Midnight Coffee - 30 books and stories free download online pdf in Gujarati

મિડનાઈટ કોફી - 30 - એક્સાઈટમેન્ટ

પૂર્વી : ડિલિવરી ના ૨૦ દિવસ પહેલા તમારે ન્યુ યોર્ક આવી જવાનું છે પપ્પા.
પૂર્વી તેના રૂમમાં પપ્પા સાથે આજે ઘણા દિવસે ફાઇનલી વિડિયો કોલ પર વાત કરી રહી હોય છે.
પપ્પા : સારું સારું.
આવી જઈશ.
પૂર્વી : પાક્કુ ને??
તે કોઈ નાના બાળક ની જેમ પપ્પા પાસે પ્રોમિસ માંગતી હોય એમ પૂછે છે.
પપ્પા : હા, દીકરા.
પૂર્વી : તમે ખાધું??
પપ્પા : હા, દીકરા.
પૂર્વી : તમને બહુ એટલે બહુ મીસ કરું છું.
અને તમને એક સારા સમાચાર આપવાના છે.
પપ્પા : તારું રીઝલ્ટ આવી ગયું??
પપ્પા ખુશ થતા પૂછે છે.
પૂર્વી : હા.
૯૪.૮૯%
પપ્પા : અરે વાહ વાહ દીકરા.
પપ્પા તાળી પાડવા લાગે છે.
પૂર્વી હસે છે.
પપ્પા : મને તારા પર ગર્વ છે પૂર્વી.
પૂર્વી : થેન્કયુ પપ્પા.
પપ્પા : બહુ સરસ સમાચાર આપ્યા તે.
બાકી બધુ પણ બરાબર છે ને??
તારું ધ્યાન રાખે છે ને??
પૂર્વી : હા, પપ્પા.
બધુ એકદમ સરસ છે.
પપ્પા : નિશાંત મળવા આવ્યા કરતો હોય છે મને.
તેના ઘરે મને ઘણીવાર જમવા પણ બોલાવે છે.
પૂર્વી : હા, કહ્યુ એણે.
પપ્પા : તેના મમ્મી ખરેખર તને દીકરી ની જેમ રાખતા હશે.
પપ્પા ફરી ખુશ થતા કહે છે.
પૂર્વી : હા, પપ્પા ખરેખર.
પપ્પા : સારું.
ચાલ હવે, મારે જવાનું છે આવજે.
પૂર્વી : આવજો.

રાધિકા ઉપર તેના રૂમમાં આવે છે.
રાધિકા : હેય....
તે પૂર્વી પાસે બેડ પર આવીને બેસે છે.
રાધિકા : તું રડી રહી છે??
પૂર્વી....શું થયું??
લુક એટ મી....
પૂર્વી : પપ્પા સાથે વાત થઈ એટલે.
એ મારા કરતા વધારે એ ખુશ છે મારા માટે.
તેમના ચહેરા પર આટલો સંતોષ મે પહેલીવાર જોયો.
તે પણ વાત કરતા કરતા ભાવુક થઈ ગયેલા.
રાધિકા પૂર્વી ના આંસુ લૂછે છે.
રાધિકા : ચાલ, નીચે જમવાનું બની ગયું છે.
મસ્ત કઢી બનાવી છે મમ્મીજી એ.
પછી નિશાંત ને એરપોર્ટ મૂકવા પણ જવાનું છે.
પૂર્વી : હંમ.

* * * *

૩ મહિના પછી

ડાઇનિંગ ટેબલ પર

રાધિકા : અજયજી નો ફોન હતો.
મમ્મી : શું કહેતા હતા??
રાધિકા : નવું કલેક્શન આવ્યું છે.
પૂર્વી : તો તેમની ઈચ્છા છે કે તું ફરી તેમના માટે મોડલિંગ કરે એમ જ ને??
રાધિકા : હા.
મમ્મી : તો તે શું જવાબ આપ્યો??
રાધિકા : હમણાં તો....
પૂર્વી : હા પાડી ને??
રાધિકા : મે કોઈ ચોક્કસ જવાબ નથી આપ્યો.
પૂર્વી : કેમ??
રાધિકા : મારે આ ફીલ્ડ માં આગળ નથી વધવું.
મમ્મી : તો નહી વધતી પણ અહીંયા તો તું માત્ર અજયજી માટે કામ કરી જ શકે છે ને.
પૂર્વી : અને તારે કરવું જ પડશે.
તું બ્રાન્ડ એમ્બેસેડર છે હવે તેમની.
રાધિકા : યાર.
મમ્મી : ઈટસ ઓકે.
રાધિકા : મારે સાઈન કરતા પહેલા બીજીવાર પણ કોન્ટ્રેક્ટ વાંચી લેવાનો હતો.
મમ્મી : જ્યાં સુધી તું ન્યુ યોર્ક માં છે ત્યાં સુધી કરને.
પછી ના કહી દેજે.
પૂર્વી : હા.
રાધિકા : સારું.
હું તેમને ફોન કરીને અત્યાર પૂરતી હા કહી દઉં છું.
પૂર્વી : હું પણ આવીશ.
રાધિકા : તું....
પૂર્વી : કરી શકીશ.
ફિકર નોટ.
પૂર્વી મુસ્કાય છે.

* * * *

રાધિકા : ફોન ઉપાડ્યો??
પૂર્વી : ના.
રાધિકા : ક્યારે ઉપાડશે??
પૂર્વી : એ જ.
જલ્દી ફોન ઉપાડ નિશાંત.
રાધિકા : મેસેજ કરી દેને.
પૂર્વી : નહી.
મારે તેનું રિએક્શન જોવું છે.
તેની ખુશી સાંભળવી છે.
રાધિકા : ઓકે.
રાધિકા ને હસવું આવી જાય છે.
પૂર્વી : આઈ એમ સો એક્સાઈટેડ ટુ સી હીઝ રિએક્શન.
રાધિકા : હું પણ.
પૂર્વી : મમ્મી વોક પર ગયા હતા તે આવી ગયા??
રાધિકા : હજી ૫ મિનિટ પહેલા તો ગયા.
પૂર્વી : એક્સાઈટમેન્ટ માં છે ને હું ગાંડી થઈ જઈશ.
રાધિકા : તો થઈ જા.
બંને હસી પડે છે.
પૂર્વી : મમ્મી પણ કેટલા ખુશ થઈ જશે.
રાધિકા : ચાલ, આપણે આ ખુશી સેલિબ્રેટ કરવા કેક બનાવીએ.
પૂર્વી : હા.

* * * *


~ By Writer Shuchi



.


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED