ધૂપ-છાઁવ - 46 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 46

અક્ષત પણ ઈશાનના મમ્મી-પપ્પાને કેક ખવડાવીને તેમનું મોં મીઠું કરાવે છે.પછી બધા સાથે જ ડિનર લે છે અને છૂટા પડે છે.


બીજે દિવસે ફરીથી શેમના માણસો ઈશાનની શોપ ઉપર આવે છે અને તોડફોડ કરે છે તેમજ ઈશાનને કેસ પાછો ખેંચી લેવા માટે ધમકી આપીને જાય છે.


ઈશાનને આપેલી આ ધમકીથી તેના મમ્મી-પપ્પા ખૂબ ડરી જાય છે.. કારણ કે પોતાના એકના એક દીકરાને તે ગુમાવવા નથી માંગતા તેથી ઈશાનની મૉમ અપેક્ષાને ઈશાનને સમજાવવા માટે કહે છે અને કેસ પાછો ખેંચી લેવા તેમજ શેમ જેવા ગુંડા સાથે સમાધાન કરી લેવા માટે કહે છે પરંતુ ઈશાન અન્યાયનો સામનો કરવા માંગે છે અને એમ કોઈની ધમકીથી ડરી જઈને પોતે કરેલો કેસ પાછો ખેંચી લેવા માટે બિલકુલ તૈયાર નથી.


છેવટે કેસ આગળ ચાલે છે અને શેમને દશ વર્ષની કેદની સજા ફટકારવામાં આવે છે. પોતાને સજા થઈ છે એટલે તે ઈશાનની સામે રોષે ભરાયેલી નજરે જૂએ છે અને તેને ધમકી આપતો આપતો જાય છે કે, " યાદ રાખજે હું તને છોડવાનો નથી..! "


પણ ઈશાન પણ એમ ચૂપ બેસે તેમ ન હતો અને તે પણ શેમને વળતો જવાબ આપે છે કે, " તારાથી થાય તે કરી લેજે હું આવી કોઈની લુખ્ખી ધમકીઓથી ડરતો નથી. " અને શેમ દાંત કચકચાવતો ત્યાંથી ચાલ્યો જાય છે.


આ બાજુ અક્ષતના ઘરે અપેક્ષાના લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. અક્ષતે અને અર્ચનાએ લક્ષ્મીબાને પણ લગ્નમાં તમારે ફરજીયાત આવવાનું જ છે કહીને તેમની યુએસએ આવવા માટેની ટિકિટ બુક કરાવી દીધી છે.


અપેક્ષા લગ્નની તૈયારીમાં થોડી બીઝી છે તેથી ઈશાનની શોપ ઉપર હમણાં નહીં આવી શકું તેમ કહીને ઈશાનને તેણે ના પાડી દીધી છે પરંતુ એમ ઈશાન એટલો પણ ભોળો નથી કે અપેક્ષાની મીઠી મીઠી વાતોમાં આવી જાય અને તે ન આવે તો ચલાવી લે તેથી તે અપેક્ષાને જણાવ્યા વગર જ સવાર સવારમાં તેને લેવા માટે તેના ઘરે પહોંચી જાય છે.


અક્ષત અને અર્ચના પોતાના કામે નીકળી ગયા હોય છે એટલે અપેક્ષા એકલી જ ઘરમાં છે અને શાંતિથી તે પોતાના બેડરૂમમાં સાવર બાથ લઈ રહી છે અને ઈશાન આવે છે.


અચાનક ડોર બેલ વાગ્યો એટલે અપેક્ષા ભીના વાળમાં ટોવેલ લપેટીને થોડા આછા ભીના શરીરે નાઈટ ગાઉનમાં જ બહાર આવી કોણ આવ્યું છે તેમ પૂછે છે તો સામેથી ઈશાનનો અવાજ સાંભળીને ચોંકી ઉઠે છે અને ફટાફટ બારણું ખોલે છે. જોયું તો તેની સામે સ્માઈલી ફેસમાં ઈશાન ઉભો છે.


અપેક્ષા તેને આમ અચાનક અહીં આવવાનું કારણ પૂછી રહી હતી પરંતુ અપેક્ષાને આમ ભીનાં વાળ, આછું ભીનું મીઠી તાજગી સભર શરીર સાથે નાઈટ ગાઉનમાં જોતાં જ ઈશાનનું મન તેનાં તરફ લલચાઈ રહ્યું હતું અને તે જવાબ આપ્યા વગર જ ડોર અંદરથી લોક કરીને અપેક્ષાના બેડરૂમ તરફ ચાલવા લાગ્યો.


અપેક્ષા તેની પાછળ પાછળ ચાલી રહી છે અને તેને અહીં આવવાનું કારણ પૂછી રહી છે પણ ઈશાન તો તેની મસ્તીમાં જ ખોવાયેલો છે અને અપેક્ષા તેની નજીક આવતાં જ તેણે અપેક્ષાને ધક્કો મારી બેડ ઉપર સુવડાવી દીધી અને પછી તેની ઉપર ચુંબનનો વરસાદ વરસાવી દીધો. અપેક્ષા બૂમો પાડતી રહી, તેને રોકતી રહી અને ઈશાન તેને ચુંબન કરતો રહ્યો...કરતો રહ્યો... એટલામાં ઈશાનના સેલ ફોનમાં રીંગ વાગી એટલે બંનેનું ધ્યાન તેમના રોમાંસ ઉપરથી હટીને ફોન ઉપર ગયું ઈશાને સેલ ફોન ઉઠાવ્યો... તો કટ થઈ ગયો.. ઈશાને કોનો ફોન છે જોયા વગર ફોન બાજુમાં મૂકીને પાછો પોતાની મસ્તીમાં ગૂમ થઈ ગયો અને એટલામાં ફરીથી તેના સેલફોનમાં રીંગ વાગી... તેણે તરત જ ફોન ઉઠાવ્યો....


કોનો ફોન હશે અને શેના માટે હશે ?


કંઈ ગંભીર બાબત તો નહીં હોય ને ? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


19/12/21