Midnight Coffee - 1 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 1 - ઝાટકો

પૂર્વી : હાય.
Congratulations!!
પૂર્વી અને નિશાંત વિડિયો કોલ પર વાત કરી રહ્યા હોય છે.
નિશાંત : થેન્ક્સ.
પૂર્વી : તું ગાડીમાં કેમ બેઠો છે આટલી રાત ના??
નિશાંત : લોન્ગ સ્ટોરી.
પૂર્વી : કહે ને....
તે તેની કોફી નો સીપ લેતા કહે છે.
નિશાંત ને બગાસું આવે છે.
નિશાંત : હમણાં નહી.
પૂર્વી : શું થયું છે??
નિશાંત : પછી કહીશ.
પૂર્વી : ઓકે.
વધારે નહી પૂછું.
મને ફોટોઝ તો મોકલ લગ્ન ના.
નિશાંત : મોકલી દઈશ.
પૂર્વી : તું આટલો ઉદાસ કેમ દેખાય છે??
નિશાંત : કઈ નહી.
પૂર્વી : ઝગડો થયો તમારા બે નો??
તે કોફી નો બીજો ઘૂટ ભરે છે.
નિશાંત : તે હમણાં જ કહ્યુ ને કે તું વધારે નહી પૂછીશ.
પૂર્વી : સૉરી.
ઓહ....!!
મારો પાર્લર જવાનો સમય થઈ ગયો.
વોલક્લોક તરફ જોતા કહે છે.
નિશાંત : ઓકે. બાય.
તે કોલ કટ કરી દે છે.
પૂર્વી : નિશાંત ના ૪ દિવસ પહેલા લગ્ન થયા છે અને તે ખુશ નથી દેખાતો??
એની વાઇફ સાથે પણ એણે મને મળાવી નહી....!!
પૂર્વી ને થોડી નવાઈ લાગે છે.

* * * *

૩ દિવસ પહેલા

રૂમમાં

રાધિકા : નિશાંત....
મારે તમારી સાથે જરા વાત કરવી છે.
નિશાંત : શું વાત કરવી છે??
રાધિકા : તમે બેસો ને.
તે નિશાંત ને પલંગ પર બેસવા કહે છે.
નિશાંત : શું વાત છે??
એમજ બોલ....
રાધિકા : એમજ નહી.
આ બહુ મોટી વાત છે.
તમે બેસો ને પહેલા.
નિશાંત બેસી જાય છે.
નિશાંત : તું ઉભી જ રહીશ??
રાધિકા ને સમજ પડતી નથી તે વાત ની શરૂઆત ક્યાંથી કરે....
રાધિકા : નિશાંત....
તે આંખો બંધ કરે છે.
રાધિકા : હું....હું....હું....
નિશાંત : શું??
રાધિકા : હું કોઈ બીજાને પ્રેમ કરું છું.
તે આંખો બંધ રાખી જ બોલી જાય છે.
નિશાંત ના પગ નીચેથી જાણે જમીન ખસી જાય છે.
રાધિકા આંખો ખોલે છે અને નિશાંત તરફ જુએ છે.
નિશાંત હજી ત્યાં નો ત્યાં સ્તબ્ધ થઈ ને જ બેઠો હોય છે.
રાધિકા : આઈ એમ સૉરી પણ....
નિશાંત : આજ વાત તું લગ્ન પહેલા કહી શકી હોત.
નિશાંત ઉભો થઈ જોરમાં ઘાટો પાડે છે.
રાધિકા તેના નજીક આવતા ગભરાઈ જાય છે.
નિશાંત : બોલ....
તે ફરી ઘાટો પાડે છે.
રાધિકા બે ડગલાં દૂર ખસી જાય છે.
રાધિકા : પહે....લા....કહેવાનો....સમય....ના મળ્યો.
તે ડરતા ડરતા જવાબ આપે છે.
નિશાંત : આપણી પહેલી મુલાકાત ના દિવસે પણ નહી??
રાધિકા : થોડું ધીરે બોલો.
ઘરમાં બધા છે.
નિશાંત ફરી પલંગ પર બેસી જાય છે.
તેના બેસતા રાધિકા ઊંડો શ્વાસ લે છે.
નિશાંત : એક વાર કીધું હોત??
તે રાધિકા તરફ જોતા ધીમા અવાજે પૂછે છે.
રાધિકા : ત્યારે મારી પાસે એક જ રસ્તો હતો.
તમારી સાથે લગ્ન કરવા.
નિશાંત : એવું હતુ તો હું ના પાડી દેતે લગ્ન માટે.
રાધિકા : તો....તો....
મારે કોઈ બીજા સાથે લગ્ન કરવા પડતે.
તે ધીમે થી જવાબ આપે છે.
નિશાંત : અહીંયા પણ બધી રસમ થઈ ચૂકી છે.
હવે??
રાધિકા ફરી નીચે જોવા લાગે છે.
નિશાંત : તું....જેને....પ્રેમ કરે છે....
એને ખબર છે....??
રાધિકા : જેની.
તેનું નામ જેની છે.
રાધિકા ફરી નિશાંત સામે જોતા ધીમેથી કહે છે.
નિશાંત ને કશી સમજ પડતી નથી શું કરે એ??
તે ફરી ઊભો થાય છે.
રાધિકા પાછી થોડી પાછળ ખસી જાય છે.

* * * *

અત્યારનો દિવસ

મોડે થી ઘરે આવ્યા પછી પણ બંને વચ્ચે કોઈ વાત થતી નથી.
નિશાંત પલંગ પર અને રાધિકા નીચે ગાદી પાથરી સૂઈ જાય છે.
પણ બંને ની આંખોમાં ઊંઘ જરાય હોતી નથી.

* * * *


~ By Writer Shuchi





.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED