Midnight Coffee - 32 - last part books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 32 - મીડનાઈટ કોફી વિથ મૂન (અંતિમ ભાગ)

૧ મહિના પછી

ઈન્ડિયા

પપ્પાજી(નિશાંત ના પપ્પા) : દાદાજી ના સક્ષમ અને સમીક્ષા આવી ગયા.
જરા જોવું તો....
તે પૂર્વી પાસેથી સમીક્ષાને પોતાના હાથમાં લે છે.
પૂર્વી : આશીર્વાદ આપો પપ્પા.
નિશાંત અને પૂર્વી તેમને પગે લાગે છે.
પપ્પાજી : જીવતા રહો મારા છોકરાઓ.
મમ્મી સક્ષમ ને પપ્પાજી પાસે લઈને આવે છે.
પપ્પાજી : કેટલો મીઠો છે દાદા નો તું લાડકો અને આ દાદા ની લાડકી.
તેમને જોતા નિશાંત ની આંખોમાં પાણી આવી જાય છે.
પૂર્વી નો હાથ પકડે છે.
નિશાંત : દાદી ની યાદ આવી ગઈ.
તે હતે તો અત્યારે આખા ઘરમાં બાળગીતો ગૂંજતા હતે.
પૂર્વી : મને પણ મમ્મી બહુ યાદ આવે છે.
એટલી વાતો કરતે ને એ બંને સાથે.
પૂર્વી - નિશાંત એક બીજા સામે જોઈ ખુશ થાય છે.

* * * *

ટેરેસ

મમ્મી પપ્પા સાથે આજે પહેલીવાર સક્ષમ અને સમીક્ષા. પણ ટેરેસ પર આવ્યા હોય છે.
નિશાંત બંને ને પોતાના ખોળામાં લઈ બધુ ભૂલી તેમની સાથે રમવા માં મસ્ત હોય છે.
અને પૂર્વી આ પ્રાઇસલેસ મોમેન્ટસ તેના તેના કેમેરામાં કેદ કરવામાં.
થોડીવારમાં સર્વન્ટ તેમની કોલ્ડ કોફી વિથ આઈસક્રીમ એન્ડ ચોકો નટ્સ આવી આપી જાય છે.
પૂર્વી : ઓહ....કોફી!!
નિશાંત : હવે તારે જેટલી પીવી હોય એટલી પી.
પૂર્વી : હા....ઈ....
આઈ મીસ્ડ યુ કોફી!!
તે કોલ્ડ કોફી ભરેલો ગ્લાસ પોતાના હાથમાં લેતા કહે છે પણ ત્યાં સક્ષમ નો રડવાનો અવાજ આવે છે.
પૂર્વી તેની પાસે આવે છે.
પૂર્વી : શું થયું??
નિશાંત : કપડા તો કોરા છે.
તે ચેક કરીને કહે છે.
પૂર્વી : અચ્છા.
તો મમ્મી ની સાથે સાથે તને પણ મન થઈ ગયું કોફી પીવાનું એમ.
પૂર્વી હસતાં હસતાં તેને પોતાની પાસે લે છે.
નિશાંત : નીચે જવું પડશે??
પૂર્વી : હંમ.
નિશાંત : ચાલો.
પૂર્વી સક્ષમ ને અને નિશાંત સમીક્ષા ને લઈને ઉભા થાય છે.
પૂર્વી : કોફી ની ટ્રે હું લઈ લઉં છું.
તે ટ્રે ટેબલ પરથી ટ્રે ઊંચકતા કહે છે.
નિશાંત : તું સક્ષમ ને લઈને રૂમમાં જા.
હું કોફી ને....
પૂર્વી : આપણે રૂમમાં પીશું ને??
અને રૂમમાં પણ ફ્રીજ છે.
નિશાંત : હા કે!!
લઈ લે....લઈ લે.
પૂર્વી : પપ્પા અને દીકરી એક બીજામાં એટલા ખોવાઈ ગયા કે બીજું બધુ ભૂલી ગયા.
દાદર ઉતરતી વખતે હસતાં હસતાં પૂર્વી કહે છે.
નિશાંત : હેં....!!
એવું છે સમીક્ષા??
જો તારી મમ્મી શું કહે છે.
સમીક્ષા સાથે મસ્તી કરતા નિશાંત બોલે છે ને સમીક્ષા હસી પડે છે.

* * * *

મમ્મી દરવાજો ખોલે છે.
બહાર ચહેરા પર સુકાયેલા આંસુ સાથે રાધિકા ઉભી હોય છે.
મમ્મી : રાધિકા....!!
અંદર આવ.
બેસ.
મમ્મી તેને સોફા પર બેસાડે છે અને તેની બાજુમાં બેસે છે.
મમ્મી : પાણી લાવજો.
તે સર્વન્ટ ને કહે છે.
મમ્મી : શું વાત છે રાધિકા??
તેના ખભે હાથ મૂકતા મમ્મી પૂછે છે અને તેમને ભેટી રાધિકા ફરી રડવા લાગે છે.
સર્વન્ટ ટેબલ પર ૨ પાણી ના ગ્લાસ ની ટ્રે મૂકી જવા લાગે છે તો મમ્મી તેને ઈશારો કરી નિશાંત પૂર્વી ને નીચે બોલવાનું કહે છે.
મમ્મી : કઈ બોલ બેટા....
આમ તો તું મને ગભરાવી રહી છે.
રાધિકા માંડ માંડ આંસુ રોકે છે.
પૂર્વી : રાધિકા....
પૂર્વી સક્ષમ અને સમીક્ષા સાથે નીચે આવે છે.
પૂર્વી : શું થયું??
તે રાધિકા ની બાજુમાં સોફા પર બેસે છે.
રાધિકા : જે....જે....જેની....
તે ફરી રડવા લાગે છે.
મમ્મી : પાણી પી લે બેટા.
મમ્મી તેને પાણી નો ગ્લાસ આપતા કહે છે.
રાધિકા પાણી પીએ છે.
રાધિકા : જેની એ આત્મહત્યા કરી લીધી.
પૂર્વી : શું????
મમ્મી : હે ભગવાન!!
રાધિકા : હમણાં જોગીંગ કરતા કરતા મે રેડિયો પર સાંભળ્યું કે તેણે ઊંઘની ગોળીઓ ખાઈ ને ઘરમાં જ....
પૂર્વી : ઓહ ગોડ!!!!
રાધિકા : તેણે ચીઠ્ઠી માં એવું લખ્યું કે તે પોતાનાથી હારી ગઈ છે.
હવે તેનામાં પોતાની સાથે નજર મેળવવાની હિંમત નથી રહી.
મમ્મી ઉભા થઈ સક્ષમ સમીક્ષા ને પૂર્વી પાસેથી લઈ ઉપર તેમના રૂમમાં જતા રહે છે.
રાધિકા : આ બધુ મારા કારણે થ....
પૂર્વી : નહી રાધિકા....
એવું નથી.
રાધિકા : એ મને મળવા માંગતી હતી પણ મે દર વખતે ના કહી દીધી.
કદાચ એને મારી જરૂર હશે અને હું....
નિશાંત નીચે તેમની પાસે આવે છે.
રાધિકા : મારી અકડમાં ને અકડમાં મે....
પૂર્વી : તારે લીધે કશું નહી થયુ હોય.
પૂર્વી તેની પીઠ પર હાથ ફેરવતા કહે છે.
નિશાંત : તેણે જે કર્યું એનું કારણ તે પોતે છે.
પૂર્વી : હા.
રાધિકા : મે એકવાર તેને મળી લીધું હોત તો શું થઈ જાત??
પૂર્વી : શાંત થઈ જા.
રાધિકા : આઈ એમ સોરી જેની.
એવું તો નહોતું કે તેણે મને ફક્ત દુઃખ જ આપ્યું હતુ.
ખુશી પણ....
નિશાંત : હા, રાધિકા.
પણ હવે જે થવાનું હતુ એ....
પૂર્વી : જે થયું તે બરાબર ના થયું પણ એનું ગીલ્ટ તારે લેવાની જરૂર નથી.
આમાં તું ક્યાંય વચ્ચે નથી આવતી.
નિશાંત : તમે બંને એક બીજાનો ભૂતકાળ હતા.
રાધિકા : તો પણ....
તે મરી ગઈ નિશાંત....
તે ભીની આંખે નિશાંત તરફ જોતા કહે છે.
નિશાંત રાધિકા ને પોતાની બાથ માં લઈ લે છે.

* * * *

૧૦ દિવસ પછી

દિપક : હેલ્લો....
રાધિકા : હાય....
તે ધીમે થી કહે છે.
દિપક : હાય....
રાધિકા : જેની ના મમ્મી પપ્પા....
દિપક : હવે ઠીક છે.
રાધિકા : ત....તું....
દિપક : હું પણ.
રાધિકા : હંમ....
દિપક : તારે લીધે તેણે કશું નથી કર્યું.
એવું નહી વિચારશ.
એ તો ૧ મહિનાથી ઘરમાં કોઈની સાથે વાત પણ નહોતી કરી રહી.
પોતાના જ રૂમમાં રહેતી હતી વધારે.
પોતાની જાત પર જ તેને અકળામણ વધારે હતી.
મે તેને સમજાવવા ના તેની સાથે વાત કરવાના પ્રયાસો કર્યા.
પણ તું તો જાણતી જ હતી તેનો ગુસ્સા વાળો સ્વભાવ....
રાધિકા : હંમ....
દિપક : એની વે ચાલ,
તું ખુશ રહેજે.
બાય.
રાધિકા : બાય.

* * * *

થોડા દિવસ પછી

ટેરેસ પર

રાધિકા : ફાઇનલી....
આપણે ૩ અને મીડનાઈટ કોફી વિથ મૂન.
રાધિકા ખુશ થાય છે.
પૂર્વી : યસ.
રાધિકા : હેપ્પી બર્થ ડે નિશાંત ડેડી!!
નિશાંત : થેન્કયુ.
તે મુસ્કાય છે.
પૂર્વી : હેપ્પી બર્થ ડે મમ્મી!!
નિશાંત : હવે હું પણ તને દાદી કહીશ.
પૂર્વી : કહેજે ને.
પૂર્વી હસીને કહે છે.
નિશાંત : થેન્કયુ દાદી.
નિશાંત પણ હસે છે.
રાધિકા સક્ષમ અને સમીક્ષા સાથે મસ્તી કરવામાં મશગુલ હોય છે.
પૂર્વી : કેટલી ખુશ લાગે છે ને તે સક્ષમ અને સમીક્ષા સાથે??
નિશાંત : ફોટા પાડ તેમના.
પૂર્વી : સારું યાદ અપાવ્યું.
પૂર્વી તેનો કેમેરા નીચે હોવાથી મોબાઈલ માં ત્રણેય ના ફોટા પાડવા લાગે છે.

રાધિકા : ઓહ....હું કઈ બતાવવાનું તો ભૂલી જ ગઈ.
તે તેના પર્સ માંથી એક સફેદ કવર કાઢીને નિશાંત ના હાથમાં આપે છે.
નિશાંત : ફ્લાઇટ ટિકિટસ??
પેરિસ....!!
પૂર્વી : પેરિસ??
તે કોફી સાથે વેનિલા આઈસક્રીમ ખાતા કહે છે.
રાધિકા : આપણે ૩....
આઈ મીન આપણે ૫.
ક્રિસમસ અને ન્યુ યર સાથે પેરિસ માં ઉજવીશું.
નિશાંત : વોટ??
રાધિકા : હા.
અને આ નક્કી છે.
હેં ને સક્ષમ?? હેં ને સમીક્ષા.
કેટલી મજા આવશે!!
સક્ષમ સમીક્ષા રાધિકા ના વાળ સાથે રમવા લાગે છે.
પૂર્વી : અરે....તારા વાળ....
તે કોફી નો ગ્લાસ નીચે મૂકતા કહે છે.
રાધિકા : તારી જેમ જ હસ્યા કરે છે બંને.
રાધિકા ખુશ થતા કહે છે.
પૂર્વી મુસ્કાય છે.
નિશાંત : ૧ વાત પૂછું??
રાધિકા : ટિકિટ ના પૈસા મારા મોડલિંગ માંથી આવ્યા છે.
અને ગઈકાલે જ મે મારી એક ફ્રેન્ડ ના પપ્પાની જ્વેલરી શોપ માટે મોડલિંગ કર્યું.
પૂર્વી : હંમ....!!
પૂર્વી જરા વાંકી નજર કરી રાધિકા સામે જુએ છે.
રાધિકા : આવતા વર્ષ થી હું મારી ટ્રેનિંગ શરૂ કરીશ.
પણ ત્યાં સુધી કઈ તો કરવું પડશે ને.
પૂર્વી : હંમ.
નિશાંત : તારો ચંદ્ર પણ તારી તરફ જ જોઈ રહ્યો છે.
રાધિકા આકાશ તરફ જોવા લાગે છે.
રાધિકા : હાય ચંદ્ર.
બહુ દિવસે ધાબે મુલાકાત થઈ ને.
નિશાંત : મજા આવે છે ને તમને??
તે પણ આકાશ તરફ જોતા પૂછે છે.
પૂર્વી : રાધિકા, તારું ગીત નક્કી થઈ ગયું??
જે તું પેરિસ જઈને એફીલટાવર ટાવર પર ગાવાની છે??
રાધિકા નીચું જોઈ જાય છે.
નિશાંત : ઓ મેરે દિલ કે ચૈન....
ચૈન આયે મેરે દિલ કો દુઆ કીજિયે....
યે જવાની....તારા રૂ....રૂ....
પૂર્વી : હૈ દિવાની....તારા....રા....રૂ....રૂ....
પૂર્વી - નિશાંત : હે....હે....હે....હે....
લા....લા....લા....લા....
પૂર્વી સમીક્ષા ને પોતાના ખોળામાં લઈ ગાતાં ગાતાં તેની સાથે ડાન્સ કરવા લાગે છે.
રાધિકા હસી પડે છે અને એ પણ સક્ષમ સાથે ડાન્સ કરવા લાગે છે.
રાધિકા : દિલ ક્યાં કહેતા હૈ મેરા
ક્યાં મે બતાઉં??
તુમ યે સમજોગે શાયદ મે પાગલ હું....
દિલ કરતા હૈ ટીવી ટાવર પે મે ચઢ જાઉં....
ચિલ્લા ચિલ્લા કે યે મે સબ સે કહે દું....
રોક ઓન....હૈ યે વક્ત કા ઇશારા....
રોક ઓન....હર લમ્હા પૂકારા....
રોક ઓન....યુઁ હી દેખાતા હૈ ક્યાં તું....
રોક ઓન....ઝીંદગી મીલેગી ના દોબારા....
આ ગીત સૌથી પહેલા ગાવાની છું.
પૂર્વી : આ નિશાંત નું પણ ફેવરિટ સોન્ગ છે.
રાધિકા : રિયલી??
નિશાંત : હા.
રાધિકા મુસ્કાય છે.
પૂર્વી : ઓકે, નાવ ઈટસ ટાઈમ ફોર માય બર્થ ડે સરપ્રાઈઝ.
લો ડેડી....
તે સમીક્ષા નિશાંત ને આપતા કહે છે.
નિશાંત : તું ક્યાં જાય છે??
પૂર્વી : વેટ એન્ડ વોચ.
કહેતા તે નીચે જતી રહે છે.

૧૦ મિનિટ બાદ

પૂર્વી મસ્ત મોટા ઘેર વાળો પીળો અનારકલી, મેચિંગ બંગડી, ચાંદલો, કાનમાં લટકતાં ઝુમખાં અને પગમાં ઘૂંઘરું પહેરી અને વાળ ખુલ્લા રાખી નિશાંત સામે આવે છે.
પૂર્વી : રેડી??
તે તેના મોબાઈલ માં શુભ મંગળ સાવધાન મૂવી નું " કાન્હા માને ના " ગીત ચાલુ કરે છે અને તેની ઉપર કથક કરવા લાગે છે.
નિશાંત નાચતી પૂર્વી ને જોતો રહી જાય છે.

ડાન્સ પત્યા પછી

રાધિકા : સુપર્બ યાર પૂર્વી.
તે તાળી પાડતા કહે છે.
પૂર્વી : થેન્કયુ!!
તે ખુશ થતા કહે છે.
પૂર્વી : પપ્પાને કેવો લાગ્યો સમીક્ષા??
નિશાંત : બહુ જ મસ્ત!!
નિશાંત એકદમ ખુશ થતા કહે છે.
નિશાંત : અપ્રતિમ!!
પૂર્વી હસી પડે છે.
પૂર્વી : ૨ વર્ષ થી પેન્ડિંગ હતુ.
તે કહ્યુ હતુ ને કે બતાવજે.
નિશાંત : હું તો ભૂલી પણ ગયો હતો.
નિશાંત પૂર્વી ને પોતાની બાથમાં લઈ લે છે.
રાધિકા : એક મિનિટ આમ જ રહેજો.
રાધિકા સક્ષમ ને પૂર્વી ના હાથમાં આપે છે અને તેમના ચારેય નો મસ્ત ફોટો પાડે છે.
રાધિકા : સ્માઇલ....!!
______________________________________________

દોસ્તો, આ હતો વાર્તા મીડનાઈટ કોફી નો છેલ્લો ભાગ.

આ વાર્તા ને આટલો પ્રેમ અને સુંદર આવકાર આપવા આપ સૌનો દિલથી આભાર....😇❤️

🎀THANK YOU SO MUCH🎀

~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED