નિશાંત : તું ખુશ તો છે ને તારા કામ થી??
બંને ને ૨ દિવસ ગામમાં રહેવા માટે એક પરિવારે તેમના ઘર નો ઉપલો માળ ખાલી કરી આપ્યો હોય છે.
મમ્મી - પપ્પા અને તેમની નાની ૪ વર્ષની માસુમ દીકરી સાવ નાનો પરિવાર જ હોય છે.
રાધિકા : ખબર નથી મને.
તે ધીમે થી નિશાંત ના સવાલ નો જવાબ આપે છે.
નિશાંત : હું સમજ્યો નહી....
રાધિકા : હું પણ નથી સમજી શકતી.
પોતાની આખી જીંદગી જેને સોંપી દીધી હોય એનું આમ જીવનમાંથી કઈ પણ કહ્યા વગર જતા રહેવું....
હું હજી કઈ નક્કી નથી કરી શકતી.
નિશાંત : હંમ.
રાધિકા : પાયલોટ બનવાનું સપનું સેવ્યું હતુ મે.
પણ છોકરી એ તો ઘર સંભાળવાનું હોય.
રાધિકા ફિક્કું મુસ્કાય છે.
રાધિકા : હજી પણ કેટલા લોકો આવું જ વિચારે છે.
એટલે જ જાતે જોબ કરી પૈસા ભેગા કરી રહી હતી પણ....
જવા દો, એ વાત કેટલી વાર કરીશ.
નિશાંત : હું તારી મદદ કરું??
રાધિકા : કેટલી મદદ કરશો??
નિશાંત : ફરી યાદ અપાવી દઉં,
દુનિયા માટે હું તારો પતિ છું અને આપણે એક બીજાના સારા દોસ્ત બની ગયા છીએ હવે તો તું તારી ઈચ્છાઓ મારી સામે ખૂલી ને મૂકી શકે છે.
રાધિકા : મને આ ઠીક નથી લાગતુ પણ મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી.
પણ ક્યારેક તો સચ્ચાઈ બહાર આવશે જ ને.
હજારો સવાલ ઉઠશે.
બહુ વાર લાગી જાય એની પહેલા તમને નથી લાગતુ આપણે....
નિશાંત : જાહેર કરી દેવું જોઈએ??
રાધિકા : હા.
નિશાંત : વિચારીશું.
રાધિકા : હવે મે નક્કી કરી લીધું છે.
જેની સુધી પહોંચવાના પ્રયત્નો જ નથી કરવા.
નિશાંત : સંબંધો ની દોર શું....
રાધિકા : કાચી છે કે પાકી છે એ તો સંબંધ ને નિભાવવા વાળા પર નિર્ભર કરે છે.
પણ સંબંધો ની દોર નાજુક જરૂર હોય છે.
સંબંધો નું જતન કરવું પડે છે.
પ્રેમ છે એટલે લોકો જીવન ભર સાથે રહેશે એવું....
આઈ મીન, તમારો કોઈ પણ સંબંધ હોય એમાં સમાનતા ખૂબ જરૂરી છે.
નિશાંત : અને એ સમાનતા એટલે સમાન લાગણી પણ.
રાધિકા : હાસ્તો, તમારી પ્રાયોરીટી શું છે??
એ પણ એટલું જ મહત્વ નું છે.
મારા જીવનમાં જેની સૌથી વધુ મહત્વ ધરાવતી હતી.
પણ તેણે જ મને કહ્યુ હવે આ ડબલ રોલ્સ હું નહી ભજવી શકું.
તું સારા પૈસા વાળા ઘરમાં જાય છે.
લગ્ન કરી ખુશ થા.
નિશાંત : ધન કદી લાગણીઓ નો ખાલીપો નથી ભરી શકતું.
રાધિકા : જેની ને એવું લાગે છે કે ભરી શકાય છે.
તે ફરી ફિક્કું હસે છે.
નિશાંત : પ્રેમ સંબંધમાં ક્યારેય અભિમાન નહી આવવું જોઈએ.
રાધિકા : પણ તેણે મારી લાગણીઓ ની સરખી કદર જ ના કરી.
નિશાંત : તું અત્યારે રાત્રે સૂઈ જાય અને સવારે જો જેની તારી સામે હોય તો તું શું કરે??
રાધિકા : ખબર નહી.
નિશાંત : તને ખબર છે.
જે છોકરીને સંબંધો ની આટલી ઊંડી સમજ હોય.
એને આ પણ ખબર જ હોય.
રાધિકા નીચે જોવા લાગે છે.
નિશાંત : મારે જવાબ નથી જાણવો.
પણ તું પોતાની જાતથી આનો જવાબ નહી છુપાવતી.
રાધિકા નિશાંત સામે જુએ છે.
નિશાંત હલકું મુસ્કાય છે.
રાધિકા : તમારી સાથે જીંદગીના નવા નવા એકસપોઝર મળી રહ્યા છે.
ક્યારેય વિચાર્યું નહતુ કે હું પણ આ રીતે ગામડાઓ માં રહીશ.
પ્લાન્ટેશન કરીશ જંગલો ની વચ્ચે.
નિશાંત : ચાલ, બારબેકયુ કરીએ.
રાધિકા : અહીંયા??
નિશાંત : નીચે ચાલ.
રાધિકા : અત્યારે??
નિશાંત : હા....હા....ચાલ
* * * *
નિશાંત ઘર ના માલિક પાસે તેમની ભટ્ટી સાથે મીઠું અને લાલ મરચું માંગી લે છે.
નિશાંત : અરે....આપણે રસ્તામાંથી શાક લીધું તેની થેલી ઉપર ભૂલી આવ્યો.
રાધિકા : હું લઈ આવું છું.
નિશાંત : ખાલી શકરિયા અને ટામેટા જ જોઈએ છે.
રાધિકા : હા.
તે ફટાફટ લઈને આવી જાય છે.
નિશાંત : લાવ....લાવ....જલ્દી લાવ....
તે શકરિયા અને ટામેટા ને ભટ્ટી પર શેકવા લાગે છે.
નિશાંત : તને શકરિયા ભાવે છે??
રાધિકા : બહુ ખાસ નહી.
નિશાંત : એક વાર મસાલો નાખી ને આ ખાઈશ ને પછી ભવતા થઈ જશે.
રાધિકા મુસ્કાય છે.
રાધિકા : એક સવાલ પૂછું??
નિશાંત : પૂછ.
રાધિકા : તમે સારોલી આવતા રસ્તામાંથી આટલું બધુ શાક....
નિશાંત : મે તો તને કીધું જ નહી.
ગાડીની ડીકી માં પાછળ ઈન્ડક્શન પણ મૂકી ને લાવ્યો છું.
એ ખાસ હું આવી ટ્રીપ પર જાઉં ત્યારે જ વાપરવા માટે લીધું છે.
મને પણ કુકિંગ નો થોડો શોખ છે.
એટલા માટે.
રાધિકા : અચ્છા.
નિશાંત : પોતે પણ ખાવ અને બધા ને ખવડાવ.
તને ગમે છે કુકિંગ??
રાધિકા : હા.
નિશાંત : આ વખતે આપણે સાથે બનાવીશું.
રાધિકા : બિલકુલ.
નિશાંત : આ લે.
તે રાધિકા ને શકર્યુ આપે છે.
રાધિકા : હું ટામેટું લઈશ.
નિશાંત : આ ચાખ તો ખરી મસાલો નાખી ને.
તે રાધિકા ને મસાલો ભભરાવી આપે છે.
રાધિકા : તમારું??
નિશાંત : હું પહેલા ટામેટું શેકી લઉં.
રાધિકા : ખાઈ લો ને પહેલા.
નિશાંત : તું ખાતી થા ને.
રાધિકા : આપણે સાથે ખાઈશું.
તે નિશાંત ની રાહ જોવા લાગે છે.
નિશાંત : ગરમ સરસ લાગે.
ખાવા માંડ.
રાધિકા : સેમ ટુ યુ.
નિશાંત : ઓકે.
નિશાંત ટામેટું બાજુ પર મૂકી તેની સાથે ખાવા લાગે છે.
રાધિકા મુસ્કાય છે.
નિશાંત : ભાવ્યું??
રાધિકા : હંમ.
મસાલા સાથે ટેસ્ટી લાગે છે.
નિશાંત : થેન્કયૂ.
તે મુસ્કાય છે.
રાધિકા : કોફી ની યાદ આવી ગઈ.
નિશાંત : પીવી છે??
રાધિકા : હા.
નિશાંત : હાજર કરી દઈએ.
રાધિકા : હવે એ કઈ રીતે??
નિશાંત : આવ્યો ગાડી ની ચાવી લઈને.
તે ચાવી લેવા ઉપર જાય છે.
રાધિકા ને કઈ સમજાતું નથી.
અત્યારે કોફી ક્યાં થી મળશે??
નિશાંત નીચે આવી ગાડી ની ડીકી માંથી રાધિકા માટે અમૂલ ની કોલ્ડ કોફી નું એક કેન કાઢે છે.
રાધિકા ને નવાઈ લાગે છે.
નિશાંત : સૉરી....કોલ્ડ કોફી થોડી ગરમ થઈ ગઈ છે.
રાધિકા : તમે આ પણ લાવ્યા છો!!
નિશાંત : મને ખબર છે,
તને પણ કોફી પીવાની ટેવ છે.
રાધિકા : થેન્કયૂ.
તમારી કોફી??
નિશાંત : મને હમણાં ઈચ્છા નથી.
રાધિકા કેન ખોલી કોફી પીવા લાગે છે.
* * * *
~ By Writer Shuchi ☺
.