગલું ભર્યું, એ વાતની તને કઈ રીતે ખબર પડી ?
પૂજા :- જો મમ્મી, આજે તુ વચ્ચે-વચ્ચે કોઈપણ સવાલ જવાબ કર્યાં વગર, અત્યારે માત્ર હું તને જે કહું, એ ખાલી શાંતિથી સાંભળ.
( પૂજા,
દિવ્યા અને પ્રમોદ વચ્ચેના સંબંધો, તેમજ.....
દિવ્યા દ્વારા પૂજાના ભાઈ વિનોદને, દિવ્યાએ કેવી રીતે ફસાવ્યો, તેમજ તેના દ્વારા પૂજાના પપ્પાને છુટાછેડા લેવા કઈ રીતે મજબૂર કર્યા, તે બધુંજ વિગતવાર વીણાબહેનને એટલેકે, તેની મમ્મીને સમજાવે છે.
આ બાજુ ઈશ્વરભાઈ,
જે થઈ ગયું છે, ને
હાલ જે ચાલી રહ્યું છે, એ બધું જાણતા હોવાથી,
હવે આમા, આગળ શું થશે ? ની ચિંતામાં ચૂપચાપ ગાડી ચલાવી રહ્યા છે. )
વીણાબહેન :- હા તો હવે ?
પૂજા :- મમ્મી, એની પૂરી તૈયારી અમે કરી લીધી છે, તુ બિલકુલ ચિંતા કર્યા સિવાય, ને અમે તને જ્યાં લઈ જઈએ ત્યાં ચાલ, અને ત્યાં જે થાય તે શાંતિથી જોએ રાખ.
વીણાબહેન :- આપણે ક્યાં જવાનું છે, બેટા ?
પૂજા :- જો મમ્મી,
હું, ઈશ્વરભાઈ અને કરણ,
અમે ત્રણે સાથે મળી આગળની બધીજ તૈયારી કરીને,
પપ્પા અને ભાઈ વિનોદને, દિવ્યાની ચુંગાલમાંથી છોડાવવાનો પૂરો પ્લાન બનાવી, દિવ્યા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે અમે કોર્ટમાં કેસ પણ દાખલ કરી દીધો છે ને,
આજે આપણા એ કેસની તારીખ હોવાથી, અત્યારે આપણે અહીથી સીધાજ કોર્ટમાં જવાનું છે.
( વીણાબહેન અત્યારે, પૂજાની વાતો સાંભળી કંઈ સમજી નથી શકતા કે, આખરે
આ શું ચાલી રહ્યું છે ? ને
પૂજાએ આ બધું ક્યારે, ને કેવી રીતે કર્યું ? )
વીણાબહેન :- શું વાત કરે છે, બેટા ? તે આ બધું..... વચ્ચેજ
પૂજા :- મમ્મી તું સહેજે ચિંતા ના કરીશ, ને બસ ખાલી તુ ભગવાનને એકજ પ્રાર્થના કર કે,
આજે ભગવાન, તારી દીકરીને એટલી શક્તિ અને આશીર્વાદ આપે કે,
પપ્પા અને ભાઈ વિનોદ આજે ને આજે, આપણી પાસે આવી જાય, અને, આજે એ બંનેની આંખ પણ ખુલે, ને પછી તે બંને, હંમેશ માટે, આપણી સાથે હળીમળીને રહે.
( વીણાબહેન, પૂજાના માથા પર હાથ ફેરવી, તેના ગાલ પર હળવી ટપલી મારી, ઘણા લાંબા સમય બાદ, હસતા-હસતા પૂજાને કહે છે કે, )
વીણાબહેન :- બેટા, તુ મારી વ્હાલી દીકરી છે, ને તુ મને પ્રેમ પણ કરે છે, પણ, એની સાથે-સાથે, આજે તુ એવા લોકોને બચાવવા, અને છોડાવવા જઈ રહી છે, કે
જે લોકોએ, આજ સુધી એકવાર પણ, તને પ્રેમથી તારું નામ દઈને સરખી બોલાવી પણ નથી.
ભલે પછી, એ તારા પપ્પા હોય કે પછી તારો ભાઈ વિનોદ,
તારા પ્રત્યે, એમના આટલા વર્ષોના ખરાબ વર્તન અને વ્યવહાર હોવા છતાં, પૂજા બેટા,
તુ તારા સંસ્કાર, ને પરિવાર પ્રેમ થકી, આજે જે કરવા જઈ રહી છે,
તે ઉપરવાળાના આશીર્વાદ નહી, તો બીજું શું હોઈ શકે ?
બેટા, ઉપરવાળાની સાથે-સાથે તને મારા પણ આશીર્વાદ છે કે, તને તારા પ્રયાસોમાં સો પ્રતિસત સફળતા મળે.
(આમ મા-દીકરી વાતો કરતા કરતા સીધા કોર્ટ પહોંચે છે.
કેસની વિગત એવી છે કે,
કોર્ટમાં પૂજાની મરજીથી, ઈશ્વરભાઈ દ્વારા, દિવ્યા વિરુદ્ધ એવો કેસ દાખલ કર્યો હતો કે, દિવ્યાએ પૂજાના પપ્પા પ્રમોદભાઈ, તેમજ પૂજાના ભાઈ વિનોદને,
દિવ્યાએ તેની કોઈ ખોટી અને મેલી મુરાદ પૂરી કરવા, એ બંનેને ખોટી ખોટી વાતોમાં ભોળવી, ફસાવી, તેની પાસે બોલાવી, તે બંનેને કોઈ અજ્ઞાત સ્થળે નજરકેદ કરી દીધા છે.
કોર્ટનું કામકાજ ચાલુ થાય છે.
દિવ્યા હજી કોર્ટ પહોંચી નથી, એટલે દિવ્યાના વકીલ થોડા ચિંતામાં આવી જાય છે, ત્યાજ થોડીવારમાંજ દિવ્યા કોર્ટ આવી પહોંચે છે.
કોર્ટમાં આવતાની સાથે, દિવ્યાની નજર પૂજા પર જાય છે, ને દિવ્યા હદયનો એક ધબકારો ચૂકી જાય છે, પૂજાને નજર સામે જોતાજ, બે મિનિટ તો દિવ્યા જ્યાં ઊભી હતી ત્યાજ અવાચક થઈ ઊભી રહે છે, તેને આગળ શું કરવું, કે શું બોલવું ? તેની વિમાસણમાં પડી જાય છે, પરંતુ આતો દિવ્યા,
એ તેના વકીલને કોઈ પણ બહાનું બનાવી,
આ કેસ માટે આવતીકાલની તારીખ લેવાનું, અને આજેજ તે તેના વકીલને મળવા તેમની ઓફિસ આવશે, એટલુજ બસ,
દિવ્યા તેના વકિલને આટલું કહી ફટાફટ, ત્યાંથી નીકળી જાય છે.
દિવ્યાએ આજે કોર્ટમાં આવું કેમ કર્યું ?
તેનું સાચું કારણ, નથી દિવ્યાના વકીલને સમજાઈ રહ્યું, કે પછી
નથી સમજાઈ રહ્યું, પૂજાની મમ્મીને, આખી કોર્ટમાં, દિવ્યાના આમ અચાનક પાછા જતા રહેવા પાછળનું સાચું કારણ, અત્યારે કોર્ટમાં હાજર બે લોકો જ જાણે છે, એક ઈશ્વરભાઈ, ને બીજી પૂજા.
કોર્ટમાં આવતીકાલની મુદ્દત મળતા, પૂજા, તેની મમ્મી, અને ઈશ્વરભાઈ બધા તેમના ઘરે જવા નીકળે છે.
ઘરે પહોંચતાં પહેલાંજ, ઈશ્વરભાઈને કરણનો ફોન આવે છે, એટલે ઈશ્વરભાઈ તે ફોન પૂજાને આપે છે.
ફોનમાં કરણ અને પૂજા,
દિવ્યાના આગળના પગલા વિશે ચર્ચા કરે છે, ને, અચાનક તે લોકોને એક જબરજસ્ત આઈડિયા આવે છે, એક એવો આઈડિયા, કે જે આઈડિયા થકી તેઓ આવતીકાલે દિવ્યાને બહુ જલ્દીથી, કોર્ટમાં ગુનેગાર સાબિત કરી શકે.
એજ આઈડિયા પ્રમાણે, કરણ સીધો પહોંચે છે, દિવ્યાના વકીલની ઓફિસ પર, કે જ્યાં હમણાં થોડીવારમાં દિવ્યા આવવાની હતી.
આ બાજુ દિવ્યા કોર્ટથી નીકળી, પોતાની અવઢવ, એટલે કે,
પોતાની નજરે આજે કોર્ટમાં જે જોયું, તે કઈ રીતે શક્ય બને ?
તે જાણવા, પોતાના માણસો દોડાવી, ટુંક સમયમાં જ બધી હકીકત જાણી લે છે, ને તુરંત નીકળે છે, પોતાના વકીલને મળવા, તેના વકીલની ઓફિસ,
જેથી કરી દિવ્યા, તેના વકીલને એની રીતે આખી વાત સમજાવી પણ શકે, ને આવતીકાલે વકીલ દ્વારા, કેસને અવડે પાટે ચડાવી પણ શકે.
દિવ્યા વકીલની ઓફિસ પહોંચે છે, પરંતુ,
અત્યારે દિવ્યાથી બે ડગલાં આગળ ચાલી રહેલ પૂજા અને કરણ'ના આઈડિયા પ્રમાણે, હાલ કરણ વકીલ પાસે આડાઅવળા કોઈ કેસની વાત કરતો બેઠો હોય છે.
પણ આતો દિવ્યા,
ઘમંડી અને હવામાં ઉડતી દિવ્યા, બહારથી જ વકીલને ફોન કરે છે કે, તે તેમને મળવા આવી ગઈ છે, ને ઓફિસની બહારજ ઊભી છે, ને અરજન્ટ મળવા પણ માંગે છે.
આ બાજુ દિવ્યાનો ફોન આવતા, ને દિવ્યાએ અરજન્ટ મળવાની વાત કરતા, વકીલ કરણને થોડીવાર બહાર બેસવા જણાવે છે.
કરણ વકીલની ઓફિસમાંથી બહાર આવે છે, ને દિવ્યા અંદર જાય છે.
દિવ્યાના અંદર જતાજ,
કરણ પૂજાને ફોન લગાવી જણાવે છે કે,
પૂજા, બધુંજ આપણા પ્લાન મુજબ થઈ રહ્યું છે.
દિવ્યા વકીલની ઓફિસમાં જઈ પહેલા વકીલને જે અધૂરી હકીકત જણાવી હતી, તે હકીકત હવે વિસ્તારથી અને એક શ્વાસે જણાવે છે. )
દિવ્યા :- જુઓ, આ લોકોએ, પૂજા મુંબઈ રહે છે, ને અત્યારે અહીંયા ખાલી પૂજાની મમ્મી રહે છે, માટે પૂજાની મમ્મી વીણાબહેનના કહેવાથી તેમના માનેલ ભાઈ, ઈશ્વરભાઈ દ્વારા મારા પર જે કેસ દાખલ કર્યો છે, કે મે પ્રમોદ અને તેના દીકરા વિનોદને ગોંધી રાખ્યા છે.
વકીલ :'- હા, એ વાત તો હું જાણું છું, પરંતુ, આજે તમે આમ અચાનક કોર્ટમાં આવી પાછા કેમ જતા રહ્યા ? મને એ ખબર ના પડી.
દિવ્યા :- હું એજ કહેવા આવી છું, અત્યારે.
કદાચ તમે ઓળખતા ના હોવ કે, આજે ઈશ્વરભાઈ સાથે કોર્ટમાં આવેલ એ છોકરી કોણ હતી ? પરંતુ,
હું તે હકીકત જાણવા માટેજ, આજે કોર્ટથી નીકળી ગઈ હતી.
વકીલ :- એમાં શું જાણવા જેવું હોય ?
આજે કદાચ, કોર્ટની મુદત હતી, તો મુંબઈથી વીણાબહેનની દીકરી પૂજા આવી હશે.
દિવ્યા :- જુઓ, હવે હું તમને એક ખાનગી એવી બીજી હકીકત બતાવવા જઈ રહી છું,
ને એ ખાનગી હકીકતમાંથી, આજે તમે કંઈ એવું શોધો કે, આવતીકાલેજ કોર્ટમાંથી આ કેસનો ચુકાદો આપણી તરફેણમાં આવે, અને
સાથે-સાથે, એ લોકો દોષિત સાબિત થાય, અને એમને સજા પણ મળે.
વકીલ :- એવી કઈ વાત છે ?
દિવ્યા :- આજે ઈશ્વરભાઈ સાથે કોર્ટમાં આવેલ એ છોકરી, પૂજા ન હતી.
વકીલ :- એવું તમે કઈ રીતે કહી શકો છો ?
તમે ઓળખો છો, પૂજાને ?
દિવ્યા :- ઓળખો છો, નહી વકીલ સાહેબ, ઓળખતી હતી.
વકીલ :- એટલે ?
દિવ્યા :- વકીલ સાહેબ, પૂજા હવે આ દુનિયામાં નથી, પૂજાને તો મે, મારા હાથેજ મારી પણ નાખી છે, ને પૂજાના અંતિમ સંસ્કાર પણ મારા હાથે જ કર્યા છે.
( દિવ્યાની આ વાત સાંભળી, વકીલ પણ ચોંકે છે.
દિવ્યા, એ દિવસે બનેલ તમામ હકીકત વકીલને જણાવે છે,
કે જે દિવસે, પૂજા દિવ્યાને મળવા તેના ફામ-હાઉસ પર ગઈ હતી. )
વકીલ :- ઓકે, તો પછી તમે નીકળો, આવતીકાલે કોર્ટમાં, હું એવા-એવા સવાલોની ઝડી વરસાવીશ કે,
એ લોકો પાસે એનો કોઈ જવાબ નહી હોય,
તમે ચિંતા ના કરો, અને હા,
આ પ્રમોદ અને તેનો દીકરો વિનોદ અત્યારે ક્યાં છે ?
દિવ્યા :- એ બંનેને મે, મારા ફામ-હાઉસ પર એક રૂમમાં છૂપાવીને રાખ્યા છે, તમે એ લોકોની ચિંતા છોડો, એમને તો હું આ કેસ પુરો થાય એટલે જોઈ લઈશ.
( આટલું કહી દિવ્યા, વકીલની ઓફિસથી નીકળે છે, વકીલ ફરીથી બહાર બેઠેલ કરણને અંદર બોલાવે છે.
કરણ વકીલની ઓફિસમાં જઈ, વકીલ સાથે હમણાં કરેલ પેલા આડા-અવળા, એક બનાવટી કેસ વિશેની અધૂરી વાત, ફટાફટ પૂરી કરી, તે પણ વકીલની ઓફિસથી નીકળી જાય છે.
આજે વકીલની ઓફિસ આવવા પાછળનું જે સિક્રેટ મિશન, કરન અને પૂજાએ બનાવેલ, તેમના પ્લાનમાં એમને જે જોઈતું હતું તે આજે તેમને મળી ગયું હતું.
કરણ અને પૂજાએ પ્લાન એવો બનાવ્યો હતો કે, કરણ કોઈ ખોટા કેસ વિશે ચર્ચા કરવા વકીલની ઓફિસ જાય, અને તે કેશ વિશે, કરણ વકીલ સાથે ત્યાં સુધી એ ચર્ચા ચાલુ રાખે, કે જ્યાં સુધી દિવ્યા એ વકીલને મળવા વકીલની ઓફિસ ના પહોંચે, કેમકે,
કરણ અને પૂજાને ખબર હતી કે, દિવ્યા જ્યારે પણ વકીલની ઓફિસ પહોંચશે, ત્યારે વકીલ સાથે કોઈપણ વ્યક્તિ બેઠું હશે, એની અધૂરી વાત પછી કરવાનું કહીને, તુરંત વકીલ એને વેટીંગમાં બેસાડી, પહેલું પ્રાધાન્ય દિવ્યાને જ આપશે.
અને થયું પણ એવુંજ,
દિવ્યાના આવતાજ વકીલે, કરણને થોડીવાર બહાર બેસવા જણાવ્યું, અને કરણ વકીલની કેબીનમાંથી બહાર નીકળી પણ ગયો હતો, જેવો કરણ બહાર નીકળ્યો, તેવીજ દિવ્યા વકીલને મળવા અંદર ગઈ,
હવે.....
વકીલ અને દિવ્યા, બંધ કેબિનમાં જે વાત કરે, તે વાત જાણવા કરણે પહેલેથીજ, મતલબ કે, જ્યારે તે વકીલ પાસે બેઠો હતો, ત્યારેજ પોતાની સાથે લઈ ગયેલ તેની એક બેગ, વકીલના ટેબલની સામે આવેલ બારી પાસે મૂકી હતી, અને તે બેગમાં એક કેમેરો ફીટ કરેલ હતો, તેમજ કરણે, એ બેગ એ રીતે મૂકી હતી કે, કેમેરામાં વકીલ, અને તેમની સામે જે કોઈપણ બેસે, તે બંને બરાબર દેખાય,
કરણ કેમેરા વાળી બેગ લઈ ત્યાંથી નીકળી જાય છે.
આજે ફરી કોર્ટની કાર્યવાહી શરૂ થાય છે.
દિવ્યાએ ગઈકાલે વકીલને જણાવેલ હકીકત,
તેમજ, ફરિયાદીનેજ આરોપી બતાવવા વકીલને આપેલ સલાહ થકી,
દિવ્યાના વકીલ કોર્ટમાં સૌ પ્રથમ કેસની શરૂઆતજ એ પ્રમાણે કરે છે. )
વકીલ :- જજ સાહેબ, આ લોકોએ દિવ્યા પર કરેલ આ કેસને, હકીકતમાં તો હું કેસ માનતો જ નથી, પરંતુ હકીકતમાં આ લોકોનું દિવ્યા પાસેથી પૈસા પડાવવાનું એક કાવતરું છે, અને એમના આખા પરિવારમાં, એક પ્રમોદને બાદ કરતા, બધા એટલુજ જાણે છે કે, દિવ્યાના પતિ મૃત્યુ પામ્યા છે, એટલે હવે તેમના ઘરમાં દિવ્યા એકલીજ છે, ને દિવ્યાની પાસે અઢળક રૂપિયો છે, માટે દિવ્યાને ગમે તેમ કરીને કોઈ ખોટા કેસમાં ફસાવી, આપણે દિવ્યા પાસેથી, આસાનીથી થોડા રૂપિયા પડાવી શકીશુ.
જજ સાહેબ, આ લોકોના આ પ્લાન વિશે, જ્યારે પ્રમોદને જાણ થઈ, એટલે પ્રમોદે એ લોકોને રોકવાના પ્રયત્નો કર્યા, પરંતુ
આ લોકો માન્યા નહીં, ને પોતાની વાત પર મક્કમ રહ્યા,
આ બાજુ પ્રમોદને જ્યારે થયું કે, આ લોકો જો દિવ્યા સામે આમ આડો-અવડો કેસ કરશે, તો દિવ્યા મને અને મારા પુરા પરિવારને, હેરાન-પરેશાન કરી નાખશે.
છેવટે,
પ્રમોદ હારી થાકી, દિવ્યાના ડરને કારણે, ઘર છોડીને ક્યાંક જતો રહ્યો, પરંતુ,
પ્રમોદે દિવ્યા સામેના આ ખોટા કેસમાં, તેના પરિવારને સાથ ના આપ્યો.
કેમકે,
આ લોકોના આખા પરિવારમાં, ખાલી પ્રમોદજ એક એવો વ્યક્તિ છે જે, દિવ્યાના પાવર વિશે બહુ સારી રીતે જાણે છે.
( વકીલની આ દલીલ સાંભળી, જજ સાહેબ કંઈપણ બોલે, એ પહેલાંજ,
એક મિનિટ જજ સાહેબ, એવો અવાજ આવે છે,
જેથી, કોર્ટમાં હાજર તમામ લોકોનું ધ્યાન, આમ અચાનક આવેલ અવાજ તરફ જાય છે.
એ અવાજ કરણનો હતો,
કરણ ઈશ્વરભાઈની મદદથી, પૂજાના પપ્પા પ્રમોદભાઈ અને પૂજાના ભાઈ વિનોદને, દિવ્યાના ફામ-હાઉસ પર નજરકેદમાં રાખેલ પ્રમોદભાઈ અને વિનોદને લઈને કોર્ટમાં હાજર થાય છે.
કરણે પહેલાથી બધી વાત કરી હોવાથી, કોર્ટમાં આવી તુરંત, પ્રમોદભાઈ, પોતાની અને દિવ્યાની વચ્ચે બંધાયેલ નાજાયજ સંબંધો,
તેમજ દિવ્યાની મેલી મુરાદ અને તે પૂરી કરવા, પોતાના પર, દિવ્યાએ ખોટી રીતે કરેલ દબાણ, વિશે વિસ્તૃતમાં અને સાફ-સાફ શબ્દોમાં જણાવે છે.
કોર્ટમાં જણાવેલ પ્રમોદની બધી હકીકત સાચી છે, તે પુરવાર કરવા, પ્રમોદને સાથ અને સહકાર આપે છે,
પ્રમોદના સહ કર્મચારીઓ.
અહી, દિવ્યાના વકીલની પહેલી દલીલ નિષ્ફળ અને ખોટી સાબિત થાય છે.
છતાં,
દિવ્યાના વકીલ, જજસાહેબ સમક્ષ, પોતાની બીજી દલીલ રજૂ કરે છે કે,
જજ સાહેબ, ખાલી પ્રમોદજ નહી, તેમનો દીકરો વિનોદ પણ, પૈસા પડાવવાના દિવ્યા સામેના આ ષડયંત્રમાં સામેલ છે, અને એજ ષડયંત્રના ભાગરૂપે, વિનોદેજ દિવ્યાના પતિને પોતાના રસ્તામાંથી હટાવવા, હોસ્પિટલમાં એડમિટ દિવ્યાના પતિને ઝેર આપી મારી નાખ્યાં હતાં.
ત્યાજ,
ભાઈ વિનોદને બેકસુર સાબિત કરવા માટે, પૂજા, જજસાહેબને પોતાની પાસે સાબિતીરૂપે, એક પેનડ્રાઈવમાં સાચવી રાખેલ, એક વીડિયો જોવા માટે વિનંતી કરે છે.
કોર્ટમાં હાજર તમામ લોકોની વચ્ચે એ વિડિયો ચલાવવામાં આવે છે.
જે વીડિયોમાં વિનોદ, હોસ્પિટલમાં દિવ્યાના પતિને જે બોટલથી ઝેર આપી રહ્યો હતો, તે બોટલ દિવ્યાએજ વિનોદને આપી હતી.
એ વાત, આ વીડિયો પરથી સાબિત થાય છે.
પૂજાને આ વીડિયો, ઈશ્વરભાઈની હોશિયારીથી પ્રાપ્ત થયો હોય છે.
દિવ્યાના વકીલની બીજી દલીલ પણ ખોટી સાબિત થતાં,
દિવ્યા અને તેના વકીલ બન્ને, આકુળ-વ્યાકુળ થઈ જાય છે,
છતાં, હથિયાર હેઠા મૂકવાને બદલે,
દિવ્યાના વકીલ, પોતાની છેલ્લી અને પાયા વિહોણી દલીલ,
કે જે દલીલને આ કેસથી કોઈજ લેવાદેવા નથી,
તેવી દલીલ કરતા, દિવ્યાના વકીલ કહે છે કે, )
જજ સાહેબ,
આ લોકોનુ આખું ફેમિલી બહુજ ખરાબ અને લાલચી છે, અને પૈસા માટે તેઓ કોઈપણ હદ સુધી જાય તેવા છે.
આ લોકોએ તો ખાલી પૈસા માટે, તેમની સગી દીકરી, પૂજાને પણ વેચી દીધી છે.
( વકિલને મોઢે આ વાત સાંભળતા જ,
કોર્ટમાં હાજર પૂજા, જજ સાહેબને કહે છે કે, )
જજસાહેબ, વકીલ સાહેબની વાત તદન ખોટી છે, હું અહીંયા જ છું.
પૂજાના આટલું બોલતાંજ, વકીલ કહે છે કે,
જો તું પૂજા છે, તો ઈશ્વરભાઈની દીકરી આરતી ક્યાં છે ?
( વકીલના આ સવાલથી, કોર્ટમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ જાય છે.
કેમકે,
આ સવાલનો જવાબ, કોર્ટમાં પૂજા બનીને આવેલ આરતી, ઈશ્વરભાઈ કે પછી, કરણ, આમાંથી કોઈ પણ, કંઈ પણ, જવાબ આપી શકતા નથી.
તેમજ,
હાલ કોર્ટમાં હાજર પૂજા અસલમાં આરતી છે, તે વાત માત્રનેમાત્ર આરતી, કરણ અને ઈશ્વરભાઈજ જાણે છે.
પૂજા પૂજા નથી, પરંતુ આરતી છે, તે હકીકત કોઈને પણ નહી બતાવવા માટે, ઈશ્વરભાઈ અને આરતીએ, કરણને પણ ના કર્યું હોય છે.
કે, પૂજાના મૃત્યુ વાળી વાત હાલ કોઈનેપણ ના કરતો, કેમકે
પૂજાની મમ્મી વીણાબહેન, હાલ આ હકીકત સહન નહીં કરી શકે,
જેથી કરણ પણ અત્યારે ચૂપ છે.
કોર્ટમાં આ તમામ લોકોની થોડીક જ ક્ષણોની શાંતિ બાદ,
અચાનક.....
એક આકાશવાણી થાય છે, અને એ આકાશવાણીની સાથેજ, પૂજાનો આત્મા, એક પડછાયા સ્વરૂપે, કોર્ટમાં હાજર થાય છે, કોર્ટમાં હાજર બધાજ, અચંબિત થઈ, આ ચમત્કાર રૂપી, પૂજાના આત્મા રૂપી પડછાયાને, જોઈ રહે છે.
પછી પૂજાનો એ આત્મા રૂપી પડછાયો,
કોર્ટમાં બધી હકીકત જણાવેછે કે,
જજ સાહેબ, આ કેસની લગભગ મોટાભાગની વિગતો તમે જાણી ગયા હશો, પરંતુ
હવે ના છૂટકે,
હું અહીંયા, એ હકીકત જણાવવા માટે આવી છું, કે
જે હકીકત મે પોતે, મારો જીવ આપીને ભોગવી છે.
આટલું કહી પૂજાનો એ પડછાયો,
વ્હાલથી એક નજર વીણાબહેન પર, એટલેકે તેની મમ્મી પર નાખે છે.
ને પૂજાનો એ આત્મા બોલે છે કે,
મમ્મી, હું જાણું છું કે, વાસ્તવિકતા સ્વીકારી કે, સહન કરી જીવવાની હિંમત તો તારામાં પહેલેથીજ પૂરેપૂરી છે, ને એ વાત, હું સારામાં સારી રીતે જાણું પણ છું, પરંતુ,
કોર્ટમાં, આજે હું જે વાસ્તવિકતા કહેવા જઈ રહી છું, મારી તને એક વિનંતી નહી, પણ મારી બે હાથ જોડી તારી પાસે માગણી છે કે,
તુ આ વાસ્તવીકતા જાણીને પણ એટલીજ હિંમત રાખીશ, જેટલી હિંમત તુ આજ સુધી રાખતી આવી છે.
પછી પૂજા, જજ સાહેબને...
જજ સાહેબ, હું જ્યારે દિવ્યાના ફામ-હાઉસ પર ગઈ હતી, ત્યારે દિવ્યા તેના ફામ-હાઉસના ટેરેસ પર બેસી, દારૂની મહેફિલ માણી રહી હતી,
હું તેની સામે, મારા પપ્પા અને મારા ભાઈ વિશે, હજી કઈ પણ પૂછું, એ પહેલાતો, એણે એનો પિત્તો ગુમાવી, રીતસર મને મારવા ઊભી થઈ ગઈ, અમારા બંને વચ્ચે, થોડીજ ઝપાઝપી બાદ, તેણે મને ટેરેસ પરથી ધક્કો મારી દીધો.
ગણતરીની સેકન્ડમાં થઈ ગયેલ આ બનાવ વિશે,
હું એટલુજ જાણું છું, જજસાહેબ કે, દિવ્યાએ મને ટેરેસ પરથી મારેલ એ ધક્કાથી,
હું જ્યાં નીચે પડી, ત્યાં વૃક્ષના કાપેલા મોટા-મોટા લાકડાનો ઢગલો હતો, એમાંથી એક લાકડું મારા માથાને ભાગે વાગતાં હું થોડીવાર માટે બેહોશ થઈ ગઈ હતી.
મને જ્યારે થોડો હોશ આવ્યો,
ત્યારે, હું ગાડીની પાછળની સીટમાં હતી, જે ગાડી મારા પિતા તુલ્ય મારા ઈશ્વરકાકા ચલાવી રહ્યા હતા.
ઈશ્વરકાકાના જણાવ્યા મુજબ, દિવ્યાએ જ્યારે મને ટેરેસ પરથી ધક્કો માર્યો, ને હું એ લાકડાના ઢગલા પર પડી,
જેના અવાજથી, ફામહાઉસની પાછળ, મારા પાછા આવવાની રાહ જોતા ઉભેલ, ઈશ્વરકાકાને કઈક અજુગતું થયાનો ખ્યાલ આવી ગયો, અને તે ફટાફટ, ફામ-હાઉસની પાછળની દીવાલ કૂદી, ફટાફટ મને લાકડાના એ ઢગલા પરથી, પોતાના ખભે ઉંચકી બહાર લઈ ગયા, જજ સાહેબ,
નહીતો, દિવ્યાએ, એ વખતે પોતાના વોચમેનને માચીસ માટે એક બૂમ મારી હતી, ને દિવ્યાની એ બૂમ વોચમેને નહી સાંભળતા,
દિવ્યા પોતે માચીસ લેવા નીચે ગઈ હતી, પરંતુ.....
દિવ્યા માચીસ લઈને આવે, એ પહેલા તો મારા કાકાએ મને ગાડીમાં બેસાડી દીધી હતી, ને આ બાજુ દિવ્યા ફરી ટેરેસ પર આવી, માચીસની એક દીવાસળીથી, એ લાકડાના ઢગલામાં આગ લગાવી ચુકી હતી.
એ વખતે દિવ્યાને એમકે,
ત્યારેજ હું મરી પણ ગઈ, ને મારા અંતિમસંસ્કાર પણ તેણે કરી દીધા.
વીણાબહેનની સાથે સાથે,
પૂજાના પપ્પા પ્રમોદભાઈ, અને ભાઈ વિનોદની આંખોના ખૂણા પણ ભીના થઈ રહ્યા છે.
કોર્ટમાં પૂજાના આ અવાજ સિવાય, નીરવ શાંતિ છવાયેલી છે.
જજસાહેબ, મને એ વખતે,
હું મરી જઈશ, એવી કોઈ જ પ્રકારની, મારી ચિંતા કરતા,
આખી જિંદગી મન મારીને જીવી રહેલ, મારી મમ્મીની વધારે ચિંતા થવા લાગી, કેમકે
મારે ભાઈ પણ હતો, મારા પપ્પા પણ હતા, છતાંય,
પૂરી જિંદગીમાં મારી મમ્મીને મારા સિવાય કોઈ સમજ્યું જ નથી.
એટલે મે એ વખતે જ નિર્ણય લઈ લીધો કે,
ભલે હું મરી જાઉં, પરંતુ
મારી મમ્મીને હું આ દુઃખ ભરી અવસ્થામાં તો નહીજ જીવવા દઉં,
જજ સાહેબ, મારી મમ્મી માટે હું જેટલું કરી છુંટુ, એટલું ઓછું છે.
પરંતુ
એ વખતે, મારી મમ્મી માટે હું કંઈ કરું એ સ્થિતિમાં ન હતી,
એટલે મે ઈશ્વરકાકાને કહ્યું કે,
કાકા, તમે મારા કાકા હોવા છતાં, મારા માટે ઘણું બધું કર્યું છે.
હું તમારો ઉપકાર માનું એટલો ઓછો છે.
છતાં, હજી તમારે મારું એક કામ કરવાનું છે, ને પ્લીઝ તમે એમાં ના નાકહેતા,
જુઓ કાકા, મારું બચવું અસંભવ છે, તમને હમણાં કહ્યું તેમ,
તમે મારા મર્યા પછી, મારી આંખો તમારી દીકરી આરતીને આપશો, અને મારી મમ્મી સામે આરતીને પૂજા બનાવી લઈ જશો.
કેમકે, મારી મમ્મી, મારી વ્હાલી મમ્મી,
એ મારા મૃત્યુના સમાચાર સાંભળી નહીં શકે, તેના પર આભ ફાટ્યું હોય તેવી તેની હાલત થઈ જશે,
આમેય, આજદિન સુધી, એના જીવવાનો સહારો કે કારણ, એક માત્ર હુજ હતી,
બાકી એનું જીવન એક વેરાન નર્ક થી અધિક ન હતું,
તમારે એના વેરાન જીવનને ફરી હરિયાળું બનાવવાનું છે, કાકા
ને ખરેખર જે મારા જીવતેજીવ હું ના કરી શકી,
તે મારા મૃત્યુ પછી, મારા કરતાં પણ વધારે, મારા આ ઈશ્વરકાકાએ મારા ઘર અને મારા પરિવાર માટે કર્યું છે,
અને પછી પૂજા, કરણ સામે જોઈ,
બિલકુલ ધીમા, પ્રેમ અને લાગણીભર્યાને, આભારવશ અવાજે, ને એમાં મારા કાકાને, પોતાના જીવની પણ પરવા કર્યા સિવાય, અમને પૂરેપૂરો સાથ કરણે પણ આપ્યો છે,
એ બંનેનું ઋણ, હું આ ભવમાં તો ચૂકવી ના શકી, પરંતુ એ બંનેનું એટલું ઋણ છે મારી પર કે, એ ઋણ ચૂકવવા મારે આવતા સાત ભવ પણ ઓછા પડશે.
દિવ્યાના વકીલ પાસે હવે આ કેસમાં, દિવ્યાના બચાવ માટે આગળ કઈ બોલવાનું બચ્યું ન હતું, અને કદાચ એ વકીલ કંઈ બોલવા માંગે, તો પણ અત્યારે એ વકીલમાં, કંઈ બોલવા માટેની બિલકુલ હિંમત રહી ન હતી.
તો પણ,
ભરી કોર્ટમાં, પૂજાના આત્મા દ્વારા, એક ચમત્કારી સાચુ બયાન આપવા છતાં,
દિવ્યા હવે, એ વાત માનવા તૈયાર નથી કે, તેણેજ પૂજાને મારી છે.
દિવ્યાને એમકે,
ભલે આ લોકો બધી રીતની સાબિતી લાવ્યા, પરંતુ.....
પૂજાને મે મારા હાથે મારી છે, તે સાબિત કેવી રીતે કરશે ?
હજી તો દિવ્યા, આગળ કંઈ સમજે/વિચારે.....
ત્યાંજ, કરણે વકીલની ઓફિસ જઈને ઉતારેલ પેલો વિડિયો, કે જે વિડિયોમાં દિવ્યાએ પોતાના મોઢેજ વકિલને કર્યું હોય છે કે,
તેણેજ પૂજાને મારી છે, ને તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યાં છે.
કરણ, એ વિડિયો કોર્ટ સમક્ષ રજૂ કરે છે, અને એ વિડિયો થકી દિવ્યાના બધાજ પાસા અવળા પડી જાય છે.
કોર્ટ દિવ્યાને ગુનેગાર ઠેરવી,
દિવ્યાને, જેલમાં મોકલવાનો આદેશ આપે છે, તેમજ પ્રમોદ અને વિનોદને બેકસૂર જાહેર કરે છે.
ત્યારે પૂજાનો આત્મા, તેના પિતા પ્રમોદ પાસે જાય છે,
અને કહે છે કે,
પપ્પા તમારા અવળા અને ખરાબ સ્વભાવે, મારો તો જીવ લઈ લીધો, પરંતુ,
આજે તમે મને એક વચન આપો કે, આજ પછી તમે મમ્મીને ક્યારેય, જરા સરખી પણ હેરાન નહીં કરો, કે મમ્મીને કોઈ વાતે ઓછું નહીં આવવા દો, અને પપ્પા, તમે મને બીજું એક વચન પણ આપો કે,
આજ સુધી, પતિ પ્રેમથી વંચિત રહેલી મારી મમ્મીને,
તમે એટલો પ્રેમ આપશો કે,
તે તેના જૂના, અને ખરાબ ભૂતકાળને હંમેશ માટે ભૂલી, ફરી આજીવન ખુશખુશાલ રહે.
આ ઘડીએ, પૂજાના પપ્પાની આંખમાંથી આંસુ રોકાવાનું નામ લેતા નથી, દીકરીની આટ-આટલી લાગણી સભર વાત સાંભળી, પ્રમોદભાઈનો આજ સુધી સહેજ પણ પ્રગટ નહીં થયેલ, પિતા પ્રેમ પણ, અચાનક ઉભરાઈને સામે આવે છે.
હાલ, દીકરી પૂજાની ઘર-પરિવાર અને પોતાની મમ્મી માટેની આટલી લાગણી ભરી વાતો સાંભળી,
પ્રમોદભાઈના ગળામાં ડૂમો ભરાઈ આવ્યો છે, એમનામાં બોલવાની કે એક ડગલું ચાલવાની તો શું, પોતાની જગ્યાએથી સહેજ હલવાની પણ શક્તિ રહી નથી,
બિલકુલ સ્તબ્ધ જેવા, મીણના પૂતળા જેવા થઈ ગયા છે, એક એવું મીણ જે અત્યારે, બહારથી નહી, પરંતુ અંદરથી ઓગળી રહ્યું છે.
પૂજા પપ્પાની બિલકુલ નજીક જઈ તેમનો હાથ પકડી, તેની વાત આગળ વધારતા, બીજી પણ એક હકીકત તેના પપ્પાને જણાવે છે, કે
જે હકીકત કોઈને નહીં જણાવવા, પૂજાને તેની મમ્મીએ આજ સુધી રોકી હતી.
પપ્પા તમે આજ સુધી ખોટી રીતે મારી મમ્મીનું ઈશ્વરભાઈ સાથે નામ જોડીને, જે ઝગડા કરતા, ને મમ્મીને એલફેલ બોલતા હતા,
તો આજે મારે તમને એ હકીકત પણ જણાવવી છે,
જે હકીકત આજસુધી હું મમ્મીના, મને રોકવાના કારણ થકી જણાવી શકતી ન હતી,
તમે, ઈશ્વરભાઈની દીકરી આરતીને હૂબહૂ મારા જેવી જોઈ, મમ્મી પર જે વધારે વહેમ થતો હતોને પપ્પા,
તો સાંભળો, આરતી તમારીજ દીકરી ને મારી સગ્ગી બહેન છે.
પ્રમોદને આજે, ઉપરા છાપરી ને અસહ્ય, એક પછી એક આંચકા મળી રહ્યા છે.
( એ સમયે વાત એમ બની હતી કે, જ્યારે પૂજાનો જન્મ થયો હતો, તે દિવસે હોસ્પિટલમાં વીણાબહેનની સાથે પૂજાના નાના અને નાની હતા, પ્રમોદતો તેના સ્વભાવ પ્રમાણે, બહારજ રખડતો હતો, બનવાકાળ એજ હોસ્પિટલમાં, ને એજ દિવસે ઈશ્વરભાઈની પત્નીની પણ પ્રસુતિ હોય છે, ઈશ્વરભાઈની પત્નીએ એક બાળકને જન્મ આપ્યો હોય છે, અને આ વાતની જાણ ઈશ્વરભાઈની પત્નીને પણ હોતી નથી, કેમકે,
તે પ્રસુતીના ચાર થી છ કલાક ભાનમાં ન હતા.
આ દરમિયાન, એજ હોસ્પિટલની એક નર્સ, કે જેને લગ્ન કરે ઘણા વર્ષો થયા હોવા છતાં, તે નર્સ માતૃત્વ ધારણ કરી શકી ન હતી, અને તેને ગમે તેમ કરીને બાળક જોઈતું હતું,
તે દિવસે તે નર્સ, ઈશ્વરભાઈના પત્ની ભાનમાં ના હોવાનો લાભ લઈને,
ઈશ્વરભાઈના બાળકને લઇને હોસ્પિટલમાંથી ભાગી ગઈ હોય છે. જેથી,
ડોકટર અને હોસ્પિટલનો પૂરો સ્ટાફ ટેન્શનમાં આવી જાય છે, ને હોસ્પિટલમાં અફરાતફરી મચી જાય છે.
વીણાબહેનને, આ વાતની જાણ થતાં, તેમને ખૂબજ દુઃખ થાય છે, વીણાબહેને આ સમાચાર જાણ્યા, એના થોડાજ સમયમાં, વીણાબહેનની કૂખે પણ, ટ્વીન બાળકી જન્મે છે, આમતો, બે બાળકીને જન્મ આપનાર વીણાબહેન અને બન્ને બાળકીઓ, બિલકુલ સ્વસ્થ હતી. પરંતુ,
એમને દિલથી માનેલ ભાઈ, ઈશ્વરભાઈની ચિંતા થતા,
વીણાબહેને જોયું કે, પેલી નર્સે હોસ્પીટલમાંથી બાળક ઉઠાવ્યું હોવાથી, ડોક્ટર પણ અત્યારે ટેન્શનમાં છે, એટલે
વીણાબહેને, ઘડીની પણ રાહ જોયા વગર, એ ડૉક્ટરને સોગંદ આપીને જણાવે છે કે,
ડોકટર સાહેબ, અત્યારે ભલે તમે, પેલી નર્સની શોધખોળ ચાલુ રાખો, પરંતુ,
મારી કૂખે જન્મેલ આ બે બાળકીમાંથી,
હું એક બાળકી મારા મનથી માનેલ ભાઈ, ઈશ્વરભાઈને આપવા માગું છું, અને તમે પણ ઈશ્વરભાઈના પત્ની જ્યારે પણ હોશમાં આવે, ત્યારે તેમને એમજ કહેજો કે,
એમને અને મને, બંનેને એક એક બાળકી જન્મી છે.
મારી તમને બે હાથ જોડી, વિનંતી
વીણાબહેનને આમ કરવા પાછળનું કારણ, ઈશ્વરભાઈ તો ખરાજ, બાકી બીજુ અગત્યનું કારણ એ હતું કે,
વીણાબહેન જાણતા હતા કે,
પ્રમોદને પહેલેથીજ બાળકનો મોહ છે, ને બાળકી પ્રત્યે એને નફરત છે, અને એમાંય આતો બે-બે બાળકી.
આજે કોર્ટમાં એક પછી એક હકીકતો જાણી, પ્રમોદભાઈને ઘણો પસ્તાવો થાય છે, અને પોતાની પત્ની, દીકરી અને ઈશ્વરભાઈ તરફ જોઈ, બે હાથ જોડી, રડતા રડતા કહે છે કે,
મેં મારા પરિવારને ખૂબજ અન્યાય કર્યો છે, સતત ને સખત દુઃખોજ આપ્યા છે,
ના હું સારો પતિ બની શક્યો, ના સારો પિતા, કે પછી ના બની શક્યો સારો દોસ્ત.
મારા જેવાને માફી માંગવા નો કે, પછતાવાનો કોઈ હક બચતો નથી, મારા માટે મોત સિવાય બીજો કોઈ રસ્તો ના હોવો જોઈએ,
હવે મારા જીવવાનો કોઈ અધિકાર કે મતલબ રહેતો નથી, અને...અને... પ્રમોદ આટલું બોલી સિધોજ,
બાજુમાં ઊભેલા ઈન્સ્પેક્ટરની રિવોલ્વોર આંચકી, પોતાના લમણે ગોળી મારવા જાય છે, ને ત્યાંજ, પ્રમોદની બાજુમાં ઊભા રહેલ ઈશ્વરભાઈ, એમને રોકી લે છે, અને કહે છે કે,
પ્રમોદભાઈ, ગુનાની સજા કરતા, તમારી આંખો ખુલી ગઈ, અને તમને પસ્તાવો થયો, એ બહુ મોટી વાત છે.
મરવું એ કોઈ ગુનાની સજા નથી, તમારે જો પ્રાયશ્ચિતજ કરવું હોય તો, આજથી સોગંદ લઈ લો કે, આજ પછી તમે તમારી પત્ની વીણાબહેનને, તમારી બીજી દીકરી આરતીને, અને તમારા દીકરા વિનોદને, ખુબજ પ્રેમ આપશો, ને એમનું પુરતુ ધ્યાન રાખશો.
ત્યારબાદ પ્રમોદ,
ઈશ્વરભાઈની માફી માગે છે, ને ઈશ્વરભાઈને પ્રોમિસ પણ આપે છે, કે, ઈશ્વરભાઈ, મારા મિત્ર, આજ પછી તુ કહે છે, એ પ્રમાણેજ જીવીશ, પણ મારી દીકરી પૂજા.....ફરી પ્રમોદની આંખમાંથી આંસુ વહેવા લાગે છે.
પૂજાનો આત્મા આ બધું જોઈ રહ્યો છે.
ત્યારબાદ,
પૂજાનો એ પડછાયો, તેના પપ્પા પાસે આવે છે, અને તેના પપ્પાનો હાથ પકડી, તેના પપ્પાને તેની મમ્મી પાસે લઈ જાય છે,
પપ્પાનો હાથ મમ્મીનાં હાથમાં મુકતા, પૂજા તેની મમ્મીને કહે છે કે,
લે મમ્મી, મેં તને કહ્યું હતું ને કે,
એક દિવસ હું પપ્પાને સુધારી, સાચા રસ્તે પાછાં લાવીશ, ને જો, આજે મે મારો વાયદો પૂરો કર્યો.
મમ્મી, લે આ તારો સુહાગ.
પૂજાની મમ્મી અસહ્ય આક્રંદ સાથે, અને મહાપરાણે એમની લાડકી દિકરી પૂજાના એ આત્માને કહે છે કે.....
બેટા મારે સુહાગ નહીં, પહેલા તું જોઈએ........અને
તુતો કહેતી હતી કે, તું મને આજીવન તારી નજર સમક્ષ રાખીશ, તો તારા એ વાયદાનું શું બેટા ?
હે પૂજા બેટા, એનું શું ?
ત્યારે પૂજાનો એ આત્મા બોલે છે કે, મમ્મી, તારી દીકરી આરતી પૂજાના રૂપમાં તારી પાસેજ છે, અને હા મારી આંખો મેં આરતીને આપી છે, કેમકે,
મારા મૃત્યુ પછી પણ તું મારી નજર સામેજ રહે મમ્મી.
પછી પૂજાનો એ આત્મા રૂપી પડછાયો, આરતી પાસે જાય છે, ને આરતીને લઈ કરણ પાસે,
આરતીનો હાથ કરણના હાથમાં આપતા, પૂજા કહે છે કે,
આજ સુધી તને મે, મારી આંખોમાં વસાવ્યો હતો કરણ,
ને સંજોગો વસાત આપણે એકબીજાના દિલ સુધી પહોંચી ના શક્યા,
મારી એજ નજરને, મારી એજ આંખો, મે મારી બહેન આરતીને આપી છે, કરણ,
મારી એક ઈચ્છા છે કે, તુ મારા કરતાં પણ અધિક પ્રેમ આરતીને આપીશ.
કરણ પૂજાને પ્રોમિસ આપે છે.
લાગણીભર્યા ને ભાવભર્યા, આ દુઃખદ માહોલને, વધારે ગંભીર કરે છે, પૂજાના આગળના શબ્દો, પૂજા ફરી મમ્મી પાસે આવી આગળ બોલે છે કે,
મમ્મી, હવે મારો કોઈ વાયદો બાકી રહેતો નથી, છતાં
જો કંઈ રહી જતું હોય, કે પછી, ક્યાંક મારી ભૂલ થઈ હોય, તો મને માફ કરજે મારી વ્હાલી મમ્મી,
ભલે મને અકાળે મોત મળ્યું મમ્મી, પણ એ મોતનું કારણ મારા માટે બહુ મોટું હતું,
મે મારા જન્મદાતા માટે, મારા મા-બાપની ખુશી માટે, મારો જીવ આપ્યો છે, અને તેનું મને દુઃખ નહી પરંતુ, ગર્વ છે,
આવા સો જન્મ પણ કોઈ ન્યોછાવર કરેને મમ્મી,
તોયે તારા જેવી પ્રેમાળ મા કોઈને ના મળે,
ભલે મમ્મી, આ ભવમાં મને તારો સાથ છોડવો પડ્યો, પરંતુ મારા આત્માનો અવાજ તો એકજ વાત કહેશે, કે
હે પ્રભુ, તુ ગમે તે ભવમાં મને જ્યારે મનુષ્ય અવતાર આપે, તો મારી મા તરીકે તુ મને મારી આજ પ્યારી મા આપજે.
કોર્ટમાં થોડીવારની નીરવ શાંતિ પછી,
પૂજા, તેના મમ્મી-પપ્પા સામે, ઈશ્વરભાઈ સામે, બહેન આરતી અને ભાઈ વિનોદ સામે, તેમજ કરણ સામે બે હાથ જોડી જાણે, એનો સમય થઈ ગયો હોય, ને જાણે પૂજા હવે અહીથી વિદાઈ માંગતી હોય તેમ, આ લોકો પર છેલ્લી અને અમી ભરેલી નજર ફેરવી રહી છે.
કોર્ટમાં હાજર તમામ લોકોની પણ પ્રશ્નાર્થ ભરી, પરંતુ.....
લાચાર ને એકધારી નજર પૂજાના આત્મા સ્વરૂપ, એ પડછાયા પરથી સહેજેય ખસતી તો નથી પરંતુ, પલકારો પણ નથી મારી રહી,
તમામની આંખોમાં અત્યારે આંસુની ધારા વહી રહી છે, છતાં એ લોકો પોતાના આંસુ પણ નથી લછી રહ્યા,
કેમકે,
તે લોકો પોતાના આંસુ લૂછે, એટલી ક્ષણ પણ એ લોકો પૂજાના આત્માને જોવાનું મિસ કરવા નથી માગતા.
એ લોકોએ જોયું કે, કોર્ટની દીવાલ પર દેખાઈ રહેલ પૂજાનો એ પડછાયો,
ધીરે ધીરે ઓઝલ થઈ રહ્યો છે, ને ત્યાજ,.......
જાણે પૂજાના આત્માને જતા પહેલાંનું જાણે આ છેલ્લીવારનું દૃશ્ય હોય તેમ, ને પૂજાનો આ છેલ્લો અવાજ હોય તેમ,
પૂજાના મોઢે એક વાક્ય બોલાય છે.
પૂજાના મોઢે બોલાયેલ એ છેલ્લું વાક્ય,
વીણાબહેનના હદયને ચીરી, આરપાર નીકળી જાય છે.
દીકરી પૂજાના મોઢે બોલાયેલ એ શબ્દો અને વાક્ય હતું.
" સારું ત્યારે મમ્મી ", હું જાઉં છું, ને આટલું બોલતાજ,
પૂજાનો એ આત્મા,
પૂજાનો એ પડછાયો, ગાયબ થઈ જાય છે.
કોર્ટનું વાતાવરણ અચાનક, ને અત્યંત ભાવુક થઈ જાય છે, ને
કોર્ટમાં હાજર બધાની આંખમાં આંસુ છે.
અંત, એક નવી શરૂઆત

વાચક મિત્રો, આ વાર્તા મે જ્યારે લખી હતી, ત્યારે આ વાર્તાનો અંત અલગ હતો, પરંતુ આજે અહી હું અલગ રીતે પૂરી એટલાં માટે કરી રહ્યો છું કે, મને મારી વાર્તાનો આ અંત અત્યંત ભાવુક અને સારો લાગ્યો.
બાકી, આમા આગળ એક પ્રકરણ ઉમેરું તો, કરણ ઈશ્વરભાઈનો એ દીકરો છે, કે જેને હોસ્પિટલમાં જન્મતાજ એક નર્સ ઉઠાવી ગઈ હતી,
વાચક મિત્રો, મારી આ રચના તમને કેવી લાગી, એ મને જરૂરથી જણાવી, મારો ઉત્સાહ વધારવા વિનંતી.
અને બીજું ખાસ કે, મે હમણાજ મારી યુટ્યુબ ચેનલ શરૂ કરી છે, ને તેના પર પણ, એક દીકરી વિશેની કવિતા

* દીકરી તો પારકી થાપણ કહેવાય * પરંતુ કેમ ?
અપલોડ કરેલ છે, તે નિહાળશો, અને માતૃભારતીની જેમજ, યુટ્યુબ પર તમારો સાથ અને સહકાર આપશોજ, એનો મને વિશ્વાસ છે. એજ
શૈલેષ જોષી
યુટ્યુબ લિંક
https://youtu.be/r5SDdjwmjLU