Midnight Coffee - 7 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 7 - ધ ટ્રીપ બીગ્ન્સ

રાધિકા : તમે એક મહિના માટે બહાર જશો તો....
નિશાંત : સંદીપ બધુ સંભાળી લેશે.
તું આવીશ મારી સાથે??
હું આ વખતે બધા જંગલોમાં અને ગામડાંઓ માં જવાનો છું.
ત્યાં જઈને ત્યાં ના લોકો ને મારાથી બનતી મદદ કરીશ.
તેમની સાથે રહીશ.
રાધિકા : એક મહિના સુધી??
નિશાંત : હા.
અને ચોમાસા નો સમય ચાલે છે એટલે ગામડાંઓ માં, વચ્ચે જતા રસ્તામાં હું ઝાડ રોપતો જઈશ.
રાધિકા : એટલે તમે બાય રોડ જશો??
નિશાંત : હા.
જાતે ગાડી ચલાવીને.
નિશાંત ખુશ થતા કહે છે.
રાધિકા : તમે....
નિશાંત : હું દર વર્ષે આવી ૪ ટ્રીપ પર જાઉં છું.
રાધિકા : હું આવીશ તમારી સાથે.
ક્યારે નીકળીશું આપણે??
નિશાંત : કાલે.
નર્સરી માંથી પ્લાન્ટસ પણ મે મંગાવી લીધા છે.
રાધિકા : એટલે સામાન અત્યારે જ પેક કરી લેવો પડશે.
નિશાંત : હા.
સૂતા પહેલા કરી લેવું પડશે.

* * * *

પેકીંગ કરી લીધા પછી

રાધિકા : આજે પૂર્વી નો કોલ નહી આવ્યો??
નિશાંત : સવારે મોડી ઉઠી હશે.
રાધિકા : તમારી ને એની દોસ્તી કઈ રીતે થઈ??
નિશાંત : અમારી દોસ્તી ઓનલાઇન થયેલી.
રાધિકા : અચ્છા.
નિશાંત : મને એ તો યાદ નથી કે કઈ રીતે અમે કનેક્ટ થયા અને વાતો નો સિલસિલો શરૂ થઈ ગયો.
પણ એ વાત ને પણ ખાસ્સો સમય થઈ ગયો.
અમારા બંને ના ઘરમાં પણ અમારી દોસ્તી વિશે ખબર છે.
તે મુસ્કાય છે.
નિશાંત : હું અને પૂર્વી હજી એકેય વાર રૂબરૂ મળ્યાં નથી પણ તેના પપ્પાને હું ૨ વાર મળી ચૂક્યો છું.
રાધિકા : તેની મમ્મી....
નિશાંત : તેની મમ્મી ને ચામડીનું કેન્સર હતુ.
પૂર્વી જ્યારે ૧૦ માં ધોરણમાં ભણતી હતી ત્યારે તેમનું મૃત્યુ થઈ ગયુ.
રાધિકા : ઓહ.
નિશાંત : ૧૧:૩૦ થઈ ગયા છે.
સૂઈ જઈએ??
સવારે વહેલા નીકળવાનું છે.
રાધિકા : હા.
ગુડ નાઇટ.
નિશાંત : ગુડ નાઇટ.
તે લાઇટ બંધ કરે છે.

* * * *

રાધિકા : મને પણ ડ્રાઇવ કરતા આવડે છે.
તમે થાકી જાઓ તો હું ચલાવી લઈશ.
તે સીટ બેલ્ટ પહેરતા કહે છે.
નિશાંત : ઓકે.
ગણપતિ બાપા....
રાધિકા - નિશાંત : મોરિયા.
નિશાંત ગાડી સ્ટાર્ટ કરે છે.

૧૦ - ૧૫ મિનિટ પછી

નિશાંત : તને કેવા ગીત સાંભળવા ગમે છે??
રાધિકા : રોમાંટિક સોંગ્સ.
તમને??
નિશાંત : એ જ રોમાંટિક સોંગ્સ.
રાધિકા મુસ્કાય છે.
રાધિકા : અને ખાસ કરીને કિશોર કુમાર જી ના સોંગ્સ.
નિશાંત : તને એમના સોંગ્સ ગમે છે??
નિશાંત ને થોડી નવાઈ લાગે છે.
રાધિકા : બહુ ગમે છે.
તેમના સોંગ્સ માં કઈ અલગ જ જાદુ છે.
તેમનો ક્યારેક મસ્તી ભર્યો, ક્યારેક ભાવનાઓ માં ડૂબેલો અવાજ.
આપણને ગીત ના એક એક શબ્દો નો અહેસાસ કરાવે છે.
તે એટલી ભાવનાઓ સાથે ગાઈ કે આપણે ગીત સાંભળતા સાંભળતા ખોવાઈ જઈએ.
આપણી બધી ફીકર ભૂલી જઈએ.
નિશાંત : સાચી વાત છે.
રાધિકા : ઘરે મમ્મી સાથે કે પપ્પા સાથે કઈ પણ થયુ હોય પછી રૂમમાં આવીને મોબાઇલ માં ગીત ચાલુ કરીને બારી પાસે બેસી જતી થોડી વાર ને બધો ગુસ્સો, અકળામણ જાણે હવા એની સાથે લઈ જતી.
નિશાંત : હમણાં પણ વગાડ ને.
તારા મોબાઇલ ને ગાડી ની મ્યૂઝિક સિસ્ટમ સાથે કનેક્ટ કરી દે.
રાધિકા : હા, ઓકે.
રાધિકા બધુ સેટ કરીને ગીતો શરૂ કરે છે.

* * * *

૨ દિવસ પછી

પૂર્વી : ક્યા છો તમે??
૨ દિવસથી તારો ફોન નથી લાગતો કે નથી કોઈ મેસેજ.
નિશાંત : અમે ગોઠાણ ગયેલા.
પૂર્વી : ગોઠાણ??
નિશાંત : ગોઠાણ નામનું ગામ છે.
હવે આજે સારોલી જવા નીકળ્યા.
પૂર્વી : ગોઠાણ માં શું કર્યું??
નિશાંત : ત્યાના લોકોને નવા કપડા આપ્યા.
બાળકઓને તેમના કામ ની વસ્તુઓ આપી.
નવા આપણા દેશી ઝાડ રોપ્યા.
ગામના લોકો સાથે રહ્યા, ખાધું, મજા કરી અને હવે બીજા ગામ જઈ રહ્યા છે.
પૂર્વી : તારી ટ્રીપ શરૂ થઈ ગઈ??
નિશાંત : હા.
પૂર્વી : કહેવાય નહી મને??
નિશાંત : કહ્યુ તો ખરું.
પૂર્વી : એ મે પૂછ્યું ત્યારે.
રાધિકા ને હસવું નથી હોતુ છતાં તેમની વાત સાંભળી હસવું આવી જાય છે.
પૂર્વી : હાય રાધિકા.
રાધિકા : હાય.
પૂર્વી : તને ગમી રહ્યુ છે ગામમાં??
રાધિકા : હા.
સારું લાગી રહ્યુ છે.
પૂર્વી : નિશાંત થી કંટાળી જાય તો મને મેસેજ કરી શકે છે.
રાધિકા હસે છે.
રાધિકા : ઓકે.
પૂર્વી : આજે જો ને કોફી જ પતી ગઈ છે.
અને મને કાલે ઘરે આવતા લેતા આવવાનું યાદ ના રહ્યુ.
રાધિકા : થાય કોઈ વાર.
પૂર્વી : હંમ.
આજે કશે જવાનું મન પણ નથી થતુ.
રાધિકા : કોફી વગર ગમતું નથી??
પૂર્વી : એમ જ યાર.
હવે મારે બસ ઈન્ડિયા જ આવવું છે.
રાધિકા : સમજી શકું છું.
પૂર્વી : તમારું કામ કેવું ચાલે છે??
રાધિકા : સારું.
પૂર્વી : બસ....
ખાલી સારું??
રાધિકા : હા.
નિશાંત : મારી સાથે પણ વાત કરી લે થોડી.
તે મસ્તી કરતા કહે છે.
પૂર્વી : શું વાત કરું તારી સાથે??
નિશાંત : લે....
પૂર્વી : મારી એક ની એક વાત તું કેટલી વાર સાંભળીશ??
નિશાંત : ચાલો, થોડું જ્ઞાન પ્રાપ્ત તો થયુ.
પૂર્વી : પપ્પાએ બીજો છોકરો શોધી કાઢ્યો.
હવે હા કહું તો પણ મારો અને પપ્પાનો ઝગડો થશે અને ના કહું તો પણ.
રાધિકા : તો ના કહી દે.
પૂર્વી : મારે નથી ઝગડવું.
નિશાંત : તો તેમની વાત માની જા.
પૂર્વી : તારી પાસે આઇડિયાઝ નહી હોય તો શું કામ આપે છે??
પૂર્વી ચીડાય જાય છે.
રાધિકા : ક્યારે મળવાનું છે છોકરાને??
પૂર્વી : આજે સાંજે.
નિશાંત : એક વાર મળી લેને.
પૂર્વી : પપ્પાને ખોટી ખોટી હોપ્સ આપુ??
નિશાંત : છોકરો ગમી ગયો તો??
પૂર્વી : મારે લગ્ન કરવા જ નથી.
રાધિકા : હું પણ એવું જ કહેતી હતી.
પૂર્વી : પણ મારા પપ્પા માટે ફક્ત હું જ છું.
રાધિકા : હંમ.
પૂર્વી : ઓકે.
તમે તમારી ટ્રીપ એન્જોય કરો.
મારે તૈયાર થવાનું છે.
નિશાંત : ચીલ.
પૂર્વી : યુ ચીલ.
રાધિકા : બાય.
પૂર્વી : બાય.
તે ફોન મૂકી દે છે.

* * * *

~ By Writer Shuchi

☺️

.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED