સંસાર ચક્ર Jatin Bhatt... NIJ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંસાર ચક્ર


જતીન ભટ્ટ (નિજ) દ્વારા એક અલગ પ્રકારની રચના

સંસાર ચક્ર

આજે અમારી લગ્નતિથિ છે ઍ નિમિત્તે હાસ્ય ચિંતનાત્મક લેખ(ટૂંકમાં હાસ્યનિબંધ લા ભાઇ, થોડું તો સાહિત્યકાર જેવું લખવું પડે ને,)...

કોઈ પણ વ્યકિત ને જીવન માં કાયમ માટે બે તારીખ યાદ હોય જ છે,
અને પાછી એ બન્ને તારીખ સાથે સ્ત્રી જોડાયેલી હોય છે, એક છે જન્મતારીખ અને બીજી છે લગ્નતિથિ,...
જન્મતારીખ માં ને આભારી હોય છે તો લગ્નતિથિ પત્ની ને આભારી હોય છે, મમ્મી તમને જનમ આપે, તમને બેઝિક સારા સંસ્કાર આપે છે...
હવે આ બેઝિક ઍટલે સમજાવું,: સ્ટેપ બાય સ્ટેપ લઈએ તો
શરૂઆત માં ,...

બેટા રાધે રાધે કરો...જો બેટા આ ભગવાન નો ફોટો( કે મૂર્તિ ),એને જે જે કરો . જો બેટા દાદા જાય છે, ટાટા કરો..etc,etc,etc.....
જો બેટા દાદા આવ્યા છે જયશ્રીકૃષ્ણ કરો, એમ નઈ ,વાંકા વળીને દાદાના અંગૂઠા પકડી ને બેટા..etc,etc,etc......
મારો દિકુડો પ્લે ગ્રુપ/ નર્સરી માં જવાનો, જો બેટા એ ફોર એપલ , બી ફોર બોલ, સી ફોર કેટ , આ મમલા (મમરા) ખાજે હાં, etc,etc,etc....
મારો xyz(લાડકુંનામ)નિશાળે જવાનો, જો બેટા, ટીચર ને ગુડ મોર્નિંગ કહેવાનું, પાટિયા પર બરાબર નજર રાખજે હાં, જો આ નાસ્તો આપું છું, બધાં મિત્રો ને પણ આપજે, ધમાલ ના કરતો, અરે આવું બઘું બોલતા કોણે શીખવાડ્યું, આને ગાળ કહેવાય બેટા, આવું નઈ બોલવાનું,etc,etc,etc....
જે બેટા હવે તું બોર્ડ ની ( દસ કે બાર)એક્ઝામ આપવાનો, બહુ રખડ્યા નઈ કરવાનું, ટ્યુશન માં બરાબર ભણજે, બહુ ખર્ચો નઈ કરતો ,હવે તો ફી પણ મોંઘી પડે છે બેટા etc,etc,etc....
કેટલી પોકેટ મની આપુ બેટા, કોલેજ માં તારે વાપરવા જોઈશે ને, કોઈ સારી ફ્રેન્ડ હોય તો મમ્મી ને કહેવાય હાં બેટા, etc,etc,etc....

આટલે સુધી નો રોલ મમ્મી નો ( સ્ત્રીઓ વિશે લખાય છે, પુરુષોએ જીવ નઈ બાળવાનો, એમણે ફકત શરીર જ હલાવવાનું અને દિકુડાની મમ્મી આગળ ઉપર નીચે ડોકુ જ હલાવવાનું આવે, કૌંસ પુરો) આવતો હોય છે...

અને હવે એન્ટ્રી પડી ધર્મપત્ની ની....

આવી ગયા તમે? બેસો,પહેલા પાણી આપું છું, પછી ચા ,અને આજે કેવું રહ્યું ઓફિસ નું વાતાવરણ?, બોસ ની કઈ મગજમારી નોતી ને? ચાલ્યા કરે, તમારે ચિંતા નઈ કરવાની, હુ બેઠી છું ને?...
હશે હવે, ધંધો છે, ઓછું વતુ થયે રાખે, ચિંતા ન કરો, હુ બેઠી છું ને?...
બહું સાયકલ ફેરવી હવે, હવે તો સ્કૂટર લો , લોન ની ચિંતા ના કરો, બધુ થઈ જશે .હુ બેઠી છું ને?...
હવે ક્યા સુધી ભાડા ના ઘર માં રહીશું, પોતાનો ફલેટ લઈએ ને, હું પણ તમને મહેનત કરવા લાગીશ ને, અને હાં સહેજ પણ હિંમત ન હારશો, હું બેઠી છું ને,...
દીકરા/ દીકરી ને ભણાવવાની ફી ની ચિંતા નઈ કરો, નકામું બીપી બધી જશે, હું તમને ટેકો કરુ જ છુને, બહુ ફિકર ના કરો,હુ બેઠી છું ને?....
દિકુડા/ દિકુડી ના લગ્ન ની બહુ ચિંતા ન કરો, પૈસા નું બધુ સેટીંગ થઈ જશે, જરૂર પડે તો મારા પિયર ના દાગીના વેચી દઇશું પણ તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી,, હું બેઠી છું ને,...

બસ, મમ્મી નાં બેઝિક સંસ્કાર, અને પત્નીની (પોતાની યાર) હિમ્મત થી લગ્ન જીવન ટકી રહે છે,,સમાજ માં તમારું.એક ચોક્કસ નામ થાય છે , તમારી આબરૂ વધતી રહે છે, અને બસ આજ પ્રમાણે સંસાર ચક્ર ચાલ્યા કરે છે.....

અસ્તુ,.
.
.
.
.
.
.
.
.
.
જતીન ભટ્ટ (નિજ)
94268 61995
yashhealthservices@yahoo.com